Home Blog Page 908

દક્ષ‌િ‍ણ ભારતીય ભરતનાટ્યમ‌્‍નું સુરતી પરિવારોને પણ ઘેલું લાગ્યું

0
  • સુરતના ચેતના પહાડે, નંદા પહાડે બાદ તેમની જ શિષ્યા કાશ્મીરા પટેલે દક્ષ‌િ‍ણ ભારતીય તર્જ, લય વચ્ચે ગુજરાતી ગીતોને પીરસવાનો કરેલો પ્રયોગ અદ્‍ભૂત પુરવાર થયો
  • કાશ્મીરા પટેલની ત્રણ શિષ્યા વૈશાલી ઉમરીયા, તન્વી ચૌધરી અને કુ.હેનાલી પરવટીયાના યોજાયેલા દિક્ષાંત સમારોહ ‘આરંગેત્રમ‍્’માં ગુજરાતી ગીતો સાથેનું નૃત્ય લોકોને પ્રભાવિત કરી ગયું
  • ત્રણે ન્યુત્યાંગનાઓનાં અનુભવ મુજબ ભરતનાટ્યમ્ માત્ર નૃત્ય જ નહીં જીવનમાં સ્વભાવમાં અકલ્પનિય બદલાવ લાવે છે પ્રારંભે કઠિન લાગતા આ નૃત્યનું પછીથી વળગણ છુટતુ નથી

થોડા દિવસ પહેલા સુરતમાં ત્રણ બહેનોના ભરતનાટ્યમ્‍ા્‍‍નો ‌દિક્ષાંત સમારોહનો કાર્યક્રમ યોજાઇ ગયો. ભરતનાટ્યમ્‍ા્‍‍ ખરેખર તો દ‌િક્ષણ ભારતની નૃત્યકળા છે, પરંતુ પાછલા કેટલાંક વર્ષોથી ગુજરાતમાં ભરતનાટ્યમ્‍ા્‍‍નું ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓને ઘેલું લાગ્યું છે. ઘણા પરિવારોમાં તો બા‌િલકાઓને બાળવયથી જ ભરતનાટ્યમ્‍ા્‍‍ નૃત્યની તાલીમ આપવામાં આવે છે. એવું ચોક્કસ કહી શકાય કે ભારતીય નૃત્યકલામાં ભરતનાટ્યમ્‍ા્‍‍ સૌથી કઠિન કળા છે અને ભરતનાટ્યમ્‍ા્‍‍માં નિપુણ થઈને પદવી મેળવનાર યુવતીઓ માટે વિશેષ લાયકાત બની જાય છે.

IMG-20231107-WA0000

સુરતમા ચેતના પહાડે અને નંદા પહાડે આ એવા નામ હતા કે પહાડે નામ સાંભળતાની સાથે જ પગ થરકવા માંડે, તેમના પિતા નાથુભાઇ પહાડે તો અનેક કલામાં પારંગત હતા. નાથુભાઇ પહાડે મોટા ગજાના નૃત્યકાર હતા, દોડવીર હતા અને તરણવીર પણ હતા. ખરેખર એવું કહી શકાય કે જ્યારે દોડવીરની વાત આવે એટલે નાથુભાઇ પહાડેનું નામ આપોઆપ નજર સામે તરી આવે. નાથુભાઇના ગયા પછી સુરતમાં નાથુભાઇ પહાડે જેવો દોડવીર પાક્યો નથી.

નાથુભાઇની વિદાય સાથે સુરતમાં જાણે ‘‘દોડવીર જ ભુલાઈ ગયા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે.

