આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાને ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે કહ્યું- તમે જવાબને લાયક જ નથી

Share this story

આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન અવારનવાર કાશ્મીર મુદ્દા નો ઉલ્લેખ કરતું રહે છે અને દર વખતે મોટાભાગના ફોરમમાં ભારત તરફથી આકરા પ્રહારો સાથે જવાબ આપવામાં આવે છે ત્યારે ફરી એકવાર સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે તેનો જવાબ ન આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતે કહ્યું કે પાકિસ્તાને ઉઠાવેલા આ પ્રશ્નનો જવાબ આપવાને લાયક નથી કે ન તો ભારત આ મુદ્દે જવાબ આપીને મામલાને વધારવા માંગે છે.

સંયુક્ત રાષ્ટ્ર પરિષદ માં ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી સ્થિતિને લઈને ચર્ચા ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનના પ્રતિનિધિ મુનીર અકરમે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે ભારત તરફથી નાયબ સ્થાયી પ્રતિનિધિ આર રવિન્દ્ર એ કહ્યું હતું કે પાકિસ્તાન પ્રતિનિધિમંડળ તરફથી ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો પર ટિપ્પણી કરી હતી જે ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. આર રવિન્દ્રએ કહ્યું હતું કે હું આ ટિપ્પણીઓને એવી રીતે જ અવગણીશ જેના તેઓ લાયક છે અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિક્રિયા આપીને તેને વધુ ખરાબ કરવા માંગતો નથી.

અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંક ને સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું હતું કે તમામ પ્રકારના આતંકવાદી કૃત્યો ગેરકાયદેસર અને અયોગ્ય છે, પછી ભલે તે લશ્કરે-એ-તૈયબા દ્વારા મુંબઈના લોકોને નિશાન બનાવીને અંજામ આપ્યો હોય કે પછી હમાસ દ્વારા કિબુત્ઝ બેરીમાં લોકોને નિશાન બનાવ્યા હોય. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં વર્ષ ૨૦૦૮માં ૨૬/11ના હુમલામાં લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન સામેલ હતું. ભારતે આ અંગે પાકિસ્તાનને ઘણા પુરાવા આપ્યા હતા પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો :-