Home Blog Page 933

બનાસકાંઠામાં લોકાર્પણ પહેલા જ બ્રિજના ૫ સ્લેબ ધરાશાયી, ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાજર

0

બનાસકાંઠા જિલ્લામાં નિર્માણધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પાલનપુરના RTO સર્કલ પાસે નિર્માણાધિન બ્રિજના ૫ જેટલા સ્લેબ તૂટી પડતા અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. તો સ્થાનિકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે. નિર્માણાધિન બ્રિજના સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દબાયા હોવાની આશંકા છે. જોકે, કોઈ મોટી જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના RTO સર્કલ પાસે છેલ્લા દોઢ વર્ષથી બની રહેલા બ્રિજના ૫ જેટલા સ્લેબ તૂટી પડ્યા છે. ચાલુ કામ દરમિયાન બ્રિજના સ્લેબ ધરાશાઇ થતા નીચે ઉભેલ ટ્રેક્ટર અને રિક્ષા દટાઈ હોવાની આશંકા છે. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. જાન્યુઆરી મહિનામાં આ બ્રિજનું લોકાર્પણ થાય એ પહેલા જ બ્રિજના ૫ સ્લેબ ધરાશાયી થતાં બ્રિજની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો લોકાર્પણ પહેલા જ બ્રિજના સ્લેબ ધરાશાયી થતાં અનેક સવાલો ઉભા થયા છે.

બ્રિજના સ્લેબ ધરાશાયી થવાના મામલે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે. આ બ્રિજ જાન્યુઆરીમાં ચાલું થવાનો હતો એ પહેલા જ પાંચ જેટલા સ્લેબ ધરાશાયી થયા છે.  આ બ્રિજની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી. હાઈવે પર નિર્માણાધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે, હું પાલનપુર જઈ રહ્યો છું.

જૂન મહિનામાં તાપીના મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો હતો. તાપીના મીઢોંળા નદી પર વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થયો હતો. આજે વહેલી સવારે માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ તૂટી પડ્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. લોકાર્પણ પહેલા પૂલ ધડામ દઈને તૂટી પડતા લોકોમાં પુલની ગુણવત્તાને લઈને ચર્ચા જાગી હતી.

આ પણ વાંચો :-

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનનું થયું બિશનસિંહ બેદીનું નિધન

0

વર્લ્ડ કપ ૨૦૨૩ની વચ્ચે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને લેજન્ડરી સ્પિનર બિશન સિંઘ બેદીનું સોમવારે અવસાન થયું હતુ. તેઓ ૭૭ વર્ષના હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને આજે બપોરે દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું.

લેજન્ડરી સ્પિનરે ૧૯૬૭થી ૧૯૭૯ દરમિયાન ભારત તરફથી ૬૭ ટેસ્ટ રમી હતી અને ૨૬૬ વિકેટ ઝડપી હતી. તેમણે ૧૦ વન ડે ઈન્ટરનેશનલમાં પણ સાત વિકેટ ઝડપી હતી. કિરણ બેદી ભારતની પ્રખ્યાત સ્પિનર ચોકડીનો ભાગ હતા જેમાં ઇરાપલ્લી પ્રસન્ના, બીએસ ચંદ્રશેખર અને એસ વેંકટરાઘવન પણ શામેલ હતા. તેણે ભારતની પ્રથમ વન-ડે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ૧૨-૮-૬-૧ના તેમના શ્રેષ્ઠ બોલિંગ ફિગર્સે ૧૯૭૫ના વર્લ્ડ કપની મેચમાં પૂર્વ આફ્રિકાને ૧૨૦ રન સુધી સિમિત રાખ્યું હતું.

ટેસ્ટ ક્રિકેટમાં ૨૫૦થી વધુ વિકેટ લીધી હતી. બિશન સિંહ બેદીનો જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ અમૃતસરમાં થયો હતો, તેઓ ડાબા હાથના સ્પિન બોલર હતા. શરૂઆતમાં તેઓ રિજનલ લેવલ પર દિલ્હી માટે રમતા હતા. બાદમાં તેમની ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ હતી.

બિશન સિંહ બેદીનો પુત્ર અંગદ બેદી એક્ટર છે. તેમણે ઘણી બોલિવૂડ ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે, જ્યારે તેમની વહુ નેહા ધૂપિયા ભારતની સૌથી મોટી સ્ટાર્સમાંની એક છે.

