Home Blog Page 948

સુરતના વોર્ડ નંબર ૩૦માં આવેલ કનકપુર વિસ્તારની તળાવ બની ખાડી

0

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૩૦માં આવેલ કનકપુર વિસ્તારની શોભા વધારતું તળાવ ખાડી બની ગયું છે. ડ્રેનેજ લાઈનમાં ભંગાણના કારણે ગંદુ પાણી તળાવમાં ભળતા અતિશય દુર્ગંઘ આવી રહી છે. તળાવની અંદર દૂષિત પાણી ઠલવાતું હોવાને કારણે આસપાસના લોકોનું રહેવું પણ દુષ્કર બની ગયું છે. વર્ષોથી ફરિયાદ કરવામાં આવી રહી છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ ફરિયાદને પગલે આજે વિપક્ષે સ્થળે પહોંચી સમસ્યાનું જાતે નિરિક્ષણ કર્યું હતું.

સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 30માં આવેલ કનકપુર વિસ્તારનું ગભેણી ગામમાં તળાવમાં ડ્રેનેજનું પાણી તેમજ ખૂબ ગંદકી હોવાની ફરિયાદ મળતા વિપક્ષ નેતાએ મુલાકાત લીધી હતી. દરેક ગામમાં તળાવએ ગામની શોભા વધારતું હોય છે, પરંતુ અહીં આ ગામનું તળાવ તો ખાડી બની ગયું હોય તેવી સ્થિતિ છે. ત્યારે  વિપક્ષ નેતાએ અધિકારીને પણ રૂબરૂ મળી ચર્ચા કરી અને સાફ-સફાઈ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચન કર્યું હતું.

ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે. આરોગ્ય લક્ષી કેટલાય પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, છતાં પણ કોર્પોરેશનના સત્તાધિશોને તેની કોઈ ચિંતા નથી. અમે આશા રાખીએ છીએ કે આજે વિપક્ષના નેતાએ લીધેલી મુલાકાત અને અધિકારીઓને આપેલી સૂચના બાદ ડ્રેનેજ લાઈનમાં થયેલા લીકેજને બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

વલસાડ ટ્રેનમાં જુગાર રમતી સુરતની પાંચ મહિલા પકડાઈ

સુરતમાં રોકાયેલો રશિયન નાગરિક દેશભરમાં મોકલતો ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ

 

 

વલસાડ ટ્રેનમાં જુગાર રમતી સુરતની પાંચ મહિલા પકડાઈ

0

વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં જુગાર રમતી પાંચ મહિલાઓને ૩૪૫૦ રૂપિયાની રોકડ સાથે જીઆરપી પોલીસે પકડી પાડી હતી .

ભુજ થી મુંબઈ તરફ જઈ રહેલી સયાજી એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં ટોયલેટ પાસે ૫ મહિલાઑ તીન પત્તીનો જુગાર રમતી હોવાની બાતમી વલસાડ જીઆરપી મળી હતી. આ બાતમીના આધારે સયાજી એક્સપ્રેસ ટ્રેન વલસાડ આવી પહોચતા જ જનરલ ડબ્બામાં પહોચી ગઈ હતી.

પોલિસ હાથે પકડાયેલી મહિલાઓમાં સુરત મીઠીખડી વિસ્તારની બબીતા ઇગળે, ધર્મીષ્ઠા રાણા, માનદરવાજા વિસ્તારમાં રહેતી ખૂસબુ ઉર્ફ બીજલી સિદદીકી, દક્ષા વસાવા તથા રુદ્રપુરમાં રહેતી ખૂસબુ પ્રકાસ પટેલને રૂ ૩૪૫૦ રોકડ સાથે ચાલુ ટ્રેન ટોયલેટ પાસે બેસી તીનપત્તીનો જુગાર રમતા પકડી પાડી હતી. આ પાંચે સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી જેલ ભેગી કરાઇ હતી.

