દિલ્લી લિકર કૌભાંડ: EDએ પંજાબમાં AAPના ધારાસભ્ય કુલવંત સિંહ પર દરોડા

Share this story

દિલ્હી અને પંજાબમાં લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ફરીએકવાર કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલવંત સિંહના ઘરે દરોડા પાડ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ આ કાર્યવાહી પંજાબના મોહાલીમાં ચાલી રહી છે. આ અગાઉ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું અને EDએ મુખ્યમંત્રીને ૨ નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ અગાઉ CBIએ એપ્રિલમાં કેજરીવાલની પુછપરછ કરી હતી.

આ બાદ આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડર પરથી ટ્વિટ કરાયું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે. કેન્દ્ર સરકાર નકલી કેસ બનાવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં બંધ કરવા માંગે છે. તો બીજીતરફ દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેન્દ્ર સરકારની ઈડીએ કેજરીવાલને ૨ નવેમ્બરે બોલાવ્યા છે. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ભાજપ કોઈપણ ભોગે AAPને ખતમ કરવા માંગે છે. તેઓ નકલી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને AAPને ખતમ કરવા માંગે છે.

૨૦૨૧ની ૨૨મી માર્ચે મનીષ સિસોદિયાએ નવી લિકર પોલિસીની જાહેરાત કરી હતી. ૧૭ નવેમ્બર-૨૦૨૧ના રોજ નવી લિકર પોલિસી એટલે એક્સાઈઝ પોલિસી ૨૦૨૧-૨૨ લાગુ કરવામાં આવી. નવી લિકર પોલિસી આવ્યા બાદ સરકાર કારોબારમાંથી બહાર નીકળી ગઈ અને તમામ દારુની દુકાનો ખાનગી હાથોમાં જતી રહી. નવી લિકર પોલિસી લાવવા પાછળનો સરકારનો હેતુ હતો કે, આમ કરવાથી માફિયા રાજ ખતમ થઈ જશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે નવી પોલિસીનો અમલ થતા જ વિવાદો પણ શરૂ થઈ ગયા. વિવાદ વધતા સરકારે ૨૮ જુલાઈ ૨૦૨૨માં નવી લિકર પોલિસી રદ કરી જૂની પોલિસી લાગી કરી દીધી..

આ પણ વાંચો :-