Home Blog Page 971

સફેદ શુઝમાંથી મેલ સાફ કરવો હવે સરળ, અપનાવી જુઓ આ ઘરેલૂ નુસખાઓ, માત્ર ૧૦ મીનિટમાં પાછી આવી જશે ચમક

0
  • સફેદ શુઝ દરેક ડ્રેસ સાથે મેચ થઈ જતાં હોવાથી ટ્રેંડમાં રહે છે. પરંતુ તે જલ્દીથી મેલા થઈ જાય છે. કેટલાક ઘરેલૂ નુસખાઓ તમારા શુઝની ચમક પાછી લાવી શકે છે.

ઓલ્ડ લોકોમાં શુઝ પહેરવાનો ટ્રેંડ વધી ગયો છે. લોકો પોતાના તમામ આઉટફીટ સાથે શુઝ પહેરે છે. શુઝમાં પણ સફેદ શુઝની ડિમાંડ માર્કેટમાં સૌથી વધારે છે. વાઈટ શુઝ તમામ ડ્રેસ સાથે મેચ થવાને લીધે બોલીવુડથી માંડીને સામાન્ય કોલેજ જતા સ્ટૂડેંસ પણ તેને પહેરવાનું પસંદ કરે છે. વાઈટ શુઝ દેખાવમાં તો જબરદસ્ત લૂક આપે છે પરંતુ તેની સાથે એક જ સમસ્યા છે અને એ છે દાગ-ધબ્બા ! સફેદ શુઝ જલ્દીથી મેલા થઈ જાય છે અને પાણીથી સાફ કરીએ તો પણ દાગ જતાં નથી.

વિનેગાર અને બેકિંગ સોડા :

બેકિંગ સોડા અને વિનેગાર બંનેમાં એવા તત્વો હોય છે જે શુઝને સાફ કરવામાં મદદ કરે છે. આ બંનેને મિક્સ કરીને દુર્ગંધ અને ફંગસનાં ગ્રોથને પણ અટકાવી શકાય છે. પરંતુ આ મિક્સચરથી લેધર, રેગ્ઝીનથી બનેલ શુઝ અથવા તો કપડાંનાં શુઝનાં સોલને જ સાફ કરવું જોઈએ.

બનાવવાની રીત :

એક વાટકીમાં અડધી ચમચી વિનેગાર અને ૧/૪ કપ બેકિંગ સોડા મિક્સ કરવા. મિશ્રણને ત્યાં સુધી મિક્સ કરવું જ્યાં સુઝી તેમાં ફીણ થવા માંડે.પછી આ મિશ્રણને બ્રશની મદદથી શુઝ પર લગાડીને થોડીવાર માટે છોડી દેવું. આ બાદ ઠંડા પાણીથી શુઝને ધોઈ લેવા.

ટૂથપેસ્ટ
દાંતની સફાઈ કરતાં ટૂથપેસ્ટથી તમે શુઝની પણ સફાઈ કરી શકો છો. આ મિક્સચરથી લેધર, રેગ્ઝીનથી બનેલ શુઝ અથવા તો કપડાંનાં શુઝનાં સોલને જ સાફ કરવું જોઈએ.

રીત :

શુઝને કપડાંથી સાફ કરવું અને થોડું ભીનું કરવું. આ બાદ તેના પર ટૂથબ્રશની મદદથી પેસ્ટ લગાડવી. 10 મિનીટ માટે તેને છોડી દેવું અને ફરી બ્રશથી ઘસવું. છેલ્લે પાણીથી ધોઈ લેવું. તમારા શુઝ ફરી ચમકી જશે.

લીંબુનો રસ :

લીંબુમાં રહેલ સાઈટ્રિક એસિડ શુઝની સફાઈમાં મદદ કરે છે અને શુઝમાંથી આવતી દુર્ગંધ પણ દૂર કરે છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ ઉમેરવો અને આ મિશ્રણને સફેદ શુઝ પર લગાડવું. હાથથી થોડું ઘસ્યાં બાદ ૧૦ મિનીટમાં પાણીથી ધોઈ લેવું.