આ પણ વાંચો :-

સુરતમાં રોકાયેલો રશિયન નાગરિક દેશભરમાં મોકલતો ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ

ગરબાની પ્રેક્ટિસ કરતા ૨૮ વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત

સુરતમાં રોકાયેલો રશિયન નાગરિક દેશભરમાં મોકલતો ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ

0

અમદાવાદની પોસ્ટ ઓફિસમાંથી પકડાયેલા વિદેશી ડ્રગ્સ મામલે સાયબર ક્રાઈમની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ કેસમાં રશિયન નાગરિકની સંડોવણી સામે આવી છે. સાયબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે વિઝા પર આવેલો રશિયન નાગરિક ડ્રગ્સની હેરાફેરી કરતો હતો, વિઝા પર આવેલો રશિયન નાગરિક  સુરતની એક હોટલમાં  રોકાયો હતો. તે હોટલ પર રોકાઈને વિદેશી ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ નક્કી કરતો હતો. તેણે ભારતમાં અનેક જગ્યાએ ડ્રગ્સ આપ્યું હોવાની આશંકા છે. સાયબર ક્રાઇમની ટીમ રશિયન નાગરિકને લેવા મુંબઈ જવા રવાના થઈ છે. રશિયન નાગરિકની પૂછપરછમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ માફિયાઓના નામ પણ સામે આવી શકે છે.

સાયબર ક્રાઈમની ટીમે શાહીબાગના ગિરધરનગર બ્રિજ નીચેની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડથી આવેલા 20 પાર્સલમાંથી કોકેઇન, વિદેશી ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. કોઇને શંકા ન જાય તે માટે ડ્રગ્સને રમકડા અને પુસ્તકોમાં પ્રોસેસ કરીને લીક્વીડ ફોર્મમાં મોકલવામાં આવતું હતું. ટીમે 20 જેટલા પાર્સલોમાંથી રૂપિયા 50 લાખની કિંમતનો છ કિલો ગાંજો અને અઢી કિલો કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થાને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, વાપી  અને ગાંધીનગર જેવા શહેરોમાં સપ્લાય કરવાનો હતો.

પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ સાયબર ક્રાઇમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં ડાર્કવેબ મારફતે ઉપયોગમાં લેવાતા ગેટ-વેની વિગતો સામે આવી હતી. જેમાં કરોડોનું પેમેન્ટ કરાયું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અગાઉ બોપલ ડ્રગ્સ કેસમાં જે રીતે ડ્રગ્સ ગુજરાતમાં લવાતું હતું, તે જ મોડસ ઓફરેન્ડી વાપરવામાં આવી હોવાતી મુખ્ય આરોપીઓ વંદિત પટેલ અને વિપલ ગોસ્વામીને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ગરબાની પ્રેક્ટિસ કરતા ૨૮ વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત

ગરબાની પ્રેક્ટિસ કરતા ૨૮ વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત

સુરતના પાલનપુરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને હાર્ટ અટેક આવ્યો હતો. બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

૨૮ વર્ષીય રાજ મોદી ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે ઢળી પડ્યો હતો. સારવાર મળે તે અગાઉ જ રાજ મોદીનું મોત થયું હતું. રાજ મોદીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. રાજ મોદી એલપી સવાણી રોડ ખાતે ગરબાની પ્રેક્ટિસ કરતો હતો. રાજ નવરાત્રિ બાદ અભ્યાસ માટે લંડન જવાનો હતો. પાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી અને યુવકના મોતને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

સુરતનો ૨૮ વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો :-

:ભારતે એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતી, ઇતિહાસ રચ્યો

અમદાવાદની મેચ માટે પાર્કિંગ ક્યાં કરશો

ભારતે એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતી, ઇતિહાસ રચ્યો

0

૨૦૧૮માં ઈન્ડોનેશિયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ ૭૦ મેડલ જીત્યા હતા. ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ વખતે ભારતીય ખેલાડીઓએ ૧૧મા દિવસની શરૂઆતમાં ૭૧મો મેડલ જીતીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

