Sunday, Mar 23, 2025

મહાત્માગાંધીની જયંતિ પર પીએમ મોદીએ રાજઘાટ ખાતે આપી શ્રદ્ધાંજલી

2 Min Read

દેશભરમાં આજે બુધવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, “તમામ દેશવાસીઓ વતી, આદરણીય બાપુને તેમની જન્મજયંતિ પર નમન. સત્ય, સદ્ભાવ અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

Gandhi Jayanti: पीएम मोदी ने किया महात्मा गांधी को नमन, राजघाट पर श्रद्धांजली अर्पित की

પીએમ મોદીએ X પર લખ્યું કે, ‘તમામ દેશવાસીઓ વતી પૂજ્ય બાપુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. સત્ય, સમરસતા અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.’ એટલું જ નહીં, ગાંધી જયંતિ પર પીએમ મોદી પણ સ્વચ્છતા અભિયાનનો ભાગ બનવા માટે અપીલ કરી હતી. પીએમ મોદી શાળાના બાળકો સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને બાળકો સાથે મળીને ઝાડુ લગાવ્યું હતું અને સફાઈ કરી હતી.

પીએમ મોદીએ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપતા PM મોદીએ કહ્યું કે, “ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, જેમણે પોતાનું જીવનને દેશના સૈનિકો, ખેડૂતો અને આત્મસન્માન માટે સમર્પિત કર્યું, તેમને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ.” વડાપ્રધાન મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીના સમાધિ સ્થળ વિજય ઘાટ જઈને તેમને શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન હતા. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમની સાદગી અને નમ્રતાથી લોકો પ્રભાવિત થયા. તેમણે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ‘જય જવાન જય કિસાન’નો નારો આપ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article