Home Blog Page 962

ઘરે માત્ર ૨૦ રૂપિયામાં તૈયાર કરો મચ્છર ભગાડતું લિક્વિડ, ૧૦ મિનિટમાં મચ્છરનો થશે ખાતમો

  • દિવસે અને રાત્રે મચ્છરથી બચીને રહેવું હોય તો ઘરના દરેક રૂમમાં લિક્વિડ મશીનનો ઉપયોગ કરવો પડે છે. આમ કરવાથી ખર્ચ પણ વધી જાય છે. તેના બદલે તમે માત્ર ૧૫ થી ૨૦ રૂપિયામાં ઘરે જ મચ્છર ભગાડતું રિફિલ તૈયાર કરી શકો છો. તેના માટે ઘરમાં ઉપલબ્ધ ૨ જ વસ્તુનો ઉપયોગ થાય છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ દિવસેને દિવસે વધતો જાય છે. તેવામાં રાત હોય કે દિવસ મચ્છરનો ત્રાસ સતત રહે છે. તેવામાં દિવસે પણ મચ્છર ભગાડવાના ઉપાય કરવા પડે છે. મચ્છર ભગાડવા માર્કેટમાં અનેક પ્રકારના લિક્વિડ, કોઈલ જેવા સાધનો મળે છે.

તેમાં લિક્વિડ રિફિલનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેનાથી મચ્છર ઝડપથી દુર થાય છે. પરંતુ આમ કરવાથી રિફિલ વારંવાર બદલવું પડે છે અને તેને ખરીદવા માટે ખર્ચ પણ થાય છે. પરંતુ જો તમારે આ ખર્ચથી બચવું હોય તો તમે ઘરે માત્ર ૨૦ રૂપિયામાં લિક્વિડ તૈયાર કરી શકો છો.

દિવસે અને રાત્રે મચ્છરથી બચીને રહેવું હોય તો ઘરના દરેક રૂમમાં લિક્વિડ મશીનનો ઉપયોગ કરવો પડે છે. આમ કરવાથી ખર્ચ પણ વધી જાય છે. તેના બદલે તમે માત્ર ૧૫ થી ૨૦ રૂપિયામાં ઘરે જ મચ્છર ભગાડતું રિફિલ તૈયાર કરી શકો છો. તેના માટે ઘરમાં ઉપલબ્ધ ૨ જ વસ્તુનો ઉપયોગ થાય છે.

પહેલી રીત :

સૌથી પહેલા ખાલી લિક્વિડ રિફિલ બોટલમાં ૨ ચમચી લીમડાનું તેલ અને કપૂરના થોડા ટુકડાને પીસીને મિક્સ કરો. જો તમે ઈચ્છો તો તેમાં થોડું નારિયેળ તેલ પણ મિક્સ કરી શકો છો. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરો અને તેનો ઉપયોગ મશીનમાં કરો.

બીજી રીત :

બીજી રીતમાં ટર્પેન્ટાઈન તેલમાં કપૂરના ટુકડાને પીસીને ઉમેરો. હવે આ બે વસ્તુઓને રિફિલ બોટલમાં સારી રીતે મિક્સ કરીને ભરો. તેને મચ્છર ભગાડનાર મશીનમાં ભરો અને ઉપયોગ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

કુદરતી આફત કે માનવીય ભૂલ ! નર્મદાના કાંઠા વિસ્તારમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ

0
  • નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે અનેક લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે મોટી સંખ્યામાં પશુઓના પણ મોત થયા છે. જ્યારે હજારો એકર ખેતીની જમીન ખરાબ થઈ ગઈ છે.

નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે મોટી ખુવારી સર્જાઈ છે. વડોદરાના શિનોર નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ માંડવા ગામના ખેડૂતો અને પશુપાલકો બરબાદ થઈ ગયા છે.

માંડવા ગામ તરફથી નર્મદા નદી વિસ્તાર સુધીનો અંદાજિત ૩ કિલોમીટર સુધીનો ખેતીપાક નિષ્ફળ ગયો છે. આ વિસ્તારમાં અંદાજિત ૩૦૦ એકર જમીનથી વધુમાં ખેતીપાકના વાવેતરમાં ખેતી બરબાદ થઈ ગઈ છે.

