Home Blog Page 951

શું અમેરિકાએ કેનેડાને સમર્થન આપ્યું ? જો બાઈડેને G20 શિખર સંમેલન દરમિયાન પીએમ મોદી સામે ઉઠાવ્યો હતો નિજ્જરની હત્યાનો મુદ્દો ?

  • આ મહિનાની શરૂઆતમાં જી ૨૦ શિખર સંમેલન દરમિયાન ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યામાં ભારત સામેલ હોવાના કેનેડાના દાવા પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત અન્ય નેતાઓએ ભારતીય પીએમ નરેન્દ્ર મોદી સામે ચિંતા વ્યક્ત કરી હતી. એક રિપોર્ટમાં આ દાવો કરાયો છે.

આ મહિનાની શરૂઆતમાં જી ૨૦ શિખર સંમેલન દરમિયાન ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યામાં ભારત સામેલ હોવાના કેનેડાના દાવા પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત અન્ય નેતાઓએ ભારતીય પીએમ નરેન્દ્ર મોદી સામે ચિંતા વ્યક્ત કરી હતી. ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક રિપોર્ટમાં આ દાવો કરાયો છે.

શિખ સંમેલનમાં ચર્ચાથી પરિચિત ત્રણ લોકોનો હવાલો આપતા રિપોર્ટમાં કહ્યું કે ફાઈવ આઈઝના અનેક સભ્યો (એક ઈન્ટેલિજન્સ શેરિંગ ગઠબંધન જેમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ સામેલ છે) એ પીએમ મોદી સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે ‘બાઈડેનને મહેસૂસ થયું કે આ મુદ્દોને સીધી રીતે પોતાના ભારતીય સમકક્ષ સામે ઉઠાવવું મહત્વપૂર્ણ છે.’

રિપોર્ટમાં દાવો કરાયો છે કે કેનેડા દ્વારા પોતાના સહયોગીઓને મામલાને સીધો પીએમ મોદી સામે ઉઠાવવાનો આગ્રહ કરાયા બાદ નેતાઓએ જી ૨૦ શિખર સંમેલનમાં હસ્તક્ષેપ કર્યો, સ્થિતિથી પરિચિત બે લોકોએ કહ્યું કે કેનેડાએ તેમને અંગત સ્તર પર દાવાઓનો ઉલ્લેખ કરવા માટે કહ્યું હતું.

છેલ્લે મળતી માહિતી મુજબ ન તો વ્હાઈટ હાઉસે આ રિપોર્ટની સત્યતાની પુષ્ટિ કરી છે કે ન તો ભારત તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે આ મામલો શિખર સંમેલન દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો કે કેમ.

ખાસ કરીને આ સપ્તાહની શરૂઆતમાં પ્રકાશિત વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ અમેરિકા સહિત પોતાના નજીકના સહયોગીઓને શીખ અલગાવવાધી નેતાની હત્યાની જાહેરમાં ટીકા કરવાનું કહ્યું હતું પરંતુ ભલામણોને ફગાવી દેવાઈ હતી. રિપોર્ટમાં જી ૨૦ શિખર સંમેલનનો ઉલ્લેખ કરાયો નહીં અને એ પણ ન જણાવાયું કે શું આ એ જ સ્થળ હતું કે જ્યાં અમેરિકાને આરોપોથી અવગત કરાયું હતું.

રસપ્રદ વાત એ છે કે નવી દિલ્હીમાં જી ૨૦ શિખર સંમેલન જ એ સ્થળ હતું જ્યાં ટ્રુડો સાથે મોદી સરકારે નીરસ કહી શકાય તેવો વ્યવહાર કર્યો હતો. કેનેડામાં ચાલી રહેલા અલગાવવાદી આંદોલન પ્રત્યે ટ્રુડોના રસના કારણે મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી તેમની લિબરલ સરકારથી અંતર જાળવી રાખ્યું છે.

ટ્રુડોના પ્રવાસ દરમિયાન બહુ ઓછું મીડિયા કવરેજ મળ્યું અને તેઓ ફક્ત શિખર સંમેલનના છેલ્લા દિવસે પોતાના સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાર્તા કરવામાં સફળ રહ્યાં જ્યાં તેમને સન્માનિત કરાયા. ત્યાબાદ તેઓ ૩૬ કલાક સુધી રાજધાનીમાં ફસાયેલા રહ્યા. કારણ કે તેમના વિમાનમાં ટેક્નિકલ ખામી આવી ગઈ હતી.

