Home Blog Page 951

આ નાનકડા પિંડની કિંમત ધરતી પરની તમામ સંપત્તિ કરતાં વધુ !

આ નાનકડા પિંડની કિંમત ધરતી પરની તમામ સંપત્તિ કરતાં વધુ !

નાસા આપણા સૌરમંડળમાં  જોવા મળતી ઉલ્કાનો અભ્યાસ કરવા માટે સાઇક યાનને અવકાશમાં મોકલશે. આ ઉલ્કા મંગળ અને ગુરુની વચ્ચે હાજર એસ્ટરોઇડ પટ્ટામાં છે, જે મુખ્યત્વે ધાતુથી બનેલી છે. એમ મનાય છે કે ઉલ્કા પર ખનિજનો એવો ભંડાર છે કે તેની કિંમત ધરતી પરની તમામ સંપત્તિ કરતાં પણ વધુ થાય એમ છે.

સાયકી ઉલ્કાઓ સૂર્યથી 3780 લાખ અને 4970 લાખ કિલોમીટરના વિસ્તારમાં ભ્રમણ કરતી રહે છે. તેના અભ્યાસ માટે મોકલાતું યાન 2029 માં ઉલ્કાની આસપાસ ભ્રમણકક્ષામાં પહોંચશે અને તેના તત્વોનો અભ્યાસ કરશે. તે બે વર્ષ સુધી તેનો અભ્યાસ કરશે. 17 માર્ચ 1852 ના રોજ ઇટાલિયન ખગોળશાસ્ત્રી એનીબેલ ડી ગાસ્પારિસ દ્વારા સાયકી ઉલ્કાની શોધ કરવામાં આવી હતી.

નાસા અનુસાર, આ ઉલ્કાની મહત્તમ પહોળાઈ 280 કિમી અને લંબાઈ 232 કિમી છે. રડાર અને ટેલિસ્કોપ અવલોકનો દર્શાવે છે કે સાયકી ઉલ્કા સંભવતઃ લોખંડ, નિકલ અને અન્ય ધાતુઓથી બનેલી છે, જે સૌરમંડળમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.

આ ઉલ્કામાં ખડકાળ પદાર્થો, સિલિકેટ, કાચ અને રેતીમાં મળી આવતા પદાર્થો પણ છે. જો કે, 2022 માં અવલોકનો દર્શાવે છે કે તેનો કેન્દ્રભાગ લોખંડનો બનેલો છે. 2020 માં, એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ઉલ્કામાં એટલું લોહ છે કે તે સમગ્ર પૃથ્વીની અર્થવ્યવસ્થા કરતાં વધુ છે.

ભારતે કબડ્ડીમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો, 100 મેડલ હાંસલ કર્યા, PM મોદીએ આપ્યા અભિનંદન

0

ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં ૧૦૦ મેડલ જીત્યા છે. તેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક સિદ્ધિ માટે મહિલા કબડ્ડી ટીમ અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. એ વાત જાણીતી છે કે આ વખતે ભારતે એશિયન ગેમ્સમાં ૧૦૦ મેડલને પાર કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. જે સફળતાપૂર્વક હાંસલ કરવામાં આવ્યો હતો.પીએમ મોદીએ સોશિયલ મીડિયા ‘X’ પર પોસ્ટ કરતા લખ્યું કે એશિયન ગેમ્સમાં ભારતે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. ભારતના લોકો રોમાંચિત છે કે અમે ૧૦૦ મેડલના માઈલસ્ટોન સુધી પહોંચી ગયા છીએ. આ અવસર પર, હું અમારા એથ્લેટ્સને હૃદયપૂર્વક અભિનંદન આપું છું જેમના પ્રયત્નોના કારણે ભારતે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે જ આજે આપણે ગર્વ અનુભવી રહ્યા છીએ.

એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતીય ખેલાડીઓએ ૧૦૦ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ કુલ ૨૫ ગોલ્ડ મેડલ જીત્યા છે. તે માટે, ખેલાડીઓએ શનિવારે સવારે તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતીય મહિલા કબડ્ડી ટીમનું આ ત્રીજું ટાઈટલ છે. ગત વખતે તેણે જકાર્તામાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં ચાઈનીઝ તાઈપેઈએ ખૂબ જ મુશ્કેલ પડકાર આપ્યો હતો, પરંતુ ભારત એક પોઈન્ટથી હારી ગયું હતું. ભારત અત્યારે મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે. આ યાદીમાં ચીન નંબર વન પર છે. ચીને ૩૬૫ મેડલ જીત્યા છે.

આ પણ વાંચો :-

સુરતમાં GST વિભાગનો સપાટો, ચૌટા બજાર અને રીંગરોડ વિસ્તારમાં દરોડા

સુરતમાં લવ જેહાદની ઘટનામાં આરોપી સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું

સુરતમાં ભાટિયા ટોલ પ્લાઝાના પાસે રેલ કોરિડોર પર બનેલા ૨૮ સ્ટીલ બ્રિજમાંથી તે પહેલો સ્ટીલ બ્રિજ

0

હાઈસ્પીડ બુલેટ રેલ કોરિડોરમાં સુરત શહેરના ભાટિયા ટોલ નાકા પાસે નેશનલ હાઈવે-૫૩ ઉપરથી પસાર થતી બુલેટ ટ્રેન કોરિડોર માટેના પ્રથમ સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાઇ સ્પીડ રેલ કોરિડોર પર બનેલા ૨૮ સ્ટીલ બ્રિજમાંથી તે પહેલો સ્ટીલ બ્રિજ છે.

સ્ટીલ બ્રિજના નિર્માણમાં આશરે ૭,૦૦૦૦ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થવાનો અંદાજ છે. આ સ્ટીલ બ્રિજ સ્પાન્સની લંબાઈ ૬૦ મીટર ‘સિમ્પલી સપોર્ટેડ’ થી લઈને ૧૩૦+ ૧૦૦મીટર ‘સતત સ્પાન્સ’ સુધીની છે. બ્રિજની સાઈટથી લગભગ ૧૨૦૦ કિમી દૂર હાપુડ જિલ્લામાં વર્કશોપમાં તૈયાર થયા બાદ, સ્ટીલના સ્ટ્રક્ચરને ટ્રેલર પર પુલના બાંધકામના સ્થળે લઈ જવામાં આવ્યું હતું. સાઇટ પર ૧૨-૧૪મી. ઉચ્ચ સ્ટીલ પુલ ૧૦-૧૨મીટર ઊંચા થાંભલાઓ પર સ્ટેજીંગ પર મૂકવામાં આવ્યો હતો. આ પછી લગભગ ૨૦૦ મેટ્રિક ટન વજનના લોન્ચિંગ નોઝને મુખ્ય બ્રિજ એસેમ્બલી સાથે જોડવામાં આવ્યું હતું. આ માટે નેશનલ હાઈવે પર પણ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો હતો.

 ઉત્પાદન સુવિધા ખાતે સ્ટીલના દરેક ઉત્પાદન બેચનું અલ્ટ્રાસોનિક તરંગો દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્ટીલ બ્રિજ જાપાનીઝ એન્જિનિયર દ્વારા તૈયાર કરાયેલ ડિઝાઇન ડ્રોઇંગ અનુસાર કટીંગ, ડ્રિલિંગ, વેલ્ડીંગ અને પેઇન્ટિંગની હાઇ-ટેક અને ચોક્કસ કામગીરી દ્વારા બનાવવામાં આવે છે. સ્ટીલ સ્ટ્રક્ચરને ચકાસાયેલ એસેમ્બલી પ્રક્રિયામાંથી પસાર થયા પછી પાંચ-સ્તરની તકનીકનો ઉપયોગ કરીને પેઇન્ટ કરવામાં આવે છે. સ્ટીલ ગર્ડર માટે અપનાવવામાં આવેલી પેઇન્ટિંગ તકનીક ભારતમાં તેના પ્રકારની પ્રથમ છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસવે અને રેલ્વે લાઇનને પાર કરવા માટે સૌથી યોગ્ય ગણવામાં આવે છે. બીજી તરફ, ૪૦ થી ૪૫ મીટરના પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ પુલ નદીના પુલ સહિત મોટા ભાગના કાર્યક્રમો માટે યોગ્ય છે. ભારત પાસે ૧૦૦ થી ૧૬૦ કિમીની વચ્ચે ચાલતી ભારે માલવાહક અને અર્ધ-હાઈ સ્પીડ ટ્રેનો માટે સ્ટીલ પુલ બનાવવાની કુશળતા છે.

