Home Blog Page 995

દિગ્ગજ અભિનેત્રીને ૬ મહિનાની સજા, કોર્ટે દંડ પણ કર્યો, જાણો શું છે મામલો

  • ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રી પર મોટી મુશ્કેલી આવી પડી છે. અભિનેત્રીને ૬ મહિનાની જેલની સજા થઈ છે. અભિનેત્રી પર તેના થિયેટરમાં કામ કરનારા મજૂરોને પૈસા ન આપવાનો આરોપ લાગ્યો હતો અને હવે તે તેમાં દોષિત ઠર્યા છે.

દિગ્ગજ અભિનેત્રી અને રાજનેતા જયા પ્રદાને શુક્રવારે ચેન્નાઈની એક કોર્ટે દોષત ઠેરવ્યા છે. તેમને છ મહિના માટે જેલની સજા થઈ છે. કથિત રીતે તેમના પર પાંચ હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે તેમના પર તેમના થિયેટરમાં કામ કરનારાઓને ઈએસઆઈના પૈસા ન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કથિત રીતે તેમના બિઝનેસ પાર્ટનર રામકુમાર અને રાજાબાબુ પણ દોષિત ઠર્યા છે.

જયા પ્રદાનું ચેન્નાઈમાં એક થિયેટર હતું જે બંધ થી ગયું. બાદમાં થિયેટરકર્મીઓએ જયા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કર્મચારીઓના પગાર કાપવામાં આવ્યા અને ઈએસઆઈના પૈસાની ચૂકવણી નહીં કરવાની ફરિયાદ થઈ. તેમના આરોપ હતો કે સરકારી વીમા નિગમને ઈએસઆઈના પૈસા આપવામાં ન આવ્યા.

જયા પ્રદાને જેલ :

કથિત રીતે લેબર ગવર્નમેન્ટ ઈન્શ્યુરન્સ કોર્પોરેશને જયા પ્રદા અને તેમના સહયોગીઓ વિરુદ્ધ ચેન્નાઈના એગ્મોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો. એ પણ સૂચન આપ્યું કે અનુભવી અભિનેત્રીએ પણ આરોપોને સ્વીકાર્યા છે અને કેસને ફગાવવાની માંગણી કરતા બાકી રકમ ચૂકવવાનું વચન આપ્યું છે. જો કે કોર્ટે તેમની અપીલ ફગાવી દીધી અને દંડ સાથે જેલની સજા પણ સંભળાવી છે.

જયા પ્રદાની ફિલ્મો

જયા પ્રદા ૭૦ના દાયકાના અંત, ૮૦ના દાયકા અને ૯૦ના દાયકાની શરૂઆતમાં હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક હતી. ઓછી ઉંમરમાં સાઉથ ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ જયા 1979માં સરગમ ફિલ્મથી  બોલીવુડમાં આવી અને લોકપ્રિય  બની ગઈ. તેમણે કામચોર (૧૯૮૨), શરાબી (૧૯૮૪), મક્સદ (૧૯૮૪), સંજોગ (૧૯૮૫), આખિરી રાસ્તા (૧૯૮૬), એલાન એ જંગ (૧૯૮૯), આજ કા અર્જૂન (૧૯૯૦), થાનેદાર (૧૯૯૦), મા (૧૯૯૧) અને અનેક તેલુગુ ફિલ્મો કરી છે.

આ પણ વાંચો :-

કારેલીબાગમાં નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, પોલીસે કરી…

0
  • વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે. પુરપાટે જઈ રહેલા કાર ચાલકે ડિવાઈડર પર કાર ચઢાવી ઝાડ સાથે અથડાવી હતી.

રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યાં વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે. પુરપાટે જઈ રહેલા કાર ચાલકે ડિવાઈડર પર કાર ચઢાવી ઝાડ સાથે અથડાવી હતી. જો કે સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિની માહિતી મળી નથી.આ સાથે જ  અમદાવાદ પાસિંગની ટેક્સી કારની અંદર પોલીસ હાઉસ ઓન ડયુટી લખેલી પ્લેટ મળી છે.

કારની આગળ પાછળ ગુજરાત પોલીસનો લોગો અને ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખેલું લખાણ જોવા મળ્યુ છે. અકસ્માત સર્જનાર કાર ચાલક અક્રમ સિંધી વિરુદ્ધ કારેલીબાગ પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. આ ઉપરાંત નશાની હાલતમાં જોખમી રીતે કાર ચલાવવાનો કાર ચાલક પર આરોપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

રાજકોટ લવ જેહાદ કેસમાં નવો વળાંક, યુવતીએ વિધર્મી ક્રિકેટ કોચ……

0
  • રાજકોટમાં થોડા દિવસ પહેલા સામે આવેલા કથિત લવ જેહાદના કિસ્સામાં હવે નવો વળાંક આવ્યો છે. ક્રિકેટ કોચિંગ શીખવા જતી યુવતીની વિધર્મી કોચ સાથે મિત્રતા વધતા તે ઘર છોડીને જતી રહી હતી.

ક્રિકેટ કોચિંગ શીખવા જતી યુવતીની વિધર્મી કોચ સાથે મિત્રતા વધતા તે ઘર છોડીને જતી રહી હતી. બાદમાં માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ કરતા યુવતીએ મરજીથી ગઈ હોવાનું જણાવ્યું હતું. હવે સમગ્ર કેસમાં ક્રિકેટ કોચ મહેબુબ બુખારીએ યુવતીની કસ્ટડી લેવા માટે હેબિયસ કોપર્સની અરજી કરી હતી.

યુવતીએ કોર્ટમાં અલગ જ રજૂઆત કરતા યુવક સાથે જવાની ના પાડી દીધી હતી. સાથે જ પોતાના માતા-પિતાની અરજી પણ ખોટી હોવાનો દાવો કરીને તેમની સાથે રહેવાનો પણ ઈનકાર કર્યો હતો. તેણે કોર્ટમાં જણાવ્યું હતું કે, હું નારી સંરક્ષણ ગૃહમાં રહીને મારા કરિયર પર ફોકસ કરવા માંગું છું. જે બાદ કોર્ટે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.

વિગતો મુજબ, રાજકોટના પરિવારની દીકરી કુંડલિયા કોલેજમાં અભ્યાસ કરતી હતી. ૧૭ વર્ષની હતી ત્યારથી યુવતીને ક્રિકેટનો શોખ હતો, એવામાં તે ક્રિકેટનું કોચિંગ આપતા મહેબૂબ બુખારીના સંપર્કમાં આવી. ત્યારથી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. સાથે જ પરિવારનું કહેવું છે કે, વિધર્મી આરોપીએ તેમને ધમકી પણ આપી હતી કે તારી છોકરી ૧૭ વર્ષની હતી ત્યારથી બળાત્કાર ગુજારું છું, થાય તે કરી લેજો.’ હજુ સુધી આરોપીએ યુવતી સાથે લગ્ન નથી કર્યા પરંતુ તેને હોસ્ટેલના રૂમમાં રાખતો હોવાનો આક્ષેપ કરાયો છે.

આ સાથે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, વિધર્મી પ્રેમી બુખારીએ યુવતીને ફસાવીને તેનું નામ પણ બદલાવી નાખ્યું છે. યુવતી ઘરમાંથી દાગીના અને રોકડની પણ ચોરી કરતી અને તેને મહેબુબ બુખારીને આપી દેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બાદ યુવતી કોર્ટમાં પણ હાજર થઈ હતી, જ્યાં તેણે પોતાના માતા-પિતા પર જ ગંભીર આક્ષેપ કર્યા હતા. મીડિયા સામે યુવતીએ કહ્યું હતું કે, હું મારા મા-બાપના ત્રાસથી ૨૬ તારીખે ઘરેથી નીકળી ગઈ છું. તેઓ મને મારે છે, મારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાની કોશિષ કરે છે અને નાનપણથી મને ટોર્ચર કરતા આવ્યા છે માથામાં છરી મારે છે.

આ પણ વાંચો :-

શહીદ મહિપાલસિંહના ઘરે દીકરીનો જન્મ, પત્નીએ શહીદ પતિના કપડાને…

0
  • મહિપાલસિંહના પત્ની વર્ષાબાને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા હતા, ત્યારે તેમની પાસે મહિપાલસિંહના કપડા રાખવામાં આવ્યા હતા.

મા ભોમની સેવા કરતા અને આતંકીઓને જડબાતોડ જવાબ આપતા ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હતા. તેમના પત્ની ગર્ભવતી હતા અને દીકરીનું મોઢું જુએ તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. ત્યારે આ શહીદના ઘરે એક નાનકડું ફુલ ખીલ્યું છે. શહીદ વીરના ઘરે દીકરીનો જન્મ થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામાલે જવાન મહિપાલસિંહ વાળાની પત્નીએ શુક્રવારે સાંજે બાળકીને જન્મ આપ્યો હતો.