ખેર, નાથુભાઇ પહાડેની જ દીકરી ચેતના પહાડે અને નંદા પહાડેએ મોજીલા સુરતીઓને ભરતનાટ્યમ્‍ા્‍‍નો નશો ચઢાવ્યો હતો અને ભરતનાટ્યમ્‍ા્‍‍ નૃત્યકળાના લાભાલાભ, સંસ્કાર, આ નૃત્યને કારણે જીવનમા આવતા બદલાવ વગેરે વગેરે ફાયદાઓની અનુભૂતિ કરાવતા આજે મોટાભાગના સુસંસ્કૃત પરિવારોની દીકરીઓને ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ નૃત્યનું શિક્ષણ આગ્રહપૂર્વક અપાવવામાં આવે છે. મતલબ, હવે ભરતનાટ્યમ્‍ા્‍‍ની ઓળખ આપવાની જરૂર નથી બલ્કે પોતે ભરતનાટ્યમ્‍ા્‍‍મા નિપૂણ હોવાનુ ગૌરવ મહેસુસ કરે છે.

અત્યાર સુધી ભરતનાટ્યમ્‍ા્‍‍માં મોટાભાગના ગીતો અને સંગીત દ‌િક્ષણ ભારતીય લય અને તાલમાં ગવાતા હતા પરંતુ તાજેતરમાં ‘સુરતના મુંદ્રા ડાન્સિંગ એકેડમીના ડિરેકટર કાશ્મીરા પટેલની શિષ્યાઓ વૈશાલી ઉમરિયા, હેનાલી પરવટીયા, અને તન્વી ચૌધરીનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ને સ્થાનિક એટલે કે ગુજરાતીનો રંગ આપવાનો પ્રયાસ કરાયો હતો અને એ ખરેખર અદ્‍ભુત પુરવાર થયો હતો.

‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ની ધૂન, લય, તાલ બધું જ દ‌િક્ષણ ભારતીય હતુ. મૃંદગ, વાયોલીન, બંસરી, હારમોનિયમ આ સહિત બધાના જ સૂર દ‌િક્ષણ ભારતનુ સંગીત રેલાવતા હતા. વળી, ગીતો રજૂ કરનાર ગણેશનજી પણ દ‌િક્ષણ ભારતીય હતા. પરંતુ તેમણે જય કાના કાળા… અને શ્રી રામચંદ્ર કુપાલુ ભજમન… ભક્તિ ગીતો ગુજરાતીમાં છતા દ‌િક્ષણ ભારતીય ધૂનમાં રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા, વળી વૈશાલી ઉમરીયા, તન્વી ચૌધરી અને હેનાલી પરવટીયાએ ગુજરાતી ભક્તિગીતો ઉપર અદ્‍ભુત નૃત્ય કરીને ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ નૃત્યને નવું જ રૂપ આપી ગુજરાતી પ્રિય બનાવવાની સફળ કોશીષ કરી હતી.

કાશ્મીરા પટેલ પણ ચેતના પહાડે અને નંદા પહાડેના શિષ્યા છે. તેમની પાસેથી ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’માં પારંગત થયાં બાદ કાશ્મીરા પટેલે પોતાની જ સંસ્થા ‘‘મુદ્રા ડાન્સિંગ એકેડમી’’ સ્થાપી છે અને ભરતનાટ્યમ્‍ા્‍‍નુ નવી પેઢીમાં આરોપણ કરી રહ્યા છે. ક્રમશઃ સુસંસ્કૃત પરિવારોમા લોકપ્રિય ઉપરાંત સોશ્યલ સ્ટેટસ બની રહેલા ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ને સુરતમાં પ્રસરાવવામાં કાશ્મીરા પટેલનો મોટો ફાળો રહ્યો છે. અત્યાર સુધી ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ના આયોજન માટે દ‌િક્ષણ ભારતના કલાગુરૂ અને કલાકારોને આમંત્રિત કરવા પડતા હતા પરંતુ હવે કાશ્મીરા પટેલે ઘર આંગણેજ અને એ પણ સંપૂર્ણ ગુજરાતી પરિવારે સ્થાપેલી સંસ્થામાં સુરતમાં ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ માટે ઉભરી રહેલી પ્રતિભાઓને ઘર આંગણે જ શિક્ષણ મળી રહેશે.