ટ્રુડોએ શું કહ્યું :

કેનેડા પહોંચ્યા પછી ટ્રુડોએ રાજનયિક ગતિરોધને ત્યારે વધાર્યો જ્યારે તેમણે ઈમરજન્સી સંસદ સત્રમાં ભારત વિરુદ્ધ સનસનીખેજ આરોપ લગાવ્યો. ટ્રુડોએ હાઉસ ઓફ કોમેન્સમાં આપેલા નિવેદનમાં કહ્યું કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકારના એજન્ટો અને એક કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યા વચ્ચે સંબંધિત સંબંધના વિશ્વસનીય આરોપો પર સક્રિય રીતે કામ કરી રહી છે. જો કે ભારતે મંગળવારે તે આરોપોને પાયાવિહોણા અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા.

અત્રે જણાવવાનું કે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની બ્રિટિશ કોલમ્બિયાના સરેમાં એક શીખ સાંસ્કૃતિ કેન્દ્રની બહાર ૧૮ જૂનના રોજ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

આ પણ વાંચો :-

 

તમે જાવ અમે અમારી રીતે જીવી લઈશું, પૂરના ૦૪ દિવસ બાદ આવેલા ભાજપના ધારાસભ્યોને ભાગવું પડ્યું

0
  • નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણી બાદ ભરૂચ-નર્મદા જિલ્લાના વિસ્તારમાં લોકોને ભારે તકલીફો પડી છે. લોકોના ઘર ડૂબ્યા છે તો ખેડૂતોના ખેતરો ખલાસ થઈ ગયા છે.

નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણી બાદ ભરૂચ-નર્મદા જિલ્લાના વિસ્તારમાં લોકોને ભારે તકલીફો પડી છે. લોકોના ઘર ડૂબ્યા છે તો ખેડૂતોના ખેતરો ખલાસ થઈ ગયા છે. આ વચ્ચે નર્મદા જિલ્લામાં વધુ એક ભાજપના ધારાસભ્ય લોકોના રોષનો કડવો અનુભવ થયો હતો.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામ ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ત્યાં ગયા હતા. ત્યારે ઘટનાના ચાર દિવસ બાદ ધારાસભ્ય આવતા ગ્રામજનોમાં ભારે રોષ અને ગુસ્સો હતો અને મહિલાઓ સહિત તમામે તેઓને કારમાંથી નીચે પગ મુકવા દીધો નહોતો.

ગામ લોકો ધારાસભ્યની કારને ઘેરી વળ્યા હતા અને આરોપ મૂક્યો હતો કે ગઈકાલે કોંગ્રેસ વાળા આવ્યા હતા એટલે આજે તમે આવે છે તમારા ૫-૧૦ હજારથી અમારું કંઈ નથી થવાનું.

ગ્રામજનોએ કહ્યું અહીંથી જાવ અમારે હવે કઈ જરૂર  નથી, ૪ દિવસે આવ્યા તમે. અમે અમારી રીતે હવે જીવી લઈશું, મરી પણ જઈશું, કોઈ અમને બચાવવા નહોતું આવ્યું. જાતે અમે ગામ લોકોને દોરડા વડે બચાવ્યા. ચૂંટણી વખતે બોલ્યા હું તમારી દીકરી છું અને હવે ૪ દિવસે આવ્યા. ગામ લોકોએ કહ્યું હતું કે આપણું ગામ ખાલી વોટ માટે આવવાનું પછી નહિ આવવાનું. ભીખ આપવા અમારા ગામમાં આવ્યા. અમારે કઈ નહિ જોઈતું જાવ હવે.

સિસોદ્રા ગામના વડીલ, યુવાન અને મહિલાઓએ ધારાસભ્યની કારને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને તેઓને ગાડીમાંથી નીચે ઉતારવા દીધા હતા. ગ્રામજનોના ભારે ગુસ્સા અને રોષના કારણે આખરે ધારાસભ્યો સિસોદ્રા ગામની મુલાકાત લીધા વગર પરત જોવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી આવી ઘટનાઓ જોવા મળી રહી છે કે જ્યાં રાજકીય નેતાઓને ગ્રામજનો પોતાના ગામમાં ઘૂસવા નથી દેતા અથવા તો તેઓ જ્યારે મળવા આવે છે ત્યારે તેમના રોષનો ભોગ બનવું પડ્યું છે. ગઈકાલે ભરૂચમાં પણ આવી જ ઘટના બની હતી.

