Home Blog Page 915

શિવસેના નેતા સંજય રાઉત કહ્યું કે દેશમાં માત્ર બે સેના, એક સરહદ પર, બીજી શિવસેના

0

શિવસેન નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે શિવાજી પાર્કમાં જે રેલી યોજાઇ રહી છે તે રેલી જ શિવસેનાની છે. તેમણે કહ્યું છે છે કે દેશમાં એક જ શિવસેના છે. તો સાથે સાથે તેમણે બાળાસાહેબ ઠાકરે દ્વારા કહેવામાં આવેલ વાત પુનઃઉચ્ચારી હતી કે શિવસેનાની સ્થાપના બાદ ૨૨૦ જેટલી સેનાઓ ફૂટી નીકળી છે. પરંતુ ભારતમાં માત્ર બે જ સેનાઓ છે. એક ભારતની સેના છે જે સરહદ પર છે અને બીજી સેના શિવસેના છે. બાકીની સેનાઓ આવી અને ગઈ.

કાર્યક્રમમાં સંજય રાઉતે RSS પ્રમુખ મોહન ભાગવત દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઇને પણ પ્રતિક્રિયા આપી હતી. મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવમાં એક કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું હતું કે દુનિયામાં અને ભારતમાં કેટલાંક ળકો છે જે નથી ઇચ્છતા કે ભારત આગળ વધે. તેઓ સમાજમાં જૂથો અને સંઘર્ષ ઊભો કરવાના પ્રયાસો કરી રહ્યા છે. મોહન ભાગવતના આ નિવેદનનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું હતું કે જો તેઓ વિપક્ષ તરફ સંકેત કરી રહ્યા છેઃ તો તેમણે INDIA ગઠબંધનમાં સામેલ થનાર પહેલી વ્યક્તિ હોવું જોઇએ કારણ કે આજે લોકતંત્ર જોખમમાં છે.

આ પણ વાંચો :-

હમાસે વધુ બે ઇઝરાઇલી મહિલા બંધકોને મુક્ત કરી, અત્યાર સુધીમાં ૫ હજારથી વધુના મૌત

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો દૂરદૂર સુધી ક્યાંય અંત આવે તેમ લાગતું નથી. ૧૭ દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં ઇઝરાઇલ અને હમાસ બંને બાજુ જાનમાલનું ભારે નુકસાન થયું છે. યુદ્ધના માઠા પરિણામ બંને સ્થળોએ સ્થાનિકો ભોગવી રહ્યા છે. હમાસે સેંકડો બંધકોમાંથી ૪ને છોડી મુક્યા છે. તેમજ બેવડી નાગરિકતા ધરાવતા વધુ ૫૦ લોકોને છોડીને રેડ ક્રોસને છોડવાનો તેણે નિર્ણય લીધો હતો, પરંતુ તેણે અચાનક મન બદલી લેતા એ ૫૦ લોકોને છોડવા માટે ઇઝરાઇલ સામે તેણે હવે એક શરત મુકી છે. હમાસની આ શરતથી ઇઝરાઇલ ભારે મૂંઝવણમાં મુકાઇ ગયું છે.

હમાસે આ ૫૦ બંધકોને છોડવાના બદલામાં ફ્યૂલ સપ્લાયની માગ કરી છે. ગાઝા પટ્ટીમાં ફ્યૂલ સપ્લાય રોકાઇ જતા ત્યાં મોટું સંકટ પેદા થયું છે. હમાસને પણ તકલીફો પડી રહી છે આથી તે સોદાબાજી પર ઉતરી આવ્યું છે. હમાસ કહી રહ્યું છે કે સંસાધનો આપો અને અમે બંધકોને છોડી મુકીશું. જ્યારે હમાસે ૫૦ બંધકોને છોડવાની જાહેરાત કરી હતી ત્યારે હમાસના નિયંત્રણ ધરાવતા વિસ્તારોમાં ઇઝરાઇલે બોમ્બ ફેંકવાના બંધ કરી દીધા હતા. પરંતુ હમાસે હવે સોદાબાજી શરૂ કરી દેતાં બંધકોનું શું થશે તે હવે એક રહસ્ય છે.

