Home Blog Page 898

નેપાળના ચિતલંગમાં ૪.૫ની તીવ્રતાનો ભૂકંપની આંચકા, લોકોમાં ભયનો માહોલ

0

નેપાળના મકવાનપુર જિલ્લાના ચિતલંગમાં ૪.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેપાળ સિસ્મોલોજી સેન્ટર અનુસાર ૨૩ નવેમ્બર વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી કોઈ મોટી નુકશાની અંગે કોઈ માહિતી નથી. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં ૩ નવેમ્બરે નેપાળમાં ૬.૪ની તીવ્રતાના ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જે નેપાળમાં અનુભવાયેલા ૬.૪ની તીવ્રતાના ભૂકંપમાં જાન-માલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. તે દરમિયાન ૧૫૭ લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા.

હિમાલયન રાષ્ટ્ર નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે ત્યાંના લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી વખત ૩ નવેમ્બરે નેપાળના જાજરકોટમાં આવેલા ભૂકંપમાં લગભગ ૮૦૦૦ ઘરો જમીન દોસ્ત થયા હતાં. ભારતે ભૂકંપથી પ્રભાવિત લોકોને કટોકટી સહાય પેકેજ મોકલ્યું હતું, જેમાં તબીબી ઉપકરણો, રાહત સામગ્રી અને ઘણું બધું સામેલ હતું.

ભારતે ગયા સોમવારને ૨૦ નવેમ્બર રોજ નેપાળને ભૂકંપ રાહત સહાય અને આવશ્યક તબીબી પુરવઠોનો ચોથો ભાગ મોકલ્યો છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આ ઝડપી પ્રતિસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફર્સ્ટ નીતિને અનુરૂપ છે, જે સંકટ સમયે તેના પાડોશી દેશોને ટેકો આપવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ૩ નવેમ્બરે જાજરકોટ અને આસપાસના વિસ્તારોમાં આવેલા ભૂકંપ બાદ ભારતે અત્યાર સુધીમાં નેપાળમાં અસરગ્રસ્ત પરિવારોને ૩૪ ટનથી વધુ કટોકટીની રાહત સામગ્રી મોકલી છે.

આ પણ વાંચો :-

કાશ્મીરના આતંકી હુમલામાં કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ, ઘરે લગ્નના માહોલ માતમમાં ફેરવાયો

0

જમ્મુ કાશ્મીરના રાજૌરીના જંગલમાં ત્રણ દિવસથી સૈન્ય ઓપરેશન ચાલી રહ્યું છે અને આ ઓપરેશન દરમિયાન સૈન્યના બે કેપ્ટન અને બે જવાન શહીદ થઇ ગયા છે. જેમા આગરાના કેપ્ટન શુભમ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. શુભમના પરિવારજનો શુભમના લગ્નની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ મૃત્યુના સમાચાર પહોંચતા જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

રાજૌરીના બજીમલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આગરાના કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ થયા હતા. કેપ્ટન શુભમ ગુપ્તા જિલ્લા સરકારના એડવોકેટ બસંત ગુપ્તાના પુત્ર હતા. શુભમના પરિવાર તેમના આ વર્ષે થનારા લગ્નની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે જ તેમના બલિદાનના સમાચાર પરિવારને મળતા જ ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. શુભમની માતા આ સમાચાર સાંભળીને બેભાન થઈ ગયા હતા. હજુ છ મહિના પહેલા જ શુભમ તેમના પરિવારને મળવા આગરા આવ્યા હતા. કેપ્ટન શુભમ શહીદ થયા હોવાથી પરિવારજનોની બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી.

શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના ભાઈ ઋષભનું કહેવું છે કે તેના ભાઈને સિગ્નલ કોર્પ્સમાં કમિશન મળ્યું હતું. તેમ છતાં તે સિગ્નલ કોર્પ્સ છોડીને પેરામાં જોડાયા હતા. જ્યારે પણ તે ગુપ્ત મિશન પર જતા ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ જ રહેતો હતો. દેશ પ્રત્યેનો તેમનો જુસ્સો અદ્ભુત હતો. શહીદ કેપ્ટન શુભમને શરૂઆતથી જ દેશ અને સેના માટે અલગ જુસ્સો હતો. શુભમને બાળપણથી જ આર્મી યુનિફોર્મનો શોખ હતો.

