ઝારખંડના દેવઘરમાં ચાલુ ડ્રાઈવિંગે સેલ્ફીના ચક્કરમાં જીવલેણ દુર્ઘટના, એક જ પરિવારના પાંચ જીવ

Share this story

ચાલુ વાહને સેલ્ફી લેવાના ચક્કરમાં મોતની ઘણી ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. બધાને ખબર પણ છે કે ડ્રાઈવિંગ કરતી વખતે સેલ્ફી લેવી જીવલેણ બની શકે છે તેમ છતાં લોકો સુધરતા નથી અને સેલ્ફીના ચક્કરમાં મરી જાય છે. ઝારખંડના દેવઘરમાં પણ સેલ્ફીના ચક્કરમાં એક જ પરિવારના 5 લોકોના મોતની ચેતવા જેવી ઘટના સામે આવી છે.

ઝારખંડના દેવઘરમાં એક પરિવાર કાર દ્વારા બહાર જઈ રહ્યો હતો. કારમાં એક જ પરિવારના પાંચ સભ્યો હતા. વચ્ચે પૂલથી થોડે છેટે ડ્રાઈવરને સેલ્ફી લેવાની ઈચ્છા થઈ અને તેણે ચાલુ કારે મોબાઈલનો કેમેરો ઓન કરીને સેલ્ફી લીધી જે સમયે તેણે સેલ્ફી લીધી તે સમયે કાર પૂલ પર આવી ગઈ હતી અને ફોટા લેવાના ચક્કરમાં કાર પરથી ડ્રાઈવરનો કાબુ ગયો અને કાર પુલ પરથી નીચે ખાબકી હતી જેમાં પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. દેવઘરના એસપી અજીત પીટર ડુંગડુંગે જણાવ્યું કે આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

પરિવારના પાંચ સભ્યોના મોત થઈ ગયા હતા જ્યારે કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ કાર ચાલકે જ સેલ્ફી લીધી હોવાનું કહેવાય છે. આ ઘટના લોકો માટે ચેતવા જેવી છે. ફોટા લેવાના ચક્કરમાં કાર પર ધ્યાન નથી રહેતું અને ક્યારેક આવા અકસ્માત બની જતા હોય છે.

આ પણ વાંચો :-