૨૦૨૩ની એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. 11મા દિવસે સવારે ભારતે બે મેડલ જીત્યા. પહેલો મેડલ ૩૫ કિલોમીટર રેસમાં અને બીજો મેડલ તીરંદાજીમાં હતો. પ્રથમ ૧૦ દિવસમાં ૬૯ મેડલ જીતનાર ભારતે 11માં દિવસે ૭૧ના જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો અને તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ક્યારેય ભારત એશિયન ગેમ્સમાં ૭૧ મેડલ જીત્યું ન હતું. જ્યોતિ સુરેખા અને ઓજસ દેવતલેની જોડીએ મિશ્ર તીરંદાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ૭૧મો મેડલ અપાવ્યો હતો. ચાલો જાણીએ કે એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે.

એશિયન ગેમ્સની શરૂઆત 1951માં થઈ હતી. તે દિલ્હીમાં યોજાઈ હતી અને યજમાન ભારતે કુલ ૫૧ મેડલ જીત્યા હતા. જેમાં ૧૫ ગોલ્ડ, ૧૬ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલ સામેલ છે. મેડલ ટેબલમાં ભારત બીજા ક્રમે હતું. જો કે આ પછી ભારતને ૫૦ મેડલ મેળવવા માટે ૩૧ વર્ષ રાહ જોવી પડી હતી. ૧૯૮૨માં નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ સહિત ૫૭ મેડલ જીત્યા હતા. ૧૯૫૪માં ભારતે કુલ ૧૭ મેડલ જીત્યા હતા અને ૧૯૫૮માં માત્ર ૧૩ મેડલ જીત્યા હતા જ્યારે ૧૯૫૧માં ભારતે ૧૫ ગોલ્ડ જીત્યા હતા.

આ પ્રસંગ ૧૯૯૦માં પણ આવ્યો હતો, જ્યારે ભારત મેડલ ટેબલમાં ટોપ ૧૦માં પણ નહોતું. આ વર્ષે પણ ભારત પાસે માત્ર ૨૩ મેડલ હતા. તેમાં માત્ર એક જ ગોલ્ડ મેડલ હતો. ૧૯૯૮ થી ભારતનું પ્રદર્શન સુધર્યું અને ૨૦૦૬ માં, પ્રથમ વખત, ભારતે ઘરની બહાર ૫૦ થી વધુ મેડલ જીત્યા. ત્યારથી, ભારત સતત ૫૦ થી વધુ મેડલ જીતી રહ્યું છે. ૨૦૧૦ માં, ભારતે ૬૫ મેડલ જીત્યા અને સૌથી વધુ મેડલનો નવો રેકોર્ડ હાંસલ કર્યો. ૨૦૧૮માં ભારતે આમાં સુધારો કર્યો અને 70 મેડલ જીત્યા. હવે 2023માં ભારતે 71થી વધુ મેડલ જીત્યા છે અને બીજી ઘણી સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ફાઇનલમાં પહોંચીને મેડલ મેળવ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ નવી સફળતાની ગાથા લખશે તે નિશ્ચિત છે. આ વખતે ભારતીય ખેલાડીઓ 100 પાર કરવાના નારા સાથે હાંગઝોઉ જવા રવાના થયા હતા. આવી સ્થિતિમાં આ વર્ષે ભારતની બેગમાં 100 મેડલ આવવાની દરેકને આશા છે.

