Home Blog Page 930

ઝારખંડના દેવઘરમાં ચાલુ ડ્રાઈવિંગે સેલ્ફીના ચક્કરમાં જીવલેણ દુર્ઘટના, એક જ પરિવારના પાંચ જીવ

0

ચાલુ વાહને સેલ્ફી લેવાના ચક્કરમાં મોતની ઘણી ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. બધાને ખબર પણ છે કે ડ્રાઈવિંગ કરતી વખતે સેલ્ફી લેવી જીવલેણ બની શકે છે તેમ છતાં લોકો સુધરતા નથી અને સેલ્ફીના ચક્કરમાં મરી જાય છે. ઝારખંડના દેવઘરમાં પણ સેલ્ફીના ચક્કરમાં એક જ પરિવારના 5 લોકોના મોતની ચેતવા જેવી ઘટના સામે આવી છે.

ઝારખંડના દેવઘરમાં એક પરિવાર કાર દ્વારા બહાર જઈ રહ્યો હતો. કારમાં એક જ પરિવારના પાંચ સભ્યો હતા. વચ્ચે પૂલથી થોડે છેટે ડ્રાઈવરને સેલ્ફી લેવાની ઈચ્છા થઈ અને તેણે ચાલુ કારે મોબાઈલનો કેમેરો ઓન કરીને સેલ્ફી લીધી જે સમયે તેણે સેલ્ફી લીધી તે સમયે કાર પૂલ પર આવી ગઈ હતી અને ફોટા લેવાના ચક્કરમાં કાર પરથી ડ્રાઈવરનો કાબુ ગયો અને કાર પુલ પરથી નીચે ખાબકી હતી જેમાં પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. દેવઘરના એસપી અજીત પીટર ડુંગડુંગે જણાવ્યું કે આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

પરિવારના પાંચ સભ્યોના મોત થઈ ગયા હતા જ્યારે કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ કાર ચાલકે જ સેલ્ફી લીધી હોવાનું કહેવાય છે. આ ઘટના લોકો માટે ચેતવા જેવી છે. ફોટા લેવાના ચક્કરમાં કાર પર ધ્યાન નથી રહેતું અને ક્યારેક આવા અકસ્માત બની જતા હોય છે.

આ પણ વાંચો :-

હવેથી પુસ્તકોમાં INDIA નહીં “ભારત” NCERTમાં મોટો ફેરફાર, પેનલની સર્વસંમતિથી લેવાયો મહત્વનો નિર્ણય

0

NCERT પુસ્તકોમાં એક નવો ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર બાદ હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં INDIAને બદલે ભારત શબ્દ શીખવવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં INDIAનું નામ બદલીને ભારત રાખવાના પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારી લીધો છે.

NCERT પુસ્તકોના આગામી સેટમાં ભારતનું નામ બદલીને ભારત કરવામાં આવશે. આ દરખાસ્ત થોડા મહિના પહેલા કરવામાં આવી હતી, જેને હવે સ્વીકારી લેવામાં આવી છે. સમિતિએ પાઠ્યપુસ્તકોમાં “હિન્દુ વિજય” ને પ્રકાશિત કરવાની પણ ભલામણ કરી છે. સમિતિએ પાઠ્યપુસ્તકોમાં ‘પ્રાચીન ઇતિહાસ’ની જગ્યાએ ‘શાસ્ત્રીય ઇતિહાસ‘નો સમાવેશ કરવાની ભલામણ કરી હતી. ઇતિહાસને હવે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકમાં વિભાજિત કરવામાં આવશે નહીં, કારણ કે આ દર્શાવે છે કે, ભારત એક જૂનું રાષ્ટ્ર છે અને બ્રિટિશ સામ્રાજ્યવાદથી અજાણ છે.

તમામ વિષયોના અભ્યાસક્રમમાં ભારતીય જ્ઞાન પ્રણાલીની રજૂઆત પણ આ નવા ફેરફારનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે આ સમિતિ ૨૫ સમિતિઓમાંથી એક છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે કેન્દ્રીય સ્તરે NCERT સાથે કામ કરી રહી છે. હાલમાં અદ્યતન પાઠ્યપુસ્તકો આવવાના બાકી છે.