ઇઝરાઇલની ઘેરાબંધી બાદ ગાઝામાં ઈંધણની કટોકટી પેદા થઇ છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે ગાઝાના તબીબોએ બે દિવસ પહેલા કડક ચેતવણી આપી હતી કે જો હોસ્પિટલમાં ઈંધણની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અકાળે જન્મેલા ૧૩૦ બાળકોના મોત થઈ શકે છે. જો કે હમાસે સોમવારે બે વૃદ્ધ ઇઝરાયેલી મહિલાઓને મુક્ત કરી હતી, જ્યારે બે અમેરિકન નાગરિકોને પણ શનિવારે મુક્ત કરવામાં આવ્યા છે. ઇઝરાઇલનો દાવો છે કે હમાસે ૨૨૨ લોકોને ગાઝામાં બંધક બનાવ્યા છે.

આ પણ વાંચો :-

ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો લોકોએ કર્યો લાખો લિટર ઘીનો અભિષેક

0

ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દર વર્ષે છેલ્લા નોરતે રૂપાલ ગામમાં હજારો લોકો લાખો લિટર ઘીનો અભિષેક કરે છે. ગામમાં ઘીની નદીઓ વહે છે. ગઈકાલે રાત્રે નવમા નોરતે માતાજીની પલ્લી યોજાઈ હતી. જેમાં દૂર દૂરથી હજારો લોકો માતાજીની પલ્લીના દર્શન કરવા માટે આવ્યા હતાં. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના ૨૭ ચોકમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરાયો હતો.

ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે. આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. રૂપાલ ગામમાં ગઈકાલે નવમા નોરતે ઉનાવાના ઠાકોર સમાજના લોકો દ્વારા વરદાયિની માતાજીની પલ્લીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગામની તમામ ગલીઓમાં ઘીની ખાસ ટ્રોલી રાખવામાં આવી હતી. ભક્તો દ્વારા લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. જ્યારે રૂપાલ ગામમાં માતાજીની પલ્લી નીકળે છે ત્યારે ગામના લોકો ઘીનો અભિષેક કરતા નથી. બીજા દિવસે દશેરાએ પલ્લી મંદિરમાં મુકાયા બાદ તેઓ માતાજીને ઘી અર્પણ કરે છે.

આ પણ વાંચો :-

 

સુરતીઓ ૮થી ૧૦ કરોડના ફાફડા-જલેબી ઝાપટી જશે, સવારે ૫:૦૦ વાગ્યાથી લોકો લાંબી કતારોમાં ઊભા રહ્યા

0

સુરતીઓને ખાવાપીવાના શોખીન કહેવાય છે. સુરત થાણીપીણી માટે જાણીતું શહેર છે. દરેક તહેવારમાં અલગ-અલગ વાનગીઓ આરોગવા માટે સુરતીઓ લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેતા પણ અચકાતા નથી. ત્યારે આજે દશેરા છે અને દશેરાના દિવસે સુરતીઓ ફાફડા અને જલેબી ખાવાનું વધારે પસંદ કરે છે. ત્યારે અલગ-અલગ વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનોની બહાર સવારથી જ લોકો લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા હતા. સવારે ૫:00 વાગ્યાથી લોકોની લાંબી લાઈનો ફરસાણની દુકાનો બહાર લાગવાનું શરૂ થઈ ગયુ હતું.

એકથી બે કલાકના વેઇટિંગ બાદ પણ જો ફાફડા જલેબી મળે તો પણ સુરતીઓ આ ફાફડા જલેબી ખાવા માટે તૈયાર છે. વેઇટિંગ ગમે તેટલું હોય પરંતુ દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા જ જોઈએ એવું માનવાવાળા સુરતીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહી ફાફડા જલેબી ખરીદે છે. ફરસાણની દુકાનવાળા પણ મોડી રાતથી જ ફાફડા જલેબીનો સ્ટોક કરવાનું શરૂ કરી દેતા હોય છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો ફાફડા જલેબી લેવા માટે અહીં આવતા હોય છે. આજે દશેરાના દિવસે સુરતના લોકો લાખો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જશે.