નેઈલપેઈન્ટ રિમૂવર :

નેઈલપેઈન્ટ રિમૂવર ચામડાનાં શુઝ કે સફેદ સ્નીકર્સ પર આવતી કરચલીઓને સરળતાથી સાફ કરી શકે છે. સૌથી પહેલાં કોટન બોલને એસીટોન રિમૂવરમાં ભીનું કરવું અને પછી દાગ પર ઘસવું. દાગ નિકાળ્યાં બાદ શુઝ પર પાઉડર કે પેટ્રોલિયમ જેલી લગાડવી.

આ પણ વાંચો :-

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું, ફિલ્મ જગતમાં હડકંપ

  • બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિરુદ્ધ કોલકાતાની એક ઈવેન્ટ કંપની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ હવે અભિનેત્રીના નામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, કોલકાતાની સિયાલદહ કોર્ટે ઝરીન ખાનના નામ પર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ખરેખર અહીં એક કંપનીએ અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અભિનેત્રી સામે વર્ષ ૨૦૧૮માં ૬ ઈવેન્ટમાં હાજરી ન આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કોલકાતા અને ઉત્તર ૨૪ પરગણામાં ૬ કાલી પૂજા કાર્યક્રમોમાં હાજરી ન આપવા બદલ તેમની સામે ફરિયાદો મળી હતી. આ ફરિયાદ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની વતી નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જે બાદ નારકેલડાંગા પોલીસે સિયાલદહ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. મામલો સામે આવ્યા બાદ અમે આ મામલે ઝરીન ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

સલમાન ખાન સાથે કરિયરની શરૂઆત કરી હતી :

ઝરીન ખાને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ૨૦૧૦માં સલમાન ખાન સાથેની ફિલ્મ ‘વીર’થી કરી હતી. આ ફિલ્મ દ્વારા અભિનેત્રીને ઘણી ખ્યાતિ પણ મળી હતી. પરંતુ થોડા સમય પછી અભિનેત્રીના કામની પ્રશંસા કરવાને બદલે દર્શકોએ અભિનેત્રી કેટરીના કૈફ સાથે તેના દેખાવની તુલના કરવાનું શરૂ કર્યું.

જે બાદ અભિનેત્રી ધીરે-ધીરે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. અભિનેત્રીએ થોડા સમય પહેલા કેટરિનાની સરખામણીમાં પોતાનું મૌન તોડ્યું હતું. આ અંગે ઝરીન ખાને કહ્યું હતું કે જ્યારે મારી સરખામણી કેટરિના સાથે થાય છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે.

zareen-khan-accused-makers-of-aksar

કારણ કે હું પોતે પણ તેનો મોટો પ્રશંસક છું અને મને તે ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ આ સરખામણીએ મારી કારકિર્દી પર પ્રતિકૂળ અસર કરી હતી. સરખામણીને કારણે ઉદ્યોગના લોકોએ મને મારી કુશળતા સાબિત કરવાની તક આપી ન હતી.

આ પણ વાંચો :-

 

ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઈવે બંધ થતા ટ્રાફિક જામ, ૫ કિલોમીટર સુધી હજારો વાહનોના પૈડા થંભ્યા, તસ્વીર.

0
  • ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું પાણી ૪૧ ફૂટના જળસ્તર પર વહી રહ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે.

અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ પાસે પાણી ભરાયા છે. આ કારણે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહાર બંધ કરાયો છે. આખો રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. છેક હાઈટન્શન વાયર સુધી પાણી ભરાતા મુશ્કેલી વધી છે. જેથી વાહનચાલકો તેમાં ન ફસાય તે માટે રોડ બંધ કરવાનો તાત્કાલિક નિર્ણય લેવાયો છે.

