Home Blog Page 913

એપલ આઇફોન હેકિંગ એલર્ટ મામલે સરકારે આપ્યાં તપાસના આદેશ, અશ્વિની વૈષ્ણવે કહ્યું- ૧૫૦ દેશમાં એપલે એલર્ટ આપ્યું

0

કેન્દ્ર સરકારે મંગળવારે એપલ આઇફોન હેકિંગના વિપક્ષના દાવાઓને ફગાવી દીધા છે. કેન્દ્રીય આઇટી પ્રધાન અશ્વિન વૈષ્ણવે પણ કહ્યું હતું કે આરોપોની તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. અશ્વિન વૈષ્ણવે કહ્યું કે, કેટલાક સાથીઓએ એપલ એલર્ટ અંગે મેસેજ આપ્યા છે એટલે અમે કિસ્સામાં ઊંડે સુધી જવા માગીએ છીએ. અમારા કેટલાક ટીકાકારો એવા છે જે હંમેશાં ખોટા આક્ષેપો કરે છે. તેઓ દેશની પ્રગતિ ઇચ્છતા નથી. તેમણે કહ્યું કે એપલે અંદાજના આધારે મેસેજ મોકલ્યો છે. એપલે પોતાની સ્પષ્ટતા પણ આપી દીધી છે. તેમને (વિરોધ પક્ષોને) એક ટેવ છે કે જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ મુદ્દો ન હોય ત્યારે તેઓ કહે છે અમારી જાસૂસી કરાઈ છે.

વૈષ્ણવે જણાવ્યું કે એપલે ૧૫૦ દેશોમાં આ માહિતી જાહેર કરી છે. Apple પાસે કોઈ માહિતી નથી. તેણે અંદાજના આધારે લોકોને આ એલર્ટ મોકલ્યું છે. આ વેગ છે અને તમે બધા જાણો છો કે Apple દાવો કરે છે કે તેના ફોનને કોઈ પણ હેક કરી શકતું નથી. તે જ સમયે, થોડા સમય પહેલા એપલે તેનું સ્ટેન્ડ આપ્યું હતું કે એલર્ટ લોકો સુધી કેમ પહોંચ્યું છે. તેથી વિપક્ષ જેવો આક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તેવું કંઈ નથી.

વિપક્ષના જે નેતાઓને હેકિંગનું એલર્ટ આવ્યું છે તેમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી, આપ નેતા રાઘવ ચઢ્ઢા, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના નેતા પવન ખેરા અને તિરુવનંતપુરમ કોંગ્રેસના સાંસદ શશી થરૂર સામેલ છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એવું કહ્યું કે ગઈકાલે રાત્રે મને મારા ફોન પર ચેતવણી મળી હતી, હું ૧૫-૨૦ વર્ષથી એપલનો ઉપયોગ કરું છું, આવો કોઈ મેઇલ ક્યારેય મળ્યો નથી. આ એક ગંભીર ચેતવણી હતી.

આ પણ વાંચો :-

નીતા અંબાણી ગ્લોબલ લીડરશિપ ઍવોર્ડથી સન્માનિત, કહ્યું કે મહિલાઓને સશક્ત અને શિક્ષિત બનાવવાનું લક્ષ્ય

0

ભારત-અમેરિકા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમે દિલ્હીમાં ગ્લોબલ લીડરશીપ એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને આ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગ્લોબલ લીડરશીપ એવોર્ડ મળ્યા બાદ નીતા અંબાણીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, હું આ ઍવોર્ડ મેળવ્યા બાદ ખૂબ જ સન્માનિત અને ગર્વ અનુભવું છું. રિલાયન્સ ફાઉન્ડેશનના રૂપે અમે ભારતના ૭૫ મિલિયન લોકો સુધી પહોંચ્યા છીએ. મારા હૃદયની સૌથી નજીકની બાબત એ છે કે, મહિલાઓને સશક્ત બનાવી અને તેને શિક્ષણ પૂરું પાડવું.

મહિલાઓને સશક્ત બનાવી અને તેને શિક્ષણ પૂરું પાડવું. દેશમાં બાળકો માટે જરૂરી શિક્ષણ વ્યવસ્થા અને રમતગમતની સુવિધાઓ હોવી જોઈએ. દરેક બાળકને રમવા અને શીખવાનો અધિકાર છે. ઓલમ્પિકમાં ફરી ક્રિકેટનો સમાવેશ કરવાની બાબતનો પણ ઉલેખ્ખ કરતા કહ્યું કે, ૪૦ વર્ષના લાંબા સમયગાળા બાદ ઓલમ્પિક મુવમેન્ટ આપણે ભારતમાં લાવ્યા અને IOCએ ક્રિકેટને ફરી ઓલમ્પિકમાં સમાવેશ કર્યો છે. ઓલમ્પિકમાં ૧૨૮ વર્ષ પછી ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેવી રીતે ભારત ક્રિકેટને અમેરિકા સુધી લઈ ગયું છે તેવી રીતે બાસ્કેટબોલ ભારત આવી શકે છે. રમતોનું આદાન-પ્રદાન સપનાઓ અને દોસ્તીનું આદાન-પ્રદાન કરે છે.

આ પણ વાંચો :-

સાયબર એટેકમાં ૮૧.૫ કરોડ ભારતીયોનો આધાર ડેટા લીક થયાનો દાવો

0

અમેરિકાના એક સાયબર સુરક્ષા ફર્મએ એવો દાવો કર્યો છે કે, લગભગ ૮૧.૫ કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ડેટા નામ, ફોન નંબર, એડ્રેસ, આધાર કાર્ડ અને પાસપોર્ટની જાણકારી સહિત ડેટાની ઓનલાઈન વહેંચણી માટે લીક કરવામાં આવ્યો છે. આ અહેવાલ અનુસાર, ડાર્ક વેબની ID દ્વારા એક વ્યક્તિએ બ્રીચ ફર્મ પર એક થ્રેડ પોસ્ટ રજૂ કરી ૮૧.૫ કરોડ ભારતીયોના આધાર અને પાસપોર્ટના ડેટાને વહેંચવાની ઓફર કરી હતી. આ અહેવાલમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હન્ટર (HUMINT) યુનિટના તપાસકર્તાઓએ ધમકી આપનાર વ્યક્તિ સાથે સંપર્ક કર્યો હતો. ભારતીય આધાર કાર્ડ અને પાસપોર્ટના ડેટાબેઝને 80,000 ડોલરમાં વેચાયો છે.

હાલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આ હેકરની શોધ ચાલી રહી છે.  અમૂક એવા અહેવાલો સામે આવ્યા છે કે, લીક થયેલ ડેટાબેઝ ICMR સાથે સંબંધિત હોઈ શકે છે. એક ટ્વીટર યુઝરે તો એવો પણ દાવો કર્યો કે, એક અજાણ હેકર દ્વારા ૮૦ કરોડથી વધુ ભારતીયોના કોવીડ-૧૯ના ડેટાબેઝને લીક કર્યો છે. આ ભારતમાં સૌથી મોટો ડેટા લીક થયાનો મામલો છે. લીક થયેલા દેતામાં નામ,પિતાનું નામ, ફોન નંબર, પાસપોર્ટ નંબર, આધાર નંબર, વ્યક્તિની ઉંમરની સમાવેશ થાય છે.

CoWin વેબસાઈટ પરથી VVIP સહિત વેક્સિન લીધેલ વ્યક્તિના પર્સનલ ડેટા ટેલિગ્રામ ચેનલમાં લીક થયાની માહિતી બાદ સરકારે ડેટા ભંગની તપાસનો આદેશ રજૂ કર્યો હતો.