રંગભવન જીવનભારતીના હોલમા ખીચોખીચ પ્રેક્ષકો સમક્ષ ત્રણ નૃત્યાંગનાઓએ રજુ કરેલા પોતાના અનુભવો સાંભળીને શ્રોતાઓ દંગ રહી ગયા હતા. ત્રણે નૃત્યાંગનાઓ પૈકી વૈશાલી ઉમરીયા અને તન્વી ચૌધરી પરિણીત હોવા ઉપરાંત સંતાનોની માતા પણ છે. સરકારી નોકરી કરતી વૈશાલી ઉમરીયાએ જીવનના ૪૨મા વર્ષે ભરતનાટ્યમ્‍ા્‍‍ શીખવાની વાત કરી ત્યારે પરિવારે હસી કાઢી હતી. ભયંકર ગુસ્સાવાળાે સ્વભાવ ધરાવતી વૈશાલી ઉમરીયાએ વિચારોની ગડમથલ વચ્ચે અને પરિવારના પ્રોત્સાહન સાથે કલાગુરૂ કાશ્મીરા પટેલના માર્ગદર્શન હેઠળ ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ શીખવાની શરૂઆત કરી ત્યારે પ્રારંભે થોડી તકલીફો પડી, પાછા ફરી જવાનું મન થયું, પરંતુ આખરે એક એક સ્ટેપ આગળ વધતા ગયા તેમ-તેમ ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’નો નશો ચઢતો ગયો અને ઘર, પરિવાર બાળકો અને નોકરી સહિતની જવાબદારીઓ વચ્ચે સાત વર્ષની લાંબી મં‌િજલ કાપી ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ની તાલીમ પૂર્ણ કરી ત્યારે સાત વર્ષ પૂર્વની વૈશાલી બદલાઇ ગઇ હતી. આ ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ના સંસ્કાર હતા. ગુસ્સો ભુલાઇ ગયો. વાતમાં અને વહેવારમાં નમ્રતા આવી ગઇ. પરિવારમાં રામાયણના પાત્રોની અનુભૂતિ થવા માંડી! મતલબ ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ માત્ર આનંદ લેવા માટેનું નૃત્ય નથી ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ના એક એક પગલાં પાછળ, ધાર્મિક, આધ્યાત્મિક અને પારિવા‌િરક ભાવનાઓ છુપાયેલી છે. ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ જીવનમાં સમર્પણ ભાવ શીખવે છે અને જ્યાં સમર્પણ ભાવ હોય ત્યાં સ્વાભાવિક ‘ઉદ્વેગ’ને ક્યારેય પણ સ્થાન મળતુ નથી.

અન્ય નૃત્યાંગના તન્વી ચૌધરી અને કુ.હેનાલી પરવટીયાએ પણ વૈશાલી ઉમરીયાની સમાંતર ભાવ પ્રગટ કર્યા હતા.

મુંદ્રા ડાન્સિંગ એકેડેમીના સ્થાપક કાશ્મીરા પટેલે ‘ભરતનાટ્યમ્’ની મૂળભૂત ભાવના, લય, તર્જ વગેરે જાળવી રાખવા સાથે ગુજરાતી પ્રચલિત અને અધ્યાત્મનો ભાવ પ્રગટ કરતા ગુજરાતી ગીતોને સ્થાન આપીને ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ નૃત્યમાં નવો ચીલો પાડવાનો કરેલો પ્રયાસ ગુજરાતી પરિવારો અને ગુજરાતી સમાજમાં ‘ભરતનાટ્યમ્‍ા્‍‍’ની જડને વધુ મતબૂત અને લોકપ્રિય બનાવશે.

