Home Blog Page 898

મુંબઇના ૨૬ હીરા વેપારી ઓફિસ બંધ કરી સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ થશે

0

ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું ડિસેમ્બરમાં વિધિવત રીતે ઉદ્ઘાટન થાય તે પહેલાં સુરત અને મુંબઈના હીરા વેપારીઓએ બુર્સ ઉપર ફોકસ કર્યું છે. દશેરાના દિને કુંભ ઘડાના કાર્યક્રમ બાદ આવતીકાલે મંગળવારે મુંબઈના ૨૬ હીરા વેપારીઓ સુરત કાયમ શિફ્ટ થઈને કામકાજ શરૂ કરવા જઈ રહ્યાં છે.

સુરત ડાયમંડ બુસમાં આવતી કાલથી ૧૩૫ હીરા વેપારીઓ એકસાથે પોતાનું કામકાજ શરૂ કરવા જઈ રહ્યાં છે. આમાં ૨૬ મુંબઈના વેપારીઓ છે, જેઓ મુંબઈમાંનો વેપાર સમેટીને સુરત ડાયમંડ બુર્સથી પોતાનું કામકાજ શરૂ કરશે. જોકે, બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલાં આજરોજ ૨૦મીએ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પહેલાં દશેરાના દિવસે ૯૮૩ ઓફિસોમાં કુંભ ઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં ૨૦ દિવસથી રોજ ૨૦થી ૨૫ ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે,

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ જણાવ્યું હતું. હીરા સહિત અન્ય વેપાર-ધંધા સાથે સંકળાયેલાઓ પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. હવે લોકોની આતુરતાનો અંત થશે. આવતીકાલ મંગળવારના રોજ સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે ૧૩૫ વેપારીઓ પોતાના વેપારની શરૂઆત કરશે. ત્યાર બાદ તા.૧૭મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડ્રીમ પ્રોજેક્ટ સમા આ ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યાર હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપાર થવાની શરૂઆત થશે, એમ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી આપનાર યુવાન પકડાયું

0

મુંબઈ પોલીસને ફરી એકવાર ધમકીભર્યો ફોન આવ્યો છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ કરવામાં આવ્યો હતો.

આ વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ કર્યો હતો, જેના પછી પોલીસે આરોપીને ટ્રેસ કરીને તેની ધરપકડ કરી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે,દાઉદ ગેંગે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હત્યાનું કાવતરું ઘડવાનું કહ્યું હતુ. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

કોલ કરનાર આરોપીએ જેજે હોસ્પિટલને પણ નિશાન બનાવવાની ધમકી આપી હતી. જેજે હોસ્પિટલ મુંબઈની સૌથી પ્રખ્યાત હોસ્પિટલોમાંની એક છે. આરોપી વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ ૫૦૫ (૨) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

મુંબઈ પર હુમલો કરનાર લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરતું ઈઝરાઇલ

0

ઈઝરાઇલ પર ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી હમાસ અને ઈઝરાઇલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલે ભારત માટે એક મોટું પગલું ભર્યું છે. ઈઝરાઇલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલાના ૧૫ વર્ષ પૂરા થવા પર ઈઝરાઇલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે, એમ ભારતમાં ઈઝરાઇલી દૂતાવાસે મંગળવારે જણાવ્યું હતું. આ પગલાથી ઈઝરાઇલે મોટો રાજદ્વારી જુગાર રમ્યો છે.

૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ, પાકિસ્તાનના લશ્કરના આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. આ હુમલો મુંબઈ પર થયો હતો, પરંતુ તેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આવી સ્થિતિમાં દર વર્ષે ૨૬ નવેમ્બરે આખો દેશ ઉદાસ થઈ જાય છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ વિનંતી કરવામાં આવી ન હતી, છતાં ઈઝરાઇલે તમામ જરૂરી પ્રક્રિયાઓ ઔપચારિક રીતે પૂર્ણ કરી છે. લશ્કર-એ-તૈયબાને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

ઈઝરાઇલ મોટાભાગે તે આતંકવાદી સંગઠનોની યાદી આપે છે જે તેની સરહદોની અંદર કે તેની આસપાસ અથવા તેની વિરુદ્ધ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. ઈઝરાઇલ યુએનએસસી અથવા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત આતંકવાદીઓની સૂચિ પણ ધરાવે છે. ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં સેંકડો ભારતીયો અને ઘણા વિદેશીઓ માર્યા ગયા હતા. ઈઝરાયેલ એમ્બેસીએ જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાઇલ આતંકવાદ પીડિતોની સાથે છે. વધુ સારા શાંતિપૂર્ણ ભાવિની આશામાં તમારી સાથે ઊભા છીએ.

લશ્કર-એ-તૈયબાને આતંકવાદી જાહેર કરવું એ ઈઝરાઇલ નું મોટું રાજદ્વારી પગલું છે. હકીકતમાં ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર આતંકી હુમલો કર્યો હતો. ઈઝરાઇલ સાથે સારા સંબંધો હોવા છતાં ભારતે હજુ સુધી હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું નથી. ૨૬ ઓક્ટોબરે ઈઝરાઇલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે હમાસને વિશ્વ અને ભારતમાં આતંકવાદી સંગઠન જાહેર કરવાનો આ યોગ્ય સમય છે. યુરોપિયન યુનિયન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએસ આ પહેલા કરી ચૂક્યા છે. લશ્કરને આતંકવાદી જાહેર કરીને ઈઝરાઇલ ઇચ્છે છે કે ભારત હમાસ સામે પણ આવું જ પગલું ભરે.

આ પણ વાંચો :-

મધેપુરા DMની કારે ૫ને કચડ્યા, માતા-પુત્રી સહિત ૩ના મોત, બેની હાલત ગંભીર

0

બિહારના મધુબનીમાં મધેપુરા DMના વાહન સાથે મોટો અકસ્માત થયો છે. જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મધેપુરા ડીએમ વિજય પ્રકાશ મીણા રજાઓ બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ઘટના બાદ ડીએમ ઘટનાસ્થળે રોકાયા ન હતા અને સ્ટાફ સાથે ત્યાંથી ચાલ્યા ગયા હતા. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બિહારના મધુબનીમાં એક હૃદયદ્રાવક અકસ્માત થયો જ્યારે મધેપુરા ડીએમ વિજય પ્રકાશ મીણાની કારે ચાર લોકોને કચડી નાખ્યા. જેમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના મંગળવારે સવારે બની હતી. ઘટના પછી તરત જ ડીએમ અને તેમની સાથે હાજર લોકો વાહન છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. અકસ્માત સમયે કારમાં ડીએમ, ડ્રાઈવર, બોડીગાર્ડ અને એક છોકરી હતી. આ ઘટના બાદ એક બાઇક ત્યાં આવીને તેમને ભગાડી ગયો હતો. માતા અને બાળક બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં એક મજૂરનું પણ મોત થયું હતું. જ્યારે અન્ય એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો છે.

અકસ્માત બાદ તરત જ એકઠા થયેલા સેંકડો લોકોએ ડીએમની ગાડીને નુકસાન પહોંચાડ્યું અને NH-57 ને બ્લોક કરી દીધું હતું. પ્રદર્શનકારીઓએ વાહનમાં સવાર લોકોની ધરપકડ કરવાની અને પીડિતોને પૂરતું વળતર આપવાની માંગ કરી હતી. આ ઘટના બાદ વારંવાર પ્રયત્ન કરવા છતાં ડીએમનો સંપર્ક થઇ શક્યો ન હતો. જો કે મધેપુરાના જિલ્લા જનસંપર્ક અધિકારીઓનું કહેવું છે કે ડીએમ કચેરીમાં છે.

આ પણ વાંચો :-

હાર્ટ એટેકને લઇ ICMRના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

0

કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં ૨ અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. જો કે આ પછી યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા કેસોને કારણે રસી પર સવાલો ઉઠવા લાગ્યા હતા. આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા ICMRએ પ્રતિક્રિયા આપી છે. ICMRએ તાજેતરમાં એક અભ્યાસ કર્યો છે કે, રસી અને અચાનક મૃત્યુ વચ્ચેનો કોઈ સંબંધને નથી.  ICMRએ કહ્યું છે કે ભારતમાં કોવિડ -૧૯ રસીને કારણે યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.

