Home Blog Page 912

રાજસ્થાન ચૂંટણી પ્રચારમાં યોગી આદિત્યનાથે રાજસ્થાનમાં કહ્યું, કન્હૈયાલાલની યુપીમાં હત્યા થઈ હોત તો શું થાત?

0

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. બુધવારે યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલવર જિલ્લાની તિજારા સીટ પર ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. યોગીએ સ્ટેજ સંભાળતાની સાથે જ તેમણે રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. યોગીએ કહ્યું કે “તમે જાણો છો કે કન્હૈયા લાલની હત્યા કેવી રીતે કરવામાં આવી. તમે પણ જાણો છો કે જો યુપીમાં તે ઘટના બની હોત તો શું થાત?

રાજસ્થાનનો પોતાનો ભવ્ય ઇતિહાસ છે. પરંતુ કોંગ્રેસના લોકો છબીને ખરાબ કરવામાં કોઈ કસર છોડતા નથી. કોંગ્રેસે જ દેશને કાશ્મીર સમસ્યા આપી હતી. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ કલમ ૩૭૦ની સમસ્યાનો ઉકેલ લાવીને આતંકને છેલ્લો ફટકો માર્યો છે. હવે આતંકવાદ કાયમ માટે ખતમ થઈ જશે. સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, પરંતુ અયોધ્યામાં રામમંદિરના વિવાદનો ઉકેલ કોંગ્રેસ ઇચ્છતી નહોતી. મોદીજી અને યોગીજી આવ્યા અને સમાધાન મળ્યું. યોગીએ કહ્યું, “જે તમામ સમસ્યાઓનો ઉકેલ લાવે છે તે છે ડબલ એન્જિનની સરકાર. જ્યાં જ્યાં ભાજપની ડબલ એન્જિનની સરકાર છે, ત્યાં તેને અસરકારક રીતે લાગુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. “યુપીમાં ડબલ એન્જિનવાળી ભાજપ સરકાર છે, અમે ૨.૭૫ કરોડ ગરીબોને શૌચાલય આપ્યા છે અને ૫૫ લાખ ગરીબ પરિવારોને ઘર પૂરા પાડ્યા છે. ૧ કરોડ ૭૫ લાખ લોકોને ઉજ્જવલા યોજનાના કનેક્શન મફતમાં આપવામાં આવ્યા છે. યુપીમાં ૧૦ કરોડ લોકોને હેલ્થ ઈન્સ્યોરન્સ કવર આપવામાં આવ્યું છે.

યોગીએ કહ્યું કે રાજસ્થાનમાં તુષ્ટિકરણનો ખેલ ક્યાં સુધી ચાલશે? ગેહલોતજી, તમે ગૌ તસ્કરોનો મહિમા કરો છો અને પૂજારીના મંદિરોમાં બુલડોઝર ચલાવો છો. “તમે જાણો છો કે કન્હૈયા લાલની હત્યા કેવી રીતે કરવામાં આવી. તમે જાણો છો કે જો તે ઘટના યુપીમાં બની હોત તો શું થાત. રાજસ્થાનને મજબૂત નેતૃત્વની જરૂર છે. તુષ્ટિકરણનો અંત આવવો જ જોઈએ. તુષ્ટિકરણ શા માટે ચાલુ રહે છે? કન્હૈયા લાલના પરિવારને ૨૦ લાખ રૂપિયા અને ગૌ તસ્કરોને ૨૫ લાખ રૂપિયા કેમ આપવામાં આવ્યા?

યોગી આદિત્યનાથે કહ્યું કે યુપીમાં મહિલાઓ સલામતી અનુભવે છે. મહિલાઓની છેડતીના બનાવો બનતા નથી. જો આમ થાય તો બુલડોઝર તેમનું કામ કરી લે છે. જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિર સાથે રાષ્ટ્રવાદ સામે આવશે. પીએમ મોદીએ કેન્દ્રમાં મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું છે. તાલિબાનની માનસિકતાને નાબૂદ કરવી પડશે, રાષ્ટ્રવાદ જીતવો પડશે.