આ પણ વાંચો :-

પંજાબમાં ગુરુદ્વારામાંથી પોલીસ કર્મી પર કર્યો ગોળીબાર, ૧નું મોત, ૩ ઘાયલ

0

પંજાબના કપૂરથલામાં એક ગુરુદ્વારામાં નિહંગ શીખો અને પોલીસ વચ્ચે અથડામણના સમાચાર મળી રહ્યા છે. માહિતી અનુસાર નિહંગોએ વર્ચસ્વ અને માલિકી સ્થાપિત કરવાની આ લડાઈમાં પોલીસ પર જ ગોળીબાર કરી દીધો હોવાનું મનાય છે. આ અથડામણમાંએક પોલીસકર્મીનું મોત થયું હતું જ્યારે ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા.

ગોળીબાર ગુરુદ્વારાની માલિકીને લઈને થયો હતો. ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ ખસેડાયા હતા. કપૂરથલાના શ્રી અકાલ બુંગા ગુરુદ્વારામાં પોલીસ અને નિહંગ શીખોના જૂથ વચ્ચે અથડામણ બાદ ફાયરિંગની ઘટના બની હતી. વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં નિહંગ દેખાવકારોએ પટિયાલામાં એક પોલીસ અધિકારીનો હાથ કાપી નાખ્યો હતો જ્યારે તે કોરોના વખતે લોકડાઉનનો અમલ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ખરેખર પોલીસ ગુરુદ્વારા સંકુલને ખાલી કરાવા ગઈ હતી, જેના પર નિહંગોએ કથિત રીતે કબજે કરી લીધો હતો. આ દરમિયાન નિહંગ શીખોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા નિહંગો હજુ પણ ગુરુદ્વારાની અંદર છે અને તેમને પકડવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે પોલીસે આ સંબંધમાં ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

૨૩ નવેમ્બર, ૨૦૨૩/ આજ ગુરુવારના દિવસે ૬ રાશિના જાતકોને મળશે ધનલાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

વૃષભઃ

નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત. લક્ષ્મીનો વખતસર લાભ મળે.

મિથુનઃ

સ્વભાવમાં સર‍ળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબૂત બને. ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ આકસ્મિક ધનલાભ શક્ય.

કર્કઃ

નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષથી લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.

સિંહઃ

માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતિ રહે. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધીચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ

બુધ્ધિથી કાર્યસફળતા મળતી જણાય. અેડવોકેટ, વિમા સંબંધી ક્ષેત્રોથી વધુલાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂ રહે.

તુલાઃ

અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણો ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.

વૃશ્ચિકઃ

આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ સંતાનની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આરોગ્ય સારૂ.

ધનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદાકારક નીવડશે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. શરદી-ખાંસી રહે.

મકરઃ

માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય બળવાન બને છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મીનઃ

અંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ, ઓઇલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્રને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્ય જીવનમાં આનંદમાં વધારો. પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારૂ. આરોગ્ય મધ્યમ.

આ પણ વાંચો :-

• UPના બસ ડ્રાઇવરની દીકરી બનશે એરફોર્સમાં ફ્લાઇંગ ઑફિસર, દેશમાં AIR-૨

• ઉત્તર કોરિયાએ મલ્લિગ્યોંગ-૧ જાસૂસી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂક્યો

ટ્રેનની ટિકિટ કેન્સલ કરતા પહેલા ક્યારેય ના કરશો આ ભૂલ, જાણો IRCTCનો નિયમ

0

દિવાળી વેકેસન અને તહેવારોની સિઝન હોવાથી ટ્રેન તેમજ બસોમાં ખૂબ ભીડ જોવા મળતી હોય છે. તહેવારોમાં મોટા પ્રમાણમાં લોકો મુસાફરી કરતા હોય છે તેથી ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ હોય છે. જેના કારણે મોટાભાગના લોકોની ટિકિટ વેઈટિંગમાં હોય છે, તેથી મજબુરીના કારણે લોકો ટિકિટ કેન્સલ કરાવતાં હોય છે. જેમા પ્રવાસીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે.