દશેરાને દઈને સુરતમાં અંદાજિત ૮થી ૧૦ કરોડના ફાફડા જલેબી સુરતીઓ ખાઈ જશે. જોકે, સુરતના વેપારીઓએ છેલ્લા ત્રણ દિવસથી લોકોને ફાફડા જલેબી મળી રહે તે પ્રકાંડનું આગોતરું આયોજન પણ કર્યું હતું. વહેલી સવારે ૪:૦૦ વાગ્યાથી તમામ દુકાનો પર ફાફડા જલેબી લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. જો આજે ફાફડા જલેબી ખાવા હોય તો લાઈનમાં ચોક્કસ ઊભા રહેવું પડશે.

આ પણ વાંચો :-

 

૨૦૦૦ની નોટો બંધ, હવે ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટની ચર્ચા, જુઓ RBI શું ખુલાસો કર્યો

0

રિઝર્વ બેંક એ ૨૦૦૦ રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવા માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીનો સમય આપ્યો હતો. આ તરફ આ સમયમર્યાદા સુધી ૮૭ ટકા ચલણ બેંકોમાં પાછું ગયું છે, પરંતુ હજુ પણ ૧૦ હજાર કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટો બજારમાં છે. જોકે હવે તેમની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે, જેની પાસે રૂ. ૨૦૦૦ની નોટ છે તેઓ તેનો વ્યવહારમાં ઉપયોગ કરી શકશે નહીં.

તમને બધાને ૮ નવેમ્બર, ૨૦૧૬નો દિવસ ચોક્કસપણે યાદ હશે. રાત્રે ૮ વાગ્યે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત થતાં જ દેશભરમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ તરફ લગભગ ૭ વર્ષ પછી રિઝર્વ બેંકે ફરી એક વાર એ જ જાહેરાત કરી અને આ વખતે ૨૦૦૦ રૂપિયાની નોટને ડિમોનેટાઇઝ કરી. જોકે હવે એક ચર્ચા એવી પણ છે કે,૧૦૦૦ રૂપિયાની નોટ ફરી પાછી આવી રહી છે. જ્યારે આ મામલો સોશિયલ મીડિયા પર ઉછળ્યો ત્યારે રિઝર્વ બેંકે આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ૧૦૦૦ રૂપિયાની નોટ પરત આવવાની અટકળો લગાવી છે. ઘણા લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે, રૂ.૨૦૦૦ની નોટો બંધ થયા બાદ ટૂંક સમયમાં રૂ. ૧૦૦૦ની કરન્સી સિસ્ટમમાં આવશે. જોકે આના પર રિઝર્વ બેંકે જવાબ આપ્યો છે કે, ૧૦૦૦ રૂપિયાની નોટને ફરીથી લાવવાની કોઈ યોજના નથી. તેમજ આ અંગે ભવિષ્યની કોઈ યોજના પણ નથી.

અર્થતંત્રમાં રોકડની જરૂરિયાત મુજબ ૫૦૦ રૂપિયાની પૂરતી નોટો ચલણમાં છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ ઝડપથી વધી રહ્યું છે તેથી રોકડની જરૂર ઓછી પડશે. અત્યારે સિસ્ટમમાં જોઈએ તેટલો રોકડ પ્રવાહ છે. રિઝર્વ બેંકે પણ લોકોને વિનંતી કરી છે કે, તેઓ કોઈપણ પ્રકારની અફવાનો શિકાર ન બને અને ચલણ અંગે જાગૃત રહે.

આ પણ વાંચો :-

દિલ્હી NCBની અમદાવાદમાં કાર્યવાહી, નશીલી દવા બનાવતી ૩કંપનીમાં દરોડા

0

દિલ્હી NCBએ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી છે. જેમાં અમદાવાદમાં દવાની ૩ કંપનીમાં દરોડા પાડ્યા છે. તેમાં પાર્કોટીક હેલ્થ કેર, કોપીડ હેલ્થસ્યુટીકલ્સ તથા નૈમિદ હેલ્થસ્યુટીકલ્સ પર NCBએ દરોડા પાડ્યા છે. તેમજ પાર્કોટિક હેલ્થકેરના ડાયરેક્ટર જેનીસ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે.

નશીલી દવા બનાવતી કંપનીઓ તથા હોલસેલર પર દરોડા પડ્યા છે. અલગ અલગ કંપનીઓમાંથી ૧૯૪ જેટલા બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં નશીલી દવાઓની અંદાજે કિંમત ૫ કરોડ છે. દિલ્હીની NCB ટીમે અલગ અલગ કંપનીઓમાં દરોડા પાડ્યા છે. NDPS એક્ટ હેઠળ NCBએ કાર્યવાહી કરી છે. અગાઉ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને મહારાષ્ટ્ર ડીઆરઆઇ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રૂપિયા ૫૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો અને ડ્રગ્સ બનાવવાનું મટિરિયલ મળી આવ્યું હતું.

નશીલી દવા બનાવતી કંપનીઓ તથા હોલસેલર પર દરોડા પડ્યા છે. અલગ અલગ કંપનીઓમાંથી ૧૯૪ જેટલા બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં નશીલી દવાઓની અંદાજે કિંમત ૫ કરોડ છે. દિલ્હીની NCB ટીમે અલગ અલગ કંપનીઓમાં દરોડા પાડ્યા છે. NDPS એક્ટ હેઠળ NCBએ કાર્યવાહી કરી છે. અગાઉ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને મહારાષ્ટ્ર ડીઆરઆઇ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રૂપિયા ૫૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો અને ડ્રગ્સ બનાવવાનું મટિરિયલ મળી આવ્યું હતું.

મહારાષ્ટ્રાના ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર)માં અમદાવાદ ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે ડીઆરઆઇના અધિકારીઓ સાથે મહારાષ્ટ્ર જીઆઇડીસીમાં આવેલી શ્રી મહાલક્ષ્મી કેમીકલ વર્કસ નામની ધ્વાની ફેક્ટરીમાં દરોડો પાડીને જીતેશ હિન્ગેરિયા (પટેલ) અને તેના પાર્ટનર સંદીપકુમાર કુમાવત (ઔરંગાબાદ) સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને ફેક્ટરી, ઓફિસ અને ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન ૩૦ કિલો કોકેઇન, સાડા ચાર કિલો મેકેડ્રોન, સાડા ચાર કિલો જેટલુ કેટામાઇન અને ૧૦ કિલો જેટલું મેફેડ્રોન ઉપરાંત, ડ્રગ્સ બનાવવાનું કેમીકલ અને ૩૦ લાખની રોકડ જપ્ત કરવામાંઆવી હતી. જેના આંતરરાષ્ટ્રીય બજાર કિમંત ૫૦૦ કરોડ જેટલી અંદાજવામાં આવી હતી.

આ પણ વાંચો :-

અમેરિકાથી ચિંતાજનક રિપોર્ટ ૧૪૦૦ CEOએ રાજીનામાં આપ્યાં, મોટી સંખ્યામાં CEO પદ કેમ છોડી ગયા ?

0

અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે જેને વાંચતા જ તમને મંદીના ભણકારાનો અહેસાસ થઈ જશે. અમેરિકામાં મોટાપાયે સીઈઓએ નોકરીમાંથી રાજીનામાં આપી દીધાના અહેવાલ મળ્યાં છે. સપ્ટેમ્બર સુધીમાં આ વર્ષે જ આશરે ૧૪૦૦ જેટલાં મુખ્ય કાયર્કારી અધિકારીઓએ રાજીનામા ધરી દીધા છે.