સિક્કિમમાં વાદળ ફાટ્તા, ૨૩ જવાનો લાપતા

0

સિક્કિમમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ઘાટીમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું. ઘાટીમાં કેટલાક સૈન્ય સ્થાપનોને અસર થઈ છે. આ દરમિયાન સેનાના ૨૩ જવાનો લાપતા છે. પાણીના પ્રવાહથી તેઓ વહી જવાની સંભાવના છે. ઘણા લોકોના ઘર અને વાહનો કાદવમાં ગરકાવ થઈ ગયા છે. સેનાના જવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સિક્કિમના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે. રસ્તાઓ, ડેમ, પુલ તમામને ભારે નુકસાન થયું છે. ત્રિપુરામાં ગત રાત્રિથી સતત ભારે વરસાદ ચાલુ છે. તિસ્તા નદીનું જળસ્તર રાતોરાત ખતરનાક સ્તરે પહોંચી જતાં ખળભળાટ મચી ગયો છે. સંરક્ષણ PRO જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીનું સ્તર અચાનક ૧૫-૨૦ ફૂટની ઊંચાઈએ પહોંચી ગયું હતું. જેના કારણે સિંગથામ પાસેના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા આર્મીના વાહનોને અસર થઈ રહી છે.

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરને પગલે ૨૩ સૈનિકો ગુમ થયાબાદ, ત્યાં બાબતે અમારી સરકાર પાસેથી મદદ માંગવામાં આવે તો એકતા અને વચન વ્યક્ત કરીને, હું ઉત્તર બંગાળના તમામ સંબંધિતોને આપત્તિઓને રોકવા માટે વર્તમાન સિઝનમાં મહત્તમ તકેદારી રાખવા વિનંતી કરું છું. મેં પહેલાથી જ મારા મુખ્ય સચિવને આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાના પગલાંને વહેલામાં વહેલી તકે સંકલન કરવા કહ્યું છે. કાલિમપોંગ, દાર્જિલિંગ અને જલપાઈગુડી જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે.

રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ અને વરિષ્ઠ IAS અધિકારીઓને બચાવ અને રાહત કામગીરી પર નજર રાખવા ઉત્તર બંગાળ મોકલવામાં આવ્યા છે. આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન ન થાય તે માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

 અમદાવાદની મેચ માટે પાર્કિંગ ક્યાં કરશો

0

અમદાબાદમાં કેટલાંક રૂટ ડાયવર્ડ કરવા અંગે કહ્યું કે, ટ્રાફિકની સ્થિતિને જોતાં રૂટ ડાયવર્ડ કરવામાં આવ્યા છે. જેમાં જનપથથી સ્ટેડિયમ જતો માર્ગ બંધ રહેશે. જેના સામે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે સ્ટેડિયમના પાર્કિંગની વાત કરવામાં આવે તો ૧૫ જેટલા પાર્કિંગ પ્લેટની વ્યવસ્થા કરવામાં આવે છે.તેમજ ૪પ્લેટ ટુ વ્હીલર માટે,૧૧ફોર વ્હીલર માટે છે. એટલું જ નહી એપ્લિકેશન થી સ્લોટ બુક થઈ શકશે એવું પણ જણાવ્યુ છે.

જ્યારે બીજી તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ટ્રાફિક DCP એ જણાવ્યું કે, BRTS, AMTSની બસો વધારે છે. તો મેચ પૂરી થયા બાદ મેટ્રોની દર ૭મિનિટ એક ટ્રેન જશે. જ્યારે રસ્તા પર ટ્રાફિકની મુશ્કેલીનું નિવારણ લાવવા માટે ૪ ક્રેન અને ઇન્ટરસેપ્ટર વાહનો રહશે. તો રસ્તા પર મૂકેલા વાહન ટોચન કરવામાં  આવશે .

જયારે મેચ દરમિયાન મેચ જોવા જનારા પ્રેક્ષકો સાથે મોબાઈલ ફોન અને પર્સ સિવાય બીજુ કશું લઈ જઈ શકશે નહી જ્યારે મહિલાઓ સાથે નાનું પર્સ લઈ જઈ શકશે પરંતુ સ્ટેડિયમમાં પાણીની બોટલ ખાવા-પીવાની ચીજ વસ્તુ સાથે લઈ જઈ શકાશે નહી. જેના સાથે જ પ્રેક્ષકોને મેચના ૨ થી ૩ ક્લાક પહેલાં પ્રવેશ આપવામાં આવશે .