આ પણ વાંચો :-

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા

0

સુરતમાં ફરસાણ વેપારીઓની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમોએ દરોડા પાડ્યા છે. સુરતના ૮ ઝોનમાં અલગ-અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ફાફડા, જલેબી, તેલ અને ચટણીઓ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા છે. આવતીકાલ માટે મોટા પ્રમાણમાં વેપારીઓએ ફરસાણનો સ્ટોક જમાં કર્યો છે. મિલાવટ અને વારંવારના ઉપયોગમાં લેવાયેલા તેલને લઇ ચેકિંગ હાથ ધરાયું છે.

ખાણીપીણીના શોખીન સુરતીઓ આવતીકાલે દશેરાના દિવસે ફાફડા જલેબી સાથે અન્ય ફરસાણ પણ ઝાપટી જશે. સુરતમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી નું વેચાણ થાય છે ત્યારે કેટલાક લે ભાગુ વેપારીઓ ભેળસેળ કરતા હોય આવા વેપારીઓ સામે પાલિકાના આરોગ્ય વિભાગ એ શહેરની વિવિધ ફાફડા અને જલેબી નું વેચાણ કરતી દુકાનોમાં દરોડા પાડ્યા હતા.

પાલિકાના ફૂડ વિભાગે ફાફડા જલેબી ના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.  તો બીજી તરફ કેટલાક વેપારીઓ એકના એક તેલમાં ફાફડા જલેબી બનાવતા હોય લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થાય છે તેના કારણે આ વખતે પાલિકાના ફૂલ વિભાગે તેલની ગુણવત્તાની ચકાસણી માટે ટીપીસી મશીન નો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો :-

 

આતંકવાદી સંગઠને કેનેડામાં ભારતીય ધ્વજનું કર્યું અપમાન, ખાલિસ્તાનીઓએ લગાવ્યા સૂત્રોચ્ચાર

0

એક તરફ ભારત કેનેડા વચ્ચે સંબંધ વણસેલા છે તો બીજી તરફ કેનેડામાં ખાલિસ્તાઓ ભારત વિરોધી ગતિવિધિને અંજામ આપવામાં લાગેલા છે. ફરી એકવાર  ખાલિસ્તાન તરફી આતંકવાદી જૂથ SFJએ વેનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટની બહાર ભારત વિરોધી સૂત્રોચ્ચાર શરુ કર્યો છે. આ પ્રકારની ઘટના ત્યાર થઇ રહી છે જયારે ભારત સરકાર રાજદ્વારીઓ અને રાજદ્વારી બિલ્ડીંગની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે કારણ કે વિઝા સેવાઓ ફરી સ્થાપી શકાય.

આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના લોકો એક હાથમાં ખાલિસ્તાનનો ઝંડો અને બીજા હાથમાં કેનેડાનો ધ્વજ લઇ ફોટાઓ પડાવી રહ્યા છે. તસ્વીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ખાલિસ્તાન સમર્થકો ભારતીય ત્રિરંગાનું અપમાન કરી રહ્યા છે અને તેના પર ચંપલ પહેરીને ઉભા છે. અગાઉ પણ આ રીતે આતંકવાદી સંગઠન દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ગયા મહિને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્સીની સંડોવણીનો આરોપ મૂક્યો હતો, જેનો ભારતે સખત વિરોધ કર્યો હતો. ગયા મહિને જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે, બ્રિટિશ કોલંબિયાના ગુરુદ્વારામાં હત્યા કરાયેલા નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના નક્કર પુરાવા છે, પરંતુ આજદિન સુધી કેનેડા કોઈ પુરાવા આપી શક્યું નથી.

આ પણ વાંચો :-

ભારત અને કેનેડા સંબંધો મુશ્કેલ તબક્કામાં, વિઝા સુવિધા પર વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે મહત્વનું નિવેદન

0

ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિર્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. એવામાં આ સ્થિતિ વચ્ચે લોકોની સૌથી મોટી ચિંતા વિઝા બંધ થવાને લઈને છે. ભારત સરકાર આ બાબત પર ચાંપતી નજર રાખી રહી છે. સ્થિતિ સુધરતાની સાથે જ વિઝા ફરી શરૂ કરવામાં આવશે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરનું આજે મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

આજ રોજ વિદેશ મંત્રી જયશંકરે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, થોડા અઠવાડિયા પહેલા, ભારત સરકારે કેનેડામાં વિઝા જારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રકારની સુવિધા શરુ રાખવીએ ભારતીય રાજદ્વારીઓ માટે સલામત નથી. વિઝા જારી કરવા માટે તેમનું કામે જવું સલામત નથી. તેથી, તેમની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને, વિઝા આપવાની સુવિધા અસ્થાયી ધોરણે બંધ કરવી પડી હતી.