૨૭ વર્ષની નાની વયે થયા શહીદ :

જમ્મુ કશ્મીરમાં આતંકી સાથે અથડામણ થતાં અમદાવાદના જવાન શહીદ થયા હતી. વીર સપૂત મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે. પરંતુ તેઓ અમદાવાદમાં રહે છે. અમદાવાદના ઠક્કરબાપાનગરના લીલાનગર સ્મશાનમાં તેમના અંતિમવિધિ કરવામાં આવી હતી. એક શહીદને છાજે તેવી વિદાય વીર જવાનને અપાઈ હતી.

મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ ૧૫ ઓગસ્ટ ૧૯૯૬માં થયો હતો. ૧૫મી ઓગસ્ટના દિવસે જન્મેલા મહિપાલસિંહ નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું જોયું હતું. તેઓ છેલ્લે પોતાના જ સિમંત પ્રસંગમાં અમદાવાદ આવ્યા હતા.

પરંતુ દુર્ભાગ્યવશ પત્ની બાળકને જન્મ આપે તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. પરંતુ શહીદ વીરના ઘરે દીકરી વીરલબાનો જન્મ થયો છે. શહીદ પતિના કપડાને સ્પર્શ કરીને એક માતાએ દીકરીને હાથમાં લીધી હતી. ત્યારે પરિવાર માટે આ ક્ષણ ભારે ભાવુક બની રહી હતી.

વીર જવાન મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો છે. ત્યારે આ દીકરીને વિરલબા નામ આપવામાં આવ્યું છે. મહિપાલસિંહના પત્ની વર્ષાબાને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા હતા, ત્યારે તેમની પાસે મહિપાલસિંહના કપડા રાખવામાં આવ્યા હતા. વર્ષાબાએ વીરગતિ પામેલા પતિના કપડાને હાથ લગાડયા બાદ દીકરીને સ્પર્શ કર્યો હતો. ત્યારે આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડયો હતો.

પરિવારે જણાવ્યું કે જો દીકરી મોટી થશે અને તેને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો તેને મોકલીશું. પતિને ગુમાવનાર વર્ષાબાએ પતિના અંતિમ વિદાય વખતે કહ્યુ હતું કે, જે તેને પુત્ર જન્મશે તો તેને ભારતીય સેનામાં મોકલશે. આમ, ચાર દિવસ પહેલા જે પરિવારે દીકરો ગુમાવ્યો, તે વાળા પરિવારને ફુલ જેવી દીકરીની ભગવાને ભેટ આપી.

આ પણ વાંચો :-

સાવ સસ્તી સેવન સીટર ! કારના ફોટા જોઈને જ તમે થઈ જશો ફીદા

0
  • ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી કે જાપાની ઓટોમેકર ટોયોટા ભારતીય બજારમાં મારુતિ સુઝુકી અર્ટિગા આધારિત MPV લોન્ચ કરવા જઈ રહી છે.

હવે કંપનીએ તેને રજૂ કર્યું છે. તેનું નામ રુમિયાન છે. હાલમાં કિંમતો જાહેર કરવામાં આવી નથી પરંતુ એવી અપેક્ષા છે કે તેની પ્રારંભિક કિંમત ૧૦ લાખ રૂપિયાથી ઓછી હશે. આવો રુમિયાની કેટલીક તસવીરો જોઈએ અને તેના વિશે જાણીએ.

તેને મારુતિ અર્ટિગાથી અલગ કરવા માટે કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે. આગળના ભાગમાં, તમને ઈનોવા ક્રિસ્ટા પ્રેરિત ગ્રિલ, ક્રોમ એક્સેંટ અને અપડેટેડ ફ્રન્ટ બમ્પર મળે છે. ફોગ લેમ્પ એસેમ્બલી પણ સુધારેલી દેખાય છે.

બાજુમાં તે નવી ડિઝાઈન સાથે ડયુઅલ-ટોન એલોય વ્હીલ્સ મેળવે છે. પરંતુ તે સિવાય સાઈડ પ્રોફાઈલ એર્ટિગા જેવી જ દેખાય છે. બેક ડોર ક્રોમ ગાર્નિશ પાછળના ભાગમાં LED ટેલલેમ્પ્સ સાથે ઉપલબ્ધ છે.

