Home Blog Page 911

દિલ્હીના CM કેજરીવાલની પૂછપરછ પહેલાં વધું એક AAPના મંત્રીની ઘરે EDની રેડ

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે EDએ દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. દારૂ કૌભાંડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. જોકે આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, EDની ટીમે આજે સવારે દિલ્હી સરકારના અન્ય મંત્રીના ઘરે દરોડા પાડ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી સરકારના અન્ય મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડી રહી છે. EDની ટીમ સિવિલ લાઇન્સમાં મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન સહિત ૯ સ્થળોએ તપાસ કરી રહી છે. રાજકુમાર આનંદના બિઝનેસ સાથે જોડાયેલા મામલામાં EDની ટીમ દરોડા પાડી રહી છે. સૂત્રોનું માનીએ તો રાજકુમાર આનંદ હવાલા વ્યવહારમાં સામેલ હોવાની શંકા છે. આ દરોડાને કસ્ટમના મામલામાં પણ જોડવામાં આવી રહ્યો છે.

રાજકુમાર આનંદ વર્ષ ૨૦૨૦માં પહેલીવાર પટેલ નગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેમની પત્ની વીણા આનંદ પણ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના સ્થાને રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, બૌદ્ધ સંમેલનના એક કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેમાં રાજેન્દ્ર પાલ ગૌતમ પણ હાજર હતા, જે બાદ ઘણો હોબાળો થયો હતો અને રાજેન્દ્ર ગૌતમને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

EDએ દિલ્હી દારૂ કૌભાંડની તપાસમાં આજે સવારે ૧૧ વાગ્યે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલે ૧૬ એપ્રિલે કેજરીવાલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે CBIએ લગભગ ૯ કલાક સુધી સીએમની પૂછપરછ કરી હતી. આ એ જ કેસ છે જેમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. લગભગ ૯ મહિના બાદ કેજરીવાલની ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે. જેના કારણે સીએમ ઓફિસથી લઈને ઈડી ઓફિસ સુધી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

જબાલિયા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલના હવાઈ હુમલામાં ૧૯૫ લોકોના મોત

0

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગાઝા પટ્ટી છોડીને અન્ય સ્થળે જવા મજબૂર બન્યા છે ત્યારે ગઈકાલે ઉત્તર ગાઝામાં આવેલા જબાલિયા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં ૧૯૫ લોકોના મોત થયા છે.

ઈઝરાઇલ દ્વારા જબાલિયા શરણાર્થી કેમ્પ પર કરવામાં આવેલા હુમલામાં ૧૯૫ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં અલ જજીરાના એક એન્જિનિયરનો આખો પરિવાર ખતમ થઈ ગયો હતો અને પરિવારના ૧૯ લોકોના મોત થયા હતા. ઈઝરાઇલી હવાઈ હુમલામાં ઉત્તરી ગાઝામાં આવેલા જબાલિયા શરણાર્થી કેમ્પમાં ખાના ખરાબી સર્જાઈ હતી. આ કેમ્પ બરબાદ થઈ ગયો હતો. અહેવાલો અનુસાર ઈજિપ્તે ઈઝરાઇલના હવાઈ હુમલાનેને અમાનવીય ગણાવ્યો હતો. ઈજિપ્તે કહ્યું હતું કે આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. ઈઝરાયલ હોસ્પિટલ, શરણાર્થી કેમ્પ પર હુમલા કરે છે. ઈજિપ્તે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઈઝરાઇલી હુમલાને રોકવા અને ગાઝાના રહેવાશીઓ સુધી માનવીય સહાય આપવા માટે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો હતો.