આ પણ વાંચો :-

સુરતમાં BRST બસે વધુ એકનો ભોગ લીધો

નવસારીનો સાંસદ CR PATILના નામે ઠગાઇ કરવાનો નિસફળ પ્રયાસ

પાકિસ્તાનના સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટની નજીક બ્લાસ્ટમાં 70થી વધું મોત

0

પાકિસ્તાનના ડેરા ગાઝી ખાનમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પાસે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ પાછળ ડ્રોન હુમલાની આશંકા છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળો, એમ્બ્યુલન્સ અને અગ્નિશામક વાહનોને ઘટના સ્થળ તરફ મોકલવામાં આવ્યા છે. આ બધું ત્યારે થયું છે જ્યારે તાલિબાને આ પરમાણુ એકમ પર હુમલાની અનેક ધમકીઓ આપી છે. જ્યાં વિસ્ફોટ થયો હતો ત્યાં યુરેનિયમ પ્લાન્ટ પણ આવેલો છે. આ જ કારણ છે કે પાકિસ્તાન સેનાએ સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા જાળવી રાખી છે.

જોકે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના દક્ષિણી વિસ્તારમાં સ્થિત ડેરા ગાજી ખાન જિલ્લામાં બ્લાસ્ટ થયો છે. અહીંયા પાકિસ્તાનના પરમાણું પ્લાન્ટ છે. વિસ્ફોટનો પ્રભાવ ઘટનાસ્થળથી ઘણા કિલોમીટર દૂર સુધી અનુભવાયો હતો. હાલ આ વિસ્ફોટના કારણો જાણી શકાયા નથી. પરંતુ તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓએ સતત આ પરમાણું અડ્ડાઓને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યારથી આ પરમાણું અડ્ડાઓ અત્યંત સુરક્ષાના ઘેરામાં છે.

પાકિસ્તાની લોકોનું કહેવું છે કે આ વિસ્ફોટ ન્યુક્લિયર બેઝની અંદર થયો હતો, જ્યારે પાકિસ્તાની મીડિયાએ આ વાતને નકારી કાઢી છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ વિસ્ફોટને છુપાવવાનો પાકિસ્તાનનો પ્રયાસ હોઈ શકે છે. પાકિસ્તાન પર નજર રાખનારા વિશ્લેષક એફજેએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં બ્લાસ્ટ બાદ વાહનો ભાગતા જોવા મળે છે. ઘણા લોકોએ ટ્વીટ કરીને ન્યુક્લિયર બેઝ પાસે વિસ્ફોટની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનના ડેરા ગાઝી ખાન વિસ્તારને TTP આતંકવાદીઓનો ગઢ માનવામાં આવે છે.

આ પણ વાંચો :-

સુરતમાં GST વિભાગનો સપાટો, ચૌટા બજાર અને રીંગરોડ વિસ્તારમાં દરોડા

સુરતમાં લવ જેહાદની ઘટનામાં આરોપી સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું

સુરતમાં GST વિભાગનો સપાટો, ચૌટા બજાર અને રીંગરોડ વિસ્તારમાં દરોડા

0

સુરતના ચૌટા બજાર અને રિંગરોડ વિસ્તારમાં GSTના અધિકારીઓ  દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કશૂરવાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ટીમ દ્વારા કોસ્મેટિક અને શૃંગારની વસ્તુઓના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં રિંગરોડ વિસ્તારમાં આવેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને ત્યાં GST વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા.

કોસ્મેટિક વેપારીઓ બિલ વગર ખરીદી-વેચાણ કરતા હોવાનો ધડાકો થયો છે. તો ટૂર્સ-ટ્રાવેલ્સ સંચાલકો રોકડમાં મોંઘા વિદેશી પેકેજ વેચતા હોવાનો પણ ખુલાસો થયો છે. વધુમાં પ્રાથમિક તપાસમાં જ મોટા પ્રમાણમાં બિનહિસાબી દસ્તાવેજો મળી આવ્યા હતા. આમ સ્ટેટ GST અધિકારીઓએ તપાસ હાથ ધરતાં બજારના સોંપો પડી ગયો હતો. અમુક વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને દોડી નીકળ્યા હતા. જોકે કેટલા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી અને તપાસ દરમિયાન શું હાથે લાગ્યું? તે મામલે હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. પરંતુ આગામી સમયમાં જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

આ અગાઉ ૧૭ સપ્ટેમ્બરના રોજ  GSTના અધિકારીઓ દ્વારા  કોપર આઈટમ  સાથે સંકળાયેલા ૯ પેઢીનાં ૨૧ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્ટેટ જીએસટી દ્વારા હાથ ધરાયેલ તપાસમાં રૂપિયા ૬૭૦  કરોડનાં બોગસ બિલનાં આધારે રૂપિયા ૧૨૦ કરોડની ખોટી વેરાશાખ ભોગવી હતી. જે માહિતી જીએસટી વિભાગનાં ધ્યાને આવતા જે તે સમયે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારી કપીલ કોઠારી, ધર્મેશ કોઠારી તથા હિતેશ કોઠારી નામનાં વેપારીઓની ધરપકડ કરાઈ હતી.

આ પણ વાંચો :-

સિરિયામાં મિલેટરી અકાદમી પર હુમલામાં ૧૦૦થી વધું મોત

સુરતમાં લવ જેહાદની ઘટનામાં આરોપી સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું

 

સુરતમાં લવ જેહાદની ઘટનામાં આરોપી સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું

0

સુરતમાં લવ જેહાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું હોવાનું ખૂલ્યું છે. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ પોતાનું નામ બદલી સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી રિઝવાન ગફારે પોતાનું નામ કરણ રાખી સગીરા ફસાવી હતી. સગીરાને દિલ્હીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ અને બરજસ્તી ધર્મ પરિવર્તન કરાવી.

વર્ષ 2018માં હિન્દુ સગીરાને મુસ્લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીના પરિચયમાં આવ્યો હતો. રિઝવાન ગફારે હિન્દુ કરણ નામ ધારણ કરી સગીરાને ફસાવી હતી. બંને ભાગીને લગ્ન કરી દિલ્હી ખાતે જઈને રહેતા હતા. સગીરાએ એક વર્ષ બાદ પુત્રીને જન્મ આપતા વિધર્મી રિઝવાને પોતાની અસલ ઓળખનું પોત પ્રકાશયું હતું.

ત્યાર બાદ દીકરીને ખબર પડી કે તેના પતિ રિઝવાને અન્ય હિન્દુ છોકરી સાથે લગ્ન કરવાનો છે. આ મામલે દીકરીએ તેના પતિને પૂછ્યું કે તે મારી સાથે પ્રેમ કર્યો છે તો આવું કેમ કરે છે. ત્યારે રિવઝવાને કહ્યું કે અમારા ધર્મમાં જેટલી હિન્દુ છોકરીઓ અમે લાવીશું એટલા મને વધારે પૈસા મળશે. મારે અત્યારે પૈસાની વધુ જરૂર છે. જેટલી વધારે હિન્દુ યુવતીઓ લાવીશું એટલો અમારા ધર્મનો પ્રચાર વધારે થશે. ત્યાર બાદ આ વાત દીકરીને લાગી આવતાં તેણે તેનાં પરિવારજનોને જણાવ્યું હતું અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ દ્વારા આરોપીને ડિટેઈન કરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

સિરિયામાં મિલેટરી અકાદમી પર હુમલામાં ૧૦૦થી વધું મોત

નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૩ ઈરાનની બહાદુર મહિલા નરગીસ મોહમ્મદી

નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૩ ઈરાનની બહાદુર મહિલા નરગીસ મોહમ્મદી

0

નોર્વેની નોબેલ સમિતિએ ઈરાની માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને વર્ષ ૨૦૨૩ માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા છે,

નરગીસ મોહમ્મદી ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે લડતા  હતા. તેમણે ઈરાનમાં માનવાધિકારોને પ્રોત્સાહન આપ્યું અને તમામની સ્વતંત્રતાને સમર્થન આપ્યું. નોબેલ કમિટીએ કહ્યું કે આ લડત માટે નરગીસને અંગત કિંમત ચૂકવવી પડી છે. અત્યાર સુધીમાં તેમની ૧૩ વખત ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં તેમને વખત દોષિત ઠેરવવામાં આવ્યો છે. નરગીસે ૧૩ વર્ષ જેલમાં વિતાવ્યા છે. એટલું જ નહીં તેમને ૧૫૪ વાર કોરડા પણ મારવામાં આવ્યા હતા.

જ્યારે નરગીસ મોહમ્મદીને શાંતિ પુરસ્કારની જાહેરાત થઈ છે ત્યારે પણ તેઓ જેલમાં છે. સપ્ટેમ્બર ૨૦૨૩ માં, ઈરાનમાં કુર્દિશ યુવતી મહસા ઝીના અમીની ઈરાની પોલીસની કસ્ટડીમાં મૃત્યુ પામી હતી. તેમના મૃત્યુ બાદ સમગ્ર ઈરાનમાં જોરદાર વિરોધ શરૂ થયો હતો. લોકોએ ઈરાન સરકાર વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે મહિલાઓને સ્વતંત્રતા આપવાની માંગ કરી હતી. આ પ્રદર્શનમાં લાખો ઈરાની લોકોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો :-

સિરિયામાં મિલેટરી અકાદમી પર હુમલામાં ૧૦૦થી વધું મોત

રાયગઢની ૪૪.૧૦ લાખની છેતરપિંડીનો આરોપી સુરતથી પકડાયો

સિરિયામાં મિલેટરી અકાદમી પર હુમલામાં ૧૦૦થી વધું મોત

0

સીરિયા શહેરના  હોમ્સમાં ગુરુવારે સેનાની ‘પાસિંગ આઉટ પરેડ’ સમારોહ પર ડ્રોન હુમલામાં ૧૦૦થી વધુ લોકો ની મોત અને ૨૪૦  લોકો સારવાર હેઠળ.  એક સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી આપી. છેલ્લા ૧૩ વર્ષના સંધર્સમાં સૈન્ય ઉપર સૌથી ભીષણ હુમલો.

અલ-અતાસીએ જણાવ્યું હતું કે ઘાયલોમાંના ઘણાની હાલત ગંભીર છે અને સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સની ઘણી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. સીરિયન સેનાએ અગાઉના એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી સજ્જ ડ્રોને યુવા અધિકારીઓ અને તેમના પરિવારોને નિશાન બનાવ્યા હતા. કોઈ ચોક્કસ જૂથનું નામ લીધા વિના, તેણે હુમલા માટે ‘જાણીતી આંતરરાષ્ટ્રીય શક્તિઓ દ્વારા સમર્થિત’ બળવાખોરોને જવાબદાર ઠેરવ્યા. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

સીરિયા રાજ્યમાં  ટેલિવિઝન જણાવ્યું હતું કે સરકારે શુક્રવારથી ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ, વિપક્ષી યુદ્ધ મોનિટર અને સરકાર તરફી ‘શામ એફએમ’ રેડિયો સ્ટેશને હુમલાની જાણ કરનાર સૌપ્રથમ હતું. સીરિયાની સેનાએ કહ્યું કે, ‘તે આ આતંકવાદી સંગઠનોને પૂરી તાકાત અને નિર્ણાયકતા સાથે જવાબ આપશે, પછી ભલે તેઓ ગમે ત્યાં હાજર હોય.

સીરિયામાં કટોકટી માર્ચ ૨૦૨૧ માં રાષ્ટ્રપતિ બશર અસદની સરકાર વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ સાથે શરૂ થઈ હતી, પરંતુ વિરોધીઓ પર સરકારની ક્રૂર કાર્યવાહી બાદ તે ટૂંક સમયમાં ગૃહ યુદ્ધમાં ફેરવાઈ ગઈ હતી. ડ્રોન હુમલા બાદ, સીરિયામાં સરકારી દળોએ બળવાખોરોના કબજા હેઠળના ઉત્તર-પશ્ચિમ ઇદલિબ પ્રાંતના ગામડાઓ પર ગોળીબાર કર્યો હતો. ત્યાં કોઈ જાનહાનિના તાત્કાલિક સમાચાર નથી.

આ પણ વાંચો :-

સુરતની સ્મીમેર હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટરને તમાચો મારનારા AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ

રાયગઢની ૪૪.૧૦ લાખની છેતરપિંડીનો આરોપી સુરતથી પકડાયો

રાયગઢની ૪૪.૧૦ લાખની છેતરપિંડીનો આરોપી સુરતથી પકડાયો

0

મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ પોલીસ મથકના લાખોની છેતરપિંડી કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિપુલ અશ્વિન રાજાણી નામના ઓઇલ વેપારીની સચિન પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીના રિમાન્ડ માગવા સહિતની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આરોપી વિરુદ્ધ રાયગઢ ખપોલી પોલીસ મથકમાં 44.10 લાખની ચીટીંગનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ફરાર આરોપીની સચિનના રાજ અભિષેક સિટી હોમ રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપી અગાઉ પાલઘર કાસા પોલીસ સ્ટેશનમાં પણ 22.70 લાખની ચીટીંગના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. આરોપી ભેળસેળયુક્ત ગેરકાયદેસર બાયોડીઝલના વેપલામાં પંકાયેલો છે. સચિન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

સુરતની સ્મીમેર હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટરને તમાચો મારનારા AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ

કેનેડામાં ભારતીય દૂતવાસ પર હુમલાની તપસ અમદાવાદ NIAને સોંપવામાં આવ્યો

સુરતની સ્મીમેર હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટરને તમાચો મારનારા AAPના કોર્પોરેટરની ધરપકડ

0

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર કામ કરતા વ્યક્તિને તમાચો મારી દેવાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. વિપુલ સુહાગિયા નામના કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારી સાથે કરેલા વર્તન બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ તેમની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરી લોકઅપમાં પુરી દેવાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જેમાં વિપક્ષના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસ ૫૦ થી ૬૦ જેટલા નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.

આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ઝડપથી છોડી દેવાની ભગવાન તેમને સદબુદ્ધિ આપે તે માટે રામધુન કરવામાં આવી હતી. એકત્રિત થયેલા તમામ નેતાઓએ વિપુલ સુહાગિયાને છોડે નહીં ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો નક્કી કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વિપુલ સુહાગિયા દ્વારા હોસ્પિટલની અંદર દર્દીઓના કામ ઝડપથી થાય તેવું કરાવવાનું કામ કરાયું હતું. જેને કારણે કોન્ટ્રાક્ટ પરના વ્યક્તિ અને કોર્પોરેટર સાથે ચકમક થઈ હતી. જ્યારે એ વ્યક્તિ કોન્ટ્રાક્ટનો માણસ છે અને તેની નોકરી ન હતી, તો તે ત્યાં શું કરી રહ્યો હતો? તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આજે અમે અહીં વરાછા પોલીસ સ્ટેશનની બહાર જ્યાં સુધી અમારા કોર્પોરેટરને છોડશે નહીં ત્યાં સુધી અહીંથી ન જવા માટેનો નિર્ણય લીધો હતો. પરંતુ પોલીસની ભારતીય જનતા પાર્ટીના હિસાબે અહીં જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

શુભમન ગિલની તબિયત લથડી, વર્લ્ડ કપની પહેલી મેચ નહિ રમી શકે ગિલ, કારણ અહીં વાંચો

કેનેડામાં ભારતીય દૂતવાસ પર હુમલાની તપસ અમદાવાદ NIAને સોંપવામાં આવ્યો