૦૭-સીટર કારને ડયુઅલ-ટોન ઈન્ટિરિયર મળે છે. જેમાં વુડ ઈન્સર્ટ પણ મળે છે. તેની સાથે બ્લેક-આઉટ ડેશબોર્ડ પણ ઉપલબ્ધ છે. Rumion ને SmartPlay ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી અને Toyota i-Connect તરફથી ૫૫ થી વધુ સુવિધાઓ પણ મળે છે.

રુમિયન એર્ટિગા સાથે સમાન 1.5L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન શેર કરે છે. તે પેટ્રોલ પર 103bhp/137Nm અને CNG પર 88bhp/121.5Nm જનરેટ કરે છે. કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે.

ટોયોટા દાવો કરે છે કે Rumionનું પેટ્રોલ વર્ઝન 20.51kmpl ની માઈલેજ આપી શકે છે જ્યારે CNG વર્ઝન 26.11kg/km ની માઈલેજ આપી શકે છે. સમજાવો કે ટોયોટાનું લક્ષ્ય રુમિયન સાથે એન્ટ્રી-લેવલ MPV સેગમેન્ટમાં પ્રવેશવાનું છે.

આ પણ વાંચો :-

સસ્તામાં ગોવા ફરવાનો અત્યારે સૌથી બેસ્ટ સમય : ફરવાના શોખીન ગુજરાતીઓ બેગ પેક કરી લો !

0
  • ચોમાસાની સીઝનમાં ગોવા ફરવા જવું બેસ્ટ છે કારણકે આ ઋતુમાં ગોવામાં ફરવાનાં અનેક ફાયદાઓ થઈ શકે છે.

શું તમે પણ મોનસૂનમાં ગોવા ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો ? તો તમારો આ બેસ્ટ નિર્ણય રહેશે કારણકે ચોમાસાની સિઝનમાં ગોવા ફરવાનાં અનેક ફાયદાઓ હોય છે. ખાલી બીચ ચારેય બાજુ લીલુછમ વાતાવરણ અને દૂધસાગર વોટરફોલનાં ઉત્તમ દ્રશ્યો તમને આનંદમય કરી દેશે.

સસ્તી હોટલ :

મોનસૂન સીઝન એ ઓફ સીઝન હોય છે તેથી આ દરમિયાન હોટલ ખાલી રહે છે જેથી તમે ૫ સ્ટાર હોટલમાં ૨-૩ સ્ટારનાં ભાવે રહી શકશો. જો તમને બીચની સામે ૫૦૦ રૂપિયા પ્રતિ દિવસનો રૂમ મળે છે તો તમને આશ્યર્ય નહીં થાય કારણ કે ગોવામાં આ સમયે તમામ સ્ટેનાં ભાવ ઘણાં ઓછા હોય છે.

ટ્રાવેલિંગ સસ્તું :

ગોવામાં ટ્રાવેલ કરવા માટે સૌથી બેસ્ટ સમય તો નવેમ્બરનો માનવામાં આવે છે તેથી મોનસૂન સીઝનમાં પર્યટકો ગોવામાં હોતા નથી. તેથી આ સમયે જો તમે ગોવા જાઓ છો તો ફ્લાઈટનાં ભાવથી માંડીને ત્યાં ટેક્સી બાઈકનું ભાડું પણ સસ્તામાં મળી શકે છે.

ભીડથી મુક્તિ :

મોનસૂન સીઝનમાં પર્યટકોની ભીડ ઓછી હોવાને લીધે તમને પ્રાઈવસી મળે છે. ગોવાનાં બીચ ખાલી હોવાને લીધે તમે પ્રાઈવેટ બીચ જેવો અનુભવ મેળવી શકો છો.

ફેસ્ટિવલનું આયોજન :

મોનસૂન સીઝનમાં ગોવામાં અનેક ફેસ્ટિવલ્સનું આયોજન થાય છે. ફર્ટિલિટી ફીસ્ટ ઓફ સાઓ જોઆઓ કે સેંટ જોન બાપિસ્ટ ૨૪ જૂનનાં ઊજવવામાં આવે છે જ્યારે સેંટ પીટર્સ ફેસ્ટિવલ જૂલાઈમાં આયોજિત થાય છે.  આ ફેસ્ટિવલમાં નદીની વચ્ચે સ્ટેજ લગાવવામાં આવે છે.