કોહેને કહ્યું કે છેલ્લા પાંચ દિવસોમાં અમે હમાસની મોટાભાગની ક્ષમતાઓ નષ્ટ કરી દીધી છે. તેની રણનીતિક સુવિધાઓ, તેના તમામ વિસ્ફોટકો, તેની ટનલો અને અન્ય સુવિધાઓ પર સીધો પ્રહાર કરાયો છે. જોકે તેમણે કહ્યું કે આ યુદ્ધ લાંબુ ચાલશે અને એક કપરો મિશન છે. આ સાથે આઈડીએફએ કહ્યું કે તેણે હવાઈ હુમલામાં હમાસના એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલના પ્રમુખ કમાન્ડર મોહમ્મદ એસારને ઠાર માર્યો હતો. આઈડીએફએ આ હુમલાનો વીડિયો પણ જારી કર્યો હતો.

આ પણ વાંચો :-

લિકર કૌભાંડમાં ED સામે હાજર નહીં થાય કેજરીવાલ, કહ્યું- નોટિસ પાછી લે એજન્સી, સિસોદિયા પહેલેથી જ છે જેલમાં

0

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે આજે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડી ઓફિસ ખાતે બોલવવામાં આવ્યા હતા. EDના સવાલોના જવાબ આપતા પહેલા કેજરીવાલે કહ્યું હતું કે, પૂછપરછ માટે આવેલી નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિ પ્રેરિત છે. તેમણે કહ્યું કે ભાજપના ઈશારે નોટિસ મોકલવામાં આવી છે. હું ચાર રાજ્યોમાં પ્રચાર ન કરી શકું તે માટે કરવામાં આવ્યું છે જેથી તપાસ એજન્સીએ નોટિસ તાત્કાલિક પાછી ખેંચવી જોઈએ.

AAP નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. સિસોદિયાની ધરપકડ બાદ EDએ તાજેતરમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરી હતી. દિલ્હી શરાબ કૌભાંડને લઈને ED ધીમે ધીમે AAPના ઘણા બધા નેતાઓ પર કાર્યવાહી કરી રહી છે. મની લોન્ડરિંગ કેસમાં આજે EDએ દિલ્હીના કેબિનેટ મંત્રી રાજ કુમાર આનંદના ઘર પર દરોડા પાડ્યા છે. AAPને એ પણ ડર છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના ઘણા ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવશે. આ મામલે પાર્ટીએ બીજેપી પર સીધું નિશાન સાધ્યું હતું. રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે, ભાજપ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે. આંમાં કેજરિવાલની ધરકડ થઈ શકે છે અને જેઓ પ્રથમ નહી હોય.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ૨૦૧૪થી ED દ્વારા નોંધાયેલા તમામ કેસમાંથી ૯૫ ટકા વિપક્ષી નેતાઓ વિરુદ્ધ નોંધાયા છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ ઈન્ડિયા ગઠબંધનથી નારાજ છે. વધુમાં કહ્યું કે, કેજરીવાલની ધરપકડ કરવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે. ભાજપ જાણે છે કે તે દિલ્હીની સાતેય લોકસભા બેઠકો ગુમાવશે. જેથી તેમને ચૂંટણી લડવાથી રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક યાદી બતાવી અને કહ્યું કે તેમાં જે લોકોની ધરપકડ થવાની છે તેમના નામ સામેલ છે. કેજરીવાલ બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીનો નંબર આવશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનની પણ ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

સુરતમાં BJPના કોર્પોરેટરના પુત્રએ કાયદો હાથમાં લીધો, કોન્ટ્રાક્ટરને અપશબ્દો કહીને પછી કર્યું અંધાધૂંધ ફાયરિંગ