આ પણ વાંચો :-

રાષ્ટ્રીય એકતા દિવસ પર ગુજરાતના ૨૦ સહિત ૨૦૪ પોલીસ અધિકારીઓને મળ્યો ખાસ ઍવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી

0

કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય એકતા દિવસ પર કરી હતી. ગુજરાતના ૨૦ પોલીસકર્મીઓ અને અધિકારીઓને આ મેડલથી સન્માનિત કરાયા હતા. જેમાં દીપેન ભાદરાન, ડીઆઇજીપી, સુનીલ જોશી, એસપી, બળવંતસિંહ ચાવડા, ડીવાયએસપી, ભાવેશ.પી. રોજિયા, ડીવાયએસપી, હર્ષ એન ઉપાધ્યાય, ડીવાયએસપી, વિષ્ણુ કુમાર બી પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સંજય કુમાર.એન.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર, જતિન કુમાર.એમ. પટેલ,  પોલીસ ઇન્સ્પેક્ટર, જયેશ.એન.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર, હસમુખભાઇ. કે ભરવાડ, પોલીસ ઇન્સ્પેક્ટર, ભીખાભાઇ એચ કોરોટ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, રવિરાજસિંહ.બી.રાણા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, શ્રીમતિ કોમલ.આર. વ્યાસ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, મૃણાલ.એન.શાહ, પોલીસ વાયરલેસ સબ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે.

૨૪ એપ્રિલ થી ૧, મે ૨૦૨૨ સુધી સ્પેશ્યલ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા તે અંતર્ગત આ મેડલ આપવામાં આવ્યા હતા. મોટાભાગના પોલીસ અધિકારીઓ ગુજરાત એટીએસના અધિકારીઓ છે. આ અધિકારીઓ ડ્રગ્સ અને આતંકી પ્રવૃતિ નિરોધક ટીમના સભ્યો છે.

મેડલની શરૂઆત ૨૦૧૮ માં તે કામગીરીને ઓળખવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી જેમાં ઉચ્ચ સ્તરનું આયોજન સામેલ છે, જે દેશ/રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સુરક્ષા માટે ઉચ્ચ મહત્વ ધરાવે છે અને મોટા વર્ગોની સુરક્ષા પર નોંધપાત્ર અસર કરે છે. આ પુરસ્કાર આતંકવાદ વિરોધી, સરહદી કામગીરી, શસ્ત્ર નિયંત્રણ, માદક દ્રવ્યોની હેરાફેરી અને બચાવ કામગીરી જેવા ક્ષેત્રોમાં હાથ ધરવામાં આવેલ વિશેષ કામગીરી માટે આપવામાં આવે છે. દર વર્ષે ૩૧ ઓક્ટોબરે તેની જાહેરાત કરવામાં આવે છે. એક વર્ષમાં પુરસ્કાર માટે સામાન્ય રીતે ત્રણ સ્પેશિયલ ઓપરેશન્સ ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે અસાધારણ સંજોગોમાં રાજ્ય/યુટી પોલીસને પ્રોત્સાહિત કરવા માટે પાંચ સ્પેશિયલ ઓપરેશન્સ સુધી એવોર્ડ આપવામાં આવી શકે છે.

સીઆરપીએફના ૫૧, એનઆઈએના ૦૯, એનસીબીના ૧૪, આંધ્રપ્રદેશ પોલીસના ૧૨, આસામ પોલીસના ૫, ગુજરાત પોલીસના ૨૦, ઝારખંડ પોલીસના ૧૬ અને મધ્યપ્રદેશ પોલીસના ૨૧ લોકોને પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ સાથે તમિલનાડુ, તેલંગણા અને ઉત્તરાખંડ સહિત અન્ય કેટલાક રાજ્યોના પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

 

વિપક્ષી નેતાઓને ચેતવણી મેસેજ, ફોન પર Appleથી આવ્યું અલર્ટ, ફોન હેક કરી રહી છે સરકાર

0

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ વધતો જાય છે. હાલમાં વિપક્ષના કેટલા નેતાઓ દ્વારા સરકાર પર એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષના કેટલાક નેતાઓમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસ નેતા શશી થરૂર અને પવન ખેડા સહિતના કેટલાક નેતાઓએ ફોન પર મેસેજ અને ઈમેલ પર APPLE દ્વારા મળેલા એક એલર્ટને શેર કર્યું. આ એલર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે સરકાર તેમના ફોન અને ઈમેલને હેક કરવાની કોશિશ કરી રહી છે.

કેશ ફોર ક્વેરી કેસમાં સંડોવાયેલા TMC નેતા મહુઆ મોઇત્રાએ સૌથી પહેલા સ્ક્રીન શોટ શેર કરતા મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. મહુઆએ જણાવ્યું કે, APPLE તરફથી મને એલર્ટ અને ઈમેલ મળ્યો સરકાર મારા ફોન અને ઈમેલને હેક કરવાનો પ્રયાસ કરી રહી છે.

મહુઆ સિવાય કોંગ્રેસ સાંસદ શશી થરૂર, પવન ખેડા અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ તેમના ફોન પર આવેલ એલર્ટના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. મહુઆએ તો એવો પણ દાવો કર્યો હતો કે, AAP સાંસદ રાઘવ ચઢ્ઢા, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, સીપીએમ મહાસચિવ સીતારામના ફોનમાં પણ એલર્ટ આવ્યા છે. આ સિવાય AIMIM ચીફ ઓવૈસીએ પણ તેના ફોનનો એલર્ટ વાળો ફોટો શેર કર્યો હતો.

કેશ ફોર ક્વેરી કેસના મામલામાં મહુઆ મોઈત્રા સામે બિઝનેસમેન પાસેથી પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ લોકસભા સ્પીકરને ફરિયાદ કર્યા બાદ તેમણે એથિક્સ કમિટી સમક્ષ મામલો મોકલ્યો હતો. હાલ કમિટી આરોપોની તપાસ કરી રહી છે. આ મામલે મહુઆ મોઈત્રાને કમિટી સામે ૨ નવેમ્બરે હાજર થવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો :-

બે હાથ વગરની શીતલ તીરંદાજમાં પેરા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

0

પેરા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો છે. ભારતે આ રમતમાં કુલ ૧૧૧ મેડલ જીત્યા છે. આ ગેમ્સ પછી તીરંદાજ શીતલ દેવીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. માત્ર ૧૬ વર્ષની ઉંમરે શીતલ દેવીએ દુનિયાને ચોંકાવી દીધી છે. આજે શીતલ દેવીના પ્રદર્શનના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. દિગ્ગજો તેમને શુભકામના પણ પાઠવી રહ્યા છે.

જે વય્ક્તિ બે હાથથી પર ન કરી શકે, તેવું શીતલ દેવી પ્રદર્શન કર્યું છે.શીતલ દેવીએ ચીનના હાંગઝુમાં આયોજિત એશિયાઈ પેરા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તીરંદાજ શીતલની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાનથી લઈને દેશ-દુનિયાની મોટી દિગ્ગજ હસ્તિઓ પણ શીતલના વખાણ કરી રહી છે. મહિંદ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી તેમણે ખાસ ગિફટ આપવાની જાહેરાત કરી છે. પોતાના સાહસથી લોકો વચ્ચે ચર્ચામાં રહેનારી શીતલ ફોકોમેલિયા નામની બિમારીનો શિકાર છે. આ બિમારીને લઈ બાળપણથી તેને એક હાથ નથી. તેમણે એશિયાઈ પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે અહિથી શીતલની પ્રગતિ શરુ થાય છે.

શીતલે કટરામાં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટ્રેનિંગ લીધી છે. ગત્ત વર્ષે નવેમ્બર ૨૦૨૨માં શીતલ પહેલી વખત જૂનિયર નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો. આ વર્ષે જુલાઈમાં પિલ્સનમાં રમાયેલી વર્લ્ડ પેરા તીરંદાજીની ફાઈનલમાં પહોંચનારી દુનિયાની પહેલી હાથ વગરની મહિલા તીરંદાજ હતી.શીતલે સિંગલ કમ્પાઉન્ડ અને મિક્સ કમ્પાઉન્ડ ઈવેન્ટ્સમાં ગોલ્ડ જીત્યો હતો. તેણે મહિલા ડબલ્સમાં સિલ્વર પણ જીત્યો હતો. શીતલની નજર હવે પેરા ઓલિમ્પિક ગેમ્સ પર છે.

આ પણ વાંચો :-

 

ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ, રાહુલ ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ શ્રદ્ધાંજલિ આપી

0

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ૩૯મી પુણ્યતિથિ છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ આજે મંગળવારે ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશના નિર્માણમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓ દિલ્હીના ‘શક્તિ સ્થળ’ પહોંચ્યા અને ઈન્દિરા ગાંધીની સમાધિ પર ફૂલ અર્પણ કર્યા હતા.