Photo:કુદરતી આફત કે માનવીય ભૂલ! નર્મદાના કાંઠા વિસ્તારમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ

નર્મદા નદીના પ્રવાહમાં એટલો કરંટ હતો કે નદીના પ્રવાહમાં ટ્રેક્ટરો, ટ્રોલી સહિતના ખેતીમાં વપરાતા સાધનો તણાયા હતા.

Photo:કુદરતી આફત કે માનવીય ભૂલ! નર્મદાના કાંઠા વિસ્તારમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ

ખેડૂતો પોતાનો જીવ બચાવવા ટ્રેક્ટર, ટ્રોલી સહિતના ખેતી કામે વપરાતા તમામ સામગ્રી ખેતરમાં મૂકી પોતાનો જીવ બચાવવા ગામ તરફ ભાગી જઇ પોતાનો જીવ બચાવ્યો હતો.

Photo:કુદરતી આફત કે માનવીય ભૂલ! નર્મદાના કાંઠા વિસ્તારમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ

શિનોરના માંડવા ગામ વિસ્તારમાં આવેલ પોલિટ્રી ફાર્મમાં દાનની ગુણીઓ, પાણીના ફિલ્ટર સહિત નર્મદા નદીના વહેણમાં તણાઈ ગયા હતા. આ વિસ્તારમાં આવેલ મચ્છી ઉછેર કેન્દ્ર કુત્રિમ તળાવમાંથી અંદાજિત ૫૦,૦૦૦થી વધુ મચ્છી નર્મદા નદીના પ્રવાહમાં તણાઈ છે. ત્યારે ખેડૂતોના કુવાની ઓરડીઓમાં પડેલ અંદાજિત ૧૦૦૦થી વધુ ખાતરની ગુણી તણાઈ ગઈ છે.

Photo:કુદરતી આફત કે માનવીય ભૂલ! નર્મદાના કાંઠા વિસ્તારમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ

પશુપાલકો પોતાના પરિવારની જેમ મૂંગા પશુઓ રાખતા હતા જેઓના પશુઓ નર્મદા નદીના વહેણમાં તણાઈ ગયા, અડધા પશુઓ મૃત્યુ પામતા કાળજું કંપાવે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ શિનોર તાલુકાના માંડવા ગામ સહિતના નર્મદા કિનારા પર આવેલ તમામ ગામના ખેડૂતો પશુપાલકોની હાલત દયનિય બની છે.

આ પણ વાંચો :-

Gandhinagar : આધાર કાર્ડને લઈને રાજ્ય સરકારે શું લીધો મહત્વનો નિર્ણય, લોકોને શું થશે ફાયદો ?

0
  • ભૂપેન્દ્ર પટેલની સરકારે આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, આધાર કાર્ડ હવે દસ્તાવેજનો ભાગ બનશે નહી.

ભૂપેન્દ્ર પટેલની સરકારે આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, આધાર કાર્ડ હવે દસ્તાવેજનો ભાગ બનશે નહી એટલે કે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી સમયે જરૂર જણાય તો આધાર નંબરના માત્ર છેલ્લા ચાર અંકનો જ ઉલ્લેખ કરવો પડશે.

દસ્તાવેજ નોંધણી સમયે અરજદાર ઓળખના પુરાવા તરીકે કચેરીમાં આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે. જે ફક્ત કચેરીના રેકોર્ડ પર જ રહેશે. AEPSના દૂરુપયોગને અટકાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દસ્તાવેજ કરતા સમયે આધારકાર્ડ ફક્ત ઓળખના પુરાવા સ્વરુપે રજૂ કરવાનું રહેશે. કચેરીના રેકોર્ડ પર રહેશે પણ દસ્તાવેજનો ભાગ બનશે નહીં.

આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ– AEPSના દૂરઉપયોગથી જાહેર જનતાના નાણાના રક્ષણ હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજમાં પક્ષકારોના આધાર નંબરનો ઉલ્લેખ ન કરવા સૂચના આપવામાં આવી છે. જેનાથી લોકોને થતા નાણાકીય નુકસાનને અટકાવી શકાશે.

દસ્તાવેજના પક્ષકારો દસ્તાવેજ કરી આપનાર દસ્તાવેજ કરી લેનાર અને ઓળખ આપનારના ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહેલાંની જેમ જ રજૂ કરવાની રહેશે. જ્યારે ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને દસ્તાવેજની સાથે જોડીને તેનો ભાગ બનાવવાને બદલે કચેરીના રેકર્ડ ઉપર જ તેની જાળવણી કરવાની રહેશે.

આમ આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે રજૂ કરવાની મનાઈ કરવામાં આવી નથી. પરંતુ જાહેર રેકર્ડનો ભાગ ન બને તે હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલ દસ્તાવેજનો ભાગ ન બનાવવાની સૂચના સંબંધિતોને આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

‘હિન્દુઓ કેનેડા છોડો અને ભારત…….’, India-Canada ના તણાવ વચ્ચે ભારતીયોને મળી ધમકી

  • ૨૦૧૯માં ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં રહેતા હિંદુઓને ધમકી આપી છે.

૨૦૧૯માં ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં રહેતા હિંદુઓને ધમકી આપી છે અને તેમને ભારતને સમર્થન આપવા માટે દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં SFJ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ કેનેડિયન શીખોને ૨૯ ઓક્ટોબરે વાનકુવરમાં કહેવાતા જનમત માટે મત આપવાનું આહ્વાન કરતો જોવા મળે છે. સાથે જ વેનકુવર, ઓટાવા અને ટોરંટોમાં ભારતીય દૂતાવાસ બંધ કરાવવાની ધમકી આપી છે.

ભારતમાં આતંકવાદી જાહેર કરાયેલા પન્નુએ કહ્યું, ‘ભારત-હિંદુ… કેનેડા છોડો, ભારત ચાલ્યા જાઓ.’ તેણે દાવો કર્યો હતો કે ખાલિસ્તાન તરફી શીખ ‘હંમેશા કેનેડાને વફાદાર રહ્યા છે અને હંમેશા કેનેડાનો પક્ષ લીધો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના દાવાના બે દિવસ બાદ આ વીડિયો સામે આવ્યો છે.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તિરાડ :

તમને જણાવી દઈએ કે જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે, જૂનમાં ભારત સરકારના એજન્ટો અને નિજ્જરની હત્યા વચ્ચે ‘સંભવિત કનેક્શન’ હતું. આ ગંભીર આરોપોને કારણે બંને દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓને હાંકી કાઢવાનો સામનો કરવો પડયો હતો. એક સખત શબ્દોમાં નિવેદનમાં વિદેશ મંત્રાલય (MEA) એ તેમના દાવાને ‘વાહિયાત અને પ્રેરિત’ ગણાવીને નકારી કાઢ્યો.

વિદેશ મંત્રાલયે કહ્યું, ‘આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન ભટકાવે છે, જેમને કેનેડામાં આશ્રય પૂરો પાડવામાં આવ્યો છે અને જેઓ ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે. આ મુદ્દા પર કેનેડાની સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી અને સતત ચિંતાનો વિષય છે.’

આ પણ વાંચો :-

૪૫ હજારનું બાઈક આપશે ૮૦ની એવરેજ, સામાન રાખવા વિશેષ વ્યવસ્થા, ગજબના બાઈકે માર્કેટમાં મચાવી ધૂમ

0
  • TVS XL100 ટુ-વ્હીલરની કિંમત માત્ર ૪૫,૦૦૦ રૂપિયા છે અને તે ૮૦ કિલોમીટર સુધીની એવરેજ આપી શકે છે.