આ પણ વાંચો :-

‘ગુજરાતી ઠગ’ વાળા નિવેદન પર તેજસ્વીને સુપ્રીમ કોર્ટથી રાહત, અમદાવાદ કોર્ટની સુનાવણી પર લગાવી રોક

0

‘ગુજરાતી ઠગ’ વાળા નિવેદનને લઈને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવની અરજી પર સુનાવણી કરતા આ કેસની અમદાવાદ કોર્ટમાં સુનાવણી પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તેજસ્વી યાદવ નીચલી અદાલતમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ મળી ગઈ છે.

પ્રમાણે તેજસ્વી યાદવની કથિત ટિપ્પણી ‘માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’ અંગે માનહાનિ મામલે કોર્ટે ૨૨ સપ્ટેમ્બરના રોજ તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યુ હતું. તેમને ૧૩ ઓક્ટોબરના રોજ કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેજસ્વીના વકીલ વતી અમદાવાદ કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે તેમને રાહત આપતા ૪ નવેમ્બર સુધી હાજરીથી મુક્તિ આપી હતી.

તેજસ્વી યાદવે ગુજરાતીઓ અંગે નિવેદન આપ્યું હતું. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, માત્ર ગુજરાતીઓ જ ઠગ હોય છે. બેંકોના પૈસા લઈને ભાગી જનારા લોકોને માફ કરવામાં આવી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ ગુજરાતના એક વેપારી અને સામાજિક કાર્યકર્તા હરેશ મહેતાએ તેમની સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેજસ્વી યાદવની ટિપ્પણીથી તમામ ગુજરાતીઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

આ પણ વાંચો :-

ભારત ચીનના દુશ્મન દેશને વેચશે ૭ ખતરનાક હેલિકોપ્ટર, ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને આપી માહિતી

0

ભારતે ચીનના પડોશી અને દુશ્મન ફિલિપાઇન્સને ૭ હેલિકોપ્ટર આપવાની ઓફર કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ અંગે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર માર્કોસ જૂનિયરે  પણ ટ્વિટ કરીને જાહેરાત કરી છે. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના વડા આ વર્ષે ઓગસ્ટમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટરનું પ્રદર્શન નિહાળ્યું હતું, જેનાથી તેઓ ખુબ જ પ્રભાવિત થયા હતા, ત્યારે ભારત આ હેલિકોપ્ટ ફિલિપાઈન્સને સોંપશે, તેવી સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે.

ભારતે PCGને ૬ હેલિકોપ્ટર ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ભવનના કોમ્યુનિકેશન ઓફિસ દ્વાર ગઈકાલે બહાર પડાયેલી પ્રેસ રિલિઝમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ માર્કોસ ભારતના પ્રસ્તાવ અંગે પરિવહન વિભાગ અને ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ સાથે ચર્ચા કરશે. જો આ ડીલ થશે તો ફિલિપાઈન્સ ભારતમાં બનાવાયેલ ALH MKIII ખરીદનાર પ્રથમ દેશ બનશે. ઉલ્લેખનિય છે કે, અગાઉ ફિલિપાઈન્સે રશિયા-ભારતના સંયુક્ત સાહસ હેઠળ ભારતમાં બનાવાયેલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલો ખરીદી હતી.

ફિલિપાઈન્સમાં ભારતના રાજદૂત કુમારને પણ પુષ્ટિ કરતા કહ્યું કે, દરિયાઈ ખોજ, બચાવ ઓપરેશન અને માનવીય મદદ માટે ફિલિપાઈન્સને ૭ હેલિકોપ્ટર આપવા ભારત સરકાર, પીસીજી અને ડીઓટીઆર વચ્ચે વાતચીત ચાલી રહી છે. કુમારે રાષ્ટ્રપતિ માર્કોસને કહ્યું કે, ચર્ચા સફળતાપૂર્વક ચાલી રહી છે. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ પણ રસ દાખવ્યો છે.

ચીનનો ભારતની સાથે ફિલિપાઈન્સ સાથે પણ અવારનવાર વિવાદ થતો રહે છે.  અગાઉ ૨૦૨૧માં ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં ફિલિપાઈન્સની પેટ્રોલિંગ શીપને અટકાવતા વિવાદ થયો હતો. એ વખતે ફિલિપાઈન્સના પ્રમુખે કહ્યું હતું કે જળનું પાણી લોહિયાળ બનશે પછી જ કદાચ આ વિવાદ ખતમ થશે. એવું કહીને તેમણે ચીન સાથે આરપારની લડાઈના સંકેતો આપ્યા હતા.

ભારતીય વિમાન ઉત્પાદક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઓગસ્ટ ૨૦૨૩માં ગોવામાં ગ્રાહકો માટે એક પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં હેલિકોપ્ટરની ખાસીયત સહિતની બાબતોને ઉજાગર કરાઈ હતી. આ કાર્યક્રમમાં ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના વડા એડમિરલ આર્ટેમિયો એમ અબૂ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-

કર્ણાટકમાં સરકારી મહિલાને હત્યાનો ભેદ ખુલ્યો, કોણે કરી, કેમ? ખુલાસો થતા હડકંપ મચ્યો

0

કર્ણાટકમાં સરકારી મહિલા અધિકારી પ્રતિમાની હત્યા તેના જ ઘરમાં કોણે કરી હતી, તેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પ્રતિમાની હત્યા તેના જ ડ્રાઈવરે કરી હતી કારણ કે ૧૦ દિવસ પહેલા પ્રતિમાએ તેના ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. પ્રતિમાની નોકરી પર જ ડ્રાઈવરનું ઘર ચાલતું હતું અને નોકરી જતી રહેતા ડ્રાઈવરે બદલાના રુપમાં તેમની હત્યા કરી હતી.

કર્ણાટક સરકારના ખાણ અને ખનીજ વિભાગમાં મહિલા ડેપ્યુટી ડિરેક્ટર પ્રતિમાની તેમના ઘેર ચાકૂથી હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. સાંજે કામ પરથી ઘેર આવ્યાં ત્યારે સાડા આઠના સુમારે તેમની હત્યા થઈ હોવાની વાત બહાર આવી હતી. કર્ણાટકના ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી લેડી ઓફિસર પ્રતિમા તેમના નિવાસસ્થાને છરીના ઘા મારીને હત્યા કરાયેલી હાલતમાં મળી આવી હતી. ડ્રાઈવર રાતે તેમને ઘેર મૂકી આવ્યો હતો જે પછી રાત્રે ૮:૩૦ વાગ્યાની આસપાસ તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બની ત્યારે પ્રતિમાનો પતિ અને પુત્ર બહાર હતા.

પ્રતિમાનો ભાઈ રવિવારે વહેલી સવારે તેના ઘરે પહોંચ્યો હતો ત્યારે તેમણે તે મૃત મળી આવ્યાં હતા. આગલી રાતે જ તેમણે તેને ફોન કર્યો હતો, પણ જવાબ મળ્યો નહોતો. આથી તેમણે શક પડતાં ઘેર આવ્યાં ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. હંમેશની જેમ, શનિવારે રાત્રે ૮ વાગ્યાની આસપાસ, મૃતક પ્રતિમા ઘરે પરત ફરી હતી. ગઈકાલે રાત્રે અને આજે સવારે તેણે ફોન કોલનો જવાબ ન આપતા તેનો મોટો ભાઈ તેના ઘરે તપાસ કરવા આવ્યો હતો અને તેની હત્યાની જાણ થઈ હતી.