આ સ્થિતિ પર સરકાર દ્વારા નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, સ્થિતિ થોડી સામાન્ય થતા અમે આ સુવિધાને ફરીથી શરૂ કરીશું. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ વિયેના સંમેલનનું સૌથી મૂળભૂત પાસું છે. કેનેડામાં આને ઘણી રીતે પડકારવામાં આવ્યું છે. ઉપરાંત ત્યાં અમારા લોકો અને રાજદ્વારીઓ સુરક્ષિત નથી.

આ પણ વાંચો :-

પાલનપુરમાં ૩૫ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ, મિલકતો વેચવા પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે

0

ગુજરાતમાં અશાંતધારાને લઈને અનેક વિવાદો સામે આવતાં હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ૩૫ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકારે જાહેરનામુ બહાર પાડીને અશાંત ધારાનો અમલ શરૂ કરી દીધો છે. આ ૩૫ વિસ્તારોમાં મિલકત વેચવી હશે તો હવે નાગરિકોએ પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે.

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ૩૫ ગામોમાં જો કોઈ નાગરિકે મિલકત વેચવી હશે તો અગાઉથી પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે. સરકારે જાહેર કરેલો અશાંત ધારો ૨૦૨૩થી ૨૦૨૮ સુધી અમલમાં રહેશે. ભૂતકાળમાં આ વિસ્તારોમાં કોમી રમખાણો થયાં હતાં જેને લઈને સરકારે અશાંત ધારો લગાવવાનો નિર્ણય કર્યો છે.

અશાંત વિસ્તારો એટલે કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સાઓ વારંવાર બનતા હોય તેવા વિસ્તારોમાં શાંતિ સ્થપાઈ રહે અને કોઈ ચોક્કસ સમુદાયના લોકોની વસતી વધી અને જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય તો ત્યાં વસતાં લોકોની મિલકત પર તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો અશાંત ધારો છે. આ વિસ્તારોની મિલકત તબદીલી કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વ મંજુરી લેવી જરૂરી બને છે.

આ પણ વાંચો :-

કોંગ્રેસ નેતાના SITનો રિપોર્ટ પર આરોપ, મોરબી બ્રિજ દુર્ઘટના નગર પાલિકા, કલેક્ટર, ચીફ ઓફિસર પણ જવાબદાર

0

મોરબીનો ઝૂલતો પૂલ ધરાશાયી થતાં ૧૩૫ જેટલા નિર્દોષ લોકોની જિંદગી હોમાઈ ગઈ હતી. ઓરેવા કંપની દ્વારા આ ઝૂલતા પૂલનું રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. જે સમારકામની કામગીરી એકદમ નબળી કરવામાં આવી હતી તેવું તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ કંપનીના માલિક જયસુખ પટેલ સહિત જવાબદાર તમામ નિર્દોષ લોકોને જેલ હવાલે કરી દેવાયા છે. જે મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ફરી એકવાર કોંગ્રેસ નેતાઓએ ઝૂલતા પૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને નિર્દોષ ગણાવ્યા છે અને SITની તપાસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

મોરબી દુર્ઘટના મામલે કોંગ્રેસના નેતાઓ લલિત કગથરા, લલિત વસોયા અને ડૉ.કિરીટ પટેલે પત્રકાર પરિષદ યોજી. જેમાં લલિત કગથરાએ કહ્યું કે, દુર્ઘટનાનો SITનો રિપોર્ટ એક તરફી છે. જેમાં અધિકારીઓને બચાવવા કોન્ટ્રાક્ટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં લલિત કગથરાએ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે અને મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

SITએ મોરબી દુર્ધટના અંગે એકતરફી તપાસ કરી હોવાનો લલિત કગથરાએ આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટના માટે નગર પાલિકા, કલેક્ટર, ચીફ ઓફિસર પણ જવાબદાર છે. ૧૯૯૫થી ૨૦૦૭ વચ્ચે ૨ વખત કંપનીને સંપૂર્ણ સમારકામનું કામ સોંપાયું હતું. ૨૦૨૩ની ચૂંટણી પહેલા માનવસર્જિત ભયંકર દુર્ઘટના બની ગઈ હતી. દુર્ઘટનામાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા, દુર્ઘટનાને લઈ હું દિલથી દિલાસો આપું છું. જ્યારે દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો અંતિમ સમય હતો. આ દુર્ઘટના પર તંત્રના અધિકારીઓને બદલે કંપનીના કર્મીઓને જવાબદાર ઠેરવ્યા આવી રહ્યા છે. કંપનીના કર્મચારીઓને પકડી તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે.

તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કહ્યું કે, હું લલિત ભાઈની વાતને સમર્થન આપું છું, છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના ઉદ્યોગપતિ સામે એક તરફી તપાસ કરવામાં આવી રહી છે. પાટીદાર સમાજના કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો સામે એક તરફી તપાસ થાય છે. કોર્ટમાં છેલ્લા દિવસે ચાર્જશીટ કરી હેરાનગતી કરવાની વૃત્તિ કોના ઈશારે ચાલી રહી છે. ખોટી રીતે જેલમાં ધકેલી દેવાય છે. અધિકારીઓને જવાબદારીમાંથી દૂર કરવામાં આવે છે.  ઈરાદા પૂર્વક અવાજ દબાવાય છે. પોલીસે કલેક્ટરની કેમ પૂછપરછ કરી નથી, કલેક્ટરને એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. સરકારની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

એશિયન પેરા ગેમ્સમાં T૪૭ હાઈ જંપ કેટેગરીમાં ભારતના નિષાદ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો

0

એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩ચીનના હોંગઝોઉમાં શરુ થઈ ગઈ છે. ભારતે તેમાં પહેલો ગોલ્ડ મેડલ પણ જીતી લીધો છે. T૪૭ હાઈ જંપ કેટેગરીમાં નિષાદ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો છે. જીત સાથે ભારતે પેરા એશિયન ગેમ્સની શાનદાર શરૂઆત કરી છે. નિષાદ કુમારે ૨.૦૨Mનો કૂદકો લગાવ્યો હતો. ચાઈનાનો પ્લેયર હોન્ગજી ૧.૯૪Mના કૂદકા સાથે બીજા સ્થાને રહ્યો.

ભારતના શૈલેશ કુમારે પણ હાઈ જમ્પમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેય મેડલ ભારતના નામે રહ્યા. શૈલેશ કુમારે ગોલ્ડ, મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર અને રામ સિંહ પાધિયારે બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો. આ ઈવેન્ટમાં ગોલ્ડ કુલ ૩૦૯ ભારતીય એથલીટે આ મોટી ઈવેન્ટમાં ભાગ લીધો છે.

PM નરેન્દ્ર મોદીએ પેરા એશિયન ગેમ્સ શરુ થતા પહેલા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવતા કહ્યું- એશિયન પેરા ગેમ્સ શરૂ થતાં, હું અકલ્પનીય ભારતીય ટીમને શુભેચ્છા પાઠવું છું! ભારતનું પ્રતિનિધિત્વ કરતા દરેક એથ્લેટની જીવન યાત્રા પ્રેરણાદાયી હોય છે. મને વિશ્વાસ છે કે તેઓ ભારતીય ખેલ ભાવનાના સાચા સારને પ્રતિબિંબિત કરશે.

આ પણ વાંચો :-

RBI શાખાની સામે ૨ હજારની નોટો બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ, બે મહિલાઓને ધરપકડ

0

અમદાવાદની RBI બેંકની બહાર મળતિયાઓ દ્વારા બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. શહેરમાં ૧૦ ટકાના કમિશન પર ૨ હજારની નોટો બદલાવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. પોલીસના નાક નીચે કાળા બજારીનો ખેલ ચાલી રહ્યો છે. એજન્ટો ૨ હજારની નોટો શ્રમિક મહિલાઓને લાઇનમાં ઉભી રાખીને બેંકમાં બદલાવી રહ્યા છે.  જેના બદલામાં મહિલાઓને ૧૦ ટકા કમિશન પણ આપવામાં આવી રહ્યું છે. મહિલાઓને નાની રકમ આપી એજન્ટો લાખો-કરોડોના સોદા કરી રહ્યા છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા ૨ હજારની નોટ બદલવા માટે ૭ ઓક્ટોબર છેલ્લી તારીખ આપવામાં આવી હતી. આ તારીખ પૂર્ણ થયા બાદ અમદાવાદમાં RBI બેંકની બહાર રૂપિયા ૨ હજારની નોટ બદલવા લોકોની લાંબી લાઈનો લાગી હતી. આ લાઈનને જોતા કેટલાક સવાલો પણ થયા હતા કે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નોટ બદલવા આટલી લાંબી લાઈન કેમ લાગી? સરકારે ૨ હજારની નોટ બદલવા માટે ૭ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો, તેમ છતાં લાઈનમાં ઉભેલા આ લોકો નોટ બદલવા કેમ નાં ગયા? આટલી મોટી સંખ્યામાં લોકોને પોતાની પાસે રહેલી ૨ હજારની નોટ બદલવાનું યાદ ન આવ્યું? કે પછી આ લોકો અન્ય કોઈના પૈસા જમા કરાવવા પહોંચ્યા હતા?