આ પણ વાંચો :-

જબાલિયા રેફ્યુજી કેમ્પ પર ઈઝરાઇલના હુમલામાં ૫૦ થી વધારે લોકોના મોત

0

ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના જંગને ૨૫ દિવસ થઈ ગયા છે અને આ દરમિયાન ગાઝામાં હજારો લોકો જીવ ગુમાવી ચુકયા છે. જોકે ઈઝરાઇલ નમતુ જોખવાના મૂડમાં નથી. આ દરમિયાન ઈઝરાયેલી હવાઈ હુમલામાં મંગળવારે ઉત્તરી ગાઝામાં આવેલા જબાલિયા રેફ્યુજી કેમ્પમાં ખાના ખરાબી સર્જાઈ હતી. આ કેમ્પ બરબાદ થઈ ગયો છે ત્યારે અલ જજીરાના એક એન્જિનિયરે તો પોતાના પરિવારના ૧૯ સભ્યોને ગુમાવ્યા છે. આ એન્જિનિયરનુ નામ મહોમ્મદ અબૂ અલ કુમસન છે. જે અલ જજીરામાં બ્રોડકાસ્ટ એન્જિનિયર છે.

અલ જજીરા ચેનલે જબાલિયા કેમ્પ પરના હુમલાને નરસંહાર ગણાવ્યો છે. ચેનલના કહેવા પ્રમાણે તેના એન્જિનિયરના પિતા, બે બહેનો, આઠ ભત્રીજા અને ભત્રીજી, તેના ભાઈ, ભાઈની પત્ની અને ચાર બાળકો, તેની ભાભી અને એક કાકાએ હુમલામાં જીવ ગુમાવ્યા છે. કરુણાંતિકા કહે છે કે, આ હુમલામાં અલ જજીરાના એક એન્જિનિયરનો આખો પરિવાર ખતમ થઈ ગયો છે. તેના પરિવારના ૧૯ લોકોના મોત થયા છે.

જબાલિયા કેમ્પ જ્યાં આવેલો છે તે ગીચ વસતીવાળો વિસ્તાર છે અને ઈઝરાઇલે અહીંયા કરેલા હુમલા બાદ ચારે તરફ બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઈઝરાઇલ નો દાવો છે કે, અમે હમાસના આતંકીઓ અને તેમના આશ્રય સ્થાનો પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી બસોને લઇને મહત્વનો નિર્ણય, મુસાફરો અટવાયા, કારણ મરાઠા આંદોલન

0

મહારાષ્ટ્રના મરાઠા આંદોલનની અસર હવે છેક ગુજરાતમાં પડી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતની એસટી સેવા પર મરાઠા આંદોલનની અસર થઈ છે. ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસોને રોકી દેવામાં આવી છે. વિગતો મુજબ મહારાષ્ટ્ર જતી બસ સાપૂતારામાં અટકાવાઈ છે. આંદોલનકારીઓ બસને નુક્સાન કરતા હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ હવે મહારાષ્ટ્ર જતાં મુસાફરો અટવાયા છે.

મરાઠા આંદોલનને કારણે હવે ગુજરાતની આંતરરાજ્ય બસ સેવા પર અસર પડી છે. વિગતો મુજબ ગુજરાત રાજ્યથી મહારાષ્ટ્ર જતી એસ ટી બસો રોકી દેવાઇ છે. જેમાં નાશિક, શિરડી, પુણે જતી એસ ટી.બસોને સાપુતારા બસ સ્ટેન્ડ પર અટકાવી દેવાઈ છે. મહત્વનું છે કે, આંદોલનકારીઓ બસને નિશાન બનાવી નુકસાન કરતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. એસ. ટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને પણ ધ્યાને લઇ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે. આંદોલનના ઉગ્ર થવા અંગેના એંધાણોને જોતા પ્રશાસન હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં સુરક્ષાના પુરતા અને કડક બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. આ તરફ હવે આ આંદોલનની અસર ગુજરાત પર પણ પડી છે. જેને લઈ હવે ગુજરાત બોર્ડર સુધી જ મર્યાદિત બસનો રુટ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ તરફ ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતાં મુસાફરો સાપુતારા ખાતે અટવાયા છે.

આ પણ વાંચો :-

 

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજુર

0

શહેરના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી ૯ લોકોને કચડી નાંખનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી  જામીન હાઈકોર્ટે મંજુર કર્યાં છે. અગાઉ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.  ત્યાર બાદ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ મંગેશ મંગદેવે જામીન આપ્યા.  અગાઉ કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માગ્યા હતા જે બાદ પ્રજ્ઞેશ પટેલને ગુજરાત હાઇકોર્ટે આજે જામીન આપ્યા છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત વખતે આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ લોકોને ધમકાવીને પોતાના પુત્રને સારવાર અર્થે લઈ ગયા હતા. લોકોને ધમકાવવા બદલ પોલીસે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. પુત્રના રિમાન્ડ માંગતી વખતે જ પ્રજ્ઞેશ પટેલને પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઉપસ્થિત કરાયા હતા.

આ પણ વાંચો :-

અનામત આંદોલનની આગમાં સળગ્યું મહારાષ્ટ્ર, શિંદેનું વધ્યું ટેન્શન, આઠ જિલ્લાઓમાં હિંસામાં ૯ લોકોના મોત

0

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગ બાબતે મંગળવારે એક મહિલા સહિત ૯ લોકોએ આપઘાત કર્યો છે. આ આંદોલનમાં ૧૯ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ૨૫ લોકોએ આપઘાત કર્યો છે. આ આંદોલન સપ્ટેમ્બર મહિનામાં શરૂ થયું હતું, જે ૮થી વધુ જિલ્લાઓમાં હિંસક બની ગયું છે. વર્ષ ૧૯૯૦માં મંડળ આંદોલન થયું હતું, તે દરમિયાન જેટલા આપઘાત કરવામાં આવ્યા તેની સરખામણીએ હાલમાં ચાલી રહેલ મરાઠા આંદોલનમાં થયેલ આપઘાતનો આંકડો સૌથી વધુ છે.

૩૦ ઓક્ટોબરના રોજ બીડમાં હિંસક ઘટનાઓ થઈ હતી, તે આગ મુંબઈ સુધી પહોંચી ગઈ છે. કોલાબા વિસ્તારમાં બુધવારે સવારે ધારાસભ્યોના સરકારી ઘરની સામે બે અજાણ્યા લોકોએ મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી હસન મુશ્રિફના કાફિલાની ગાડીમાં તોડફોડ કરી હતી. જેમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મનોજ જારાંગે પાટિલે મરાઠા આરક્ષણની માંગને લઈને આ આંદોલન શરૂ કર્યું હતું અને તેમની ભૂખ હડતાળનો આજે 8મો દિવસ છે. જારાંગેએ ચેતવણી આપી છે કે, મહારાષ્ટ્ર સરકાર સ્પેશિયલ સેશન બોલાવીને આરક્ષણ પર નિર્ણય લેવા માટે કહ્યું છે, નહીંતર દેશભરમાં આ આંદોલન શરૂ થશે. નિર્ણય કરવામાં નહીં આવે તો જળ ત્યાગ કરવાની ચેતવણી આપી છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં થયેલ કેબિનેટ બેઠકમાં જસ્ટિસ સંદીપ શિંદેની સમિતિના અંતરિમ રિપોર્ટને મંજૂરી આપવામાં આવી છે. સરકારે ભૂખ હડતાળ પર બેઠલ મનોજ જારાંગે પાટિલના તમામ મરાઠાઓને આરક્ષણ આપવાની માંગને રદ્દ કરી દીધી છે. શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે, તેમની પાર્ટીને આ બેઠકમાં બોલાવવામાં આવી છે. અમારી પાર્ટી પાસે ૧૬ ધારાસભ્ય અને ૬ સાંસદ છે, પરંતુ જે પાર્ટી પાસે ધારાસભ્ય નથી તેવી પાર્ટીઓને બોલાવવામાં આવી છે.

મરાઠા આંદોલનના નેતા મનોજ જારાંગેએ જમાવ્યું છે કે, તેઓ અડધું નહીં પરંતુ સંપૂર્ણ આરક્ષણ લેશે. આ આંદોલન અટકશે નહીં. ધારાસભ્ય અને સાંસદોને આરક્ષણ મળે ત્યાં સુધી મુંબઈમાં રહેવું જોઈએ. CM એકનાથ શિંદેએ જણાવ્યું છે કે, મરાઠા સમાજ શાંતિપ્રિય રીતે આંદોલન કરે છે. કોણ ભડકાવવાનું કામ કરે છે અને આગજની કરે છે તેના પર સરકારનું સંપૂર્ણ ધ્યાન છે.