જો તમે તમારી વેઈટિંગ ટિકિટ અથવા કન્ફર્મ ટિકિટ કોઈ કારણસર કેન્સલ કરાવવાનું વિચારી રહ્યા હોવ તો, તે પહેલા તમે IRCTC ના કેન્સલેશન અને રિફંડ માટેના નિયમો વિશે જાણી લેજો, જેથી કરીને તમારે વધારે રુપિયાનું નુકસાન ન આવે. ભારતીય રેલવેમાં ટિકિટ બુક કરાવવા માટે મોટાભાગે લોકો અધિકૃત એપ અથવા રેલવેની IRCTC વેબસાઈટ પરથી અથવા તો રિઝર્વેશન કાઉન્ટર પર જઈને ટિકિટ બુક કરાવી શકો છો. IRCTC ઈ- ટિકિટ કેન્સલ થવા પર બે કેટેગરીમાં રિફંડ આપે છે. પહેલું ચાર્ટ તૈયાર કરવા પહેલા અને બીજુ ચાર્ટ તૈયાર કરાયા પછી. આ બે કેટેગરીમાં અલગ- અલગ રિફંડની પ્રક્રિયા છે જેના વિશે તમને ખબર હોવી જોઈએ.

  • ૧st AC એક્ઝીક્યુટિવ ક્લાસ માટે ૨૪૦ રુપિયા કાપવામાં આવે છે.
  • ૨nd AC માટે ૨૦૦ રુપિયા કાપવામાં આવે છે.
  • ૩rd AC માટે ૧૮૦ રુપિયા કાપવમાં  આવે છે.
  • સ્લીપર ક્લાસ માટે ૧૨૦ રુપિયા કાપવામાં આવે છે.
  • સેકેન્ડ ક્લાસ માટે ૬૦ રુપિયા કાપવામાં આવે છે.

IRCTC ના નિયમ પ્રમાણે ચાર્ટ તૈયાર થઈ ગયા પછી તમે ટિકિટ કેન્સલ કરાવી શકતા નથી. તેમજ આવા સંજોગોમાં તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો તમને કોઈ રિફંડ નહી મળી શકે.  જો કે, તમે ટીડીઆર જરુરથી ફાઈલ કરી શકો છો. ટીડીઆર ફાઈલ કરવાના માટે પણ કેટલાક નિયમો છે જેના વિશે તમને ખબર હોવી જોઈએ.

આ પણ વાંચો :-

પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકાવવા મામલે અકબરુદ્દીન ઓવૈસી સામે ફરિયાદ, જાણો કેટલાં ગંભીર કલમો

0

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ફાયરબ્રાન્ડ નેતા અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ ચૂંટણી પ્રચાર દરમિયાન એક પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકાવવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અસદુદ્દીન ઔવેસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી પર ૩૫૩, ૧૫૩(a), ૫૦૬, ૫૦૫(૨) અને આરપી એક્ટની ધારા ૧૨૫ હેઠળ સંતોષનગર પોલીસે FIR નોંધી છે.

ભાષણ આપવાનો સમય ખતમ થઇ રહ્યો છે. તેના પર હૈદરાબાદના સાંસદ ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી બગડ્યાં હતા અને તેમણે ધમકાવવાનું શરૂ કરી દીધું. તેમણે મંગળવારે હૈદરાબાદના લલિતાબાગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ડ્યૂટી પર તૈનાત એક પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકી આપી હતી અને તેમને ત્યાંથી ચાલ્યા જવા માટે કહ્યું હતું. ધારા ૩૫૩ હેઠળ કોઈ પણ લોક સેવક પર ડ્યૂટી દરમિયાન હુમલો અથવા ગુનાહિત બળનો પ્રયોગ કરવો દંડનીય છે. તે હેઠળ ૨ વર્ષની સજા અને દંડ બંને છે. તે બિનજામીનપાત્ર હોય છે.

બીજી તરફ સેક્શન ૧૫૩A ધર્મ, જાતિ, જન્મ સ્થળ, નિવાસ, ભાષા વગેરના આધારે સદ્ભાવ બગાડવા મામલે લગાવવામાં આવે છે. તેના હેઠળ ૩ વર્ષની કારાવાસ અને દંડની જોગવાઈ છે.

અકબરુદ્દીન ઓવૈસીએ એક પોલીસ ઈન્સપેક્ટરને જાહેરમાં ધમકી આપી. પોલીસ ઈન્સપેક્ટરે ઓવૈસીને રાજ્યમાં લાગુ આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા કહ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે, તેમણે પોતાનું ભાષણ અટકાવવું જોઈએ કેમ કે આદર્શ આચાર સંહિતા હેઠળ નક્કી કરાયેલી સમયમર્યાદા તે વટાવી ગયા છે. તેના પર હૈદરાબાદમાં સભાને સંબોધતા ઓવૈસીએ પોલીસ અધિકારીને વેન્યૂથી જતાં રહેવા કહી દીધું હતું.