લોકો ૨૦ હજાર રૂપિયાની ૨-૨ હજારની નોટો બદલાવવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ૫૦ ટકાથી વધુ લોકો કમિશન વાળા છે, આ લોકોને જોઈને લાગશે પણ નહીં કે આમના ઘરમાંથી ૨-૨ હજારની ૧૦ નોટો નીકળે. આમના લીધે જેન્યુન લોકો જેમના ઘરેથી એકાદ બે નોટ નીકળી છે, તેમને હેરાન થવું પડે છે. સામે બધા એજન્ટ દ્વારા કમિશન પર નોટ બદલવાનું જ કામ ચાલે છે. હમણા જ એક ભાઈ આવ્યા હતા તેમને એજન્ટો લઈ ગયા અને તેમનું સેટિંગ કરાવી દીધું.

અમદાવાદની RBI બેંકની બહાર મળતિયાઓ દ્વારા બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. RBI શાખાની સામેના રોડ પર જ ખેલ ખેલાઈ રહ્યો છે. ૧૦ ટકા કમિશન પર ૨ હજારની નોટો બદલાવનું કૌભાંડ ચાલી રહ્યું છે. એજન્ટો ગ્વારા મહિલાઓને લાઈનમાં ઉભી રાખીને ૨ હજારની નોટો બદલવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. શ્રમિક મહિલાઓને કતારમાં ઉભી રાખી ૨ હજારની નોટો બદલાવી રહ્યા છે. મહિલાઓને નાની-નાની રકમ આપી એજન્ટો લાખો-કરોડોના સોદા કરી રહ્યા છે. રૂ.૨ હજારની ૧ લાખની કિંમતની રકમ બદલવા રૂ.૮ હજારનું કમિશન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતની પ્રખ્યાત વાઘ- બકરી ચાના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઈનું નિધન

0

ગુજરાતની પ્રખ્યાત વાઘ બકરી ટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને માલિક પરાગ દેસાઈનું નિધન થયું છે. તેઓ ૪૯ વર્ષના હતા. ૧૫ ઓક્ટોબરના રોજ તેમના નિવાસસ્થાન નજીક ઈસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે તેઓ પડી ગયા હતા. ત્યારબાદ તેમને બ્રેઈન હેમરેજ થયું હતું, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ એક અઠવાડિયાથી હૉસ્પિટલમાં દાખલ હતા.

પરાગ દેસાઈએ ન્યૂ યોર્ક, યુએસએની લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું. તેઓ પ્રીમિયમ ટી જૂથના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. ગ્રૂપના વેચાણ, માર્કેટિંગ અને નિકાસ વિભાગનું નેતૃત્વ કરવા અને બ્રાન્ડને નવી ઊંચાઈઓ પર લઈ જવા ઉપરાંત, દેસાઈ ચાના રસિયા અને મૂલ્યાંકનકાર પણ હતા. તેને પ્રવાસ અને વન્યજીવનમાં ઊંડો રસ હતો.

વાઘ બકરી ટી ગ્રુપ તેની પ્રીમિયમ ચા માટે પ્રખ્યાત છે. આ કંપની વર્ષ ૧૮૯૨થી અસ્તિત્વમાં છે. કંપનીનું ટર્નઓવર બે હજાર કરોડ રૂપિયાથી વધુ છે અને ચાનું વિતરણ લગભગ ૫૦ મિલિયન કિલોગ્રામ છે. કંપનીનું ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, ચંદીગઢ, હિમાચલ, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સારું બજાર છે. તાજેતરમાં જ તેમણે બિહાર, ઝારખંડ અને ઓડિશામાં બિઝનેસ શરૂ કર્યો હતો.

વાઘ બકરી ટી ભારતની ત્રીજી સૌથી મોટી ચા કંપની છે. ભારતની સૌથી મોટી ચા કંપની ટાટા ટી છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ બીજા સ્થાને છે. વર્ષ ૨૦૦૯મા પનીનો હિસ્સો 3 ટકા હતો, પરંતુ ૨૦૨૦માં તે વધીને ૧૦ ટકા થઈ ગયો. આ બ્રાન્ડ ગુજરાતમાં ૫૦ ટકા માર્કેટ પર કબજો કરે છે. કંપનીએ વર્ષ ૧૯૯૨માં વિદેશમાં ચા વેચવાનું શરૂ કર્યું હતું અને આજે કંપની લગભગ ૪૦ દેશોમાં બિઝનેસ કરે છે.

આ પણ વાંચો :-