જ્યાં પ્રભારી મંત્રી હળપતિ આવ્યા હતા જેમને લોકો ઘેરી પડ્યા હતા અને તેમને પણ પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું. ત્યારે આ બીજી ત્રીજી ઘટના છે કે જેમાં બીજેપીના ધારાસભ્યને જનતાના રોષનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો :-

દેશ પહેલા પછી ધંધો / એવું તે શું થયું કે આનંદ મહેન્દ્રાએ આ દેશમાંથી સમેટી લેવો પડ્યો પોતાનો કરોબાર ? 

  • કેનેડા- ભારત વિવાદની વચ્ચે દિગ્ગજ બિઝનેસમેન આનંદ મહિંદ્રાએ મોટી જાહેરાત કરી છે. મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ કેનેડામાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે.

છેલ્લા થોડા દિવસોથી કેનેડા અને ભારતની વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. બન્ને દેશોની વચ્ચે વધતા ટેન્શનની અસર વ્યાપાર પર જોવા મળી રહી છે. બન્ને દેશોની વચ્ચે વધતા સ્ટ્રેસની વચ્ચે બિઝનેસમેન આનંદ મહિંદ્રાએ પણ એક મોટો નિર્ણય કર્યો છે.

આનંદ મહિંદ્રાની કંપની મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ કેનેડા બેસ્ડ કંપની રેસન એયરોસ્પેસ કોર્પોરેશન સાથે પોતાની ભાગીદારીને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. કેનેડાની આ કંપનીમાં મહિંદ્રા એન્ડ મહિંદ્રાની ૧૧.૧૮ ટકાની ભાગીદારી છે.

કંપનીએ આ કારણે લીધો નિર્ણય :

હકીકતે મહિંદ્રા એન્ડ મહિંદ્રાની સબ્સિડિયરી કંપની રેસન એયરોસ્પેસ કોર્પોરેશને કેનેડામાં પોતાનું સંચાલન બંધ કરવાની જાહેરાત કરી છે. મહિંદ્રાનો આ નિર્ણય તે સમયે આવ્યો છે જ્યારે કેનેડા અને ભારતની વચ્ચે તણાવ ચરમ પર છે.

બન્ને દેશોની વચ્ચે કૂટનૈતિક લડાઈ ચાલી રહી છે. એવામાં લોકો મહિંદ્રાના નિર્ણયને તેની સાથે જોડીને જોઈ રહ્યા છે. જોકે કંપનીએ આ નિર્ણય વોંલ્ટ્રી બેસિસ પર લીધો છે. કંપની બંધ થવાના કારણે કેનેડાની અર્થવ્યવસ્થાને ઝટકો લાગશે.

કંપનીએ ભાગીદારી પર લગાવ્યું ફૂલસ્ટોપ :

મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ કેનેડાની કંપની રેસન એયરોસ્પેસ સાથે પોતાના સંબંધ તોડી નાખ્યા છે અને પોતાની ૧૧.૧૮%ની ભાગીદારીને પુરી કરી નાખી છે. હકીકતે રેસન એયરોસ્પેસે કેનેડામાં અરજી આપીને પોતાનો વ્યાપાર બંધ કરવાની જાહેરાત કરી છે. હવે મહિંદ્રાએ કંપનીથી પોતાના સંબંધ પુરા કરવાનો નિર્ણય લીધો છે.

મહિંદ્રાએ તેની જાણકારી સેબીને આપી. તેમણે જણાવ્યું કે તેમને રેસનથી કંપની બંધ થવાની સૂચના મળી છે. રેસનના બંધ થવા પર મહિંદ્રાને ૨.૮ મિલિયન કેનેડિયન ડોલર એટલે કે લગભગ ૨૮.૭ કરોડ રૂપિયા મળશે.

