કાશ્મીરના આતંકી હુમલામાં કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ, ઘરે લગ્નના માહોલ માતમમાં ફેરવાયો

Share this story

જમ્મુ કાશ્મીરના રાજૌરીના જંગલમાં ત્રણ દિવસથી સૈન્ય ઓપરેશન ચાલી રહ્યું છે અને આ ઓપરેશન દરમિયાન સૈન્યના બે કેપ્ટન અને બે જવાન શહીદ થઇ ગયા છે. જેમા આગરાના કેપ્ટન શુભમ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. શુભમના પરિવારજનો શુભમના લગ્નની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ મૃત્યુના સમાચાર પહોંચતા જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

રાજૌરીના બજીમલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આગરાના કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ થયા હતા. કેપ્ટન શુભમ ગુપ્તા જિલ્લા સરકારના એડવોકેટ બસંત ગુપ્તાના પુત્ર હતા. શુભમના પરિવાર તેમના આ વર્ષે થનારા લગ્નની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે જ તેમના બલિદાનના સમાચાર પરિવારને મળતા જ ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. શુભમની માતા આ સમાચાર સાંભળીને બેભાન થઈ ગયા હતા. હજુ છ મહિના પહેલા જ શુભમ તેમના પરિવારને મળવા આગરા આવ્યા હતા. કેપ્ટન શુભમ શહીદ થયા હોવાથી પરિવારજનોની બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી.

શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના ભાઈ ઋષભનું કહેવું છે કે તેના ભાઈને સિગ્નલ કોર્પ્સમાં કમિશન મળ્યું હતું. તેમ છતાં તે સિગ્નલ કોર્પ્સ છોડીને પેરામાં જોડાયા હતા. જ્યારે પણ તે ગુપ્ત મિશન પર જતા ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ જ રહેતો હતો. દેશ પ્રત્યેનો તેમનો જુસ્સો અદ્ભુત હતો. શહીદ કેપ્ટન શુભમને શરૂઆતથી જ દેશ અને સેના માટે અલગ જુસ્સો હતો. શુભમને બાળપણથી જ આર્મી યુનિફોર્મનો શોખ હતો.

આ પણ વાંચો :-