નર્મદા મૈયા બ્રિજ બંધ થતા નેશનલ હાઈવે નં.૪૮ પર વાહનોની લાંબી કતાર લાગી છે. તમામ વાહનો નેશનલ હાઈવે નં .૪૮ તરફ વળતા ચક્કાજામ સર્જાયો છે. વાહનોની 5 કિલોમીટર લાંબી કતાર લાગી છે. અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાયા છે.

સ્ટેટ કંટ્રોલ રૂમના અપડેટ અનુસાર આજે ગુજરાતમાં ૧૮૦ રોડ બંધ છે. તો ૨ નેશનલ હાઈવે બંધ થયા છે. ૧૫ સ્ટેટ હાઈવે બંધ થયા છે. ૧૪૪ પંચાયત હસ્તકના રોડ બંધ હાલતમાં છે. આ ઉપરાંત ૧૯ અન્ય માર્ગો બંધ થયા છે.

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદની સમીક્ષા માટે બેઠક મળી. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસએ બેઠક કરી. રાહત કમિશનર આલોક પાંડે સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. રાજ્યમાં વરસાદના કારણે ફસાયેલા લોકોના રેસ્કયુ અંગે સમીક્ષા કરાઈ.

વિવિધ સ્થળોએ પૂરની સ્થિતિની સમીક્ષા કરાઈ. રાજ્યના જળાશયોમાં પાણીના જથ્થાને લઇને સમીક્ષા કરાઈ. સ્થળાંતર કરાયેલા લોકોની વ્યવસ્થા માટે બેઠકમાં સમિક્ષા કરાઈ. બંધ થયેલા માર્ગો ઝડપથી કાર્યરત થાય તે અંગે બેઠકમાં કરાઈ ચર્ચા.

આ પણ વાંચો :-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩ મો જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં સેવાકીય અને અનોખી પ્રવૃત્તિ કરવામાં આવી હતી

0

સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા ૩૦ મો મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સુરત શહેરમાં ભારે વરસાદ હોવા છતાં પણ વિવિધ શહેર વિસ્તારોથી ૯૫ જેટલી ધાત્રી માતાઓ દ્વારા પોતાનું દૂધનું દાન કરી જે નવજાત બાળકોને પૌષ્ટિક દૂધ નથી મળતું એ બાળકોને મિલ્ક બેંકના માધ્યમથી આ દૂધ પહોંચાડવામાં આવતી હોય છે. ૨૦૦૮થી અમૃતમ સંસ્થા સિમેર હોસ્પિટલ ની સાથે મળીને આ મધર મિલ્ક ડોનેશન કેમ્પ કરી રહી છે અત્યાર સુધી ૮,૨૧,૫૫૦ મિલી લિટર દૂધ આ સંસ્થા દ્વારા એકત્રિત કરવામાં આવ્યું છે અને બોર્ડ ૧,૫૦,૦૦૦ નવજાત જરૂરિયાતમંદ બાળકોને આ દૂધ પહોંચાડવામાં આવ્યું છે.

આવનાર સમયમાં અમૃતમ સંસ્થા દ્વારા પ્રાઈવેટ બેંકની સ્થાપના કરશે. જેથી જરૂરિયાત બંધ નવજાત બાળકોને વિનામૂલ્યે આ દૂધ આપવામાં આવશે. અમૃતમ સંસ્થાના સંસ્થાપક કુંજ પંસારી એ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર અમૃતમ સંસ્થા એવી સંસ્થા છે જે આ સેવક્ય પ્રવૃત્તિ વિનામૂલ્યે કરે છે અને માતાઓને જાગૃત થવાની ખૂબ જ જરૂર છે કારણ કે આ અમૃત દૂધ અને પૌષ્ટિક દૂધ નવજાત બાળકોને તેમની સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે જેથી તેઓ સુરતની ત્રણ મહિલા મંડળની સંસ્થાઓના સહયોગથી આ કેમ્પ કરતા હોય છે.