તમને જણાવી દઈએ કે રેસન એયરોસ્પેસના બંધ થવાથી મહિંદ્રાના વ્યાપાર પર વધારે અસર નહીં પડે. પરંતુ આ ખબર ત્યારે સામે આવી છે જ્યારે ભારત અને કેનેડાની વચ્ચે તણાવ છે. એવામાં લોકો આ નિર્ણયને તેની સાથે જોડીને જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના, ૯ સીટર વિમાનનું ટાયર ફાટ્યું, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

0
  • સુરત એરપોર્ટ લેન્ડિંગ કરતા વેન્ચુરાના ૯ સીટર વિમાનનું ટાયર ફાટ્યું. પ્લેનમાં ૬ મુસાફરો સવાર હતા. કેપ્ટને માંડ માંડ લેન્ડિંગ કર્યું.

સુરત એરપોર્ટ પર ૯ સીટર વિમાનના લેન્ડિંગ સમયે મોટી દુર્ઘટના બની હતી. લેન્ડિંગ સમયે વિમાનનું ટાયર ફાટ્યું હતું. વેન્ચ્યુરા કંપનીના વિમાનનું ટાયર ફાટતા રન-વે બંધ કરાયો હતો. દુર્ઘટના સમયે વિમાનમાં ૬ યાત્રીઓ સવાર હતા. આ દુર્ઘટના બાદ એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

ફાયર બ્રિગેડની ટીમે મુસાફરોને સલામત એરક્રાફ્ટમાંથી ઉતાર્યા હતા. આ ઘટનાને પગલે ૨ કલાક સુધી સુરત રન-વે બંધ રાખવો પડયો હતો. રન-વે બંધ રહેતા એક વિમાન અમદાવાદ ડાઈવર્ટ કરાયુ હતું. તો બીજા વિમાનને આકાશમાં ૫ ચક્કર મારી લેન્ડ થવું પડયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાતે ૯ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અમદાવાદથી રાતે ૮ વાગ્યે વેન્ચુરાનું ૯ સીટર પ્લેન ટેકઓફ થયું હતું. જેમાં ૬ મુસાફરો સવાર હતા. આ પ્લેન ૯ વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યું હતું. ત્યારે અચાનક જ ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવા છતા કેપ્ટને પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યુ હતું. આ ઘટનાથી પ્લેનમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

આ પણ વાંચો :-

તમને પણ નાસ્તામાં ચીઝ અને બ્રેડ ખાવાની છે આદત ? તો આ વાતની તમને હોવી જોઈએ ખબર

  • ચીઝ એવી વસ્તુ છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. આ એક લોકપ્રિય અને સ્વાદિષ્ટ ડેરી પ્રોડક્ટ છે જેનો ઉપયોગ અલગ અલગ વાનગીમાં ભરપુર રીતે કરવામાં આવે છે. તેમાં પણ હવે તો ચીઝ સ્લાઈસ લોકોની ફેવરિટ બનતી જાય છે.

ચીઝ એવી વસ્તુ છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. આ એક લોકપ્રિય અને સ્વાદિષ્ટ ડેરી પ્રોડક્ટ છે જેનો ઉપયોગ અલગ અલગ વાનગીમાં ભરપુર રીતે કરવામાં આવે છે. તેમાં પણ હવે તો ચીઝ સ્લાઈસ લોકોની ફેવરિટ બનતી જાય છે. કોઈપણ વસ્તુ હોય તેમાં ચીઝ ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે.

બાળકોથી લઈને યુવાનો પણ સેન્ડવીચમાં ચીઝ ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વધારે પ્રમાણમાં ચીઝ ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં ? નથી જાણતા તો તમને જણાવીએ કે વધારે પ્રમાણમાં ચીઝ ખાવાથી અને ખાસ કરીને બ્રેડ સાથે ચીઝ ખાવાથી શું નુકસાન થાય છે.

ચીઝ ખાવાથી થતા નુકસાન :

1. ચીઝ સ્લાઈસની સૌથી ખરાબ બાબત એ છે કે તેમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે જે હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઉભું કરે છે. માત્ર એક ચીઝ સ્લાઈસમાં 200 મિલિગ્રામ સોડિયમ હોઈ શકે છે.

2. ચીઝની ક્યુબ અને સ્લાઈસ તેના ટેક્સચર માટે જાણીતી છે. પરંતુ તેમાં ઘણા કેમિકલ અને કૃત્રિમ રંગો ઉમેરવા પડે છે. આ વસ્તુઓ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી શકે છે. જેના કારણે પાચન સમસ્યાઓ અને એલર્જી પણ થઈ શકે છે.

3. ચીઝ સ્લાઈસેસમાં પ્રોસેસ્ડ ફેટ હોય છે. જેના કારણે તમારા વજનમાં વધારો થઈ શકે છે. સાથે જ ટાઈપ ૨ ડાયાબિટીસ થવાનું પણ જોખમ વધુ રહે છે.

4. નેચરલ ચીઝની સરખામણીમાં ચીઝની સ્લાઈસમાં ઘણા પોષક તત્વોની ઉણપ હોય છે. તેથી જો તમે તેને હેલ્ધી માનીને ખાશો તો પણ તમારે નુકસાન સહન કરવું પડશે.

5. ચીઝની સ્લાઈસને મોટાભાગે પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે છે. તેના પેકેજિંગમાં રહેલા રસાયણો ચીઝમાં પણ પ્રવેશી શકે છે જે સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

ભારતની ૫ સસ્તી બાઈકનું લિસ્ટ : કિંમત ઓછી અને મેન્ટેનન્સની પણ બહુ ચિંતા નહીં, જુઓ કેવા છે ફીચર્સ

0
  • કોમ્પ્યુટર સેગ્મેન્ટની બાઈક્સની ડિમાન્ડ હંમેશા રહે છે. ઓછી કિંમત, લો મેન્ટેન્સ અને સારી માઈલેજના કારણે આ સેગ્મેન્ટની મોટરસાયકલને ખુબ પસંદ કરવામાં આવે છે.

ગયા ઓગસ્ટ મહિનામાં પણ લોકોએ કોમ્પ્યુટર સેગ્મેન્ટની બાઈક્સને પસંદ કરી અને હીરો મોટોકોપ અને હોંડાની વચ્ચે ખૂબ ટક્કર પણ જોવા મળી. જુઓ ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વેચાયેલ ટોપ 5 બેસ્ટ સેલિંગ બાઈક્સ.

TVS Raider :

TVS મોટર્સની ફેમસ બાઈક Raider પાંચમાં નંબર પર રહી છે. આ બાઈકના કુલ ૪૨,૩૭૫ યુનિટનું વેચાણ થયું છે. જે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ૩૬,૯૦૦ યુનિટનાં મુકાબલે ૧૫ ટકા વધારે છે. આ બાઈકની કિંમત ૮૬,૮૦૩ રૂપિયા છે.

Hero HF Deluxe :

Hero HF સીરિઝમાં બે બાઈક્સ આવે છે. HF 100 અને HF Deluxe, કંપનીએ ઓગસ્ટમાં તેના કુલ ૭૩,૦૦૬ યુનિટનું વેચાણ કર્યું છે. જે ગયા વર્ષના આ મહિનામાં ૬૫,૯૩૧ યુનિટ હતું. આ બાઈકની કિંમત ૫૯,૦૧૮ રુપિયા છે.

Bajaj Pulsar :

Bajaj Pulsar ઓગસ્ટ મહિનામાં ત્રીજી સૌથી વધારે વેચાતી બાઈક બની છે. કંપનીએ ઓગસ્ટ મહિનામાં તેના કુલ ૧,૪૮,૭૧૨ યુનિટનું વેચાણ કર્યું છે જે ગયા વર્ષે ૧,૦૩,૦૭૧ યુનિટ હતું. આ બાઈકની કિંમત ૮૪,૦૧૩ રૂપિયા છે.

Honda Shine :

હોન્ડા શાઈનના વેચાણમાં ૫૯%નો વધારો જોવા મળ્યો છે અને આ દુનિયાની સૌથી વધારે વેચાતી બાઈક છે. કંપનીએ તેના કુલ ૨,૧૪,૮૭૨ યુનિટનું વેચાણ કર્યું છે જે ગયા વર્ષે ઓગસ્ટમાં ૧,૩૫,૩૨૭ યુનિટ હતું. આ બાઈકની કિંમત ૭૮,૬૮૭ રૂપિયા છે.

