નવસારીનો સાંસદ CR PATILના નામે ઠગાઇ કરવાનો નિસફળ પ્રયાસ

Share this story

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ પાટીલના નામે પ્રદેશ મંત્રી શીતલ સોનીને પાર્સલ આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષના નામે પ્રદેશ મંત્રીને જ ચૂનો ચોપડવાનો પ્રયાસ થયો હતો. અજાણ્યા ઠગબાજે નવસારી ખાતે મંત્રી શીતલ સોનીના ઘરે પાર્સલ મોકલ્યું હતું. રૂપિયા 1500 ચૂકવી પાર્સલ છોડાવવા જણાવાયું હતું. પ્રદેશ મંત્રી શીતલ સોનીએ સીધો જ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો સંપર્ક કરતા ખુલાસો થયો હતો. જે બાદ શીતલ સોનીએ ફેસબુક પર પોસ્ટ કરી સતર્ક રહેવા ભાજપ કાર્યકરોને જણાવ્યું હતું.

રાજ્યમાં છાશવારે અનેક મોટા કૌભાંડોમાં લાખો કરોડો રૂપિયા ગુમાવતા હોય છે, તેમ છતાં લોભિયા લોકો તેમાંથી બોધપાઠ મેળવતા નથી, ત્યારે મહેસાણામાં હેપ્પી લોનના નામે લાખ્ખોનું ઠગાઈ કૌભાંડ ઝડપાયું છે. મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ગરીબો સાથે લોનો આપવાના બહાને હેપ્પી લોન નામની કંપની બનાવી આખા ગુજરાતમાં 26000 સભ્યો સાથે કૌભાંડ આચર્યું છે. જે સંદર્ભે મહેસાણા એ ડિવિઝનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ચેનલ પદ્ધતિથી આખા ગુજરાતમાં લોન આપવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. જેમાં 1000 રૂપિયાની લોનના બીજા સભ્યો બનાવો તો જ લોન મળે એવી શરત રાખવામાં આવી હતી. ચેનલ પીન સિસ્ટમથી સભ્યો બનાવી લોન કૌભાંડ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પિયુષ વ્યાસ નામના ચીટરની વેબસાઈટ ઉપર આ કંપનીમાં 26,000 સભ્યો બનાવી લોકોને ચૂનો લગાવ્યો હતો. ઝીરો ટકા વ્યાજ અને 50 ટકા સબસીડીની લાલચ આપવામાં આવતી હતી. લોનની સાથે ઇનામ આપવાની લાલચ પણ લોકોને આપવામાં આવી હતી. જેના ઝાંસામાં અનેક લોકો આવ્યા હતા અને કંપનીમાં સભ્યો બનેલા લોકોને લોન કે ઇનામ આપ્યા જ નહીં. ત્યારબાદ હેપ્પી લોન કંપની બંધ પણ કરી દેવાઈ હતી. જેના કારણે ચીટર પિયુષ વ્યાસ સામે ફરિયાદ નોંધાઈ હતી.

મહેસાણાના પીલાજીગજ નજીક જિન કૃપા કોમ્પલેક્ષ ખાતે નાગરિક શક્યતા કેન્દ્ર નામની ઓફિસમાં બેસતા પિયુષ વ્યાસ સાથે મુલાકાત કરાવી માય હેપ્પી લોન નામની કંપની બતાવી હતી અને કંપનીમાં પેમ્પ્લેટ બતાવ્યા હતા. જેમાં લોન લેવા માટે કોઈ પુરાવા કે બેન્ક ખાતા વિના પિયુષ વ્યાસે 1000 રૂપિયા જમા લઈ સભ્ય બનાવ્યા હતા. ત્યારબાદ જીરો ટકા વ્યાજ, 50 ટકા સબસીડી જેવી અનેક લોભામણી લાલચ આપીને ફસાવ્યો હતો અને ચેનલ પદ્ધતિ લોન આપવાનું નેટવર્ક ઉભું કર્યું હતું. અને ફરિયાદી રાજુભાઇ દતાંણીને અન્ય લોન લેવા માટે સભ્યો બનાવવા જણાવ્યું હતું જેના કારણે ફરિયાદીએ પોતાની નીચે કુલ 53 સભ્યો લોન માટે બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, 500 કરોડની ખંડણી માંગવામાં આવી

સુરતમાં નરાધમે સગીરા સાથે કર્યું દુષ્કર્મ