આ પણ વાંચો :-

દારૂના નશામાં ટલ્લી થઈને ભાજપ નેતાએ બારડોલીમાં પાણીપુરી વેચતી મહિલા સાથે કરી દૂર વ્યવહાર

0

સુરતના વધુ એક નેતા વિવાદમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુરતના બારડોલીના ભાજપ કોષાધ્યક્ષ દારૂના નશામાં ઝડપાયા છે. વિગતો મુજબ બારડોલી તાલુકા ભાજપ કોષાધ્યક્ષ સુરતમાં પાણીપુરી વેચતી મહિલાઓને હેરાન-પરેશાન કરતાં હતા. જેથી મહિલાએ આ અંગે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં પોલીસ બારડોલી તાલુકા ભાજપ કોષાધ્યક્ષની અટકાયત કરી તપાસ શરૂ કરતાં આ દરમિયાન તાલુકા ભાજપ કોષાધ્યક્ષ નશામાં જણાઈ આવ્યા હતા. જેને લઈ હવે ખુદ પોલીસ પણ ફરિયાદી બની તેમની સામે ગુનો દાખલ કર્યો છે. જોકે મહત્ત્વનું છે કે, અટકાયત બાદ હાલ આ ભાજપ કોષાધ્યક્ષ જામીન પર મુક્ત થયા છે.

ગુજરાતમાં અનેકવાર રાજકીય નેતાઓની દાદાગીરી અને નેતા કે કોઈપણ પક્ષના કાર્યકર્તાઓ નશામાં હોવાનું સામે આવી ચૂક્યું છે. આવી જ એક ઘટના હવે સુરતથી સામે આવી છે. વિગતો મુજબ બારડોલી તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ દારૂના નશામાં ઝડપાયા છે. બારડોલી ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ પર પાણીપુરી વેંચતી મહિલાએ હેરાનગતિ કરવાનો આરોપ મૂક્યો હતો. જે બાદમાં આ મહિલાએ ભાજપના કોષાધ્યક્ષ ડૉ.કૌશલ પટેલ વિરુદ્ધ બારડોલી પોલીસ મથકે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

આ પણ વાંચો :-

 

સરદાર પટેલ પર ટિપ્પણી મામલે લોકસાહિત્યકાર દેવાયત ખવડે ફરી માંગી પાટીદાર સમાજની માફી

0

દેવાયત ખવડે ફરી એકવાર પાટીદાર સમાજની માફી માંગી છે. અગાઉ ડાયરામાં દેવાયત ખવડે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ હવે દેવાયત ખવડને આ અંગે ભારે પસ્તાવો થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, નવરાત્રી દરમિયાન દેવાયત ખવડે જાહેર મંચ પરથી પાટીદાર સમાજની માફી માંગી હતી. જે બાદ હવે ફરી એકવાર અમરેલીના ચમારડી ગામે યોજાયેલ એક કાર્યક્રમમાં માફી માંગી અને સરદાર પટેલની જન્મ જયંતીએ મફતમાં ડાયરા કરવાનું એલાન કર્યું છે.

લોકસાહિત્યકાર દેવાયત ખવડે કહ્યું કે, આજથી વર્ષો પહેલા મે કરેલી ભૂલ..વાલ્મીકિએ કરેલ ભૂલનું પ્રાયશ્ચિત કર્યું તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બની ગયા. મને એમ લાગ્યું કે, ક્યાંક મારી ભૂલ હશે. મારે ભૂલને સ્વીકારવી પડે. જેમને દેશ માટે બલિદાન આપ્યું અને હું દરેક સમાજ માટે હિન્દુત્વની વાત કરતો હોય તો મારી ભૂલનું પ્રાયશ્ચિત મારે કરવું પડે. પાટીદાર નવરાત્રીમાં મારા મિત્રોએ મને આમંત્રિત આપ્યું અને મને કીધું ખાલી વિડીયો બનાવો… પણ મે કીધું એમ વિડીયો નહીં, ભૂલ જાહેરમાં કરી છે તો ખવડ એની માફી જાહેરમાં માંગે.

દેવાયત ખવડે કહ્યું કે, હ્યદયથી કહું છું, કોઈ આવેશમાં આવી ને નથી બોલતો. આજે એક પ્રતિજ્ઞા લઈને જાઉ છું કે, ભારત વર્ષમાં ગુજરાતના કોઈપણ ખૂણામાં, ભારતવર્ષના કોઈપણ ખૂણામાં કે આઉટ ઓફ કન્ટ્રીમાં જ્યાં જ્યાં સરદાર વલ્લભભાઈની જન્મજયંતી ઉજવાતી હશે અને મને આમંત્રણ હશે ત્યાં એક પણ રૂપિયો પ્રોગ્રામનો લઉંને તો મને ત્યાંની માટી ખપે. એમને વંદન કરવા માટે હું આવીશ. હું ત્યાં ડાયરો કરવા આવીશ અને વલ્લભભાઈની વાતો હકથી અને વટથી કરીશ.