Hero Splendor :

હંમેશાની જેમ હીરો મોટોકોરની ફેમસ બાઈક Hero Splendor નંબર એક પર છે. કંપનીએ તેના કુલ ૨,૮૯,૯૩૦ યુનિટનું વેચાણ કર્યું જે ગયા વર્ષે ઓગસ્ટમાં ૨,૨૮,૮૪૭ યુનિટ હતું. આ બાઈકની કિંમત ૭૪,૪૯૧ રૂપિયા છે.

આ પણ વાંચો :-

અમીરો જેવો રોયલ અનુભવ : આ દેશોમાં ડોલરથી ઓછી નથી રૂપિયાની તાકાત, ફોરેન ટ્રીપ માટે સૌથી બેસ્ટ

0
  • તમે તમારી વિદેશ યાત્રાનો પ્લાન એટલા માટે ટાળી રહ્યા હશો કારણ કે તમને ખર્ચાની ચિંતા હશે. કયા દેશમાં ફરવા માટે ઓછો ખર્ચો થશે. તે અંગે અહીંયા જાણકારી આપી રહ્યા છીએ.

તમે તમારી વિદેશ યાત્રાનો પ્લાન એટલા માટે ટાળી રહ્યા હશો કારણ કે, તમને ખર્ચાની ચિંતા હશે. તે માટે તમારે તમારા પ્લાનમાં ફેરફાર કરવાનો રહેશે. જે દેશમાં તમે ઓછા પૈસે ફરી શકો તેવા દેશની પસંદગી કરો. અનેક એવા દેશ છે. જ્યાં રૂપિયો ખૂબ જ મજબૂત છે અને તેમનું ચલણ ઓછું છે. આવા દેશની પસંદગી કરીને તમે તમારું સપનું પૂરું કરી શકો છો અને ખર્ચો પણ ઓછો થશે. કયા દેશમાં ઓછો ખર્ચો થશે. તે અંગે અહીંયા જાણકારી આપી રહ્યા છીએ.

ઈન્ડોનેશિયા :

ભારતના એક રૂપિયા બરાબર ઈન્ડોનેશિયાના ૧૮૪.૯૭ રૂપિયા થાય. જેથી તમે વિચારી શકો છો કે ઈન્ડોનેશિયાની ટ્રિપ તમને સસ્તી પડશે. તમે ઓછામાં ઓછા ખર્ચે ઈન્ડોનેશિયાનો આનંદ માણી શકો છો.

વિયેતનામ :

વિયેતનામના ૨૮૮.૦૧ ડોંગ બરાબર ભારતનો એક રૂપિયો થાય છે. જેથી તમે ખૂબ જ ઓછા ખર્ચે વિયેતનામી ડિશ, સુંદર સ્થળો અને નદીઓવાળા આ દેશમાં ફરી શકો છો.

કંબોડિયા :

ભારતના એક રૂપિયા બરાબર ૪૯.૯૯ કંબોડિયાઈ રિયાલ થાય. કંબોડિયામાં પ્રાચીન ખંડેર, રોયલ પેલેસ તથા અન્ય જોવાલાયક સ્થળો આવેલા છે. તમે ખૂબ જ ઓછા ખર્ચે આ તમામ સ્થળોએ ફરી શકો છો.

શ્રીલંકા :

શ્રીલંકા ધાર્મિક અને સુંદરતાની દ્રષ્ટીએ ટ્રાવેલ લિસ્ટમાં ટોપર પર આવે છે. જો તમે પણ શ્રીલંકા જવાનું વિચારી રહ્યા છો. તો બજેટની ચિંતા ના કરવી જોઈએ. ભારતના એક રૂપિયા બરાબર શ્રીલંકાના ૩.૮૮ રૂપિયા છે.

નેપાળ
નેપાળમાં પશુપતિનાથનું ફેમસ મંદિર અને હિમાલયના સુંદર પહાડો છે. ભારતના એક રૂપિયા બરાબર નેપાળના ૧.૬૧ રૂપિયા છે. તમે ખૂબ જ ઓછા ખર્ચે નેપાળની સુંદર ટ્રિપ ફાઈનલ કરી શકો છો.

પૈરાગ્વે :

ભારતના એક રૂપિયા બરાબર દક્ષિણ અમેરિકામાં આવેલ પૈરાગ્વેના ૮૭.૮૬ પૈરાગુએઆન છે. બર્ફીલા વાદળોથી ઘેરાયેલ આ શહેરમાં ખૂબ જ ઓછા ખર્ચે ફરી શકાય છે.