ICMRએ કહ્યું છે કે, કોવિડ-૧૯ પહેલા હોસ્પિટલમાં દાખલ થવાથી પરિવારમાં અચાનક મૃત્યુના જૂના કેસો અને જીવનશૈલીમાં ફેરફારને કારણે અચાનક મૃત્યુની શક્યતા વધી ગઈ છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જો વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ લેવામાં આવે તો કોરોના વાયરસના કારણે મૃત્યુનું જોખમ ઘટી જાય છે. આ સિવાય ICMRએ અભ્યાસમાં જણાવ્યું છે કે કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ઇતિહાસ પરિવારમાં અચાનક મૃત્યુનો રેકોર્ડ, દારૂ પીવો, મૃત્યુના ૪૮ કલાકની અંદર ડ્રગ્સ લેવાનું અથવા મૃત્યુના ૪૮ કલાક પહેલા જોરદાર કસરત કરવી જેવા વિવિધ કારણો હોઈ શકે છે. ICMRએ ૧ ઓક્ટોબર ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૩ દરમિયાન આ અભ્યાસ હાથ ધર્યો હતો.

દેશની કુલ ૪૭ હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ૧૮ થી ૪૫ વર્ષની વયના લોકો જે દેખાતી રીતે સ્વસ્થ હતા. તેઓએ આ અભ્યાસમાં ભાગ લીધો હતો. તેમાંથી એક પણ વ્યક્તિ લાંબી બીમારીથી પીડિત ન હતી. અભ્યાસમાં માહિતી મળી છે કે જે લોકોએ રસીના બે ડોઝ લીધા હતા. અચાનક મૃત્યુનું જોખમ ઘણું ઓછું હતું.

આ પણ વાંચો :-

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે મોટી જાહેરાત

0

કોંગ્રેસે આજે મંગળવારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો અને યુવાનો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. કોંગ્રેસે ૪ લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ સિવાય ૧૦ લાખ યુવાનોને રોજગાર આપવામાં આવશે. મેનીફેસ્ટોમાં સ્વામીનાથન કમિટીની ભલામણો અનુસાર ખેડૂતો માટે MSP કાયદો લાવવાનું વચન આપવામાં આવ્યું છે. આ સિવાય મોંઘવારી અને મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને ગેસ સિલિન્ડર ૫૦૦ રૂપિયામાં મળતું હતું તે હવે ૪૦૦ રૂપિયામાં આપવામાં આવશે.

જો કે આ મેનિફેસ્ટો પહેલા જ કોંગ્રેસ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ૭ ગેરંટી જાહેર કરી ચુકી છે. જેમાં મહિલાઓને વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ની આર્થિક સહાય, તમામને રૂ. ૫૦૦માં ગેસ સિલિન્ડર, સરકારી કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર યુવાનોને મફત ટેબ અથવા લેપટોપ, રૂ. ૨૫ લાખનો આપત્તિ રાહત વીમો અને ખેડૂતો પાસેથી ગાયના છાણની ખરીદીનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ:

  • સ્વામીનાથન સમિતિની ભલામણો અનુસાર ખેડૂતો માટે MSP કાયદો લાવવામાં આવશે.
  • ચિરંજીવી વીમાની રકમ ૨૫ લાખ રૂપિયાથી વધારીને ૫૦ લાખ રૂપિયા કરવામાં આવશે.
  • ૪ લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે. ૧૦ લાખ યુવાનોને રોજગાર આપવામાં આવશે.
  • પંચાયત કક્ષાએ નવું સરકારી જોબ કાર્ડ બનાવવામાં આવશે.
  • અત્યારે ગેસ સિલિન્ડર ૫૦૦ રૂપિયામાં મળે છે, તે ઘટીને ૪૦૦ રૂપિયા થશે.
  • રાજ્યમાં RTE કાયદો લાવીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ૧૨મા સુધીનું શિક્ષણ મફત કરવામાં આવશે.
  • મનરેગા અને ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ૧૨૫ થી વધારીને ૧૫૦ દિવસ કરવામાં આવશે.
  • નાના વેપારીઓ અને દુકાનદારોને રૂ. ૫ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવા માટે મર્ચન્ટ ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવશે.
  • સરકારી કર્મચારીઓને ચોથા પગાર ધોરણની શ્રેણી ૯,૧૮,૨૭ અને અધિકારીઓને સર્વોચ્ચ સ્કેલ આપવામાં આવશે.
  • ૧૦૦ સુધીની વસ્તી ધરાવતા ગામો અને વસાહતોને રસ્તા દ્વારા જોડવામાં આવશે.
  • દરેક ગામ અને શહેરી વોર્ડમાં સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવશે.
  • આવાસનો અધિકાર કાયદો લાવીને દરેકને આવાસ આપવામાં આવશે.
  • જાતિ આધારે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.
  • પહેલાથી ચાલી રહેલી યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે.

છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા ઘોષણાપત્રને કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો અને સત્તામાં આવતાં જ તેને નીતિ-નિર્માણ પત્રનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સરકારે દાવો કર્યો હતો કે તેણે મેનિફેસ્ટોમાં આપેલા ૯૦ ટકાથી વધુ વચનો પૂરા કર્યા છે.

વીર દાસને ઈન્ટરનેશનલ એમી એવોર્ડથી સન્માનિત, એકતા કપૂરે રચ્યો ઈતિહાસ

0

વીર દાસને ‘વીર દાસ: લેન્ડિંગ’ માટે આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ મળ્યો. ૫૧માં ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં એકતા કપૂરને ડિરેક્ટોરેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. કોમેડિયન ઉપરાંત વીર દાસ એક્ટર અને સંગીતકાર પણ છે. તેમને આ પ્રતિષ્ઠિત સન્માન તેમના કોમેડિયન સ્પેશિયલ ‘વીર દાસઃ લેન્ડિંગ‘ માટે મળ્યું હતું.

આ ફિલ્મમાં વીર દાસે ભારતીય-અમેરિકન સંસ્કૃતિના આંતરછેદને રાજકીય પરિપ્રેક્ષ્યમાં બતાવવાનો પ્રયાસ કર્યો નવાઈની વાત એ છે કે આ ફિલ્મનું દિગ્દર્શન વીર દાસે પોતે કર્યું છે. જ્યારે પ્રખ્યાત નિર્માતા અને ફિલ્મ નિર્માતા એકતા કપૂરને મનોરંજનની દુનિયામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવામાં આવી હતી. તેમને ૨૦૨૩નો ઇન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

એકતા કપૂર પહેલા કોઈ ભારતીય નિર્માતાને આ એવોર્ડ મળ્યો નથી. જ્યારે વીર દાસ બેસ્ટ કોમેડી કેટેગરીમાં નોમિનેટ થયા હતા. જ્યારે શેફાલી શાહ શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં નોમિનેટ થઈ હતી. તે તેની પ્રખ્યાત વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ સીઝન ૨‘ માટે નોમિનેટ થયો હતો. જો કે, તે અંતિમ રાઉન્ડમાં હારી ગઈ અને એવોર્ડ મેક્સીકન અભિનેત્રી કાર્લા સોઝાને ગયો.

ટીવી ઈન્ડસ્ટ્રી ક્વીન એકતા કપૂર અને કોમેડિયન વીર દાસનું ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર સન્માન કરવામાં આવ્યું હતું. તેમને ઈન્ટરનેશનલ એમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ એમી એવોર્ડ સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંથી એક છે. ન્યૂયોર્કમાં આયોજિત આ પ્રખ્યાત ઇન્ટરનેશનલ એમી એવોર્ડ સમારોહમાં, ૧૪ વિવિધ કેટેગરીના વિજેતાઓને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

ગોધરા-દાહોદ હાઈવે પર બે ખાનગી બસ વચ્ચે ટક્કર, ૪ લોકોના મોત

0

રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થતો જાય છે. એવામાં આજે ગોધરા- દાહોદ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ખામી સર્જાતા હાઇવે પર જ પાર્ક કરી તેને ઉકેલવાની કામગીરી કરવામાં આવી રહી હતી, આ દરમિયાન ઉભેલી બસને પાછળથી અન્ય ખાનગી બસે જોરદાર ટક્કર મારી હતી.

