મુંબઇના ૨૬ હીરા વેપારી ઓફિસ બંધ કરી સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ થશે

Share this story

ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું ડિસેમ્બરમાં વિધિવત રીતે ઉદ્ઘાટન થાય તે પહેલાં સુરત અને મુંબઈના હીરા વેપારીઓએ બુર્સ ઉપર ફોકસ કર્યું છે. દશેરાના દિને કુંભ ઘડાના કાર્યક્રમ બાદ આવતીકાલે મંગળવારે મુંબઈના ૨૬ હીરા વેપારીઓ સુરત કાયમ શિફ્ટ થઈને કામકાજ શરૂ કરવા જઈ રહ્યાં છે.

સુરત ડાયમંડ બુસમાં આવતી કાલથી ૧૩૫ હીરા વેપારીઓ એકસાથે પોતાનું કામકાજ શરૂ કરવા જઈ રહ્યાં છે. આમાં ૨૬ મુંબઈના વેપારીઓ છે, જેઓ મુંબઈમાંનો વેપાર સમેટીને સુરત ડાયમંડ બુર્સથી પોતાનું કામકાજ શરૂ કરશે. જોકે, બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલાં આજરોજ ૨૦મીએ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પહેલાં દશેરાના દિવસે ૯૮૩ ઓફિસોમાં કુંભ ઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં ૨૦ દિવસથી રોજ ૨૦થી ૨૫ ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે,

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ જણાવ્યું હતું. હીરા સહિત અન્ય વેપાર-ધંધા સાથે સંકળાયેલાઓ પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. હવે લોકોની આતુરતાનો અંત થશે. આવતીકાલ મંગળવારના રોજ સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે ૧૩૫ વેપારીઓ પોતાના વેપારની શરૂઆત કરશે. ત્યાર બાદ તા.૧૭મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડ્રીમ પ્રોજેક્ટ સમા આ ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યાર હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપાર થવાની શરૂઆત થશે, એમ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-