આ પણ વાંચો :-

સુરતમાં રખડતાં ઢોરને પકડવા ગયેલા SMCની ટીમ ઉપર પશુપાલકો કરી હુમલો, આઠથી દસ શખસ દંડા સાથે ઘસી આવ્યા

0

સુરતના અમરોલીમાં રખડતા ઢોર પકડવા માટે ગયેલી પાલિકાની ટીમ ઉપર પશુપાલકોએ હુમલો કરી દીધો હતો. આ સાથે પોલીસની પીસીઆર વાનના ચાલકની સાથે પણ ગાળાગાળી તથા ગેરવર્તણૂક કરવામાં આવતાં ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનના કતારગામ ઝોનમાં ઢોર અંકુશ વિભાગમાં માર્કેટ ખાતામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાજુ દેવશી સોસા સ્ટાફ સાથે અમરોલી વિસ્તારમાં રસ્તા પર રખડતા ઢોર પકડવા ગયા હતા. વરીયાવ ટી પોઇન્ટ ત્રણ રસ્તા પાસે પશુપાલક નાથાભાઇ જહાભાઇ ભરવાડ ગાય-ભેંસ સાથે રોડ પર ઉભો હતો.

ચાર ગાય અને એક ભેંસ પકડીને મ્યુનિ.ના વાહન સાથે બાંધી દીધી હતી. પરંતુ નાથા ભરવાડે કોલ કરતા તેના આઠથી દસ મિત્રો બાઇક ઉપર દંડા લઇને ઘસી આવ્યા હતા અને સેનેટરી ઇન્સ્પેક્ટર રાજુની ટીમના ધવલ મોદી, ગણેશ ગાંભવા સાથે ઝપાઝપી કરી હતી. જેથી રાજુએ મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસની પીસીઆર ઘસી આવી હતી.

નાથા ભરવાડ અને તેના મિત્રોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરતા બીજી પીસીઆર બોલાવી હોવા છતા ગાય-ભેંસ છોડાવીને ભાગી ગયા હતા. જોકે, પોલીસે નાથા ભરવાડ ઉપરાંત જગમલ મીર, બિજલ ભરવાડ, કનુ ભરવાડ, કાનજી મેર, ભરત ભરવાડ, જેસીંગ મીર, નવધણ શિયાળીયાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત બન્યું આવ્યું, શ્રીલંકાએ ૧ બોલમાં ૨ વિકેટ ગુમાવી! જાણો કેવી રીતે..

0

બાંગ્લાદેશ પહેલાથી જ આ વર્લ્ડ કપથી બહાર થઈ ચૂકી છે જ્યારે શ્રીલંકાથી પણ આશા રાખવા જેવું લાગી રહ્યું નથી. તેવામાં આજની મેચ બંને ટીમો માટે ઈજ્જતનો સવાલ વધુ લાગી રહી છે. દિલ્હીમાં ચાલી રહેલી આ મેચ દરમિયાન એક બેટ્સમેનને એ રીતે આઉટ દેવામાં આવ્યું જે વિશે કોઈએ ક્યારેય નહીં વિચાર્યું હોય. આવો આઉટ જે વર્લ્ડ કપ ઈતિહાસમાં પહેલા ક્યારેય જોવા નથી મળ્યો. શ્રીલંકાનાં બેટર એંજેલો મેથ્યૂઝ મેદાનમાં પહોંચ્યાં જ હતાં કે તેમને પેવેલિયન તરફ વળવું પડ્યું. કારણકે ક્રીઝ પર પહોંચતા સમયે તે સંપૂર્ણપણ તૈયાર નહોતાં. જેની અસર એ થઈ કે તેમને ટાઈમ આઉટ દેવામાં આવ્યો. ક્રિકેટમાં પહેલીવાર કોઈ બેટરને આ રીતે ટાઈમ આઉટ દેવામાં આવ્યું છે.

પહેલા બેટિંગ કરી રહેલી શ્રીલંકાની ટીમે ૨૫ ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસનની બીજી બોલ પર સદીરા સમરવિક્રેમાની વિકેટ મળી. પછી ક્રીઝ પર આવેલા અનુભવી બેટર એંજેલો મેથ્યૂઝ ટાઈમ આઉટ થઈ ગયાં. ખેલ ખેલ્યા વિના આ ખેલાડી ટાઈમ આઉટ જાહેર થયાં. આવી રીતે બાંગ્લાદેશની ટીમે ૧ બોલમાં ૨ વિકેટ પોતાને નામ કરી.