આ પણ વાંચો :-

કંગના રનૌત પહોંચી ઈઝરાયલ દૂતાવાસ, કંગના Insta પોસ્ટ શેર કરી જણાવ્યું ‘હમાસ છે આધુનિક રાવણ

0

બોલીવુડ ક્વીન કંગના રનૌત તેના બેબાક અંદાજ માટે ફેમસ છે. સામાજિક મુદ્દો હોય કે, પોલિટિકલ કંગના રનૌત હંમેશા તેની વાત આગવા અંદાજમાં રજૂ કરે છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને કંગના રનૌતે ઈઝરાયલનો સાથ આપ્યો છે. કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ ૨૭ ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના વાયુસેના પાયલટ તેજસ ગિલનું પાત્ર ભજવી રહી રહી છે. ફેન્સ આતુરતાથી આ ફિલ્મ જોવા માટે રાહ જોઈ રહ્યા છે.

કંગના રનૌતે દિલ્હીમાં ઈઝરાયલના રાજદૂત સાથે મુલાકાત કરી. કંગનાએ ઈસ્લામિક આતંકવાદનો વિરોધ કર્યો છે અને સોશિયલ મીડિયા પર મીટિંગના ફોટોઝ શેર કર્યા છે. કંગનાએ કેપ્શનમાં લખ્યું છે કે, આજે સમગ્ર વિશ્વ, ખાસ કરીને ઈઝરાયલ અને ભારત આતંકવાદ સામે લડી રહ્યા છે. કાલે રાવણ દહન કરવા દિલ્હી ગઈ, તો મને લાગ્યું કે, ઈઝરાયલ એમ્બેસી જઈને લોકો સાથે મુલાકાત કરવી જોઈએ, જે આધુનક રાવણ હમાસ જેવા આતંકીઓને પરાસ્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

 

આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાને ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે કહ્યું- તમે જવાબને લાયક જ નથી

0

આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન અવારનવાર કાશ્મીર મુદ્દા નો ઉલ્લેખ કરતું રહે છે અને દર વખતે મોટાભાગના ફોરમમાં ભારત તરફથી આકરા પ્રહારો સાથે જવાબ આપવામાં આવે છે ત્યારે ફરી એકવાર સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે તેનો જવાબ ન આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતે કહ્યું કે પાકિસ્તાને ઉઠાવેલા આ પ્રશ્નનો જવાબ આપવાને લાયક નથી કે ન તો ભારત આ મુદ્દે જવાબ આપીને મામલાને વધારવા માંગે છે.

સંયુક્ત રાષ્ટ્ર પરિષદ માં ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી સ્થિતિને લઈને ચર્ચા ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનના પ્રતિનિધિ મુનીર અકરમે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે ભારત તરફથી નાયબ સ્થાયી પ્રતિનિધિ આર રવિન્દ્ર એ કહ્યું હતું કે પાકિસ્તાન પ્રતિનિધિમંડળ તરફથી ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો પર ટિપ્પણી કરી હતી જે ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. આર રવિન્દ્રએ કહ્યું હતું કે હું આ ટિપ્પણીઓને એવી રીતે જ અવગણીશ જેના તેઓ લાયક છે અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિક્રિયા આપીને તેને વધુ ખરાબ કરવા માંગતો નથી.

અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંક ને સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું હતું કે તમામ પ્રકારના આતંકવાદી કૃત્યો ગેરકાયદેસર અને અયોગ્ય છે, પછી ભલે તે લશ્કરે-એ-તૈયબા દ્વારા મુંબઈના લોકોને નિશાન બનાવીને અંજામ આપ્યો હોય કે પછી હમાસ દ્વારા કિબુત્ઝ બેરીમાં લોકોને નિશાન બનાવ્યા હોય. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં વર્ષ ૨૦૦૮માં ૨૬/11ના હુમલામાં લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન સામેલ હતું. ભારતે આ અંગે પાકિસ્તાનને ઘણા પુરાવા આપ્યા હતા પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો :-

કેનેડાના ઓન્ટારિયો શહેરમાં ભારે ગોળીબાર, ૨ માસૂમ બાળકો સહિત ૫ લોકોના મોત

0

કેનેડાના ઉત્તરી ઓન્ટારિયો શહેરમાં ગોળીબારમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ જે વિસ્તારમાંથી મૃતદેહો મળી આવ્યા છે પોલીસે જણાવ્યું કે તેમને રાત્રે ૧૦:૨૦ વાગ્યે કોલ આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને ટેન્ક્રેડ સ્ટ્રીટના ૨૦૦ બ્લોકમાં એક ૪૧ વર્ષીય વ્યક્તિ ગોળી વાગતા મૃત હાલતમાં મળ્યો હતો. લગભગ દસ મિનિટ પછી પોલીસ અધિકારીઓને એક ૪૫ વર્ષીય વ્યક્તિ બંદૂકની ગોળીથી ઠાર થયેલો જોવા મળ્યો હતો.

