ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધમાં ઇઝરાયેલના વિરોધમાં ઓવૈસીએ પેલેસ્ટાઇન ઝિંદાબાદના લગાવ્યા નારા

Share this story

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને કારણે દુનિયા પણ બે વિભાગોમાં વહેંચાઇ ગઇ છે. કેટલાંક દેશો ઇઝરાયેલને સમર્થન આપી રહ્યાં છે તો કેટલાંક પેલેસ્ટાઇનને. આવું જ કંઇક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં જ એઆઇએમઆઇએમના પ્રમુખ અસદઉદ્દિન ઓવૈસી પેલેસ્ટાઇનના સમર્થનમાં નારા લગાવતા જોવા મળ્યા હતાં.

અસદઉદ્દીન ઓવૈસીના પક્ષ તરફથી પેલેસ્ટાઇનના સમર્થનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓવૈસી ઉપરાંત અનેક મુસ્લીમ ધર્મગુરુ સામેલ થયા હતાં. હમાસ અને ઇઝરાયેલના યુદ્ધને લઇને તેઓ વારંવાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ઇઝરાયેલની સેના ગાઝામાં પર જુલમ કરી રહી છે જેને રોકવું જોઇએ

યુદ્ધ રોકવા માટે ભારત સરકારે પ્રયાસો કરવા જોઇએ. ઇઝરાયેલ ગાઝામાં જે કરી રહ્યું છે એ નરસંહાર છે. ઓવૈસીનો આ વિડીયો સોમવારે ૨૩મી ઓક્ટોબરની રાતે બનાવવામાં આવ્યો છે. સભામાં પેલેસ્ટાઇન ઝિંદાબાદના નારા સાથે તેના સમર્થનમાં એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો હતો. ઓવૈસીએ કહ્યું કે, અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે એ મહાત્મા ગાંધીની વાતને યાદ રાખે. જે રીતે ઇંગ્લેંડ અંગ્રેજોનું છે, ફ્રાંન્સ ફ્રાસીસીઓનું એવી જ રીતે પેલેસ્ટાઇન પેલેસ્ટીનીયોનું છે.

આ પણ વાંચો :-