તાજી ફીશ ઉપલબ્ધ 

માછલી ખાવાનાં શોખીન લોકોએ આ સીઝનમાં ગોવા જવું જોઈએ કારણકે આ સીઝનમાં સૌથી ફ્રેશ માછલીઓ મળે છે. તેનો સ્વાદ ચાખીને તમે મંત્રમુગ્ધ થઈ જશો.

આ પણ વાંચો :-

શું તમારા સ્માર્ટફોનમાંથી ઉડી રહ્યો છે તમામ ડેટા ? તરત જ બંધ કરી દેજો આ સેટિંગ

0
  • ઘણી વખત સ્માર્ટફોન યુઝરના ડિવાઈસમાં આવી સેટિંગ્સ એક્ટિવ રહે છે. જેના કારણે તેમના ફોનનો ડેટા જલ્દી પૂરો થઈ જાય છે. જાણો કેવી રીતે આ ડેટાને તમે બચાવી શકો છો.

મોબાઈલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે અને દરેક વ્યક્તિ તેના મોટાભાગના કામ ફોનની મદદથી કરે છે. બેંકિંગથી લઈને શોપિંગ સુધી આજે મોબાઈલની મદદથી ઘરે બેસીને જ બધા કામ થઈ જાય છે.

એવામાં ઘણી વખત સ્માર્ટફોન યુઝરના ડિવાઈસમાં આવી સેટિંગ્સ એક્ટિવ રહે છે. જેના કારણે તેમના ફોનનો ડેટા જલ્દી પૂરો થઈ જાય છે અને  આખો દિવસ યોગ્ય રીતે ઉપયોગ કરી શકાતો નથી.

આટલી ઝડપથી કેવી રીતે ડેટા પૂરા થઈ ગયા ?

ઘણી વખત એવું પણ થાય છે કે ફોન પર ડેટા લિમિટ નોટિફિકેશન પોપ અપ થાય છે અને યુઝરને સમજાતું નથી કે ડેટા આટલી ઝડપથી કેવી રીતે ખલાસ થઈ ગયો. જો તમારા મોબાઈલ ફોનનો ડેટા વપરાશ વધુ પડતા ઉપયોગ વિના સમાપ્ત થઈ રહ્યો છે તો પ્લે સ્ટોરમાં કોઈ ચોક્કસ સેટિંગ પરિસ્થિતિ માટે જવાબદાર હોઈ શકે છે.

આ સેટિંગ ડેટાનો વપરાશ કરે છે

હકીકતમાં એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં યુઝરને એપ્સ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરની સુવિધા આપવામાં આવે છે પણ બહુ ઓછા યુઝર્સ એ વાતને જાણે છે કે તેમના ફોનમાં ઈન્સ્ટોલ કરેલી એપ્સ સમયાંતરે અપડેટ થતી રહે છે. એપ્લિકેશન અપડેટ કરવા માટે ડેટાનો વપરાશ થાય છે. જો તમામ મોબાઈલ ફોન એપ્લિકેશન્સ આપમેળે અપડેટ થતી હોય તો તે ફોનના ડેટાનો વધુ પડતો વપરાશ તેમાં થતો રહે છે.

આ રીતે સેટિંગને કરો ડિસેબલ  :

– સૌથી પહેલા પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો

– પછીઉપરના જમણા ખૂણે દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો

– હવે સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો

– આ પછી નેટવર્ક પ્રેફરન્સના વિકલ્પ પર ટેપ કરો

– બાદમાં ઓટો-અપડેટ એપ્સ સાથેના વિકલ્પ પર કરો

– છેલ્લે તમારે ‘ઓવર વાઈફાઈ ઓન્લી’ અથવા ‘ઓટો-અપડેટ એપ્સને ડિસેબલ કરો’ જેવો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

એપ માટે ઓટો અપડેટ સેટિંગ કેવી રીતે ડિસેબલ કરવું

– સૌથી પહેલા પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો

– પછી ઉપરના જમણા ખૂણે દેખાતા પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરો

– બાદમાં ‘મેનેજ એપ્સ અને ડિવાઈસ’ વિકલ્પ પર ક્લિક કરો

– આ પછી, તમારે ‘Available Updates’ વિભાગમાં ‘View Details’ પર ક્લિક કરવાનું રહેશે.

– જે એપ માટે તમે સેટિંગ કરી રહ્યા છો, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.