પોલીસ આ મામલે વધુ તપાસમાં તેમને ૬ વર્ષીય અને ૧૨ વર્ષના બાળકના મૃતદેહ પણ મળ્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે તેમને પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક ૪૪ વર્ષીય વ્યક્તિ પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ બધા મૃત્યુ એકબીજા સાથે જોડાયેલા છે અને તે એકબીજા સાથે અદાવતમાં કરવામાં આવેલી હિંસાનું પરિણામ જણાય છે. અહીંના સ્થાનિકોને સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

PM મોદી લેખિત ‘માડી’ ગરબા પર ઝૂમશે ૧ લાખ ખેલૈયાઓ, શરદ પૂનમના દિવસે રાજકોટમાં સર્જાશે વર્લ્ડ રેકોર્ડ

0

રાજ્યમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ છે ત્યારે હજી પણ લોકો ગરબાની તાલે ઝુમવા માટે તૈયાર છે. આ વચ્ચે રાજકોટમાં શરદ પૂનમ પર નવરાત્રિ જેવો ખાસ માહલો જોવા મળશે. જેમાં રાજકોટના પ્રખ્યાત રેસકોર્સ મેદાનમાં શરદ પૂનમ પર વડાપ્રધાન મોદી લેખિત ‘માડી’ ગરબાનાં તાલે ૧ લાખ લોકો ઝૂમીને વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવશે. જેને લઈ હવે 20થી વધુ સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે અહીં 500થી વધુ સ્વયંસેવકો અને  10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાજીની ભક્તિ-આરાધના જાણીતા છે તેઓએ માતાજીની ભક્તિને ઉજાગર કરતો એક ગરબો લખ્યો છે. જેના પર રાજકોટમાં ખાસ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે હાલ આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આ કાર્યક્રમનો વર્લ્ડ રેકોર્ડ લંડન તેમજ ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ સહિત ત્રણ બુકમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે.

કાર્યક્રમનું આયોજન રાજકોટ શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ઇન્દ્રેડિબલ ગ્રુપ દ્વારા ૧ લાખ લોકોના ગરબાનો અદ્ભૂત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં અનેકવિધ રેકોર્ડ થશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા તેમજ ટીમ દ્વારા આયોજીત કાર્યક્રમને ‘માડી” નામ આપવામાં આવ્યુ છે અને તેમાં ગરબા રમવાનો વર્લ્ડ રેકોર્ડ થશે. આ માટે બોલીવુડ સિંગર અને ગરબા સ્પેશ્યાલિસ્ટ પાર્થિવ ગોહિલ આ ગરબાના તાલે ૧ લાખ લોકોને ઝુમાવશે.

આ પણ વાંચો :-

હમાસનો ખાત્મો ના થાય ત્યાં સુધી અટકીશું નહીં, ઈઝરાઇલી આર્મી ચીફનો સૈનિકોને સખ્ત આદેશ

0

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાઇલની એરફોર્સ ગાઝામાં હમાસના ઠેકાણા પર સતત બોમ્બબારી કરી રહી છે. આ હુમલાઓમાં પેલેસ્ટાઈનમાં ૫ હજારના લોકોના મોત થયા છે. ઈઝરાઇલની આર્મી ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ ઓપરેશન માટે તૈયાર છે. ઈઝરાઇલના આર્મી ચીફે સૈનિકોને આદેશ આપ્યો છે કે, ‘અમે ટૂંક સમયમાં ગાઝામાં જઈશું, તૈયાર રહો.’ ઈઝરાઇલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, હમાસનો ખાત્મો ના થાય ત્યાં સુધી અટકીશું નહીં.

ઈઝરાઇલના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હર્જી હલેવીએ જણાવ્યું છે કે, IDF જમીન પર હુમલા માટે તૈયાર છે. યુદ્ધ ચાલી રહ્યું છે અને અમે આગામી એક્શન અને સમય બાબતે રાજનૈતિક ક્ષેત્ર સાથે મળીને નિર્ણય કરીશું. ઈઝરાઇલના આર્મી ચીફે જણાવ્યું છે કે, આ સ્તર પર આ પ્રકારના સામરિક અને રણનૈતિક કારણ છે. જેથી અમને સુધારા માટે વધુ સમય મળી રહ્યો છે. અમે તૈયારી માટે એક એક મિનિટનો લાભ લઈ રહ્યા છીએ.

સૈનિકોને આદેશ આપવામાં આવ્યો છે કે, ‘યુદ્ધ હજુ શરૂ થયું છે, દુર્ભાગ્યપૂર્ણ અમારે તેની કિંમત ચૂકવવાની રહેશે. શારીરિક અને માનસિકરૂપે તૈયાર રહો. આપણે હમાસને ખતમ કરી દઈશું, નહીંતર આપણું અસ્તિત્વ નહીં રહે તેવી પરિસ્થિતિ છે. પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ IDFના યાહલોમ યૂનિટના સૈનિકો સાથે મુલાકાત કરીને તેમને પ્રોત્સાહન આપ્યું છે. આપણું માત્ર હમાસને નષ્ટ કરવાનું મિશન છે. મિશન પૂર્ણ ના થાય ત્યાં સુધી અટકીશું નહીં.

આ પણ વાંચો :-

 

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધમાં ઇઝરાયેલના વિરોધમાં ઓવૈસીએ પેલેસ્ટાઇન ઝિંદાબાદના લગાવ્યા નારા

0

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને કારણે દુનિયા પણ બે વિભાગોમાં વહેંચાઇ ગઇ છે. કેટલાંક દેશો ઇઝરાયેલને સમર્થન આપી રહ્યાં છે તો કેટલાંક પેલેસ્ટાઇનને. આવું જ કંઇક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં જ એઆઇએમઆઇએમના પ્રમુખ અસદઉદ્દિન ઓવૈસી પેલેસ્ટાઇનના સમર્થનમાં નારા લગાવતા જોવા મળ્યા હતાં.

અસદઉદ્દીન ઓવૈસીના પક્ષ તરફથી પેલેસ્ટાઇનના સમર્થનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓવૈસી ઉપરાંત અનેક મુસ્લીમ ધર્મગુરુ સામેલ થયા હતાં. હમાસ અને ઇઝરાયેલના યુદ્ધને લઇને તેઓ વારંવાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ઇઝરાયેલની સેના ગાઝામાં પર જુલમ કરી રહી છે જેને રોકવું જોઇએ

યુદ્ધ રોકવા માટે ભારત સરકારે પ્રયાસો કરવા જોઇએ. ઇઝરાયેલ ગાઝામાં જે કરી રહ્યું છે એ નરસંહાર છે. ઓવૈસીનો આ વિડીયો સોમવારે ૨૩મી ઓક્ટોબરની રાતે બનાવવામાં આવ્યો છે. સભામાં પેલેસ્ટાઇન ઝિંદાબાદના નારા સાથે તેના સમર્થનમાં એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો હતો. ઓવૈસીએ કહ્યું કે, અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે એ મહાત્મા ગાંધીની વાતને યાદ રાખે. જે રીતે ઇંગ્લેંડ અંગ્રેજોનું છે, ફ્રાંન્સ ફ્રાસીસીઓનું એવી જ રીતે પેલેસ્ટાઇન પેલેસ્ટીનીયોનું છે.

આ પણ વાંચો :-

 

ભારત પર વધુ એક Cycloneનું સંકટ! વાવાઝોડું! ભારે પવન સાથે રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી

0

 ભારતીય હવામાન વિભાગે ચક્રવાત ‘હામૂન’ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની અને આગામી છ કલાકમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની આગાહી કરી છે. આઇએમડીએ બુધવારે જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં ૭૫-૮૫ કિમી પ્રતિ કલાકથી ૯૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે સર્જાયેલું ગંભીર ચક્રવાત ‘હામૂન’ ચટગાંવની દક્ષિણ તરફ આગળ વધ્યા બાદ બાંગ્લાદેશના તટને પાર કરી ગયું છે.

ચક્રવાત હામૂન તે દરિયાકાંઠાના ખેપુપારા (બાંગ્લાદેશ) થી લગભગ ૧૮૦ કિમી પૂર્વમાં અને ચટગાંવ (બાંગ્લાદેશ) ના ૪૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં બાંગ્લાદેશ પર કેન્દ્રિત છે. IMD અનુસાર તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને આગામી છ કલાક દરમિયાન ડીપ ડિપ્રેશનમાં અને આગામી છ કલાક દરમિયાન ડિપ્રેશનમાં નબળું પડવાની શક્યતા છે.