આ કાર્યક્રમમાં એવી પણ માતાઓ હતી. જે ત્રણ થી ચાર વખત કરવા માટે પહોંચી હતી અને માતાઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થકી બીજા બાળકોને પણ આ પૌષ્ટિક દૂધ મળે હેતુથી આ મિલ્ક ડોનેશન તેઓ દ્વારા કરવામાં આવતું હોય છે.

આ પણ વાંચો :-

 

કેનેડાની ધરતી પર કિર્તીદાન ગઢવીની જોરદાર જમાવટ, ડાયરામાં ડોલરનો વરસાદ

  • લોકગાયક કીર્તિદાન ગઢવીનો કેનેડાના હેમીલ્ટન શહેરમાં શાનદાર ડાયરો યોજાયો. દ્વારિકાના નાથ મારો રાજા રણછોડ છે ની રચનામાં શ્રોતાઓ આફરીન થયા. ડાયરાની સંસ્કૃતિથી અજાણ કેનેડિયન ગુજરાતી યુવાનો પણ ઝૂમી ઉઠ્યા.

ગુજરાતી કલાકારો હાલ વિદેશોમાં જમાવટ કરી રહ્યાં છે. કિંજલ દવે, ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, અતુલ પુરોહિત જેવા દિગ્ગજ કલાકારો હાલ વિદેશમાં વસતા ગુજરાતીઓને ગરબાથી ડોલાવી રહ્યાં છે. ત્યારે કેનેડાની ધરતી પર પહોંચીને લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ તહેલકો મચાવ્યો.

લોકગાયક કીર્તિદાન ગઢવીએ વિદેશ ધરતી પર ભારે જમાવટ કરી. કેનેડા હેમીલ્ટન શહેરમાં કીર્તિદાન ગઢવીનો અભૂતપૂર્વ ડાયરો યોજાયો હતો. જેમાં ત્યા વસતા ગુજરાતીઓ આફરીન આફરીન થઈ ગયા હતા.

લોકગાયક કિર્તીદાન ગઢવી હાલ કેનેડાના પ્રવાસે છે. વિદેશની આ ધરતી પર કિર્તીદાનના ડાયરા અને રાસગરબામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડે છે. ત્યારે કેનેડાના હેમીલ્ટન શહેરમાં કીર્તિદાન ગઢવીનો ભવ્ય ડાયરો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હાજર રહ્યા હતા. આખુ ઓડિટોરિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. તો કેનેડામાં પણ કીર્તિદાનના સૂરો પર ડોલરનો વરસાદ થયો હતો.

ડાયરામાં ‘દ્વારિકાના નાથ મારો રાજા રણછોડ છે…’ રચના પર શ્રોતાઓ આફરીન થઈ ગયા હતા. કીર્તિદાન ગઢવીની એક-એક રચનામાં તાળીઓનો ગડગડાટ થયો હતો, તો સાથે જ આખા હોલમાં હાજર શ્રોતાઓએ ગીતો સાથે લલકાર્યા હતા. ડાયરાની સંસ્કૃતિથી અજાણ કેનેડિયન ગુજરાતી યુવાનો પણ ઝૂમ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જય સરદાર ગ્રુપ દ્વારા કેનેડામાં આ ડાયરો યોજાયો હતો. કેનેડામાં પ્રથમવાર ડાયરો આયોજિત કરાતો. કીર્તિદાનને માણવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓની હાજરી જોવા મળી હતી.

આ પણ વાંચો :-

મેચ બાદ ઈશાન કિશને ઊતારી વિરાટની નકલ, કિંગ કોહલીએ પણ આપ્યો જોરદાર જવાબ ; વિડિયો વાયરલ

0
  • મેચ બાદ વિરાટ કોહલી સાથે ઈશાન કિશન, શુભમન ગિલ, હાર્દિક પંડયા, શ્રેયસ અય્યર અને તિલક વર્મા ઉભા હતા. ત્યારે ઈશાને વિરાટના વોકની નકલ કરી જેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

શ્રીલંકાને હરાવીને ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો છે. શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ૧૦ વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ પછી ખેલાડીઓ મેદન પર મસ્તી કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી ફરી એક વાર તેની જાણીતી સ્ટાઈલમાં મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો છે.