વિશ્વના સૌથી મોટા ટુ-વ્હીલર માર્કેટમાં ભારતની ગણના ટોચના સ્થાને થાય છે. વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની પણ ભારતની છે. ભારતની આ બજારમાંથી દર મહિને લાખોની કિંમતની બાઈકનું વેચાણ થાય છે. લોકો પર્સનલ પરિવહન માટે આજે પણ બાઈક તથા સ્કુટરને પસંદ કરી રહ્યા છે. ભારતીય આ બાઈક બજારમાં ભાવ વધુ મહત્વ રાખે છે.

જેમાં ખાસ બાઈકની કિંમત અને પેટ્રોલ તથા તેના રેગ્યુલર ખર્ચ સૌપ્રથમ જોવામાં આવે છે. ત્યારે આજે કિંમતમાં અને પેટ્રોલ સહિતની તમામ બાબતે સસ્તી ટુ-વ્હીલર વિશે જાણો આ અહેવાલમાં !

૮૦ કિલોમીટર પ્રતિ લીટરથી વધુની માઈલેજ આપી શકે છે :

અહીં TVS XL100 વિશે વાત કરવામાં આવી રહી છે. આ ટુ-વ્હીલરની કિંમત માત્ર ૪૫,૦૦૦ રૂપિયા છે અને તે ૮૦ કિલોમીટર સુધીની એવરેજ આપી શકે છે. TVS XL100 એક મોપેડ છે. જે તમને સામાન લોડ કર્યા પછી પણ સરળતાથી પરિવહન કરાવી શકે છે.

એન્જિન વાત કરવામાં આવે તો TVS XL100માં 99.7 cc પેટ્રોલ એન્જિન છે. જે 4.4bhp પાવર જનરેટ કરે છે. TVS XL100 વજનમાં એકદમ હલકું છે. જે ૮૯ કિલો વજન ધરાવે છે અને તે ૮૦ કિલોમીટર પ્રતિ લીટરથી વધુની માઈલેજ આપી શકે છે.

આ મોપેડમાં કિક સ્ટાર્ટ અને સેલ્ફ સ્ટાર્ટ એમ બે પ્રકારની સુવિધા છે. સેલ્ફ સ્ટાર્ટ વેરિઅન્ટ કિંમત ૪૪,૯૯૯ થી ટોપ વેરિઅન્ટની કિંમત ૫૯,૬૯૫ રૂપિયા સુધીની છે. જે ડ્રમ બ્રેક, એનાલોગ સ્ટાઈલ સ્પીડોમીટર, ફ્યુઅલ ગેજ હોય છે સાથે આગળ એક કેરિયર પણ છે. જેના પર તમે સામાન પણ લોડ થઈ શકે છે.

આ પણ વાંચો :-

રોજ સવારે કરશો આ ૫ કામ તો દિવાળી પહેલા જ તમારા ઘરમાં થશે માતા લક્ષ્મીની પધરામણી

  • જ્યોતિષ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાં સૌથી ઝડપથી ફળ આ ૫ કાર્યોનું મળે છે. જો આ ૫ કાર્યો સવારે કરવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માતા લક્ષ્મીની કૃપા તેના પર હંમેશા રહે.  જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ ટકતી નથી. આવા વ્યક્તિના જીવનમાં ધનની ખામી પણ રહેતી નથી. માતા લક્ષ્મીના આગમન સાથે પરિવારમાં સુખ-સંપત્તિ આવે છે. એટલે જ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભક્તો અનેક પ્રકારના ઉપાયો પણ કરે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાં સૌથી ઝડપથી ફળ આ ૫ કાર્યોનું મળે છે. જો આ ૫ કાર્યો સવારે કરવામાં આવે તો ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે. ઘરમાં સુખ-શાંતિ રહે છે.

સવારે ઉઠયા બાદ કરો આ કામ :

ઘરના મુખ્ય પ્રવેશદ્વારની પૂજા :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દરરોજ સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કર્યા પછી ઘરના મુખ્ય દ્વારને પાણીથી સાફ કરવું જોઈએ. ત્યારબાદ ત્યાં રંગોળી બનાવો.