0

સુરતમાં ભાજપ નેતાના પુત્રની દાદાગીરી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ એક કોન્ટ્રાક્ટરને ધમકાવવા ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે. સ્થાનિક કોન્ટ્રાક્ટરને ધમકાવવા માટે દિવાલ પર ફાયરિંગ કર્યુ હતુ. જોકે આ ઘટનામાં સદભાગ્યે કોઈને ઈજા પહોંચી નહોતી. આ તરફ ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સાથે કોન્ટ્રાક્ટરની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ તરફ હવે ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ ફાયરિંગ કર્યાની ઘટનાની ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં બાંધકામ કોન્ટ્રાક્ટર સાથે માથાકૂટ થતાં ફાયરિંગ કર્યુ હોવાનું સામે આવ્યું છે. ભેંસાણમાં કોર્પોરેટર અજિત પટેલના પુત્ર દિવ્યેશ પટેલે કોન્ટ્રાક્ટરને ધમકાવવા માટે દિવાલ પર ફાયરિંગ કર્યુ હતુ. જોકે રાહતની વાત છે કે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી.

સ્થાનિક ચર્ચાઓ મુજબ બાંધકામ સાઈટ ઉપર કામ પૂર્ણ ન કરતાં માથાકૂટ ચાલી રહી હતી. આ દરમિયાન કોર્પોરેટર અજિત પટેલના પુત્ર દિવ્યેશ પટેલ કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોરને બેફામ ગાળો આપી બીજી સાઈટથી ઊંચકી લાવ્યો હતો. આ તરફ કોન્ટ્રાક્ટરને ઊંચકી લાવ્યા બાદ દિવ્યેશે એકાએક ફાયરિંગ કરી દીધુ હતું. ફાયરિંગ કરતાં બાંધકામ સાઈટ પર દોડાદોડી મચી ગઈ હતી. આ તરફ ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સાથે હવે પોલીસે કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી તો દિવ્યેશના હથિયાર વિશે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ તરફ પોલીસે આરોપી દિવ્યેશની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

૦૨, નવેમ્બર, ૨૦૨૩ / ધન, પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ, પણ લાઈફ પાર્ટનર સાથે વિવાદ, કઈ રાશિના જાતકોનો ગુરુવાર કેવો રહેશે ? જુઓ રાશિ ભવિષ્ય

0

મેષઃ
આર્થિક દ્રષ્ટિએ સામાન્ય દિવસ. આવક-જાવકનું પાસુ સરભર થઇ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતાં સાવધાની જરૂરી. આદ્યાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.
વૃષભઃ
દિવસ દરમ્યાન ગુસ્સા ઉપર કાબુ રાખવાની સલાહ છે. નાણાંકીય બાબતો માટે સાનુકુળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃ‌િત્ત‌ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિના યોગ છે.
‌મિથુનઃ
વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા ફટકાથી સાવધ રહેવું. વિજળીના સામાન, ટેલીફોન, ટી.વી. તેમજ કોન્ટ્રાકટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.
કર્કઃ ‌
શારિરિક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી, વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.
‌સિંહઃ
રાજકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ. સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયોથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળે.
કન્યાઃ
કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંધો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. માતા-પિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી.
તુલાઃ
વારેવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણી શીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતુ જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતા-પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.
વૃ‌શ્ચિકઃ
જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાંકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ. નસીબનો સાથ છુટતો જણાય.
ધનઃ
ઉતાવળીયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી, હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધનસ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.
મકરઃ
દિવસ દરમ્યાન તામસિકતા તથા આદ્યાત્મિકતાનું મિશ્ર ફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબુ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.
કુંભઃ
પોતાનું બોલેલું જ સાચુ એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્નો કરવા.
મીનઃ
મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ મિલકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

આ પણ વાંચો :-

મોદી સરકારને બીજી વાર મળ્યું સૌથી વધારે GST કલેક્શન, ૧.૭૨ લાખ કરોડ રહ્યું GST કલેક્શન

0

૨૦૧૭માં જીએસટી લોન્ચ થયા બીજી વાર સરકારને સૌથી વધારે જીએસટી કલેક્શન મળ્યું છે. ઓક્ટોબર-નવેમ્બરમાં તહેવારોને કારણે સરકારની જીએસટીની આવકમાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૩માં ૧.૭૨ લાખ કરોડનું જીએસટી કલેક્શન રહ્યું છે. આ આંકડો ૨૦૧૭માં જીએસટી લોન્ચ થયા બાદ બીજું સૌથી વધારે છે.