કોહલી ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી સાથે મસ્તી કરી રહ્યો હતો :

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ગણતરી ક્રિકેટ ઈતિહાસના મહાન બેટ્સમેનોમાં થાય છે. તે ૧૫ વર્ષથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. આ પછી પણ વિરાટ યુવા ખેલાડીઓ સાથે મસ્તી કરવાની કોઈ તક છોડતો નથી. એક-બે વર્ષ પહેલા ડેબ્યૂ કરનાર યુવા ખેલાડીઓ પણ વિરાટ સાથે ખૂબ જ આરામદાયક છે. તેનું ઉદાહરણ એશિયા કપ ૨૦૨૩ની ફાઈનલ બાદ જોવા મળ્યું હતું.

ઈશાન કિશન એ વિરાટ કોહલીની નકલ કરી :

વાયરલ થયેલ એ વિડીયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી સાથે ઈશાન કિશન, શુભમન ગિલ, હાર્દિક પંડયા, શ્રેયસ અય્યર અને તિલક વર્મા ઉભા હતા. ત્યારબાદ ઈશાન વિરાટ કોહલીની નકલ કરવા લાગ્યો. તેણે વિરાટની જેમ ચાલવાનું શરૂ કર્યું.

આ દરમિયાન કોઈનું હસવાનું બંધ ન થયું. વિરાટે તેને પાછો બોલાવ્યો અને આ પછી વિરાટે પણ ઈશાનના વોકની નકલ કરી અને બધા હસવા લાગ્યા. આ પછી ઈશાન ફરી એકવાર વિરાટની જેમ થોડે દૂર ચાલ્યો ગયો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની બોન્ડિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહ્યો છે.

કોહલીએ વોટરબોય બનીને મહેફિલ લૂંટી હતી :

આ પહેલા વિરાટ કોહલીનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જ્યારે તે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં વોટરબોય બનતો જોવા મળ્યો હતો. કોહલી આ દરમિયાન એથ્લીટ જેમ દોડયો હતો. જે બાદ ખેલાડીઓ હસવા લાગ્યા હતા.

આ પણ વાંચો :-

Aadhaar Card Address Change : ઘરે બેઠા ઓનલાઈન આ રીતે બદલો આધાર કાર્ડમાં એડ્રેસ, જાણો સરળ રીત 

0
  • આધાર કાર્ડ વર્તમાન સમયમાં દસ્તાવેજમાં સૌથી મહત્વનું માનવામાં આવે છે. યુઝર્સ આધારના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપડેટ કરી શકે છે.

આધાર નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) હેઠળ જારી કરવામાં આવે છે. બેંક ખાતું ખોલાવતી વખતે અથવા મોબાઈલ લેતી વખતે રેલવે ટિકિટ બુક કરતી વખતે પણ આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ વર્તમાન સમયમાં દસ્તાવેજમાં સૌથી મહત્વનું માનવામાં આવે છે.

યુઝર્સ આધારના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપડેટ કરી શકે છે. જો તમે તમારી જન્મ તારીખ અપડેટ કરવા માંગો છો તો આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે. આધાર કાર્ડમાં નામ, સરનામું તમે સરળતાથી બદલી શકો છો.

જો તમે પણ તમારા આધારકાર્ડમાં સરનામું બદલવા માંગો છો તો હવે તમે ઘરે બેઠા તમારા આધારમાં સરનામું સરળતાથી બદલી શકશો. આ લેખમાં અમે તમને તમારા આધારમાં સરનામું કેવી રીતે બદલી શકો છો તેની માહિતી આપીશું.

જેમ તમે બધા જાણો છો આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી દસ્તાવેજ છે. આજના સમયમાં તેની જરૂર છે. UIDAIએ આધારમાં એડ્રેસ અપડેટ કરવા માટે ૩૨ પ્રકારના દસ્તાવેજોની યાદી બહાર પાડી છે.