જોકે ૨૦૨૨ના આંકડા સાથે CEOના રાજીનામાઓની તુલના કરવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 50 ટકાથી વધુ CEO રાજીનામા આપી ચૂક્યા છે. એક અહેવાલમાં દાવો કરાયો હતો કે ૨૦૨૨માં રેકોર્ડ લેવલ પર રાજીનામા પડ્યા હતા પણ ૨૦૨૩માં સૌથી વધુ CEO નોકરી છોડી છે. આ ડેટામાં ઓછામાં ઓછા ૧૦ કર્મચારીઓ અને બે વર્ષ સુધી અમેરિકી કંપનીઓ સાથે CEO પદ પર જોડાઈ રહેલા અધિકારીઓને જ સામેલ કરાયા છે.

કોરોના મહામારી અને વૈશ્વિક તણાવને લીધે અમેરિકામાં અનેક કંપનીઓ સામે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે જેના લીધે દર વર્ષે કર્મચારીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. બીજી બાજુ CEOએ પણ રેકોર્ડ લેવલ પર રાજીનામા આપ્યા છે. જોકે મહામારી બાદ સ્થિતિ થોડીક સચવાઈ છે.

સરકારી અને બિન લાભકારી ક્ષેત્રમાં સૌથી વધુ સીઈઓએ રાજીનામા આપ્યા હતા. આ સેક્ટરમાંથી ચાલુ વર્ષે ૩૫૦ લોકોએ રાજીનામા ધર્યા જે ગત વર્ષની તુલનાએ ૮૫ ટકા વધુ છે. બીજા ક્રમે ટેક્નોલોજી સાથે સંકળાયેલા CEO સામેલ છે અને તેમની સંખ્યા ૧૪૦ જેટલી રહી છે જે ૫૦ ટકા વધુ છે. જોકે આ CEOમાં ૨૨ ટકા એવા પણ છે જેઓ નિવૃત્ત થયા છે. ગત વર્ષે કુલ ૨૪ ટકા સીઈઓ નિવૃત્ત થયા હતા. જોકે આવું કેમ થઈ રહ્યું છે તેનું કોઈ મજબૂત કારણ સામે આવ્યું નથી. તેમાંથી મોટાભાગના સીઈઓ કંપનીના બોર્ડમાં સામેલ થઈ ગયા છે કે પછી સલાહકાર તરીકે કામ ચાલુ રાખ્યું છે. જ્યારે મોટાભાગના લોકો બીજી કંપનીઓમાં જવાબદારી સંભાળી રહ્યા છે.

આ પણ વાંચો :-

 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો હાર્ટ એટેક, બેડરૂમના ફ્લોર પર પડ્યા

0

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્ય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ મુજબ, પુતિન તેમના બેડરૂમના ફ્લોર પડી ગયા હતા. જયારે સુરક્ષાકર્મીઓએ રાષ્ટ્રપતિ ફ્લોર પર અથડાવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ રૂમમાં તરત જ દોડી આવ્યા હતા.

તાજેતરના વર્ષોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત નાજુક જોવા મળી રહી છે. અગાઉ પણ કેટલાક વીડિયોમાં તેમના હાથ ધ્રુજતા જોવા મળ્યા અને ક્યારે ભાષણ આપતા સમયે નબળા જોવા મળ્યા હતા. ગયા વર્ષે યુક્રેન પર હુમલો શરૂ થયો ત્યારથી મીડિયામાં એવા ઘણા અહેવાલો આવ્યા છે કે 71 વર્ષીય રશિયના રાષ્ટ્રપતિની તબિયત સતત લથડી રહી છે.

વ્લાદિમીર પુતિનના બેડરૂમની બહાર તૈનાત સુરક્ષા ગાર્ડ્સને અંદરથી જોરથી નીચે પડવાનો અવાજ સંભળાયો. આ પછી તેઓએ અંદર જઈને જોયું તે પુતિન નીચે જમીન પર પડેલા હતા. જે બાદ તાત્કાલિક જ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા અને તેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