– હવે, એપના ઉપરના જમણા ખૂણે દેખાતા ત્રણ પોઈન્ટ પર ક્લિક કરો.

– આ સાથે ‘એનેબલ ઓટો અપડેટ‘ને પસંદ કરવાનું રહેશે

આ પણ વાંચો :-

૧૨ ઓગસ્ટ / આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખવો, જાણો અન્યએ શું કાળજી રાખવી

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. આવકમાં વધારો થાય. પરિવાર માં થોડો મતભેદ જણાય. મિલકત માં કરેલા રોકાણો થી ફાયદો થાય. નોકરી-ધંધા માં રાહતનો અનુભવ થાય. અગ્નિ થી સાચવવું.

વૃષભઃ
દિવસ ની શરૂઆત મોજ શોખ થી થાય. ભાગ્ય સાથ આપતું જણાય. આવકમાં વધારો થાય. માન-સન્માન વધે. વિશ્વાસઘાત નો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગથી સાચવવું.

મિથુનઃ
જક્કી અને જડ વલણનો ત્યાગ કરવો. આર્થિક પાસુ મજબુત બનતુ જણાય. સંતાન સાથે મતભેદ રહે. ફસાયેલા નાણાં છુટા થાય. અ‌શક્તિનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ મળે. નોકરી-ધંધામાં સામાન્ય.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. આવક આવતી અનુભવી શકાય. પરિવાર માં મતભેદ ની શક્યતા છે. શેર બજાર થી લાભ મળે. જીવનસાથી સાથે આનંદ થી દિવસ વ્યતિત થાય. દગા-ફટકાનો ભોગ બની શકાય.

સિંહઃ
પ્રભાવમાં વધારો થાય. માન-સન્માન વધે. સફેદ વસ્તુની ખરીદી થાય. આર્થિક ઉપાર્જન સારૂં થાય. સ્થવાર-જંગમ મિલકતથી લાભ, સંતાનની ચિંતા રહે. શરદી, ખાંસી, કફનો ઉપદ્રવ રહે. ડાયાબીટીસ ના દર્દીઓએ સાચવવું.

કન્યાઃ
વાણી ઉપરનો પ્રભાવ વધે. આનંદ થી દિવસ વ્યતિત થાય. નાણાં ની વૃધ્ધિ થતી જણાય. પરિવારમાં શાંતિ મનમેળ રહે. સંતાન તરફ થી આનંદ ના સમાચાર મળે. ભાગ્ય માં વૃદ્ધિ થાય. આદ્યાત્મિક પ્રગતિ થાય.

તુલાઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. ખોટું લાગે એવા પ્રસંગો બને. પ્રોપર્ટી થી લાભ મેળવી શકાય. કુટુંબ માં શાંતિ અને સંપ રહે. તંદુરસ્તી જળવાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવાર માં સુખ-શાંતિ જળવાય. મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય સુખમાં આનંદ અનુભવી શકાય. પડવા-વાગવા થી સાચવવું.

ધનઃ
માનસિક રીતે અજંપો રહે. આવક માટે દિવસ સામાન્ય છે. પરિવાર માં મનમેળ રહે. માતૃસુખ સારૂ મળે. ખોટા વિચારોથી દૂર રહેવું. શરદી-કફ ના રોગોથી સાવચેતી રાખવી. એકંદરે સામાન્ય દિવસ વ્યતિત થાય.

મકરઃ
ખુબજ સુંદર રીતે દિવસ વ્યતિત થાય. આવક આવતી જણાય. પરિવાર માં આનંદ. સંતાનોની પ્રગતિથી મન હરખાય. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. નોકરી, ધંધા માં પ્રગતિ થાય.

કુંભઃ
મક્કમ મનોબળની અનુભૂતિ થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. પરિવાર માં આનંદ. સંતાનોથી ચિંતા રહે. આંખના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃદ્ધિ થાય. ધાર્મિક કાર્ય કરી શકાય. નોકરી-ધંધામાં સારૂં.

મીનઃ
મિલનસાર સ્વભાવ રહે. નાણાંની આવક વધતી જણા. પરિવાર માં ખુશી. સ્થાવર-જંગમ મિલકત, શેરબજાર માં રોકાણ ટાળવું. માતાની તબિયતનું ધ્યાન રાખવું. સંતાનો તરફથી આનંદ. નોકરી-ધંધા બાબતે અસંતોષ રહે.