આ પણ વાંચો :-

‘અમારી દવાઓ સંશોધન પર આધારિત, SCની પતંજલિને ચેતવણી બાદ બાબા રામદેવનો જવાબ

0

ભારતની સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પ્રોડક્ટ પર કડક ફટકાર લગાવી છે અને કડકાઈ સાથે કહ્યું હતું કે, તેઓ ભ્રામક જાહેરાતો બંધ કરે. ત્યારે આ મામલે યોગગુરુ અને પતંજલિના સ્થાપક બાબા રામદેવે જવાબ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ટીપ્પણી બાદ રામદેવે કહ્યું કે, પતંજલિએ ક્યારેય ખોટો પ્રચાર કર્યો નથી. અમારી દવાઓ સંશોધન પર આધારિત છે. રામદેવે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, મેડિકલ માફિયાઓ અમારા વિરુદ્ધ પ્રોપગેંડા ચલાવી રહ્યા છે.

બાબા રામદેવે કહ્યું કે, હું ક્યારેય કોર્ટમાં હાજર થયો નથી. પરંતુ હું સુપ્રીમ કોર્ટમાં હાજર થવા તૈયાર છું. હું મારું સંપૂર્ણ સંશોધન રજૂ કરવા માટે પરવાનગી મેળવવા માંગુ છું. અમને અમારા દર્દીઓ અને સંશોધન રજૂ કરવાની તક આપવી જોઈએ. ઉપરાંત ડ્રગ એન્ડ મેજિક રેમેડી એક્ટ જે 1940માં બનાવવામાં આવ્યો હતો. તેની ખામીઓને ઉજાગર કરીને આ કરી શકે છે. તેમણે કહ્યું કે, લોકોને કહેવામાં આવી રહ્યું છે કે, એકવાર બીમાર પડી ગયા તો તેમને આખી જીંદગી દવા લેવી પડશે, અમે શું કહીએ છીએ કે તમે દવાઓ છોડીને કુદરતી જીવન જીવો. તેમણે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સામે સેંકડો દર્દીઓની પરેડ કરવા તૈયાર છીએ. તમામ સંશોધનો આપવા તૈયાર છે.

સુપ્રીમ કોર્ટે યોગગુરુ અને પતંજલિના સંસ્થાપક બાબા રામદેવ ની રિટ પિટિશન પર સુનાવણી હાથ ધરી હતી. બાબા રામદેવે કોરોનાકાળ દરમિયાન એલોપેથિક ઉપચાર  વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે ઘણા રાજ્યોમાં તેમની સામે કેસ નોંધાયો, ત્યારે આ મામલે બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી ફોજદારી એફઆઈઆરથી રક્ષણની માંગ કરી હતી.

રામદેવે Covid-૧૯ મહામારી દરમિયાન એક મોટો વિવાદ ઉભો કર્યો હતો. આ દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા  દ્વારા મંજૂર કરાયેલ રેમડેસિવિર અને ફૈબિફ્લૂ  જેવી દવાઓ કોરોના દર્દીઓની સારવારમાં નિષ્ફળ ગઈ છે. રામદેવ એલોપેથીક ઉપચાર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી એક વીડિયોમાં કહ્યું હતું કે, મેડિકલ ઓક્સીજન અને પથારીની અછત કરતા એલોપેથિક દવાઓના કારણે સૌથી વધુ લોકોના મોત થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ડૉક્ટરો રોષે ભરાયા હતા. IMAએ રામદેવને કાનૂની નોટિસ પાઠવી હતી. ત્યારબાદ રામપુર અને પટણાની આઈએમએ શાખાઓએ તેમના વિરુદ્ધ FIR નોંધાઈ હતી.

આ પણ વાંચો :-

UPના બસ ડ્રાઇવરની દીકરી બનશે એરફોર્સમાં ફ્લાઇંગ ઑફિસર, દેશમાં AIR-૨

0

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં સરકારી બસ ચલાવનાર એક ડ્રાઈવરની દિકરી શ્રુતિ સિંહે એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. મેરઠની દિકરી શ્રુતિએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે જેની પસંદગી એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસર પદ માટે થઈ છે અને એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટમાં આખા દેશમાં બીજા રેન્ક પર આવી છે.

હકીકતે મેરઠના પલ્લવપુરમની રહેનાર શ્રુતિ સિહં એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટમાં દેશભરમાં બીજો રેન્ક મેળવ્યો છે અને શ્રુતિ સિંહ વાયુ સેવામાં ફ્લાઈંગ એફિસર માટે પસંદ કરવા માટે સિલેક્ટ થવામાં સફળ થઈ છે.

શ્રુતિ સિંહના પિતા કેપી સિંહ ઉત્તર પ્રદેશ પરિવહન નિગમમાં એક ડ્રાઈવરના પદ પર તૈનાત છે. જે સરકારી બસ ચલાવે છે પરંતુ એક ડ્રાઈવરની દિકરીએ સંપૂર્ણ લગન અને મહેનતથી એરફોર્સમાં સિલેક્શન મેળવ્યું છે. શ્રુતિ સિંહ આ સફળતાનો સંપૂર્ણ શ્રેય પોતાના માતા-પિતા અને પોતાના ગુરૂ કર્નલ રાજીવ દેવગણને આપે છે. તેમનું કહેવું છે કે તેમણે તેને સફળ બનાવવા માટે સંપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

આ પણ વાંચો :-

ભારતે કેનેડિયન નાગરિકો માટે ઇ-વિઝા સર્વિસ ફરી શરૂ કરી, સંબંધો સુધરશે

0

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. આ પછી, ૨૧ સપ્ટેમ્બરના રોજ, ભારતની વિઝા જારી કરતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર વિઝા આપવાનું બંધ કરી દીધું હતું. ભારતે ફરી એકવાર કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવા શરૂ કરી છે. નોંધનીય છે કે ૨૧ સપ્ટેમ્બરે કેનેડામાં ભારત માટે વિઝા સેવાઓ પૂરી પાડતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર થોડા સમય માટે આ સુવિધાને સ્થગિત કરી દીધી હતી.

BLS ઈન્ટરનેશનલ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનલ કારણોસર કેનેડામાં ભારતીય વિઝા સેવાઓને આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. જો કે આ પછી ૨૬ ઓક્ટોબરથી ભારતે કેટલીક વિશેષ શ્રેણીઓમાં વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની વાત કરી હતી. જેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા સામેલ હતા. જોકે હવે કેનેડિયન નાગરિકો માટે તમામ પ્રકારની ઈ-વિઝા અરજીઓમાં છૂટછાટ આપવામાં આવી છે.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. સંબંધો હજુ પણ નાજુક તબક્કે છે. પહેલા કેનેડા તરફથી ભારત જનારા પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. આ પછી ભારતે ખાલિસ્તાન સમર્થકોની ધમકીને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી પણ જારી કરી હતી.

આ પણ વાંચો :-

ઈન્ડોનેશિયાના ટાપુ હલમહેરામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ

0

ઈન્ડોનેશિયાના ટાપુ હલમહેરામાં ૬.૨ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપના આંચકા લગભગ ૧૨૦ કિમી ભૂગર્ભમાં અનુભવાયા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ૬.૨ની તીવ્રતાના ભૂકંપને જીવલેણ માનવામાં આવે છે કારણ કે તેના આંચકાથી ઊંચી ઇમારતો પડી શકે છે.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ)એ જણાવ્યું હતું કે બુધવારે ઈન્ડોનેશિયાના હલમહેરામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. GFZ અનુસાર, ભૂકંપ ૧૨૦ કિમી (૭૪.૫૬ માઇલ)ની ઊંડાઈએ આવ્યો હતો. હાલમાં ઇન્ડોનેશિયાની આપત્તિ શમન એજન્સીએ કોઈપણ નુકસાન વિશે કોઈ માહિતી શેર કરી નથી.

ઇન્ડોનેશિયા પેસિફિક રિંગ ઓફ ફાયરમાં ફેલાયેલું છે જે ઉચ્ચ સિસ્મિક પ્રવૃત્તિનો વિસ્તાર છે જે અનેક ટેકટોનિક પ્લેટોની ઉપર સ્થિત છે. હાલમાં વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ઈન્ડોનેશિયા ઘણા ટાપુઓનો દેશ છે. તેની વસ્તી ૨૭ કરોડથી વધુ છે. રિંગ ઓફ ફાયર પર તેના સ્થાનને કારણે, ઇન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાનો અનુભવ થાય છે.

ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના સિઆનજુર શહેરમાં ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૩૩૧ લોકોના મોત થયા હતા અને લગભગ ૬૦૦ લોકો ઘાયલ થયા હતા. ૨૦૧૮ના સુલાવેસી ભૂકંપ અને સુનામી પછી તે ઇન્ડોનેશિયામાં સૌથી ભયંકર હતો જેમાં લગભગ ૪૩૪૦ લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો :-