ખાલિસ્તાની સામર્થકોએ કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાની ધમકી!

Share this story

ભારતની આકરી પ્રતિક્રિયાઓ બાદ પણ કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોનો આતંક ઓછો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ખાલિસ્તાનીઓએ ફરી એકવાર એક વીડિયો જાહેર કર્યો છે અને હિન્દુ મંદિર પર હુમલો કરવાની ધમકી આપી છે. ખાલિસ્તાનીઓએ કહ્યું છે કે, તેઓ રવિવારે લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો કરશે. આ વીડિયો કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ શેર કર્યો છે. તેમણે ખાલિસ્તાનીઓની ધમકી સામે કડક કાર્યવાહીની તેમજ કેનેડાની પોલીસને તેની સામે પગલાં લેવાની માંગ કરી છે.

ચંદ્ર આર્યએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, કેટલાક અહેવાલો અનુસાર ગયા અઠવાડિયે ખાલિસ્તાન સમર્થકોએ સરે બીસીમાં એક શીખ ગુરુદ્વારાની બહાર એક શીખ પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. હવે એવું લાગે છે કે આ જ ખાલિસ્તાન જૂથ સરેના હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માંગે છે. આ બધું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું છે. કેનેડાના સાંસદે વધુમાં કહ્યું કે, તૂટેલા રેકોર્ડની જેમ હું ફરીથી કેનેડિયન સત્તાવાળાઓને હસ્તક્ષેપ કરવા અને પગલાં લેવાનું કહી રહ્યો છું. છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદુ મંદિરો પર અનેક વખત હુમલા થયા છે. હિંદુ-કેનેડિયનો વિરુદ્ધ દ્વેષપૂર્ણ ગુનાઓ કરવામાં આવી રહ્યા છે. આ બાબતોને ખુલ્લેઆમ અને જાહેરમાં ચાલુ રાખવા દેવી તે સ્વીકાર્ય નથી.

ચંદ્ર આર્ય કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં નેપિયન ઓન્ટારિયોના ચૂંટણી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. તે કર્ણાટકના તુમાકુરુ જિલ્લાના છે. તેમણે ધારવાડની કૌસાલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. તે ૨૦૦૬માં કેનેડા આવ્યા હતો. રાજનીતિમાં પ્રવેશતા પહેલા આર્ય ઈન્ડો-કેનેડા ઓટ્ટાવા બિઝનેસ ચેમ્બરના પ્રમુખ હતા

આ પણ વાંચો :-