આ પણ વાંચો :-

 

૨૨ સપ્ટેમ્બર / ખોટો વિચાર નુકસાન કરાવશે, આવક કરતાં જાવક વધશે, આ રાશિના જાતકોનો શુક્રવાર મુશ્કેલીભર્યો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે.

વૃષભ (બ.વ.ઉ.)
આવક કરતાં જાવક વધવાની સંભાવના તેમજ શેરબજારથી લાભ થશે અને ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બનશે તેમજ ઘરેલું કામકાજમાં સફળતા મળશે

મિથુન (ક.છ.ઘ.)
કામકાજમાં ધ્યાન વધારે આપો અને નવા કામથી લાભ થશે તેમજ ભાગીદારોનો સુંદર સહયોગ મળશે, કામકાજમાં રાહત અનુભવશો.

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકોને આત્મિયજનોના સુખમાં વધારો થશે તેમજ કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે અને સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો તેમજ નાના પ્રવાસના યોગ બને છે.

સિંહ (મ.ટ.)
નાના રોકાણો માટે સમય સારો છે તેમજ સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે અને સ્વમાન પ્રત્યે સભાન રહો અને ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો.

કન્યા (પ.ઠ.ણ.)
ધંધામાં લાભ વધારે જણાશે તેમજ મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું અને જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો, પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો.

તુલા (ર.ત.)
કાર્યશક્તિમાં વધારો થશે તેમજ ભાગીદારીવાળા કામમાં લાભ થશે અને કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું, નોકરી માટે નવી ઓફર આવશે.

વૃશ્ચિક (ન.ય.)
ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે અને સામાજિક જવાબદારી વધશે તેમજ સંતાન વિષયક સાધારણ ચિંતા જણાશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
વડીલોની સલાહથી ચાલશો તો લાભ થશે અને સ્થાવર મિલકત લેવાના યોગ સારાં છે, નવુ ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે તેમજ સહકર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ.)
આવકના પ્રમાણમાં જાવક વધશે અને કામકાજમાં મન પ્રસન્ન રહેશે તેમજ ભાગીદારો સાથે મતભેદ થશે, તબિયત બાબતે સાચવવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
કામકાજમાં સારી આવક થશે અને કામકાજમાં સાચવીને કામ કરવું તેમજ નવા રોકાણ માટે સમય ઠીક નથી, બહારની ભાગાદોડીથી દૂર રહો.

મીન (દ.ચ.ઝ.થ.)
દેશ-વિદેશના કામકાજમાં લાભ થાય અને પ્રિયજનનો વિયોગ થાય તેમજ માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે અને નોકરીમાં તમારી મહેનતનું આજે ફળ મળશે.

આ પણ વાંચો :-

શિલ્પા શેટ્ટીએ ધૂમધામથી કર્યું ગણપતિ દાદાનું વિસર્જન, ઢોલના તાલે નાચતી જોવા મળી અભિનેત્રી

  • શિલ્પા શેટ્ટીએ માત્ર ઢોલના તાલે ડાન્સ કર્યો જ નહીં પરંતુ પોતે પણ ઢોલ વગાડ્યો. તે તેના પતિ રાજ કુન્દ્રા સાથે જોરશોરથી ડાન્સ કરતી જોવા મળી હતી.

ગણેશ ઉત્સવ દેશભરમાં ઉજવવામાં આવે છે અને તે બોલીવુડ જગતમાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ગણપતિ બાપ્પા ઘણા સ્ટાર્સના ઘરે હાજર છે, જેમાંથી એક છે શિલ્પા શેટ્ટી. અભિનેત્રી દર વર્ષે ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને દોઢ દિવસ પછી સંપૂર્ણ વિધિ સાથે તેનું વિસર્જન કરે છે. આ વખતે પણ શિલ્પા શેટ્ટીએ આવું જ કર્યું.

શિલ્પા શેટ્ટીએ ઢોલના તાલે નાચીને ગણપતિનું વિસર્જન કર્યું. અભિનેત્રી તેના ઘરની બહાર ગણપતિ વિસર્જન દરમિયાન ઢોલના તાલે ડાન્સ કરતી જોવા મળી હતી. આ દરમિયાન શિલ્પા હળવા ગુલાબી રંગની પરંપરાગત મરાઠી સાડી અને પીળા રંગનો બ્લાઉઝ પહેર્યો હતો. આ દરમિયાન તેની સાથે તેના પતિ રાજ કુન્દ્રા અને તેની નાની બહેન શમિતા શેટ્ટી પણ હાજર હતા.

