અનામત આંદોલનની આગમાં સળગ્યું મહારાષ્ટ્ર, શિંદેનું વધ્યું ટેન્શન, આઠ જિલ્લાઓમાં હિંસામાં ૯ લોકોના મોત

Share this story

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગ બાબતે મંગળવારે એક મહિલા સહિત ૯ લોકોએ આપઘાત કર્યો છે. આ આંદોલનમાં ૧૯ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ૨૫ લોકોએ આપઘાત કર્યો છે. આ આંદોલન સપ્ટેમ્બર મહિનામાં શરૂ થયું હતું, જે ૮થી વધુ જિલ્લાઓમાં હિંસક બની ગયું છે. વર્ષ ૧૯૯૦માં મંડળ આંદોલન થયું હતું, તે દરમિયાન જેટલા આપઘાત કરવામાં આવ્યા તેની સરખામણીએ હાલમાં ચાલી રહેલ મરાઠા આંદોલનમાં થયેલ આપઘાતનો આંકડો સૌથી વધુ છે.

૩૦ ઓક્ટોબરના રોજ બીડમાં હિંસક ઘટનાઓ થઈ હતી, તે આગ મુંબઈ સુધી પહોંચી ગઈ છે. કોલાબા વિસ્તારમાં બુધવારે સવારે ધારાસભ્યોના સરકારી ઘરની સામે બે અજાણ્યા લોકોએ મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી હસન મુશ્રિફના કાફિલાની ગાડીમાં તોડફોડ કરી હતી. જેમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મનોજ જારાંગે પાટિલે મરાઠા આરક્ષણની માંગને લઈને આ આંદોલન શરૂ કર્યું હતું અને તેમની ભૂખ હડતાળનો આજે 8મો દિવસ છે. જારાંગેએ ચેતવણી આપી છે કે, મહારાષ્ટ્ર સરકાર સ્પેશિયલ સેશન બોલાવીને આરક્ષણ પર નિર્ણય લેવા માટે કહ્યું છે, નહીંતર દેશભરમાં આ આંદોલન શરૂ થશે. નિર્ણય કરવામાં નહીં આવે તો જળ ત્યાગ કરવાની ચેતવણી આપી છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં થયેલ કેબિનેટ બેઠકમાં જસ્ટિસ સંદીપ શિંદેની સમિતિના અંતરિમ રિપોર્ટને મંજૂરી આપવામાં આવી છે. સરકારે ભૂખ હડતાળ પર બેઠલ મનોજ જારાંગે પાટિલના તમામ મરાઠાઓને આરક્ષણ આપવાની માંગને રદ્દ કરી દીધી છે. શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે, તેમની પાર્ટીને આ બેઠકમાં બોલાવવામાં આવી છે. અમારી પાર્ટી પાસે ૧૬ ધારાસભ્ય અને ૬ સાંસદ છે, પરંતુ જે પાર્ટી પાસે ધારાસભ્ય નથી તેવી પાર્ટીઓને બોલાવવામાં આવી છે.

મરાઠા આંદોલનના નેતા મનોજ જારાંગેએ જમાવ્યું છે કે, તેઓ અડધું નહીં પરંતુ સંપૂર્ણ આરક્ષણ લેશે. આ આંદોલન અટકશે નહીં. ધારાસભ્ય અને સાંસદોને આરક્ષણ મળે ત્યાં સુધી મુંબઈમાં રહેવું જોઈએ. CM એકનાથ શિંદેએ જણાવ્યું છે કે, મરાઠા સમાજ શાંતિપ્રિય રીતે આંદોલન કરે છે. કોણ ભડકાવવાનું કામ કરે છે અને આગજની કરે છે તેના પર સરકારનું સંપૂર્ણ ધ્યાન છે.

આ પણ વાંચો :-