અમદાબાદના ટ્રાફિક DCP નિતા દેસાઇએ જણાયું કે, અમદાબાદ કુલ પાંચ મેચ રમાવવાની છે. જેના માટે પોલિસ વિભાગ દ્વારા સુરક્ષાની તમામ તકેદારી રાખવામા આવી રહી છે.  સુરક્ષા માટે ૭-ડીસીપી, ૧૧એસપી,૨૫-પીઆઇ, ૬૮-પીએસઆઇ, બંદોબસ્તમાં રેહશે અને તેની સાથે જ ૧૬૩૧ પોલિસ કર્મચારીઓ હાજર રહશે |

 

ભારતને વધુ મેડલ, લવલીનાએ બોક્સિંગમાં જીત્યો સિલ્વર મેડલ 

0

ભારતીય બોક્સર પરવીન હુડ્ડાને સેમિફાઈનલમાં હાર્યા બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. લવલિના બોરગોહેને મહિલાઓની૭૫ કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં તે ચીનની લી સામે હારી ગઈ હતી.પ્રારંભિક રાઉન્ડમાં બંને જોરદાર ટક્કર જોવા મળી હતી. બાકીના બે રાઉન્ડમાં ચીનની ખેલાડીએ વધુ સારું રમીને મેચ સરળતાથી જીતી લીધી હતી. મહિલાઓની ૭૫ કિગ્રા વજન વર્ગમાં પ્રવીણને ચાઈનીઝ તાઈપેની લિન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

અનાહત સિંહ અને અભય સિંહની મિક્સ ડબલ્સની જોડી સેમિફાઈનલમાં હારી ગઈ હતી.  મિક્સ્ડ ડબલ્સની સેમિફાઇનલમાં મલેશિયાની જોડીએ ભારતીય જોડીને ૧૧-૮, ૨-૧૧, ૯-૧૧થી પરાજય આપ્યો હતો. ભારતની દીપિકા પલ્લીકલ અને હરિન્દર પાલ સિંહે મિક્સ્ડ ડબલ્સ સ્ક્વોશની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય જોડીએ જોરદાર વાપસી કરી હતી અને પ્રથમ સેટ ગુમાવ્યા બાદ સેમિફાઇનલમાં હોંગકોંગ સામે જીત મેળવી હતી.

જ્યોતિ વેનમ અને ઓજસ દેવતાલેની ભારતીય મિશ્રિત ટીમે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યોતિ અને ઓજસ દેવતાલેની જોડીએ ફાઈનલમાં કોરિયન જોડીને ૧૫૯-૧૫૮થી હરાવીને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતે જાકાર્તામાં ૭૦ મેડલ જીતવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. મંજૂ રાની અને રામ બાબુની જોડીએ મિક્સ્ડ ૩૫ કિમીની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ભારતીય જોડીએ ૩૫ કિલોમીટર વૉકિંગ રેસ ઈવેન્ટમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ૨૦૨૩ એશિયન ગેમ્સમાં ભારતનો આ ૭૦મો મેડલ છે. મંજુ રાની અને રામ બાબુએ ૩૫ કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો છે

હવે AAPના સાંસદ સંજયસિંહને ત્યાં EDની તપાસ

0

એનફોર્સમેંટ ડિરેક્ટોરેટ (ED) યે બુધવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના દરોડા પડ્યા હતા. જાણવવામાં આવ્યું હતું કે EDએ દરોડા દિલ્લી વિવાદાસ્પદ લીકર પોલિસીમાં થયેલા કોભાંડને લઈ ને પાડ્યા છે. અગાઉ સંજય સિંહની નજીકના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સંજય સિંહનું નામ દારૂ કોભાંડની  ચાર્જશીટમાં પણ હતું. દિલ્હી ના ડેપ્યુટી સીએમ મનીષ સિસોડદિયાની પણ દારૂ નીતિ કોભાંડ કેશમાં ધરપકડ કરવામાં આવે છે .