એક દીવો પ્રગટાવો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી મુખ્ય દરવાજાથી જ ઘરમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં રંગોળી બનાવ્યા પછી ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

તુલસીની પૂજા કરો :

હિંદુ શાસ્ત્રોમાં તુલસીનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. આવી સ્થિતિમાં જો તુલસીના છોડની નિયમિત પૂજા કરવામાં આવે અને જળ ચઢાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો :

સવારે જાગીને સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને પ્રણામ કરો અને તેમને અર્ઘ્ય ચઢાવો. એવું કહેવાય છે કે નિયમિત રીતે જળ ચઢાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. ઉપરાંત સમાજમાં માન-સન્માન મળે છે અને કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે.

તિલક લગાવો :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા કર્યા પછી વ્યક્તિએ માથા પર ચંદનનું તિલક લગાવવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

યુકે નોકરી માટે જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો, નોકરી માટે ગયેલા મીથિલ પટેલની કપરી સ્થિતિ, વીડિયો આંખ ઉઘાડતો

  • યુકે નોકરી માટે જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સામાં આણંદ પંથકનો યુવાન યુકેમાં ફસાયો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

આજના યુવાઓમાં વિદેશ જવાનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે વર્ક પરમીટ ઉપર યુકે જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આણંદ પંથકનાં યુવાનને યુકે માં નોકરીના અભરખા ભારે પાડયા છે. હાલ આ યુવાન યુકેમાં ફરાયો હોવાનો વીડિયો સામે આવતા વતનમાં પરિજનો મુંજાયા છે. જે પોતાના વતન આવવા માટે દર દર ભટકી રહ્યો છે.

યુવાન યુકેના કિંગ્સબરીમાં ફસાયો :

આ મામલે જાણવા મળતી વિગત એવી છે કે મૂળ નડિયાદનો છે વતની મીથિલ પટેલ ઘણા સમયથી પરિવાર સાથે અમદાવાદમાં સ્થાયી થયો છે. આવી  સ્થિતિ વચ્ચે યુવકને યુકેમાં નોકરીના સપના દેખાયા બાદ એજન્ટનો ભેટો થયો હતો. જેની જરૂરી કાર્યવાહી કર્યા બાદ આ યુવાન બે માસ પહેલા એજન્ટ મારફતે યુકે ગયો હતો. પરંતુ ત્યાં જઈને તેના પગ તળેથી જમીન સરખી જાય તેવી ચોંકાવનારી ઘટના સામેં આવી હતી અને હાલ આ યુવાન યુકેના કિંગ્સબરીમાં ફસાયો છે.

જે કંપની દ્વારા ઓફર લેટરથી યુવકને નોકરી આપવાની વાતો કરી હતી. બાદમાં યુકે ગયો હતો ત્યાં નોકરી જ ન મળતા હેરાન થયો છે. થોડો સમય વીતી ગયા બાદ હવે યુવક પાસે પીજીના પૈસા ખૂટી પડયા છે. જેને લઈને સંચાલક દ્વારા યુવકને પીજીમાંથી કાઢી મુક્યો હતો.

હાલ તે ફૂટપાથ પર દિવસ રાત ગુજારી રહ્યો છે. વધુમાં યુવકના પાસપોર્ટ સહિત તમામ ડોક્યુમેન્ટ પણ ચોરાઈ ગયાનું સામે આવ્યું છે. આ દરમિયાન ત્યાં એક ગુજરાતી યુવાન તેને મળ્યો હતો. જેને મીથિલ પટેલે પોતાની આપવિતી જણાવી હતી. યુવાને સરકાર સમક્ષ રાહતનો ખોળો પાથરી ઘરે પહોંચવા કરુણ અવાજે માંગ ઉઠાવી છે.

