સુરતમાં રખડતાં ઢોરને પકડવા ગયેલા SMCની ટીમ ઉપર પશુપાલકો કરી હુમલો, આઠથી દસ શખસ દંડા સાથે ઘસી આવ્યા

Share this story

સુરતના અમરોલીમાં રખડતા ઢોર પકડવા માટે ગયેલી પાલિકાની ટીમ ઉપર પશુપાલકોએ હુમલો કરી દીધો હતો. આ સાથે પોલીસની પીસીઆર વાનના ચાલકની સાથે પણ ગાળાગાળી તથા ગેરવર્તણૂક કરવામાં આવતાં ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનના કતારગામ ઝોનમાં ઢોર અંકુશ વિભાગમાં માર્કેટ ખાતામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાજુ દેવશી સોસા સ્ટાફ સાથે અમરોલી વિસ્તારમાં રસ્તા પર રખડતા ઢોર પકડવા ગયા હતા. વરીયાવ ટી પોઇન્ટ ત્રણ રસ્તા પાસે પશુપાલક નાથાભાઇ જહાભાઇ ભરવાડ ગાય-ભેંસ સાથે રોડ પર ઉભો હતો.

ચાર ગાય અને એક ભેંસ પકડીને મ્યુનિ.ના વાહન સાથે બાંધી દીધી હતી. પરંતુ નાથા ભરવાડે કોલ કરતા તેના આઠથી દસ મિત્રો બાઇક ઉપર દંડા લઇને ઘસી આવ્યા હતા અને સેનેટરી ઇન્સ્પેક્ટર રાજુની ટીમના ધવલ મોદી, ગણેશ ગાંભવા સાથે ઝપાઝપી કરી હતી. જેથી રાજુએ મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસની પીસીઆર ઘસી આવી હતી.

નાથા ભરવાડ અને તેના મિત્રોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરતા બીજી પીસીઆર બોલાવી હોવા છતા ગાય-ભેંસ છોડાવીને ભાગી ગયા હતા. જોકે, પોલીસે નાથા ભરવાડ ઉપરાંત જગમલ મીર, બિજલ ભરવાડ, કનુ ભરવાડ, કાનજી મેર, ભરત ભરવાડ, જેસીંગ મીર, નવધણ શિયાળીયાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-