આ દસ્તાવેજો દ્વારા આધારમાં સરનામું સરળતાથી બદલી શકાય છે. આ દસ્તાવેજો વિશેની માહિતી તમને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે આધારમાં એડ્રેસ બદલવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે પરંતુ આ ફેરફાર તેમના ઘરથી દૂર રહેતા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એડ્રેસ બદલવા સૌથી પહેલા તમારે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. આ પછી, તમારે અહીં ‘My Aadhaar’ પર જઈને ‘Update My Aadhaar’ પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમારે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખવો પડશે. ત્યારબાદ મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો. પછી તમને એક નવી લિંક મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે તે વિકલ્પ પસંદ કરો, જેને તમે અપડેટ કરવા માંગો છો, ઉદાહરણ તરીકે, જો તમે સરનામું અપડેટ કરવા માંગો છો, તો પછી સરનામાં સાથેના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી, એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ જોડીને કેપ્ચા કોડ દાખલ કરો.

હવે ‘Send OTP‘ વિકલ્પ પર ક્લિક કરો. પછી છેલ્લે તમને ૫૦ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહે છે. તેને ભરી દો. આમ કરવાથી તમારું સરનામું તમારા આધાર કાર્ડ પર અપડેટ થઈ જશે.

આધારમાં સરનામું બદલવા માટે જરૂરી દસ્તાવેજો  :

આધાર કાર્ડ
પાન કાર્ડ
મતદાર આઈડી
રેશન કાર્ડ
ડ્રાઈવિંગ લાઈસન્સ
ફોટો એટીએમ કાર્ડ
ફોટો ક્રેડિટ કાર્ડ
ખેડૂત ફોટો પાસબુક
પેન્શન ફોટો કાર્ડ
દિવ્યાંગ આઈડી પ્રૂફ

આ પણ વાંચો :-

૧૯૭૦ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચ્યું

0

નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચી. હાલ નર્મદા નદીનું જળસ્તર ૪૧.૬૦ ફુટ. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છોડીને સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ઉત્તર ગુજરાતને વરસાદે મોટી રાહત આપી છે. જો કે ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં NDRFની ૧૦ ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે.

નર્મદામાં NDRFની બે ટીમ તો પંચમહાલ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરાઈ છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર ૪૧.૬૦ ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે.

ભરૂચના શહેરી વિસ્તારોમાં નર્મદાના પૂરના પાણી ભરાયા છે. ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર,  વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. વર્ષ ૧૯૭૦ બાદ ફરી એકવાર નર્મદાએ ઐતિહાસિક સપાટી વટાવી છે. આ કારણે અંકલેશ્વર, હાંસોટ રોડ અને દીવા રોડની સોસાયટીઓમાં અનેક મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી ભરાયાં છે. હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત મૂકાયું છે.

અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ રોહિતવાસમાં પૂરના પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો :-

 

ગણેશ ચતુર્થીના દિવસે રાશિ પ્રમાણે કરો આ ખાસ ઉપાય, મળશે ચમત્કારી લાભ, વિધ્ન દૂર થશે

  • ગણેશ ચતુર્થીનું પર્વ આંગણે ટકોરો મારી રહ્યું છે. ત્યારે આ દિવસોમાં અમુક નિયમનું પાલન કરીને દુંદાળા દેવની પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે.

ગણેશ ચતુર્થી આ વખતે ૧૯ સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે. ૧૦ દિવસ સુધી ચાલતા આ તહેવારનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ મહત્વ છે. ભગવાન વિઘ્નહર્તા ગણેશની પૂજા આ દિવસમાં વિશેષ મહત્વ ધરાવે છે. ગણેશ ભગવાનની સ્થાપના કર્યા બાદ આ તહેવારની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે.

