Home Blog Page 950

કેન્દ્ર અને રાજ્યના GST કાયદામાં સુધારો, કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય

0

ઓનલાઈન ગેમિંગ હોર્સ રેસિંગ  અને કેસિનો  પર ૨૮ ટકા GST લાદવામાં આવશે. સરકાર આ નિર્ણયથી પીછેહઠ કરવાની નથી. કેન્દ્ર અને રાજ્યના જીએસટી કાયદામાં સુધારો કરવામાં આવશે અને 1 ઓક્ટોબર, 2023થી તે અમલી ગણાશે.

GST કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય અંગે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ કહ્યું કે રાજ્ય સરકારો તેને ૧ ઓક્ટોબર, ૨૦૨૩  થી પસાર કરવા માટે સંમત થઈ છે. તેમણે કહ્યું કે આ નિયમ તે રાજ્યો પર પણ લાગુ થશે જેમણે હજુ સુધી આ અંગે કોઈ કાયદો બનાવ્યો નથી.

GST કાઉન્સિલની ૫૨ મી બેઠક પછી તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ૧૮  રાજ્યોએ ઓનલાઈન ગેમિંગ અને અન્ય વસ્તુઓ પર GST લાદવા માટે સુધારા પસાર કર્યા છે, જ્યારે ૧૩ એ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. દિલ્હી અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોએ પણ ઑનલાઇન ગેમિંગ કંપનીઓ પર ટેક્સ અને મોકલેલી નોટિસનો મુદ્દો ઉઠાવ્યો છે.

ઓનલાઈન ગેમિંગ કંપનીઓને મોકલવામાં આવી રહેલી નોટિસ અંગે તેમણે કહ્યું કે કાયદો પહેલાથી જ લાગુ છે. કાયદામાં હજુ સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. ટેક્સ તો ચૂકવવો જ પડ્યો હોત કારણ કે પૈસા લગાવીને સટ્ટો પહેલેથી જ રમાતો હતો અને તેઓ સટ્ટાબાજીને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. સટ્ટાબાજી માટે પહેલાથી જ એક કાયદો હતો, જેની હવે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ કારણોસર હવે નોટિસ મોકલવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

સુરતમાં BRST બસે વધુ એકનો ભોગ લીધો

ભારતીય ક્રિકેટ ટીમનો ખાતામાં વધુ એક ગોલ્ડ, ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ મડયો

 

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ૧૨૦ લોકોની મોત, ૧૦૦૦થી વધુ ઘાયલ

0

અફઘાનિસ્તાનમાં શનિવારે ભૂકંપની મોટી દુર્ઘટના સામે આવી હતી.જેમાં મૃત્યુઆંક વધવાનો ગોઝારો સીલસીલો અટકવાનું નામ જ લેતો નથી. મહત્વનું છે કે ૬.૩ ની પ્રચંડ તીવ્રતા સાથે ત્રાટકેલા ભૂકંપમાં મૃત્યુઆંક ૧૨૦  ને આંબી ગયો છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે. ૧૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. વધુમાં 30 મિનિટમાં ત્રણ આફ્ટર શોક પણ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હેરાત શહેરથી લગભગ ૪૦  કિમી દૂર હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.

તાલિબાન સરકાર દ્વારા ભૂકંપ મોત મામલે હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. અફઘાનિસ્તાનના સમય મુજબ સવારે લગભગ 11 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇમારતો ધરાશાયી થવાની માહિતી પણ સામે આવી છે. જેની મોતના કિસ્સાઓમાં હજુ વધારો થઈ શકે છે.  યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર અફઘાનિસ્તાનમાં આફ્ટર શોક્સની તીવ્રતા ૫.૫ , ૬.૩ અને ૫.૯  હતી.

૧૪ સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. માર્ચમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં લગભગ ૧૩  લોકોના મોત થયા હતા. તો અફઘાનિસ્તાનમાં જૂન ૨૦૨૨ માં છેલ્લો મોટો ભૂકંપ આવ્યો હતો.  ૬.૧ ની ટિવર્તાના આ ભૂકંપમાં પક્તિકા પ્રાંતમાં લગભગ એક હજાર લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો :-

સુરતમાં BRST બસે વધુ એકનો ભોગ લીધો

ભારતીય ક્રિકેટ ટીમનો ખાતામાં વધુ એક ગોલ્ડ, ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ મડયો

૮ ઓક્ટોબર ૨૦૨૩ / પરિવારમાં તણાવ, પ્રેમસંબંધોમાં તકલીફ. આજે આ રાશિના જાતકોએ ચેતીને રહેવું જાણો શું કહે છે આજનું રાશિફળ

0

મેષ (અ.લ.ઈ.)
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.
વૃષભ (બ.વ.ઉ.)
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.
મિથુન (ક.છ.ઘ.)
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.
કર્ક (ડ.હ.)
આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.
સિંહ (મ.ટ.)
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.
કન્યા (પ.ઠ.ણ.)
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીયક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.
તુલા (ર.ત.)
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા.ધંધાકીયક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચરૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.
વૃશ્ચિક (ન.ય.)
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.
ધન (ભ.ધ.ફ.ઢ.)
માનસિક પરેશાની માંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીયક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.
મકર (ખ.જ.)
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાનો દુઃખાવો રહે.
કુંભ (ગ.સ.ષ.શ.)
આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો, યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.
મીન (દ.ચ.ઝ.થ.)
શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારૂ રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

સુરતમાં BRST બસે વધુ એકનો ભોગ લીધો

હમાસના હુમલા બાદ ભારતીયો માટે ભારત સરકારની એડવાઇઝરી

હમાસના હુમલા બાદ ભારતીયો માટે ભારત સરકારની એડવાઇઝરી

0

ભારત સરકાર ઈઝરાયેલની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સંદેશમાં યુદ્ધની ઘોષણા કરી હતી. ઈઝરાયલના રક્ષામંત્રીએ કહ્યું હતું કે ‘હમાસે ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે તેમાં ઈઝરાયેલ જીતશે.

ભારત સરકારે ઈઝરાયેલમાં હાજર ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. તેમને પરિસ્થિતિ પર નજર રાખવા અને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સ્થાનિક અધિકારીઓના સૂચનોનું પાલન કરો, બિન-જરૂરી કામ માટે બહાર ન જશો અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો. ભારતીય નાગરિકોને ઇઝરાયેલ હોમ ફ્રન્ટ કમાન્ડની વેબસાઈટ જોવા માટે કહેવામાં આવ્યું છે. કટોકટીના કિસ્સામાં તમને તેલ અવીવમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.

આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ વિરુદ્ધ નવા સૈન્ય અભિયાનની જાહેરાત કરી છે. યરુસલેમમાં હવાઇ હુમલાની ચેતવણી આપવા માટે સાયરન વાગી રહ્યા છે. અગાઉ હમાસની લશ્કરી નેતાએ નવી લશ્કરી ઝુંબેશના ભાગરૂપે ઇઝરાયેલ પર ૫,૦૦૦થી વધુ રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો.

પેલેસ્ટાઇન આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર એવા સમયે રોકેટ છોડવામાં આવ્યું છે જ્યારે હાલમાં ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે અસ્થિર સરહદ પર અઠવાડિયાથી તણાવનું વાતાવરણ હતું. પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના નેતા મોહમ્મદ ટેઈકે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હમાસે ઇઝરાયલ વિરુદ્ધ નવું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશનને ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ’ નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

સુરતમાં BRST બસે વધુ એકનો ભોગ લીધો

ભારતીય ક્રિકેટ ટીમનો ખાતામાં વધુ એક ગોલ્ડ, ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ મડયો

 

ભારતીય ક્રિકેટ ટીમનો ખાતામાં વધુ એક ગોલ્ડ, ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ મડયો

0

એશિયન ગેમ્સ 2023ના ૧૪ દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે એશિયન ગેમ્સના ઈતિહાસમાં આજે પ્રથમ વખત ૧૦૦ મેડલનો આંકડો પાર કરી લીધો છે. ભારત માટે ૧૦૧મો મેડલ ગોલ્ડના રૂપમાં આવ્યો હતો. ભારતીય બેડમિન્ટન જોડી સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ ભારત માટે બેડમિન્ટન ડબલ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ ને પણ ગોલ્ડ મેડલ મળ્યો છે.

એશિયન ગેમ્સ ૨૦૨૩ની ફાઈનલ મેચમાં ભારતનો સામનો અફઘાનિસ્તાન સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૧૮.૫ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૧૨ રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે આગળની રમત રમાઈ શકી ન હતી અને વધુ સારી રેન્કિંગના આધારે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ સાથે જ અફઘાનિસ્તાને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે ભારત પાસે ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ આવી ગયા છે.

આ પણ વાંચો :-

સુરતમાં BRST બસે વધુ એકનો ભોગ લીધો

નવસારીનો સાંસદ CR PATILના નામે ઠગાઇ કરવાનો નિસફળ પ્રયાસ

એર ઈન્ડિયાએ તેના એરક્રાફ્ટનો ફર્સ્ટ લુક નવા લોગો, ડિઝાઈન સાથે શેર કર્યો 

0

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ લોગો બદલ્યા બાદ વિમાનના નવી  તસ્વીરો બહાર પાડી છે. આ શિયાળાથી A૩૫૦ પ્લેન સફરમાં ઉપયોગમાં લેવાશે. એર ઈન્ડિયાએ તેનું રિબ્રાન્ડિંગ શરૂ કર્યું છે.

ઓગસ્ટમાં હાથ ધરાયેલા રિબ્રાન્ડિંગમાં એર ઈન્ડિયાએ તેના નવા લોગો અને રંગ યોજનાનું અનાવરણ કર્યું છે. આ પહેલાં એર ઈન્ડિયાનો લોગો ક્લાસિક મહારાજા હતો. હવે એર ઈન્ડિયાના નવા લોગો, ‘ધ વિસ્ટા’ સાથે તેના વિમાનો ઉડ્ડિયન શરૂ કરશે.  ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, “આજે તમે અહીં જે નવો લોગો જુઓ છો.તે ઐતિહાસિક રીતે ઉપયોગમાં લેવાતી વિન્ડો દ્વારા દર્શાવવામાં આવેલ વિસ્ટા અમર્યાદિત શક્યતાઓ, પ્રગતિ, આત્મવિશ્વાસ અને તે બધાને દર્શાવે છે. અમે માનવ સંસાધનના તમામ પાસાઓને અપગ્રેડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જ્યારે અમે મોટી સંખ્યામાં એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. અમારે નવીનીકરણ કરવું પડશે અને અમારા વર્તમાન કાફલાને સ્વીકાર્ય સ્તરે લાવવા પડશે.

આ પણ વાંચો :-

સુરતમાં BRST બસે વધુ એકનો ભોગ લીધો

નવસારીનો સાંસદ CR PATILના નામે ઠગાઇ કરવાનો નિસફળ પ્રયાસ

સુરતમાં BRST બસે વધુ એકનો ભોગ લીધો

0

સુરતના ઉધના વિસ્તારમાં રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને સિટી બસના ચાલકે અડફેટે લીધો હતો. આ અકસમાતમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ઘટના બાદ બસચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બસે યુવકને કચડી નાખતાં રોડ પર લોહીના રેલાઓ ચાલવા લાગ્યા હતા. ઘટનાની જાણ ઉધના પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સુરત શહેરમાં BRTS અને સિટી બસ દ્વારા અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક સિટી બસચાલક દ્વારા અકસ્માતની ઘટના ઉધના વિસ્તારમાંથી સામે આવી છે. ઉધનામાં બેફામ દોડતી સિટી બસના ચાલકે એક યુવકને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટના બાદ સિટી બસનો ચાલક બસ લઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. અકસ્માત સર્જી બસચાલક બસ સાથે ફરાર થઈ જતાં એકઠા થયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિક લોકોએ બનાવની જાણ પોલીસને કરતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત 108ને જાણ કરતાં 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. દરમિયાન યુવકનું મોત થયું હોવાનું જાણવા મળતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ, આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેઝ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો :-

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, 500 કરોડની ખંડણી માંગવામાં આવી

નવસારીનો સાંસદ CR PATILના નામે ઠગાઇ કરવાનો નિસફળ પ્રયાસ

નવસારીનો સાંસદ CR PATILના નામે ઠગાઇ કરવાનો નિસફળ પ્રયાસ

0

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ પાટીલના નામે પ્રદેશ મંત્રી શીતલ સોનીને પાર્સલ આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષના નામે પ્રદેશ મંત્રીને જ ચૂનો ચોપડવાનો પ્રયાસ થયો હતો. અજાણ્યા ઠગબાજે નવસારી ખાતે મંત્રી શીતલ સોનીના ઘરે પાર્સલ મોકલ્યું હતું. રૂપિયા 1500 ચૂકવી પાર્સલ છોડાવવા જણાવાયું હતું. પ્રદેશ મંત્રી શીતલ સોનીએ સીધો જ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો સંપર્ક કરતા ખુલાસો થયો હતો. જે બાદ શીતલ સોનીએ ફેસબુક પર પોસ્ટ કરી સતર્ક રહેવા ભાજપ કાર્યકરોને જણાવ્યું હતું.

રાજ્યમાં છાશવારે અનેક મોટા કૌભાંડોમાં લાખો કરોડો રૂપિયા ગુમાવતા હોય છે, તેમ છતાં લોભિયા લોકો તેમાંથી બોધપાઠ મેળવતા નથી, ત્યારે મહેસાણામાં હેપ્પી લોનના નામે લાખ્ખોનું ઠગાઈ કૌભાંડ ઝડપાયું છે. મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ગરીબો સાથે લોનો આપવાના બહાને હેપ્પી લોન નામની કંપની બનાવી આખા ગુજરાતમાં 26000 સભ્યો સાથે કૌભાંડ આચર્યું છે. જે સંદર્ભે મહેસાણા એ ડિવિઝનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ચેનલ પદ્ધતિથી આખા ગુજરાતમાં લોન આપવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. જેમાં 1000 રૂપિયાની લોનના બીજા સભ્યો બનાવો તો જ લોન મળે એવી શરત રાખવામાં આવી હતી. ચેનલ પીન સિસ્ટમથી સભ્યો બનાવી લોન કૌભાંડ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પિયુષ વ્યાસ નામના ચીટરની વેબસાઈટ ઉપર આ કંપનીમાં 26,000 સભ્યો બનાવી લોકોને ચૂનો લગાવ્યો હતો. ઝીરો ટકા વ્યાજ અને 50 ટકા સબસીડીની લાલચ આપવામાં આવતી હતી. લોનની સાથે ઇનામ આપવાની લાલચ પણ લોકોને આપવામાં આવી હતી. જેના ઝાંસામાં અનેક લોકો આવ્યા હતા અને કંપનીમાં સભ્યો બનેલા લોકોને લોન કે ઇનામ આપ્યા જ નહીં. ત્યારબાદ હેપ્પી લોન કંપની બંધ પણ કરી દેવાઈ હતી. જેના કારણે ચીટર પિયુષ વ્યાસ સામે ફરિયાદ નોંધાઈ હતી.

મહેસાણાના પીલાજીગજ નજીક જિન કૃપા કોમ્પલેક્ષ ખાતે નાગરિક શક્યતા કેન્દ્ર નામની ઓફિસમાં બેસતા પિયુષ વ્યાસ સાથે મુલાકાત કરાવી માય હેપ્પી લોન નામની કંપની બતાવી હતી અને કંપનીમાં પેમ્પ્લેટ બતાવ્યા હતા. જેમાં લોન લેવા માટે કોઈ પુરાવા કે બેન્ક ખાતા વિના પિયુષ વ્યાસે 1000 રૂપિયા જમા લઈ સભ્ય બનાવ્યા હતા. ત્યારબાદ જીરો ટકા વ્યાજ, 50 ટકા સબસીડી જેવી અનેક લોભામણી લાલચ આપીને ફસાવ્યો હતો અને ચેનલ પદ્ધતિ લોન આપવાનું નેટવર્ક ઉભું કર્યું હતું. અને ફરિયાદી રાજુભાઇ દતાંણીને અન્ય લોન લેવા માટે સભ્યો બનાવવા જણાવ્યું હતું જેના કારણે ફરિયાદીએ પોતાની નીચે કુલ 53 સભ્યો લોન માટે બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, 500 કરોડની ખંડણી માંગવામાં આવી

સુરતમાં નરાધમે સગીરા સાથે કર્યું દુષ્કર્મ

અમેરિકામાં ભારતીય પરિવાર મૃત હાલતમાં મળી આવ્યો

અમેરિકામાં ભારતીય પરિવાર મૃત હાલતમાં મળી આવ્યો

અમેરિકાના ન્યુ જર્સીમાં ભારતીય મૂળના પતિ-પત્ની અને તેમના બે સગીર બાળકો તેમના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. ન્યુ જર્સી પોલીસ આ કેસની હત્યા તરીકે તપાસ કરી રહી છે.

પ્લેન્સબોરો પોલીસ વિભાગે જણાવ્યું કે મૃતકોની ઓળખ તેજ પ્રતાપ સિંહ (43) અને તેની પત્ની સોનલ પરિહાર (42) તરીકે કરવામાં આવી છે. દંપતીના 10 અને 6 વર્ષના બાળકો પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

ગુના અંગે, મિડલસેક્સ કાઉન્ટી પ્રોસિક્યુટર યોલાન્ડા સિક્કોન અને પ્લેન્સબોરો પોલીસ વિભાગના વડા ઇમોન બ્લાન્ચાર્ડે જણાવ્યું હતું કે પોલીસ હત્યાના એંગલથી મૃત્યુના કારણની તપાસ કરી રહી છે. અહેવાલો અનુસાર, અધિકારીઓને 4 ઓક્ટોબરની સાંજે પ્લેન્સબરોમાં 911 પર કોલ આવ્યો હતો. તપાસ કરવા પહોંચેલી પોલીસને ઘરની અંદરથી ચાર મૃતદેહો મળી આવ્યા હતા. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોલીસે એવી પણ અપીલ કરી છે કે જેને આ કેસ સંબંધિત માહિતી હોય તેઓ પ્લેન્સબોરો પોલીસ વિભાગનો સંપર્ક કરે.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તેમની LinkedIn પ્રોફાઇલ અનુસાર, તેજ નેસ ડિજિટલ એન્જિનિયરિંગ માટે લીડ એપીઆઇએક્સ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. સંબંધીઓના જણાવ્યા અનુસાર, તેજ આઈટી પ્રોફેશનલ હતો, જ્યારે તેની પત્ની સોનલ પરિહાર એચઆર પ્રોફેશનલ હતી. બાળકોમાંથી એક વિકોફ અને એક મિલસ્ટોન રિવર સ્કૂલમાં ભણતો હતો. અહેવાલો અનુસાર, તેજ સિંહ અને સોનલ પરિહારે ઓગસ્ટ 2018માં લગભગ રૂ. 5.28 કરોડમાં તેમનું ઘર ખરીદ્યું હતું.

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, 500 કરોડની ખંડણી માંગવામાં આવી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને આ મામલે ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં પીએમ મોદી ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. મેલ મોકલનારએ 500 કરોડ રૂપિયા અને જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની મુક્તિની પણ માંગણી કરી છે. NIAએ ધમકીભર્યા ઈમેલ અંગે મુંબઈ પોલીસ અને PM સુરક્ષાને એલર્ટ કરી દીધી છે.

ધમકીભર્યો મેલ મળ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે. સાથે જ મુંબઈ પોલીસે પણ સુરક્ષા વધારી દીધી છે. ગુજરાત પોલીસ ઉપરાંત પીએમ મોદીની સુરક્ષા સાથે જોડાયેલી ઘણી એજન્સીઓને આ ધમકીભર્યા ઈમેલની જાણકારી આપવામાં આવી છે. અમે તે ઈમેલ આઈડી પણ શોધી કાઢ્યું છે જેનાથી NIAને મેઈલ મોકલવામાં આવ્યો હતો. મેલ યુરોપથી મોકલવામાં આવ્યો છે. તેણે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે વિદેશમાં બેઠેલા કોઈએ આ તોફાન કર્યું છે, તેણે તે વ્યક્તિની શોધ શરૂ કરી છે. આ ઉપરાંત વર્લ્ડકપની તમામ મેચો માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપવામાં આવી છે.

NIAને મોકલવામાં આવેલા ધમકીભર્યા મેલમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો સરકાર અમને 500 કરોડ રૂપિયા આપવા અને લોરેન્સ બિશ્નોઈને છોડવામાં અસમર્થ છે તો અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને પીએમ મોદીને બોમ્બથી ઉડાવીશું. ભારતમાં બધું વેચાય છે તેથી અમે પણ કંઈક ખરીદ્યું છે. તમે તમારી જાતને ગમે તેટલી બચાવો, તમે અમારાથી છટકી શકશો નહીં. જો તમારે વાત કરવી હોય તો આ મેઈલ પર જ વાત કરો. તમને જણાવી દઈએ કે આ પહેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ વર્લ્ડ કપ મેચ દરમિયાન હુમલાની ચેતવણી આપી હતી, ત્યારબાદ અમદાવાદમાં તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો :-

ભારતે કબડ્ડીમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો, 100 મેડલ હાંસલ કર્યા, PM મોદીએ આપ્યા અભિનંદન

સુરતમાં નરાધમે સગીરા સાથે કર્યું દુષ્કર્મ