નાણાં મંત્રાલયે ઓક્ટોબર ૨૦૨૩ માટે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧,૭૨,૦૦૩ કરોડ રૂપિયા છે. તેમાંથી ૩૦,૦૬૨ કરોડ રૂપિયા સીજીએસટી ૩૮,૧૭૧ કરોડ રૂપિયા એસજીએસટી, ૯૧,૩૧૫ કરોડ રૂપિયા આઇજીએસટી અને ૧૨,૪૫૬ કરોડ રૂપિયા સેસ છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સરેરાશ જીએસટી કલેક્શન ૧.૬૬ લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે ૧૧ ટકા વધારે છે. આ સાથે જ ગત વર્ષે ઓક્ટોબર મહિનાની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧૩ ટકા વધારે રહ્યું છે. ઘરેલુ વ્યવહારોથી આવકમાં ૧૩ ટકાનો ઉછાળો આવ્યો છે.

ઓક્ટોબર-નવેમ્બરમાં નવરાત્રી, દશેરા, કરવા ચોથ, દિવાળી સહિતના ઘણા તહેવારો છે એટલે સરકારને સૌથી વધારે જીએસટી કલેક્શન મળ્યું છે. તહેવારોમાં લોકો છૂટથી વસ્તુઓ ખરીદતા હોય છે. ખરીદાયેલી વસ્તુઓ પર જીએસટી લાગે છે. આ રીતે લોકો જેટલી વધારે ખરીદી કરે તેટલી સરકારને જીએસટીની વધારે આવક થાય છે.

આ પણ વાંચો :-

ડિંડોલીમાં કરોડોના સટ્ટાકાંડમાં પકડાયેલા ૪ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કસ્ટડીમાં મોકલાયા

0

દેશભરમાં ચકચાર મચાવનારા કરોડોના કૌભાંડની તપાસ ઇકો સેલને કરી રહી હતી.હાલ ઝડપાયેલા ચારે આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા સુરત કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીને હુકમ કરાયો હતો.પોલીસ તપાસમાં ૭૮૦૦ કરોડના ઓનલાઇન ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. શિવ એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઇન કાપડની ઓફિસની આડમાં ધમધમતા ઓનલાઇન સટ્ટાકાંડ નું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

એકાદ વર્ષ પહેલાં ઈકોસેલે ૭૮૦૦ કરોડનું સટ્ટાકાંડ ડિંડોલીમાં રાજમહલ મોલમાં પકડી પાડ્યું હતું. આ ગુનામાં ઈકોસેલે બે દિવસ પહેલાં ૪ને પકડી પાડ્યા હતા.ચકચારી સટ્ટાકાંડમાં પકડાયેલા આરોપીમાં બકુલ કિર્તીપાલ શાહ (૪૦) (રહે, ક્રિષ એપાર્ટ, પાલ, મૂળ રહે, નવા ડીસા, જી.બનાસકાંઠા), હર્ષ કમલેશ શાહ(૨૫)(રહે, અંકુર એપાર્ટ, કૈલાશનગર, મજુરાગેટ, મૂળ રહે, ચંદીસર, જી.બનાસકાંઠા), પાર્થ શૈલેષ જોષી (૩૦) (રહે, વાડી, આદીપુર, ગાંધીધામ, કચ્છ, મૂળ રહે, બિલખા, જુનાગઢ) અને આકાશ પ્રવિણચંદ્ર પારેખ (૩૦)(રહે, ભાગ્યરત્ન હાઇટ્સ, પાલ, મૂળ રહે, વાવ, બનાસકાંઠા) છે. ચારેયને ઈકોસેલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. એક આરોપીનો ફોટો નેતાના પુત્ર સાથે છે.