ચક્રવાત હામૂનની અસરને કારણે મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ આસામ અને મેઘાલયમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ૨૫ ઓક્ટોબરે મિઝોરમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૨૬ ઓક્ટોબરે મિઝોરમ અને ત્રિપુરામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૨૫ અને ૨૬ ઓક્ટોબરે નાગાલેન્ડ, મણિપુર અને પૂર્વ અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સોમવારે સાંજે હામૂન ઓડિશાના લગભગ ૨૩૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ, દિઘા (પશ્ચિમ બંગાળ) ના ૩૬૦ કિમી અને ખેપુપારા (બાંગ્લાદેશ) ના દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત હતું. હવામાન વિભાગના નવીનતમ અપડેટ અનુસાર ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન તેજ ૨૪ ઓક્ટોબરના રોજ ૨.૩૦ દરમિયાન અલ ગૈદાની દક્ષિણે યમનના દરિયાકાંઠાને પાર કરી ગયું હતું. આ સમયગાળા દરમિયાન મહત્તમ સતત પવનની ગતિ ૧૨૫-૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી હતી.

આ પણ વાંચો :-

પાલનપુર બ્રિજદુર્ઘટનામાં જીપીસી ઇન્ફ્રા કંપનીના ૭ ડિરેકટર સહિત ૧૧ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

0

પાલનપુરમાં બ્રિજનો ભાગ તૂટી પડવાની ઘટનામાં બે યુવકોના મોત બાદ ૨૫ કલાક પછી ઇડર નેશનલ હાઇવે પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર મૃણાલભાઇ દેવેન્દ્રકુમાર વિઠ્ઠલપરાએ જીપીસી ઇન્ફ્રા કંપનીના ૭ ડાયરેકટર અને ૪ એન્જિનિયર સામે સહિત ૧૧ સામે સાપરાધ મનુષ્ય વધનો ગૂનો નોંધાવ્યો હતો. દુર્ઘટના બાદ તંત્ર દ્વારા તપાસનું નાટક શરુ કરી દીધુ હતુ. સાચુ કારણ શોધવા માટે સરકાર દ્વારા ત્રણ ટીમો બનાવવામાં આવી છે.
મંગળવારે સવારે માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેર સ્ટાફ સાથે ખીલાસરી સહિત તમામ ૬ ગડરના સેમ્પલ લેવા કોર કટીંગ કરીને લેવાયા હતા અને તમામ સેમ્પલ પર નંબર મારી તેમના સ્થળ પરજ ચકાસણી કરવામાં આવી હતી. સાંજે પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા પંચનામુ એફએસએલની ટીમને સાથે રાખી કરવામાં આવ્યું હતું.બીજી તરફ ફરિયાદની માંગ સાથે માર્ગ ચક્કાજામ કરાયો હતો પોલીસની ખાત્રી પછી મૃતદેહો સ્વીકાર્યા હતા.જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે ગાંધીનગર આર એન્ડ બીની ટેકનીકલ ટીમોની તપાસમાં નીકળનારા શખ્સો સામે પણ ગૂનો નોંધવામાં આવશે.

વર્ષો પૂર્વે જીપીચૌધરી કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા અને હાલમાં જીપીસી ઇન્ફ્રા ના ડાયરેક્ટર ગણેશભાઈ ચૌધરીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું આ અનિચ્છનીય ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. પરિવારની પડખે કાયમી ઉભો રહીશ. બ્રિજ ક્ષતિગ્રસ્તનું નુકસાન અમે અમારા ખર્ચે પૂર્ણ કરીશું. સરકાર દ્વારા તપાસ ચાલુ છે. અમારી સમજ મુજબ અમારા કામમાં કોઈ ક્ષતિ નથી. છતાં સરકાર દ્વારા થઈ રહેલી તપાસમાં અમે સંપૂર્ણ સહકાર આપીશું. લોકો દ્વારા ઓછું સ્ટીલ વાપરવામાં આવ્યું હોવાની તેમજ ગુણવત્તા યોગ્ય રીતે ન જળવાઈ હોવાની ફરિયાદ બાબતે પૂછતા જણાવ્યું હતું કે ગુણવત્તા જાળવી છે સો ટકા સ્ટીલ વાપર્યું છે. સરકાર દ્વારા ૧૨૫ કરોડ જાહેર કરાયા હતા તો ૩૦ કરોડ ઓછા ભાવે ટેન્ડર મેળવીને કરકસર કરી છે કે કેમ તેના જવાબમાં ગણેશભાઈએ જણાવ્યું હતું કે ગુણવત્તા બાબતે કોઈ કચાસ રાખી નથી. બ્રિજના નિર્માણમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી સરકાર તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-