બાંગ્લાદેશી બોલર શાકીબ એમ્પાયરને ટાઈમ આઉટ અંગે જણાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. બાંગ્લાદેશની રજૂઆત સાંભળતા એમ્પાયર એંજેલો મેથ્યૂઝની સાથે વાતચીત કરે છે અને છેલ્લે તે ટાઈમ આઉટ જાહેર થાય છે. ક્રોધી ભારયેલા એંજેલો મેથ્યૂઝ ક્રીઝથી બહાર જઈને હેલ્મેટ અને બેટ ફેંકેં છે.

આ પણ વાંચો :-

દિલ્હી-NCRમાં ૫.૬નો ભૂકંપ લોકો ઘરની બહાર દોડ્યાં, ૩ દિવસમાં બીજી વાર

0

દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા ૫.૬ નોંધાઈ અને કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું છે. ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા જોરદાર ભૂકંપના કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપની તીવ્રતા ૦ થી ૧.૯ રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ ૨ થી ૨.૯ રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો ૩ થી ૩.૯ હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત ૪ થી ૪.૯ રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે ૫ થી ૫.૯ રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા ૬ થી ૬.૯ હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા ૭ થી ૭.૯ સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો ૮ થી ૮.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા ૯ હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે.

આ પણ વાંચો :-

રૂ.૪૦ કરોડની છેતરપિંડીનો મામલો, EDએ પંજાબમાં AAPના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જનની અટકાયત કરી

0

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા સામે મોટી કાર્યવાહી કરવાની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગજ્જનની અટકાયત કરી છે. EDએ બેંક સાથે કરોડોની છેતરપિંડીના જૂના કેસમાં આ કાર્યવાહી કરી છે. EDએ છેતરપિંડી મામલે પૂછપરછ કરવા જસવંત સિંહની અટકાયત કરી છે.

ઈડીની ટીમે જસવંત સિંહને હાલ જાલંધર લઈને પહોંચી છે. ગજ્જન આજે મલેરકોટલા પાસે એક બેઠકમાં હતા, તે દરમિયાન EDએ અટકાયત કરી છે. મળતા અહેવાલો મુજબ ગજ્જને બેંક સાથે કથિત ૪૦ કરોડની છેતરપિંડી કરી હોવાના જૂના કેસમાં ઈડીએ આ કાર્યવાહી કરી છે. ઈડી અગાઉ પણ ઘણીવાર તપાસ કરી ચુકી છે.

ઈડીએ સપ્ટેમ્બર મહિનામાં જસવંત સિંહ ગજ્જન માજરાના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. ઈડીના અધિકારીઓએ લગભગ ૧૪ કલાક સુધી દરોડાની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન માજરાએ જણાવ્યું હતું કે, ઈડીની ટીમ તેમના નિવાસસ્થાનેથી ૩૨ લાખ રોકડ અને ૩ મોબાઈલ ફોન સાથે લઈ ગઈ છે.

આ પણ વાંચો :-

ઉત્તર ગુજરાતમાં દિવાળીના દિવસોમાં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી રહેવાની શક્યતા, ડિસેમ્બરમાં ઠંડી વધશે

0

ગુજરાતમાં ધીમા પગલે શિયાળાનું આગમન થવામાં છે. આગામી શનિવારથી દિવાળીના તહેવારો વખતે જ ગુજરાતમાં ઠંડીના પ્રભુત્વમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી  ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ૧૧ નવેમ્બરથી લઘુતમ તાપમાનનો પારો ૧૮ ડિગ્રીથી નીચે  જવાની સંભાવના છે.નવેમ્બર મહિનાના અંત સુધીમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી સુધી જઇ શકે છે.નવેમ્બરમાં અમદાવાદમાં છેલ્લા બે વર્ષથી લઘુતમ તાપમાનનો પારો કમસેકમ એકવાર ૧૫ ડિગ્રીથી નીચે ગયો છે. ૧૧ નવેમ્બર ૨૦૧૨ના અમદાવાદમાં ૧૧.૩ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની શકયતા નહિવત છે તથા વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. હાલમાં રાત્રે ૨૦ ડિગ્રી, જ્યારે કે દિવસે ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ નવેમ્બરમાં તો એટલી ઠંડી નહિ અનુભવાય, પરંતું ડિસેમ્બરમાં ઠંડી વધશે. હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેથી ઉત્તર પૂર્વીય પવનના કારણે ઠંડીનું વાતાવરણ રહેશે.

વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. ૨૨ ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે ત્યાર બાદ ગુજરાતમાં ઠંડી શરુ થશે જેથી આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. ૫ મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

 

કચ્છના ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી મર્ડર મિસ્ટ્રી, પ્રેમિકાને પામવા યુવકે રચ્યો ખતરનાક ખેલ

0

કચ્છના ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યાની ઘટના બની હતી. એક વૃદ્ધાની હત્યામાં થયેલા ખુલાસાથી કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઇ હતી. ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી ગુમ થયેલા ૮૭ વર્ષીય વૃદ્ધાની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.

વોંધડા ગામના સરપંચના પુત્રને એક યુવતી સાથે લગ્ન કરવા હતા. પરંતુ પોતાના કુંટુબની જ યુવતી હોવાના કારણે તેની સાથે લગ્ન શક્ય નહોતા. જેથી બંનેએ સાથે મળીને એક ખતરનાક યોજના બનાવી હતી. પ્રેમિકાને મૃત જાહેર કરી તેની સાથે ભાગીને લગ્ન કરવાનો આરોપી યુવકે પ્લાન બનાવ્યો હતો. આ માટે આરોપીએ સૌ પ્રથમ કબ્રસ્તાનમાંથી હાડકાની શોધખોળ કરી હતી. પરંતુ ત્યાંથી હાડકા હાથ ના લાગતા યુવક અને યુવકીએ ભચાઉમાં એક વૃદ્ધની હત્યાની યોજના બનાવી અને તેને પ્રેમિકાની લાશ સાબિત કરી લગ્ન કરવાનો પ્લાન હતો. પરંતુ આરોપી વૃદ્ધાની લાશને સળગાવે તે પહેલા જ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો. પોલીસે વોંધડાના સરપંચના પુત્ર અને તેની પ્રેમિકાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વાસ્તવમાં પૂર્વ કચ્છના ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધ મહિલા ભેદી રીતે ગુમ થયા હતા. તેમના પડોસમાં રહેતા ધરમસી સતરાએ આ અંગે પોલીસને જાણ કરી હતી અને ત્યારથી જ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન જ વૃદ્ધના ઘર નજીકના CCTVમાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી જેમાં એક અજાણ્યો શખ્સ બેગને ઢસડીને લઇ જતો કેદ થયો હતો. પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જેથી પોલીસને ૮૦ વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ ભચાઉની એક બંધ દુકાનમાં સુટકેસમાંથી મળી આવ્યો હતો જે બાદ તપાસ કરી પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર પ્રેમી પંખીડાને ઝડપી પાડ્યા હતા.

પોલીસે તપાસમાં ૨૨૦૦ કલાકના ૧૭૦ થી વધુ CCTV રેકોર્ડીંગ તપાસ્યા હતા. પોલીસે આ કેસ ઉકેલવા માટે ૧૦ ટીમ બનાવી બનાવનો ભેદ ઉકેલ્યો હતો. બન્ને આરોપીઓ સામે ઇ.પી.કો કલમ ૩૦૨, ૪૫૭ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ સમઢીયાળી કબ્રસ્તાનમાંથી કબર ખોદી લાશને લાવવાનો પ્રયાસ કરાયો હતો.

આ પણ વાંચો :-