ઈન્દિરા ગાંધીનો જન્મ ૧૯ નવેમ્બર, ૧૯૧૭ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તેઓ જાન્યુઆરી ૧૯૬૬થી માર્ચ ૧૯૭૭ સુધી વડા પ્રધાન પદ પર રહ્ય હતા. આ પછી, તેઓ ૧૯૮૦ માં ફરીથી વડા પ્રધાન બન્યા. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ ઈન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકો દ્વારા હત્યા કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું કે ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન અને અમારા આદર્શ ઇન્દિરા ગાંધીને તેમના બલિદાન દિવસ પર નમ્ર શ્રદ્ધાંજલિ. તેમણે મજબૂત ઇચ્છાશક્તિ, કાર્યક્ષમ નેતૃત્વ, અનન્ય કાર્યશૈલી અને દૂરદર્શિતા સાથે મજબૂત અને પ્રગતિશીલ ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે તેમના દાદી અને દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર એક ઈમોશનલ વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે તેમની તાકાત તેમની દાદી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લગભગ ચાર દાયકા જૂનો વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ તેની દાદીના પાર્થિવ દેહની પાસે ઊભા રહીને રડતા જોવા મળે છે. આ વીડિયો ૧૯૮૪નો છે અને તે સમયે રાહુલ ગાંધી ૧૪ વર્ષના હતા.

રાહુલ ગાંધીએ કહ્યુ કે ભારતની રક્ષા કરીશ જેના માટે તમે સર્વસ્વ બલિદાન કરી દીધું. તમારી યાદો મારા હૃદયમાં હંમેશા મારી સાથે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇન્દિરા ગાંધીએને યાદ કરતા એક્સ પર લખ્યું કે પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર આપણે યાદ કરીએ.

આ પણ વાંચો :-

મુકેશ અંબાણીને અઠવાડિયામાં ફરી એક વખત મળી મોતની ધમકી, હવે ૪૦૦ કરોડની ખંડણી માગી

0

દેશના ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, ધમકી આપનારે પહેલા બે વખતમાં ૨૦ કરોડ અને ત્યારબાદ ૨૦૦ કરોડ રુપિયાની ખંડણી માગી હતી ત્યારે હવે તેણે ૪૦૦ કરોડ રુપિયાની ખંડણી માગી છે.

મુકેશ અંબાણીને આ પહેલા શનિવારે ઈમેલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ૨૦ કરોડ રુપિયા માંગ્યા હતા. આ ઉપરાંત બીજા દિવસે એ જ ઈમેલ દ્વારા ફરીવાર ધમકી આપીને રુપિયા ૨૦૦ કરોડની ખંડણી માગી હતી, ત્યારે હવે ધમકી આપનાર વ્યક્તિએ અંબાણી પાસેથી ૪૦૦ કરોડ રુપિયાની ખંડણી માગી છે. ઉલ્લેખનીય છે કે અઠવાડિયામાં આ ત્રીજી વખત મુકેશ અંબાણીને ધમકી આપી છે. છેલ્લા ઈમેલમાં ખંડણી માંગનાર વ્યક્તિએ લખ્યું છે કે હવે અમે અમારી માંગ વધારીને ૪૦૦ કરોડ કરી દીધી છે અને જો પોલીસ મને ન શોધી શકે તો તે મારી ધરપકડ પણ કરી શક્શે નહીં. હાલ મહારાષ્ટ્રની સાયબર ક્રાઈમ સેલ અને ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં આ મેઈલ બેલ્જિયમથી આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :-

આવાજ નીચે! રાજસ્થાનચૂંટણીને દિલ્હી બેઠકમાં રાહુલ ગાંધી અને સીએમ અશોક ગેહલોત વચ્ચે દલીલ

0

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં બોલાવાઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સીએમ અશોક ગેહલોત વચ્ચે દલીલ થયા વાતાવરણ ગરમાયું હતું. બાદમાં બન્ને વચ્ચે સોનિયા ગાંધી એ માથ્ય્સથી કરી ઈશારો ઇશારોમાં સમજાવી દીધા હતા.

કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાજસ્થાનની તમામ બેઠકો માટેના ઉમેદવારોના નામ હજુ સુધી કેમ નક્કી કરવામાં આવ્યા નથી? તેવો સવાલ ઉઠાવી રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી હતી. જેના જવાબમાં સીએમ ગેહલોતે ગરમ થઇ ગયા હતા અને તેઓએ અવાજ ઊંચો કરીને જવાબ આપતા બંને વચ્ચે ભારે દલીલ થઈ હતી. રાહુલ ગાંધીએ ગેહલોતને કહ્યું, તમે ત્રણ મહિના પહેલા એમ કહેતા હતા કે અમારી સરકાર સામે નહીં પરંતુ કેટલાક ધારાસભ્યો સામે નારાજગી છે. હવે તમે એવું કહો કે તમારી સામે કોઈ વિકલ્પ નથી, તો આવી બેઠકો પર અન્ય નેતાગીરી કેમ ન ઉતારી? તના પર ગેહલોત ઉગ્ર થઇ ગયા હતા.

સોનિયા ગાંધીએ ગેહલોતને ધીમેથી બોલવાનું અને રાહુલને ઈશારા થકી શાંત રહેવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ૬૫ થી ૭૦ ઉમેદવારોના નામ ફાઇનલ થયા છે જ્યારે બાકી રહેતા 35 નામો માટે આવતીકાલની બેઠકમાં ફાઇનલ થશે. નોંધનિય છે કે કોંગ્રેસે પ્રથમ ત્રણ યાદીમાં ૨૦૦માંથી ૯૫ નામોની જાહેરાત કરી છે.

આ પણ વાંચો :-

દિલ્લી લિકર કૌભાંડ: EDએ પંજાબમાં AAPના ધારાસભ્ય કુલવંત સિંહ પર દરોડા

0

દિલ્હી અને પંજાબમાં લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ફરીએકવાર કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલવંત સિંહના ઘરે દરોડા પાડ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ આ કાર્યવાહી પંજાબના મોહાલીમાં ચાલી રહી છે. આ અગાઉ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું અને EDએ મુખ્યમંત્રીને ૨ નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ અગાઉ CBIએ એપ્રિલમાં કેજરીવાલની પુછપરછ કરી હતી.

આ બાદ આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડર પરથી ટ્વિટ કરાયું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે. કેન્દ્ર સરકાર નકલી કેસ બનાવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં બંધ કરવા માંગે છે. તો બીજીતરફ દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેન્દ્ર સરકારની ઈડીએ કેજરીવાલને ૨ નવેમ્બરે બોલાવ્યા છે. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ભાજપ કોઈપણ ભોગે AAPને ખતમ કરવા માંગે છે. તેઓ નકલી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને AAPને ખતમ કરવા માંગે છે.

૨૦૨૧ની ૨૨મી માર્ચે મનીષ સિસોદિયાએ નવી લિકર પોલિસીની જાહેરાત કરી હતી. ૧૭ નવેમ્બર-૨૦૨૧ના રોજ નવી લિકર પોલિસી એટલે એક્સાઈઝ પોલિસી ૨૦૨૧-૨૨ લાગુ કરવામાં આવી. નવી લિકર પોલિસી આવ્યા બાદ સરકાર કારોબારમાંથી બહાર નીકળી ગઈ અને તમામ દારુની દુકાનો ખાનગી હાથોમાં જતી રહી. નવી લિકર પોલિસી લાવવા પાછળનો સરકારનો હેતુ હતો કે, આમ કરવાથી માફિયા રાજ ખતમ થઈ જશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે નવી પોલિસીનો અમલ થતા જ વિવાદો પણ શરૂ થઈ ગયા. વિવાદ વધતા સરકારે ૨૮ જુલાઈ ૨૦૨૨માં નવી લિકર પોલિસી રદ કરી જૂની પોલિસી લાગી કરી દીધી..

આ પણ વાંચો :-