દુબઈમાં બેસી કિશન સટ્ટાંના કરોડોના હવાલા કરતો હતો. કિશને ૩૦થી ૪૦ હજારના પગાર પર ૪ જણાને નોકરીએ રાખ્યા હતા. કિશનના કહેવાથી ૪ આરોપી એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર અંગે જણાવતો હતો. હજુ કિશન સહિત ૧૫ આરોપીઓ વોન્ટેડ છે. જેમાં મોટેભાગના આરોપી દુબઈ ભાગી ગયા હોવાની વાત છે. તે વખતે શરૂઆતમાં સૂત્રધાર સહિત ૪ પકડાયા હતા. જેમાં કુલ ૯ પકડાયા છે. આરોપી પાસેથી બેંકોના ૭૬ ડમી ખાતાઓ પોલીસે ફ્રીજ કર્યા હતા. આરોપીના IDBI બેંકના ૩ ખાતામાંથી ૧૨૧૭ કરોડ ૮૦ લાખ ટ્રાન્જેક્શનો થયેલા હોવાની ચોંકાવનારી વિગતો મળી છે. સાથે ૧.૭૨ કરોડ ફ્રીઝ કર્યા હતા. હુઝેફાને ઓનલાઇન બેટીંગ એપમાં ગેરકાયદે લેવડદેવડ માટે બેંક ખાતાઓ નાણાકીય વ્યવહારો કરતો હતો. પોલીસે આરોપીના બેંકના ખાતાઓનું સ્ટેટમેન્ટ બેંકમાંથી કઢાવ્યું હતું. જેમાં માત્ર એક જ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ ૬૦૦ પાનાનું હતું, જે જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા.

આ પણ વાંચો :-

હુથીના હુમલા બાદ ઈઝરાઇલ એક્શનમાં, રેડ સી વિસ્તારમાં મિસાઈલ બોટ કરી તૈનાત

0

યમનમાં ઇરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા વારંવાર મિસાઇલ અને ડ્રોન હુમલા બાદ ઇઝરાઇલે બુધવારે લાલ સમુદ્ર વિસ્તારમાં તેની નૌકાદળની હાજરીને મજબૂત બનાવી છે. આ મામલે ઇઝરાઇલનાં સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે મિસાઇલ બોટને પરિસ્થિતિના મૂલ્યાંકન અનુસાર અને પ્રદેશમાં વધેલા સંરક્ષણ પ્રયાસોના ભાગ રૂપે તૈનાત કરવામાં આવી છે.

ઇઝરાઇલની એરો એર-ડિફેન્સ સિસ્ટમે “રેડ સી વિસ્તારમાં” યહૂદી રાજ્ય પર છોડવામાં આવેલી મિસાઇલને અટકાવી હતી. હુથી ચળવળનાં સત્તાવાર જૂથે પુષ્ટિ કરી હતી કે આતંકવાદી જૂથે ઇઝરાઇલ પર બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલો તેમજ ડ્રોન લોન્ચ કર્યા હતા. ઇઝરાઇલની ડિફેન્સ ફોર્સે ઇઝરાઇલની દક્ષિણે આવેલા શહેર ઇલાત નજીક મિસાઈલ એટેકનાં જોખમને અટકાવ્યું હતું.

ઇઝરાઇલની સેના પાસે હુથી હુમલાઓ સામે રક્ષણ કરવા માટે લાલ સમુદ્રના વિસ્તારમાં હવાઈ સંરક્ષણના બહુવિધ સ્તરો ઉપલબ્ધ છે. IDF એ જણાવ્યું હતું કે એક લડાયક જેટે લાલ સમુદ્ર પર “હવાઈ ખતરો” અટકાવ્યો હતો. જે સિનાઇ દ્વીપકલ્પમાં ઇજિપ્તના રિસોર્ટ ટાઉન તાબા પર ડ્રોન હુમલાના ગણતરીનાં કલાકો પછી આવ્યો હતો. આ હવાઈ હુમલામાં છ લોકો ઘાયલ થયા હતા.