આ ૧૦ દિવસમાં બાપ્પાને અનેક પ્રકારના વ્યંજનોનો ભોગ ધરવામાં આવે છે. ત્યારે અમુક નિયમનું પાલન કરી ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે તો જીવનમાં તેનું હકારાત્મક પરિણામ મળે છે. જાણો રાશિ પ્રમાણે ઉપાય !

મેષ :

મેષ રાશિના જાતકોએ ગણેશજીની પૂજામાં ગોળનો ભોગ ધારવો જોઈએ. જયારે વૃષભ રાશિના જાતકએ બપ્પાને મીસરી અર્પિત કરવી જોઈએ. મિથુન રાશિના જાતકોએ મગની દાળ અથવા મગના લાડુ જરૂરિયાતમન્દ લોકોને દાન કરવા જોઈએ. તો કર્ક રાશિના જાતકોએ ૧૧ મોદક ગણપતિજીને ભોગ લગાવી ૧૧ કન્યાઓને આપવાએ શાસ્ત્રમાં ખુબ જ શુભ માનવામાં આવે છે.

સિંહ :

સિંહ રાશિના જાતકો કિશમિશ નાખેલી ખીર ગણપતિજીને ૧૦ દિવસ ભોગ ધરવી જોઈએ તો કન્યા રાશિના જાતકો આ દિવસે ગણેશજીની બાળ સ્વરૂપની પૂજા કરીને સૂકા મેવાનો ભોગ ધરવો ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તુલા રાશિના લોકોએ ગણેશજીને ૫ નારિયેળ ચઢાવવા અને ઘીનો દીવો કરવો તથા વૃશ્ચિક રાશિના લોકોએ શ્વેતર્ક ગણેશજીણી પૂજા કરવી જોઈએ અને તેલ ચઢાવવું જોઈએ.

ધન રાશિના જાતકોએ આ ૧૦ દિવસ ૐ ગં ગણપતેય નમઃ મંત્રનો જાપ શ્રદ્ધા પૂર્વક કરવો જોઈએ. તો મકરાણી રાશિના જાતકોએ એલચી, લવિંગની સાથે પીળા રંગના ફૂલ ગણપતિને અર્પિત કરવા જોઈએ. તો કુંભ રાશિના જાતકોએ મંદિરમાં દાન આપવાની સાથે સાથે ગણપતિની આરતી કરવી જોઈએ. અને છેલ્લે મિનિટ રાશિના જાતકોએ હરિદ્રા ગણેશની પૂજા મઢ અને કેસરથી કરવી જોઈએ.

આ પણ વાંચો :-

ઉકાઈ ડેમનું રૌદ્ર સ્વરૂપ જોઈને થથરી જશો, તાપી અને સુરતના લોકોને સાવચેત કરાયા

0
  • હાલ ડેમની સપાટી ૩૪૧ ફૂટ પર પહોંચી છે. જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના ૨૨ દરવાજા પૈકી ૧૫ દરવાજા ૭ ફૂટ ખોલી ૧,૯૭,૦૦૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

હવામાન ખાતાની આગાહી વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલો પ્રેસરને કારણે મહારાષ્ટ્રમાં પડેલા અવિરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ હથનુર અને પ્રકાશના ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાવવા પામી હતી. ઉકાઈ ડેમમાં ગતરોજથી જ લાખો ક્યુસેક પાણી આવવાની સાથે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ હતી.

હાલ ઉકાઈ ડેમમાં ૩ લાખ ૮૫ હજાર જેટલું પાણી આવી રહ્યું છે જેને પગલે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ છે. હાલ ડેમની સપાટી ૩૪૧ ફૂટ પર પહોંચી છે. જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના ૨૨ દરવાજા પૈકી ૧૫ દરવાજા ૭ ફૂટ ખોલી ૧,૯૭,૦૦૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

જેને લઈને તાપી જિલ્લા અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારેના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકને ધ્યાને રાખીને ડેમના સત્તાધીશો દ્વારા આવનારા સમયમાં પણ ગેટ ઓપરેશનની કાર્યવાહી ચાલુ રાખશે.

આ પણ વાંચો :-