દે વાયત ખવડે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં પાટીદાર સમાજની માફી માગી આ માફીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ માફી માગવાનું કારણ આજથી સાત આઠ વર્ષ પહેલાની એક ઘટના બાબતનું છે. દેવાયત ખવડે કહ્યું હતું કે, આજથી સાત આઠ વર્ષ પહેલાં સ્ટેજ પરથી એક સ્ટેટમેન્ટ દ્વારા મારાથી પાટીદાર સમાજની લાગણી દુભાણી હતી આ બાબતે હું પાટીદારની માફી માગું છું.

આ પણ વાંચો :-

૦૧ નવેમ્બર / નિરાશાનો અનુભવ, પણ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ, કઈ રાશિના જાતકોનો બુધવાર કેવો જશે? જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આર્થિક ક્ષેત્રે સફળતા મળતા, આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઇ બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી-ધંધાક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારૂ રહેશે.

વૃષભઃ

કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજનાપૂર્ણ વ્યક્તિત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં વધારો થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓને પ્રગતિ-સફળતા મળે.

મિથુનઃ

સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ઘટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભૂતિ થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારૂ રહેશે. જીવનસાથીની તબિયત સાચવવી.

કર્કઃ

દિવસ દરમ્યાન શારિરીક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

સિંહઃ

નાણાંકીય બાબતોથી લાભ સંભવે. કુટુંબમાં સુખ-શાંતિ વધે. જમીન-મકાન મિલકત થી લાભ મળતો જણાય. રંગ-રસાયણ, ટારના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મનદુઃખન થાય એ સાચવવું.

કન્યાઃ

આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઇ બહેનો તથા પુરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શક્ય બને. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.

તુલાઃ

બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય, બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી,ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભફળ મળતુ જણાય. વિદ્યાર્થીમિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.

વૃશ્ચિકઃ

દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક. સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ

ગઇકાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહનો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ

આવક ઘટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુધ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ

દિવસ દરમ્યાન શક્તિ-સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટંુબના સભ્યો સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોમાંથી આવક વધતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ

માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઇન્સેન્ટીવની પ્રા‌િપ્ત શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સ્ત્રીવર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિને ગળાના દુઃખાવાથી સાચવવું.

સુરત સ્મીમેર હોસ્પિટલમાં શિયાળા ટાણે શ્વાસ અને દમની સમસ્યાની દવાની અછત

0

સુરતમાં શિયાળાની ઠંડીના લીધે શ્વાસની તકલીફ, અસ્થમા કમ દમ, શરદી, ખાંસી સહિતના દર્દીઓમાં વધારે થતો હોય છે. તેવા સમયે પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસની તકલીફ અને દમ સહિતની કેટલીક દવાની અછતથી દર્દીઓ મુશ્કેલીમાં વેઠી રહ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજના વિવિધ તકલીફોની સારવાર માટે હજારો દર્દીઓ આવે છે. જોકે  ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ રૃપ ગણાય છે પણ છેલ્લા કેટલાક સમયથી  સ્મીમેર હોસ્પિટલમાં કેટલીક દવાઓની અછત પડી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ખાસ કરીને હાલમાં સુરતમાં સવારે શિયાળાના ઠંડી થોડો ચમકારો જોવા મળી રહી છે. ઠંડીનું પ્રમાણ વધતાં શહેરમા દર વર્ષે શ્વાસની તકલીફ, અસ્થમા કમ દમ, શરદી, ખાંસી સહિતના દર્દીઓમાં વધારે થતો હોય છે. તેવા સમયે શ્વાસની તકલીફ અને દમ સહિતની કેટલીક દવાની અછત છે. જેમાં અસ્થમાની ફોરાકાટ,ઇન્હેલર, શકિતની બી કોમ્પ્લેક્ષ, મલ્ટીવીટામીન, શરદી-ખાંસી- એર્લજી માટેની સેટીરીઝીન સહિતની દવાની ધટ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આવા સંજોગોમાં ગરીબ દર્દીઓએ મુશ્કેલી વેઠી રહ્યા છે.