અભિનેત્રીએ તેની પુત્રીને તેડીને કર્યો શાનદાર ડાન્સ :

શિલ્પા શેટ્ટીએ માત્ર ઢોલના તાલે ડાન્સ કર્યો જ નહીં પરંતુ પોતે પણ ઢોલ વગાડ્યો. તે તેના પતિ રાજ કુન્દ્રા સાથે જોરશોરથી ડાન્સ કરતી જોવા મળી હતી. આ સિવાય તે દીકરીને ખોળામાં લઈને ઝૂલતી જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીની આસપાસ ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

શિલ્પા શેટ્ટીના ઘરની બહાર ગણપતિ વિસર્જન દરમિયાન તેની આગામી ફિલ્મ ‘સુખી‘ની આખી ટીમ પણ હાજર હતી. શિલ્પાએ તેની સાડી સાથે કસ્ટમાઈઝડ બ્લાઉઝ પહેર્યું હતું જેના પર ‘સુખી’ લખેલું હતું. તેના પતિ રાજ કુન્દ્રા પણ કસ્ટમાઈઝડ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

જેના પર ‘સુખી’ લખેલું હતું. શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘સુખી‘નું ટ્રેલર આવી ગયું છે અને તેની ફિલ્મ ૨૨ સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેમની સાથે અમિત સાધ અને કુશા કપિલા સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે.

આ પણ વાંચો :-

 

 રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા

0
  • કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક મહિનામાં સામાન્ય લોકોની વચ્ચે જઈને લોકોને ચોંકાવી દીધા છે.

કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક મહિનામાં સામાન્ય લોકોની વચ્ચે જઈને લોકોને ચોંકાવી દીધા છે. કોંગ્રેસના નેતાએ આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને કુલીઓ સાથે વાત કરી હતી.

 In Pics: રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા

કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક મહિનામાં સામાન્ય લોકોની વચ્ચે જઈને લોકોને ચોંકાવી દીધા છે. આવી સ્થિતિમાં ફરી એક વખત કોંગ્રેસના નેતાએ આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને કુલીઓ સાથે વાત કરી હતી.

In Pics: રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. અહીં કોંગ્રેસના નેતાએ કુલીઓ સાથે વાત કરી અને તેમની ચિંતાઓ અને સમસ્યાઓ જાણી હતી.

અગાઉ કેટલાક કુલીઓએ તેમની સમસ્યાઓને સમજાવવા અને તેમના કામ કરવા માટે રાહુલ ગાંધીને મળવાની વિનંતી કરી હતી.

In Pics: રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા

છેલ્લા કેટલાક મહિનામાં રાહુલ ગાંધીએ સામાન્ય લોકોની વચ્ચે જઈને લોકોને ચોંકાવી દીધા છે. અગાઉ રાહુલ ગાંધીએ ભોજન લેવા માટે બંગાળી માર્કેટ, જામા મસ્જિદ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ યુપીએસસી ઉમેદવારો સાથે વાતચીત કરવા મુખર્જી નગર વિસ્તારની મુલાકાત લીધી હતી.

In Pics: રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા

રાહુલ ગાંધીએ ડાંગરની રોપણી સીઝન દરમિયાન ખેતરમાં ગયા હતા. હરિયાણાના સોનીપતમાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ સાથે તેમણે દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં બાઈક મિકેનિકની દુકાનોની મુલાકાત લીધી.

In Pics: રાહુલ ગાંધીએ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ઉઠાવ્યો મુસાફરનો સામાન, કુલીના કપડામાં જોવા મળ્યા

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ પણ અલગથી સોનીપતના ખેડૂતો અને શાકભાજી વેચનાર રામેશ્વરને તેમના નિવાસસ્થાને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. તાજેતરમાં તેમણે લોકો સાથે વાતચીત કરવા માટે લદ્દાખ, લેહ અને કારગિલ પ્રદેશની મોટરસાઈકલ ટ્રીપ પણ લીધી હતી.

આ પણ વાંચો :-