યુએસ નૌકાદળના વિનાશક યુએસએસ કાર્ને ઑક્ટોબરના રોજ યમનમાંથી મિસાઇલો અને ડ્રોનને તોડી દ્વારા ૧૯ પાડવામાં આવ્યા હતાં. અમેરિકન સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મિસાઇલો અને ડ્રોન ઇઝરાઇલને લક્ષ્યમાં રાખીને હુમલો કરવાની શક્યતા હતી.

આ પણ વાંચો :-

નવેમ્બર મહિનાની પહેલી તારીખે LPG યુઝર્સને મોટો ઝટકો, જાણો LPG ગેસના ભાવમાં કેટલાં રૂપિયા વધારો

0

આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે દર મહિનાની જેમ આ મહિનો પણ ઘણા મોટા ફેરફાર  લઈને આવ્યો છે. પહેલા દિવસે જ્યાં LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો થવાના કારણે મોટો ઝટકો લાગ્યો છે ત્યાં જ GST નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી થયેલો આ ફેરફાર સીધો તમારા ખિસ્સા પર અસર કરશે.

દર મહિનાની પહેલી તારીખે ઓયલ માર્કેટિંગ કંપનીઓ LPG કિંમતોમાં ફેરફાર કરે છે. ફેસ્ટિવ સીઝનમાં ગઈ ૩૦ ઓગસ્ટે ૧૪ કિગ્રા વાળા રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો હતો સરકારે સામાન્ય માણસને મોટી રાહત આપી હતી. પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત સતત વધી.

આ મહિનાની પહેલી તારીખ એટલે કે ૧ નવેમ્બર ૨૦૨૩થી ફરી મોટો ઝટકો લાગ્યો છે. અને ૧૯ કિગ્રા વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૦૩ રૂપિયા સુધીનો વધારે કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા ગેસની કિંમતોમાં આ વધારો કોમર્શિયલ યુઝર્સના ખિસ્સા પર ભારે પડશે.

આજથી ૧૯ કિલોગ્રામ વાળા કોમર્શિયલ LPG Cylinder રાજધાની દિલ્હીમાં ૧૮૩૩ રૂપિયામાં મળશે. જે પહેલા ૧૭૩૧ રૂપિયામાં મળતા હતા. અન્ય મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં તેની કિંમત વધીને ૧૭૮૫.૫૦ રૂપિયા થઈ ગઈ છે. જે પહેલા ૧૬૮૪ રૂપિયા હતી. ત્યાં જ કલકત્તામાં ૧૮૩૯.૫૦ રૂપિયાની જગ્યા પર હવે ૧૯૪૩ રૂપિયા પર વેચાશે. ત્યાં જ ચેન્નાઈમાં તેની કિંમત ૧૯૯૯.૫૦ રૂપિયા થઈ ગઈ છે. જે પહેલા ૧૮૯૮ રૂપિયા હતી.

આ પણ વાંચો :-

યુપીમાં મહિલા ટ્યુશન ટીચરે ૧૦માના છોકરાનું રસ્સીથી કેમ ગળું ઘોંટ્યું? પોલીસે કર્યાં કંપાવનારા ખુલાસા

0

યુપીના કાનપુરમાં કાપડના વેપારીના ૧૬ વર્ષના પુત્ર કુશાગ્રની લાશ તેના લેડી ટ્યુશન ટીચરના ઘેરથી મળી આવતાં હડકંપ મચ્યો છે. લેડી ટ્યુશન ટીચરે તેના બોયફ્રેન્ડ સાથે મળીને કુશાગ્ર નામના છોકરાની હત્યા કરી નાખી હતી. લેડી ટીચરે પોતાને ઘેર ભણવા આવતાં કુશાગ્રની હત્યા કેમ કરી તેને લઈને પોલીસના ચોંકાવનારા ખુલાસા સામે આવ્યાં છે.