ગોધરા-દાહોદ હાઇવે ઉપર સવારે એક બસએ અન્ય બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસના અકસ્માત થતા ૪ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતની ઘટનાના પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે.

બસ હાઈવે પરથી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ બસે પલ્ટી મારી હતી. આ ઘટનામાં ૪ મુસાફરોના મોત થયા જ્યારે અન્ય મુસાફરો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને ગોધરા સિવિસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસના આગળના ભાગને પણ મોટું નુકસાન થયું હતું.

ખાલિસ્તાની સામર્થકોએ કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાની ધમકી!

0

ભારતની આકરી પ્રતિક્રિયાઓ બાદ પણ કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોનો આતંક ઓછો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ખાલિસ્તાનીઓએ ફરી એકવાર એક વીડિયો જાહેર કર્યો છે અને હિન્દુ મંદિર પર હુમલો કરવાની ધમકી આપી છે. ખાલિસ્તાનીઓએ કહ્યું છે કે, તેઓ રવિવારે લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો કરશે. આ વીડિયો કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ શેર કર્યો છે. તેમણે ખાલિસ્તાનીઓની ધમકી સામે કડક કાર્યવાહીની તેમજ કેનેડાની પોલીસને તેની સામે પગલાં લેવાની માંગ કરી છે.

ચંદ્ર આર્યએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, કેટલાક અહેવાલો અનુસાર ગયા અઠવાડિયે ખાલિસ્તાન સમર્થકોએ સરે બીસીમાં એક શીખ ગુરુદ્વારાની બહાર એક શીખ પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. હવે એવું લાગે છે કે આ જ ખાલિસ્તાન જૂથ સરેના હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માંગે છે. આ બધું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું છે. કેનેડાના સાંસદે વધુમાં કહ્યું કે, તૂટેલા રેકોર્ડની જેમ હું ફરીથી કેનેડિયન સત્તાવાળાઓને હસ્તક્ષેપ કરવા અને પગલાં લેવાનું કહી રહ્યો છું. છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદુ મંદિરો પર અનેક વખત હુમલા થયા છે. હિંદુ-કેનેડિયનો વિરુદ્ધ દ્વેષપૂર્ણ ગુનાઓ કરવામાં આવી રહ્યા છે. આ બાબતોને ખુલ્લેઆમ અને જાહેરમાં ચાલુ રાખવા દેવી તે સ્વીકાર્ય નથી.

ચંદ્ર આર્ય કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં નેપિયન ઓન્ટારિયોના ચૂંટણી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. તે કર્ણાટકના તુમાકુરુ જિલ્લાના છે. તેમણે ધારવાડની કૌસાલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. તે ૨૦૦૬માં કેનેડા આવ્યા હતો. રાજનીતિમાં પ્રવેશતા પહેલા આર્ય ઈન્ડો-કેનેડા ઓટ્ટાવા બિઝનેસ ચેમ્બરના પ્રમુખ હતા

આ પણ વાંચો :-

ભચાઉ નજીક ભયંકર આંચકા, ૩.૨ની તીવ્રતા નોંધાઇ

0

દિવાળીના તહેવારો બાદ હવે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૨ની નોંધાઈ છે. આ તરફ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૫ કિલોમીટર દૂર નોંધાયું છે. ફરી એકવાર ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

ભૂકંપની તીવ્રતા ૦ થી ૧.૯ રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ ૨ થી ૨.૯ રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો ૩ થી ૩.૯ હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત ૪ થી ૪.૯ રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે ૫ થી ૫.૯ રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા ૬ થી ૬.૯ હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા ૭ થી ૭.૯ સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો ૮ થી ૮.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા ૯ હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે.

આ પણ વાંચો :-