આ પણ વાંચો :-

પઠાણ અને આદિપુરુષ પછી રજનીકાંતની ‘જેલર’ની સૌથી મોટી ઓપનિંગ, પહેલા દિવસે કરી આટલી કમાણી

  • OMG 2 અને ગદર 2 સિનેમાઘરોમાં આજે રિલીઝ થઈ છે પણ એ પહેલા આગલા દિવસે રજનીકાંતની ફિલ્મ જેલર રિલીઝ થઈ હતી. ફિલ્મે સારી કમાણી સાથે સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

આજે ૧૧ ઓગસ્ટે અક્ષય કુમારની OMG 2 અને સની દેઓલની ફિલ્મ ગદર 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે પણ એ પહેલા આગલા દિવસે રજનીકાંતની ફિલ્મ જેલર રિલીઝ થઈ હતી. ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ જેલરએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. મીડિયા અહેવાલ અનુસાર રજનીકાંત સ્ટારર ફિલ્મે પહેલા જ દિવસે ૫૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી સાથે ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

રજનીકાંતની ફિલ્મ જેલરનું કલેક્શન :

રજનીકાંતનો સ્વેગ ફરી એકવાર બોક્સ ઓફિસ પર જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર ફિલ્મે તમામ ભાષાઓમાં ૪૪.૫૦ કરોડનું નેટ કલેક્શન કર્યું છે. તે જ સમયે ફિલ્મની કુલ કમાણી ૫૨ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મે તમિલનાડુમાં રૂ. ૨૩ કરોડ, કર્ણાટકમાં રૂ. ૧૧ કરોડ, કેરળમાં રૂ. ૫ કરોડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રૂ. ૧૦ કરોડ અને બાકીના દેશમાંથી રૂ. ૩ કરોડનું કલેક્શન કર્યું છે.

સૌથી મોટી ઓપનિંગ કરનારી પ્રથમ ફિલ્મ બની :

જેલરે રિલીઝ થતાની સાથે જ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. જેમાં તે ૨૦૨૩માં તમિલનાડુમાં સૌથી મોટી ઓપનિંગ કરનારી પ્રથમ ફિલ્મ બની છે. તે કોલીવુડ માટે કર્ણાટકમાં ઓલ ટાઈમ રેકોર્ડ ઓપનિંગ ફિલ્મ છે. સાથે જ ઓપનિંગના સંદર્ભમાં કેરળમાં ૨૦૨૩ માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બની ગઈ છે.

આ પણ વાંચો :-

હજી કેટલા લોકોનો જીવ લેશે આ હાઈવે : બાવળા બગોદરા હાઈવે પર અકસ્માત, ૧૦ લોકોને કાળ ભરખી ગયો

0
  • અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા રોડ પાસે અકસ્માત. અકસ્માતમાં ૧૦ લોકોના મૃત્યુ થયા. ૫ મહિલા, ૨ પુરુષ અને ૩ બાળકોના મૃત્યુ થયા.

શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. બાવળા બગોદરા રોડ પર ગોઝારો અકસ્માતમાં ૧૦ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પંચર પડેલી ટ્રક રોડ પર ઉભી હતી. ત્યારે ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટા હાથીમાં સવાર ૧૦ લોકોના મોત નિપજ્યા છે. ૫ મહિલા, ૩ બાળકો અને ૨ પુરુષોના મોત થયા છે.

છોટા હાથીની અંદર આગળ ૩ લોકો અને પાછળ ૧૦ લોકો બેઠા હતા. જેમાંથી ૧૦ મુસાફરોના મોત નિપજ્યા છે. તેમજ 3 ઘાયલોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે. ૧૦ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ છે. આ તમામ લોકો ચોટીલાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તમામ કપડવંજના સુંધા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને પગલે બાવળા બગોદરા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે.

અકસ્માતની વિગતો એવી છે કે કપડવંજ અને બાલાસિનોરના ૧૭ લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે ૧૦ લોકોએ દમ તોડી દીધો હતો.

હાલ તમામ ૧૦ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માતને પગલે હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તો બીજી તરફ ટ્રાફિક જામથી અન્ય નાગરિકો અટવાયા છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી ૫૦ કિમી દૂર અકસ્માત થયો છે. અકસ્માતના જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતકોને ગાડીમાંથી બહાર કાઢાયા હતા. તો બીજી તરફ ટ્રાફિક હળવો કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી.