હમાસના હુમલા બાદ ભારતીયો માટે ભારત સરકારની એડવાઇઝરી

Share this story

ભારત સરકાર ઈઝરાયેલની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સંદેશમાં યુદ્ધની ઘોષણા કરી હતી. ઈઝરાયલના રક્ષામંત્રીએ કહ્યું હતું કે ‘હમાસે ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે તેમાં ઈઝરાયેલ જીતશે.

ભારત સરકારે ઈઝરાયેલમાં હાજર ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. તેમને પરિસ્થિતિ પર નજર રાખવા અને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સ્થાનિક અધિકારીઓના સૂચનોનું પાલન કરો, બિન-જરૂરી કામ માટે બહાર ન જશો અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો. ભારતીય નાગરિકોને ઇઝરાયેલ હોમ ફ્રન્ટ કમાન્ડની વેબસાઈટ જોવા માટે કહેવામાં આવ્યું છે. કટોકટીના કિસ્સામાં તમને તેલ અવીવમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.

આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ વિરુદ્ધ નવા સૈન્ય અભિયાનની જાહેરાત કરી છે. યરુસલેમમાં હવાઇ હુમલાની ચેતવણી આપવા માટે સાયરન વાગી રહ્યા છે. અગાઉ હમાસની લશ્કરી નેતાએ નવી લશ્કરી ઝુંબેશના ભાગરૂપે ઇઝરાયેલ પર ૫,૦૦૦થી વધુ રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો.

પેલેસ્ટાઇન આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર એવા સમયે રોકેટ છોડવામાં આવ્યું છે જ્યારે હાલમાં ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે અસ્થિર સરહદ પર અઠવાડિયાથી તણાવનું વાતાવરણ હતું. પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના નેતા મોહમ્મદ ટેઈકે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હમાસે ઇઝરાયલ વિરુદ્ધ નવું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશનને ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ’ નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

સુરતમાં BRST બસે વધુ એકનો ભોગ લીધો

ભારતીય ક્રિકેટ ટીમનો ખાતામાં વધુ એક ગોલ્ડ, ૨૭ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૪૦ બ્રોન્ઝ મેડલ મડયો