આ પણ વાંચો :-

૨૧ સપ્ટેમ્બર / ધન, પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ, પણ લાઈફ પાર્ટનર સાથે વિવાદ, કઈ રાશિના જાતકોનો ગુરુવાર કેવો રહેશે ? જુઓ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ કરવું. લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનલાભની ઉત્તમ સંભાવના. સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે. અધિકારી વર્ગના આશીર્વાદ મળશે. ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે. પારિવારિક જીવન આનંદમય રહેશે. ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં. અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો. પરિવારના સભ્યોથી પરેશાની જણાશે. લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના. આર્થિક સંકડામણનો અનુભવ થશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘરેલું જીવનમાં શાંતિ જણાશે. કરેલા રોકાણો લાભદાયી નીવડશે. કામકાજ માટે યાત્રા થવાની સંભાવના. ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના. જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે. ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે. નોકરીયાતને સારો સહયોગ મળશે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના. પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે. નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે. કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે. ધંધામાં કરેલા આયોજનો સફળ થશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે મજબૂત બનશો. વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે. માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે. તબિયત બાબતે કાળજી રાખવી. મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે. નજીકના સુખનું જ ધ્યાન કરો.

કુંભ (ગ.સ.ષ.શ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે. નવા સંબંધોમાં વૃદ્ધિ થશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે. પારિવારિક વૈચારિક મતભેદ રહેશે. ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે.

આ પણ વાંચો :-

વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની લોન્ચ થઈ નવી જર્સી, નવી જર્સી સાથે જોવા મળ્યા આ ખેલાડી

0
  • CWC 2023 : વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. દિગ્ગજ બેટસમેન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને અન્ય ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા.

વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના સત્તાવાર કિટ સ્પોન્સર એડિડાસે બુધવારે (20 સપ્ટેમ્બર) એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કેપ્ટન રોહિત શર્માની સાથે દિગ્ગજ બેટસમેન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને અન્ય ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા. ભારતમાં ૫ ઓક્ટોબરથી વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરે રમાશે.

જર્સીને જાણીતા ભારતીય સિંગર રફ્તાર દ્વારા ગાવામાં આવેલા ગીત ‘૩ કા ડ્રીમ’ના માધ્યમથી રીલિઝ કરવામાં આવી છે. એડિડાસના મતે જર્સી ભારતીય ટીમ પ્રત્યેના અતૂટ સમર્થનનો પુરાવો છે. ‘3 કા ડ્રીમ’ એ લાખો ચાહકોનું પ્રતીક છે જેઓ તેમની ટીમને ૧૯૮૩ અને ૨૦૧૧ પછી તેમનો ત્રીજો વન-ડે વર્લ્ડ કપ જીતતા જોવાનું સ્વપ્ન જુએ છે.

જર્સી પર બે સ્ટાર અને તિરંગાના ત્રણ રંગો :

એડિડાસે જર્સીમાં ફેરફાર કર્યા છે. તેણે ખભા પરની પોતાના ત્રણ સફેદ પટ્ટાઓને તિરંગાના ત્રણ રંગોથી બદલી નાખી છે. છાતીની ડાબી બાજુએ BCCI લોગોમાં હવે બે સ્ટાર છે. જે ભારતના વન-ડે વર્લ્ડ કપ જીતના પ્રતીક છે

ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે :

ભારતીય ટીમ ૮ ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા ૧૪ ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે રમશે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમશે.

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ: :

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, ઈશાન કિશન. સૂર્યકુમાર યાદવ

આ પણ વાંચો :-   

તમે પણ લગાવો ફ્રીમાં JIO નું વાઈફાઈ : જાણો શું છે રિલાયન્સની ધમાકેદાર ઓફર

0
  • રિલાયન્સ જિયો JioFiber પોસ્ટપેડ સબ્સ્ક્રિપ્શન લેનારા વપરાશકર્તાઓને મફત વાઈફાઈ ઈન્સ્ટોલેશનનો લાભ આપી રહ્યું છે. એટલે કે યુઝર્સે કોઈ ઈન્સ્ટોલેશન કે સિક્યોરિટી ડિપોઝીટ કરવાની રહેશે નહીં.

દેશની સૌથી મોટી ટેલિકોમ બ્રાન્ડમાંની એક રિલાયન્સ જિયો એ ગણેશ ચતુર્થીના અવસર પર નવી Jio AirFiber સેવા શરૂ કરવા જઈ રહી છે. આ સાથે ભારતમાં લાખો વપરાશકર્તાઓને કોઈપણ કેબલ કનેક્શન વિના હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને વાઈફાઈ કનેક્ટિવિટીનો લાભ મળશે.

