યુપીમાં મહિલા ટ્યુશન ટીચરે ૧૦માના છોકરાનું રસ્સીથી કેમ ગળું ઘોંટ્યું? પોલીસે કર્યાં કંપાવનારા ખુલાસા

Share this story

યુપીના કાનપુરમાં કાપડના વેપારીના ૧૬ વર્ષના પુત્ર કુશાગ્રની લાશ તેના લેડી ટ્યુશન ટીચરના ઘેરથી મળી આવતાં હડકંપ મચ્યો છે. લેડી ટ્યુશન ટીચરે તેના બોયફ્રેન્ડ સાથે મળીને કુશાગ્ર નામના છોકરાની હત્યા કરી નાખી હતી. લેડી ટીચરે પોતાને ઘેર ભણવા આવતાં કુશાગ્રની હત્યા કેમ કરી તેને લઈને પોલીસના ચોંકાવનારા ખુલાસા સામે આવ્યાં છે.

લેડી ટીચર અને તેના બોયફ્રેન્ડે કુશાગ્રની હત્યાનો પૂરો પ્લાન બનાવ્યો હતો જે અનુસાર ૩ દિવસ પહેલા રસ્સી ખરીદવામાં આવી હતી તેમ કુશાગ્રના આવવા જવાના માર્ગ પર રેકી પણ કરવામાં આવી હતી.

લેડી ટીચરે તેના બોયફ્રેન્ડ સાથે મળીને ૩૦ લાખની ખંડણી માટે કુશાગ્રની હત્યા કરી હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. કાનપુરના રાયપુરવામાં રહેતા કાપડના વેપારીના પુત્રનું અપહરણ કરી હત્યા કરી દેવામાં આવી છે. કાપડના વેપારીનું નામ મનિષ કનોડિયા છે અને તેમના હત્યા થયેલા પુત્રનું નામ કુશાગ્ર છે. કુશાગ્ર ગઈકાલે સાંજે ચાર વાગ્યે ટ્યૂશન જવા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ તે ઘરે પરત ફર્યો ન હતો. પરિવારને રાતે લગભગ ચાર વાગ્યે ૩૦ લાખની ખંડણીનો લેટર મળ્યો હતો. ત્યારે તેમને જાણ થઈ કે કુશાગ્રનું અપહરણ થયું છે. પરંતુ તેઓ કંઈ કરે તે પહેલા કુશાગ્રની લાશ લેડી ટ્યુશન ટીચરના ઘેરથી મળી આવી હતી. આ મામલે પોલીસે કિશોરને ભણાવનાર લેડી ટીચર અને તેના બે મિત્રોની ધરપકડ કરી છે. તેમના પર પીડિતાનું અપહરણ કરવાનો અને 30 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે. કુશાગ્ર કનોડિયા જયપુરિયા સ્કૂલમાં ધોરણ 9નો વિદ્યાર્થી હતો અને તે આરોપી લેડી ટીચર રચિતા પાસે દરરોજ ટ્યુશને જતો હતો.

કુશાગ્ર રોજની જેમ ટ્યૂશનનો અભ્યાસ કરવા માટે ૪ વાગે ઘરેથી નીકળ્યો હતો. લાંબો સમય વીતી જવા છતાં તે ઘેર પાછો આવ્યો નહોતો. પરિવારજનોએ તેને શોધવાનું શરૂ કર્યું. આ દરમિયાન રાત્રે ૯ વાગ્યાની આસપાસ સ્કૂટી પર આવેલા એક યુવકે ઘર પર એક પત્ર ફેંક્યો હતો. તે પત્રમાં  કુશાગ્રના અપહરણની માહિતી મળી હતી અને 30 લાખની ખંડણી પણ માગી હતી. આ પછી પરિવારજનોએ પોલીસને આ અંગે જાણ કરી હતી.

પ્રાથમિક તપાસ બાદ કુશાગ્રને ટયુશન શીખવનારી મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી હતી, કડક પૂછપરછમાં રચિતા ભાંગી પડી અને તેણે કુશાગ્રની હત્યાની કબૂલાત કરી લીધી હતી. રચિતાએ કહ્યું કે તે અને તેનો બોયફ્રેન્ડ લગ્ન કરીને ઘર વસાવવા માગતા હતા પરંતુ તેમને પૈસાની સખત જરુર હતી. આથી તેમણે તેમને ત્યાં ભણવા આવતા કાપડના વેપારી કુશાગ્રના અપહરણ અને ખંડણીનો પ્લાન બનાવ્યો હતો અને કુશાગ્રની હત્યા કરીને લાશ સ્ટોર રુમમાં સંતાડી દીધી હતી.

આ પણ વાંચો :-