આ પણ વાંચો :-

રાકેશ ક્રેકર્સ ગુજરાતનાં નામાંકિત ફટાકડાના વેપારી GST વિભાગના દરોડા

0

પર્વ પૂર્ણ થયો છે અને હવે દિવાળીનો પર્વ નજીક જ છે. ત્યારે ફટાકડાનું વેચાણ પણ શરુ થઇ ગયુ છે. જો કે બીજી તરફ વડોદરાના સાવલીમાં ફટાકડાના વેપારીને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. રાકેશ ફટાકડાની ઓફિસ પર GST વિભાગે દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

નવરાત્રીનો પર્વ પૂર્ણ થયો છે અને હવે દિવાળીનો પર્વ નજીક જ છે. ત્યારે ફટાકડાનું  વેચાણ પણ શરુ થઇ ગયુ છે. જો કે બીજી તરફ વડોદરાના સાવલીમાં ફટાકડાના વેપારીને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. રાકેશ ફટાકડાની ઓફિસ પર GST વિભાગે દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

વડોદરાના સાવલીમાં ફટાકડાના વેપારીને ત્યાં GST વિભાગે સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે. ઓફિસ તેમજ અલગ અલગ ગોડાઉનમાં સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે. રાકેશ ક્રેકર્સ ગુજરાતના નામાંકિત ફટાકડાના વેપારીને ત્યાં તપાસ શરુ કરવામાં આવી છે. દરોડામાં મોટા પ્રમાણમાં કર ચોરી ઝડપાવાના સંકેતો મળી રહ્યા છે. GST વિભાગની ટીમનું સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે. તપાસ પૂર્ણ થયા બાદ બેનામી વ્યવહારોનો હિસાબ મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-

કેટલાંક લોકો નથી ઇચ્છતા કે ભારતમાં શાંતિ રહે, વિજયાદશમીના પર્વ પર મોહન ભાગવતનું મોટું નિવેદન

0

આજે વિજયાદશમી નિમિત્તે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાયક શંકર મહાદેવને મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. RSS ચીફ મોહન ભાગવતે રેશિમબાગ મેદાનમાં કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. ભાગવતે કહ્યું કે, કેટલાક લોકો ભારતમાં શાંતિ નથી ઈચ્છતા. સમાજમાં વિખવાદ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કટ્ટરતા ગાંડપણ ફેલાવે છે. જેના કારણે દુનિયામાં યુદ્ધો થાય છે.

મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. આપણો દેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દિલ્હીમાં જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશી મહેમાનોની આતિથ્ય સત્કાર બદલ ભારતની પ્રશંસા કરવામાં આવી હતી. વિશ્વએ વિવિધતાથી શણગારેલી આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવ્યું. નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ ૧૯૨૫માં વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી. આ દિવસે સંઘ શસ્ત્ર પૂજન કરે છે. RSS વડા મોહન ભાગવત પણ નાગપુરમાં મુખ્યાલયમાં સંબોધન કરે છે.

૨૦૨૪માં લોકસભા ચૂંટણી થવાની છે. લોકોની લાગણી ભડકાવીને મત માંગવાનો પ્રયાસ ન થવો જોઈએ, પરંતુ તેમ છતાં થાય છે. આનાથી સમાજની એકતાને ઠેસ પહોંચે છે. મતદાન કરવું એ દરેક વ્યક્તિની ફરજ છે. દેશની એકતા, અખંડિતતા, ઓળખ અને વિકાસ જેવા મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારો મત આપો.

ભગવાન રામ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં મંદિરમાં પ્રવેશ કરવાના છે. રામલલાનો ગર્ભગૃહમાં અભિષેક કરવામાં આવશે. ઉદ્ઘાટનના દિવસે દરેક વ્યક્તિ માટે ત્યાં પહોંચવું શક્ય બનશે નહીં. તેથી તેઓ જ્યાં પણ હોય, ત્યાંના રામ મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરે. તેનાથી દરેક હૃદયમાં મનનો રામ જાગશે અને મનની અયોધ્યા સજાવશે. સમાજમાં સ્નેહ, જવાબદારી અને સદભાવનું વાતાવરણ ઊભું કરશે.

આ પણ વાંચો :-