જયારે કેટલાક દર્દી કે તેમના સંબંધીઓ બહારના પ્રાઇવેટ કે સંસ્થાના મેડિકલ સ્ટોર પરથી પૈસા ખર્ચીને દવા લેવા જતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જયારે સ્મીમેર હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે દવાની ધટ થાય એટલે તરત બહારથી દવા ખરીદીને મગાંવીને સ્ટોક રાખવામાં આવે છે.

આ પણ વાંચો :-

હાર્દિક પંડ્યાની ‘ટ્વિસ્ટેડ સ્ટોરી’ એ ભારતની સૌથી મોટી સમસ્યા હલ કરી, રોહિતના પગલાએ ટેબલ ફેરવી દીધું

0

બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઓલરાઉન્ડર અને વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યાની ઈજા દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ તેણે ભારતીય થિંક-ટેંકના ઘણા મોટા મુદ્દાઓને એક સાથે ઉકેલી નાખ્યા. શાર્દુલ ઠાકુરની કથિત ઉપયોગિતાને કારણે વિસ્ફોટક ઝડપી બોલર મોહમ્મદ શમીને પ્રથમ ઈલેવનમાં સ્થાન ન મળવું એ એક પ્રકારનો અન્યાય હતો. હાર્દિકની ઈજા બાદ ટીમ ઈન્ડિયાને તે ભૂલ સુધારવાની તક મળી અને રોહિત શર્માએ તેનો ફાયદો ઉઠાવ્યો.

હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો ત્યારે એવું લાગતું હતું કે તે ભારત માટે મોટો ફટકો હશે, પરંતુ પછી શમીએ પ્રવેશ કર્યો અને દરેક ચાહકોના ચહેરા પર ચમક આવી ગઈ. શમીએ પોતાની આક્રમક શૈલીથી વિપક્ષી ટીમના મનોબળને તોડી પાડ્યું હતું. હવે એવું લાગે છે કે હાર્દિકની ઈજા કમનસીબ હતી, પરંતુ ભારતની તરફેણમાં ગઈ.
એકવાર પંડ્યા અનુપલબ્ધ હતો અને તેના સ્થાને નિષ્ણાત બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લેવામાં આવ્યો હતો, ત્યારે બોલિંગ નબળી દેખાતી હતી અને જવાબદારી ઠાકુર પર આવી ગઈ હતી. શુભમન ગિલની ગેરહાજરીમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની શરૂઆતની રમતમાં ઈશાન કિશન અને ત્રણ સ્પિનરો રમ્યા હતા. અશ્વિન અફઘાનિસ્તાન સામેની આગામી મેચમાં પોતાનું સ્થાન જાળવી શક્યો નહીં કારણ કે એવું માનવામાં આવતું હતું કે દિલ્હીની સ્થિતિ અલગ હશે. આનાથી ઠાકુરને તક મળી.

પંડ્યાની ઈજાને કારણે ટીમ મેનેજમેન્ટને પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. નહિંતર વિનિંગ કોમ્બિનેશન બદલવું ઘણું મુશ્કેલ હતું. જ્યારે ભારત દક્ષિણ આફ્રિકામાં ૨૦૦૩ના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ત્યારે ત્રણ ખેલાડીઓને તક મળી ન હતી – અજીત અગરકર, પાર્થિવ પટેલ અને સંજય બાંગર. વધુ મહત્ત્વની વાત એ છે કે ‘વર્લ્ડ ક્લાસ’ અનિલ કુંબલેને લીગ સ્ટેજમાં હોલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે માત્ર ત્રણ મેચ રમવાની તક મળી હતી.
દિનેશ મોંગિયાને કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઓલરાઉન્ડર તરીકે ગણાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયા સામેની ખિતાબની મેચમાં મોંગિયા કુંબલેથી આગળ રમ્યો હતો. તે રિકી પોન્ટિંગ અને ડેમિયન માર્ટીનને આઉટ કરી શક્યો હોત તેવી શક્યતા ઓછી હતી. ભારત મહત્વપૂર્ણ રમતમાં કુંબલેનો ઉપયોગ કરવાનું ચૂકી ગયું હતું. જો કે ઠાકુર એવો બોલર છે જેણે મોંગિયા કરતા વધુ વિકેટ લીધી છે. ન્યુઝીલેન્ડ સામે ભારતની જીત બાદ રોહિત શર્માએ મજાકમાં કહ્યું હતું કે ઠાકુર મોટા મેચનો ખેલાડી છે.

આ પણ વાંચો :-