જો કે અમે તમારા માટે કંપનીની બીજી ખાસ ઓફર લાવ્યા છીએ, જેની સાથે કંપની JioFiber WiFi ફ્રીમાં ઈન્સ્ટોલ કરી રહી છે. ખાસ JioFiber પોસ્ટપેડ ઓફર સાથે સબ્સ્ક્રાઈબર્સને કોઈ છુપાયેલા ખર્ચ વિના મફત કેબલ-આધારિત WiFi કનેક્શન મળી રહ્યું છે. આ ઓફરને કારણે કોઈપણ સિક્યોરિટી ડિપોઝિટ અથવા ઈન્સ્ટોલેશન ચાર્જ વિના કનેક્શન લઈ શકાય છે. તમે વિચારી રહ્યા હશો કે કોઈ પણ કંપની ફ્રી વાઈફાઈ ઈન્સ્ટોલેશન કેમ કરશે, આવો અમે તમને તેનું કારણ પણ જણાવીએ.

એટલા માટે તમને ફ્રીમાં WiFi નો લાભ મળશે :

જો તમે Jio અથવા અન્ય કોઈ કંપનીની પ્રીપેડ WiFi સેવા પસંદ કરો છો. તો તમારે ઈન્સ્ટોલેશન માટે ચૂકવણી કરવી પડશે. આ રકમ તમારા ઘરમાં ઈન્સ્ટોલ થઈ રહેલા બ્રોડબેન્ડ કેબલ અને વાઈફાઈ રાઉટર જેવા સાધનોના બદલામાં લેવામાં આવે છે. Jioની પ્રીપેડ બ્રોડબેન્ડ સેવામાં સબ્સ્ક્રાઈબ કરવા પર 1500 રૂપિયાની ઈન્સ્ટોલેશન અને સિક્યોરિટી ડિપોઝિટ કરવી પડશે. જ્યારે જો પોસ્ટપેડ બ્રોડબેન્ડ પસંદ કરવામાં આવે તો કંપની આ રકમ વસૂલતી નથી. બદલામાં વપરાશકર્તાઓને એક સમયે ઓછામાં ઓછા છ મહિના માટે સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાનું કહેવામાં આવે છે.

આ રીતે કંપની નક્કી કરે છે કે તમે તેની વાઈફાઈ સેવાનો ઉપયોગ ઓછામાં ઓછા આગામી છ મહિના સુધી ચોક્કસ કરશો. પોસ્ટપેડ યોજનાઓ સાથે વપરાશકર્તાઓ લાંબા સમય સુધી તેમની સાથે રહે છે અને પ્રીપેડ સેવાઓથી વિપરીત તે તેમના પર રિચાર્જ કરવા અથવા ન કરવા પર નિર્ભર નથી. આ જ કારણ છે કે Jio ફ્રી ઈન્સ્ટોલેશન સાથે વધુ યુઝર્સને ઉમેરવા માંગે છે.

સૌથી સસ્તો પ્લાન ૩૯૯ રૂપિયાનો છે :

Reliance JioFiber સર્વિસનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન ૩૯૯ રૂપિયાનો છે. આ પ્લાનમાં ૩૦Mbpsની સ્પીડ પર અમર્યાદિત ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે, તમારે એક સાથે ૬ મહિના માટે રિચાર્જ કરવાનું રહેશે અને તમારા ઘરમાં WiFi ઈન્સ્ટોલ કરવાનું કામ મફતમાં કરવામાં આવશે. છ મહિનાના અમર્યાદિત ડેટા માટે રિચાર્જ કરવા માટે તમારે ૨૩૯૪ રૂપિયા અને 18% GST અલગથી ચૂકવવા પડશે. તમને ૫૦૦ રૂપિયાથી ઓછી કિંમતે દર મહિને અમર્યાદિત હાઈ-સ્પીડ ડેટા મળશે.

આ પણ વાંચો :-