લેડી ટીચર અને તેના બોયફ્રેન્ડે કુશાગ્રની હત્યાનો પૂરો પ્લાન બનાવ્યો હતો જે અનુસાર ૩ દિવસ પહેલા રસ્સી ખરીદવામાં આવી હતી તેમ કુશાગ્રના આવવા જવાના માર્ગ પર રેકી પણ કરવામાં આવી હતી.

લેડી ટીચરે તેના બોયફ્રેન્ડ સાથે મળીને ૩૦ લાખની ખંડણી માટે કુશાગ્રની હત્યા કરી હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. કાનપુરના રાયપુરવામાં રહેતા કાપડના વેપારીના પુત્રનું અપહરણ કરી હત્યા કરી દેવામાં આવી છે. કાપડના વેપારીનું નામ મનિષ કનોડિયા છે અને તેમના હત્યા થયેલા પુત્રનું નામ કુશાગ્ર છે. કુશાગ્ર ગઈકાલે સાંજે ચાર વાગ્યે ટ્યૂશન જવા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ તે ઘરે પરત ફર્યો ન હતો. પરિવારને રાતે લગભગ ચાર વાગ્યે ૩૦ લાખની ખંડણીનો લેટર મળ્યો હતો. ત્યારે તેમને જાણ થઈ કે કુશાગ્રનું અપહરણ થયું છે. પરંતુ તેઓ કંઈ કરે તે પહેલા કુશાગ્રની લાશ લેડી ટ્યુશન ટીચરના ઘેરથી મળી આવી હતી. આ મામલે પોલીસે કિશોરને ભણાવનાર લેડી ટીચર અને તેના બે મિત્રોની ધરપકડ કરી છે. તેમના પર પીડિતાનું અપહરણ કરવાનો અને 30 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે. કુશાગ્ર કનોડિયા જયપુરિયા સ્કૂલમાં ધોરણ 9નો વિદ્યાર્થી હતો અને તે આરોપી લેડી ટીચર રચિતા પાસે દરરોજ ટ્યુશને જતો હતો.

કુશાગ્ર રોજની જેમ ટ્યૂશનનો અભ્યાસ કરવા માટે ૪ વાગે ઘરેથી નીકળ્યો હતો. લાંબો સમય વીતી જવા છતાં તે ઘેર પાછો આવ્યો નહોતો. પરિવારજનોએ તેને શોધવાનું શરૂ કર્યું. આ દરમિયાન રાત્રે ૯ વાગ્યાની આસપાસ સ્કૂટી પર આવેલા એક યુવકે ઘર પર એક પત્ર ફેંક્યો હતો. તે પત્રમાં  કુશાગ્રના અપહરણની માહિતી મળી હતી અને 30 લાખની ખંડણી પણ માગી હતી. આ પછી પરિવારજનોએ પોલીસને આ અંગે જાણ કરી હતી.

પ્રાથમિક તપાસ બાદ કુશાગ્રને ટયુશન શીખવનારી મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી હતી, કડક પૂછપરછમાં રચિતા ભાંગી પડી અને તેણે કુશાગ્રની હત્યાની કબૂલાત કરી લીધી હતી. રચિતાએ કહ્યું કે તે અને તેનો બોયફ્રેન્ડ લગ્ન કરીને ઘર વસાવવા માગતા હતા પરંતુ તેમને પૈસાની સખત જરુર હતી. આથી તેમણે તેમને ત્યાં ભણવા આવતા કાપડના વેપારી કુશાગ્રના અપહરણ અને ખંડણીનો પ્લાન બનાવ્યો હતો અને કુશાગ્રની હત્યા કરીને લાશ સ્ટોર રુમમાં સંતાડી દીધી હતી.

આ પણ વાંચો :-