સંજય સિંહનું નિવાસસ્થાન દિલ્હીના નોર્થ એવન્યુમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે AAP નેતા સંજય સિંહના ઘરની બહાર CRPFના જવાનો પણ તૈનાત છે. ઘરની અંદર EDના ઘણા અધિકારીઓ હાજર છે. લગભગ એક કલાકથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઇડી વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની ટીમ પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે EDની ટીમ ઘરની તપાસ કરી રહી છે. હાલમાં, ઇડીના અધિકારીઓ કયા કેસમાં દરોડા પાડી રહ્યા છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

સંજય સિંહના બે સહયોગીઓ સર્વેશ મિશ્રા અને અજીત ત્યાગીના ઘરે ED પહેલા જ દરોડા પાડી ચૂકી છે. દારૂના વેપારીઓ સાથેની વાતચીતના સંદર્ભમાં EDએ બંનેની પૂછપરછ કરી છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં બે આરોપી રાઘવ મગુંટા અને દિનેશ અરોરા સાક્ષી બન્યા છે. જે બાદ EDએ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં આરોપી રાઘવ મગુંટા YSR કોંગ્રેસના સાંસદ મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર છે. કોર્ટે દિનેશ અરોરાને પણ સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી હતી. હાલ બંને જામીન પર બહાર છે. આ પહેલા અરબિંદો ફાર્માના ડાયરેક્ટર શરદ રેડ્ડી પણ સરકારી સાક્ષી બન્યા હતા. એટલે કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકો સરકારી સાક્ષી બન્યા છે.

ભારતના જ્યોતિ અને ઓજસને તિરંદાજીમાં ગોલ્ડ મેડલ

0

 જ્યોતિ અને ઓજસ દેવતાલેની જોડીએ ફાઈનલમાં કોરિયન જોડીને ૧૫૯-૧૫૮થી હરાવીને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે જાકાર્તામાં ૭૦ મેડલ જીતવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

ભારત ના ૭૧મો મેડલ એશિયન ગેમ્સમાં ભારત દ્વારા જીતવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી વધુ છે.જ્યોતિ વેનમ અને ઓજસ દેવતાલેની ભારતીય મિશ્રિત ટીમે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ૨૦૧૮માં જાકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ ૭૦ મેડલ જીત્યા હતા. ભારતે જાકાર્તામાં ૧૬ ગોલ્ડ, ૨૩ સિલ્વર અને 31 બ્રોન્ઝ સહિત કુલ ૭૦ મેડલ જીત્યા હતા. ૧૯૫૧ની એશિયન ગેમ્સમાં ભારતે ૧૫ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

એશિયન ગેમ્સમાં ૧૧મા દિવસે મંજૂ રાની અને રામ બાબુની જોડીએ મિક્સ્ડ 35 કિમીની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ભારતીય જોડીએ 35 કિલોમીટર વૉકિંગ રેસ ઈવેન્ટમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મંજુ રાની અને રામ બાબુએ ૩૫ કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો છે.

ગેમ્સમાં ૧૦મા દિવસે  ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, પારુલ ચૌધરીએ ૫૦૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે ૪૦૦મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની સ્ટાર એથ્લેટ વિથ્યા રામરાજે ૪૦૦ મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  ભારતીય મહિલા ટીમે કબડ્ડીમાં શાનદાર જીત મેળવી હતી. ભારતીય ટીમે કોરિયાને ૫૬-૨૩થી હરાવ્યું હતું. કોરિયા ભારત સાથે સ્પર્ધા કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયું હતું.