Home Blog Page 894

ટ્રાફિક બ્રિગેડના ૬૩૦૦ જવાનોને રાતોરાત રઝળતા કરી દેવાનો નિર્ણય અમાનવીય

0
  • એક તરફ સરકારની કાયમી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કરોડોની લહાણી, બીજી તરફ ટીઆરબીના જવાનોના પેટ ઉપર લાત મારવાનું કૃત્ય શા માટે?
  • રોજના ૩૦૦ રૂપિયાના હિસાબે મહેનતાણું મેળવતા ટીઆરબીના જવાનો ભારેખમ પગારદાર પો.કો.ની ગરજ સારતા હતા અને છતા સરકારની આંખમા શા માટે ખટક્યા?
  • સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદના ક્યાં ગઈ? પોલીસદળને પગના અંગૂઠાથી માથાની ચોટલી સુધી જાણતા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઇચ્છે તો જવાનોની રોજગારી બચી શકે

દિવાળીના તહેવારોના દિવસોમાં રાજ્ય સરકારે કર્મચારીઓ માટે લ્હાણી કરી હતી. પગાર અને વિવિધ ભથ્થામાં ઉમેરો કરીને કર્મચારીઓને ખુશહાલ કરી દીધા હતા. કોન્ટ્રાકટના કર્મચારીઓના પગારમાં સીધો ૩૦ ટકા વધારો કરીને સરકાર વરસી પડી હતી એમ કહી શકાય. પરંતુ આ બધાની વચ્ચે ટીઆરબી એટલે કે ટ્રાફિક બ્રિગેડના ૬૩૦૦ જેટલા જવાનોને રાતોરાત નોકરીમાંથી છૂટા કરી દેવાનો નિર્ણય આઘાતજનક હતો. બલ્કે એવું કહી શકાય કે સરકારી કર્મચારીઓને પગાર અને ભથ્થામાં કરાયેલા વધારા ઉપર પાણી ફેરવી દીધું હતું. અને ટીઆરબી જવાનોના ૬૩૦૦ પરિવારોમાં તહેવારોના દિવસોમાં નિસાસા નાંખવા જેવી હાલત કરી હતી.

01ખાસ કરીને ટ્રાફિકના સંચાલન માટે સેવાભાવી સંસ્થાના બેનર હેઠળ ફિક્સ મહેનતાણું આપીને નોકરી ઉપર લેવાનો નિર્ણય કરાયો હતો. સંભવત આ ટ્રાફિક બ્રિગેડની શરૂઆત લગભગ ૨૦૦૫ના વર્ષમા સુરતથી થઈ હતી અને પૂર્વ પોલીસ કમિશનર સુધીર સિંહાએ આ શરૂઆત કરી હતી. સુરતના સામાજિક અને ઉદ્યોગઅગ્રણી અશોક કાનુગો, જે.પી.અગ્રવાલ સહિત અન્ય અગ્રણીઓની આગેવાની હેઠળ એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી તથા ચોક્કસ ભંડોળ ઊભુ કરીને આ ભંડોળમાંથી ટીઆરબીના જવાનોને પગાર નહી પરંતુ ચોક્કસ રકમનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું. આ તરફ ટ્રાફિક બ્રિગેડના જવાનો મળવાથી પોલીસ જવાનોને મોટી રાહત થઇ હતી. પોલીસ સ્ટાફની ખોટ આ જવાનોની હાજરીને પગલે પુરાઇ જતી હતી ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ હતી કે બેરોજગાર યુવાનોને રોજગારી આપવાનુ કામ થઇ રહ્યું હતું.ટ્રાફિક બ્રિગેડની યોજના વર્ષ ૨૦૦૯માં ક્રમશઃ રાજ્યભરમાં લાગુ કરવામાં આવતા પોલીસ, સરકાર અને સમાજ બધા માટે રાહતજનક હતું. વળી આ જવાનો બળબળતા તાપમાં પણ ફરજ બજાવવા ઉપરાંત અનેક કિસ્સાઓમા પોલીસદળ માટે પણ ઉપયોગી થતા આવ્યા છે. પરંતુ વધતી જતી મોઘવારી વચ્ચે આ જવાનોના પગાર કે જરૂરિયાતમાં વધારો કરવાનું કોઈએ પણ વિચાર્યું નહોતું. મહેનતાણું ચૂકવતા ટ્રસ્ટની એક મર્યાદા હતી.

પરંતુ સરકારે પણ ટ્રાફિક ‌િબ્રગેડના જવાનોના મહેનતાણામાં વધારો કરવાની દિશામાં વિચાર્યું નહોતું, બલ્કે ટીઆરબીના જવાનો પોલીસની કામગીરીનો જ એક ભાગ હતા.આજે ચારે તરફ મોંઘવારી, બેરોજગારી ભરડો લઇ ચૂકી છે. એવા સમયે ૬૩૦૦ જેટલા જવાનોને રાતોરાત જાણે રઝળતા મૂકી દેવાનો નિર્ણય ખરેખર નિંદનીય છે. ખરેખર તો ટીઆરબીમાં ફરજ બજાવી રહેલા જવાનોને લાયકાત પ્રમાણે પોલીસદળમા સામેલ કરવાની જરૂર હતી. વળી, એક તરફ સરકારી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે. એવા સમયે ટીઆરબીના જવાનોના મહેનતાણામાં વધારો કરવાને બદલે નોકરી છીનવી લેવાનો સરકારનો નિર્ણય ધરાર વ્યાજબી નથી.આ જવાનો સરકારના નિર્ણય સામે કાનૂની લડત આપી શકે તેમ નથી. કારણ કે તેઓ સરકારના કાયમી કર્મચારીઓ નથી અને એટલે જ સરકાર રાતોરાત આ જવાનોને નોકરી વગરના કરી દેવાની હિંમત કરી શકી.
પરંતુ વખત જતા સરકારનો નિર્ણય કમનસીબ પુરવાર થશે. રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા ઊધઈના રાફડાની માફક રોજેરોજ વકરી રહી છે.

ટીઆરબીના જવાનોને છૂટા કરી દેવાથી તેમની જગ્યાએ પોલીસ જવાનોને ગોઠવવા પડશે. મતલબ, પોલીસદળમાં એટલા જવાનોનો ગુનાખોરી રોકવા સહિતની કામગીરીમા ઉપયોગ લઈ શકાશે નહીં. આમ પણ રાજ્યના પોલીસદળમાં સુપરવાઇઝરી અધિકારીઓનો રાફડો છે. પરંતુ ફિલ્ડમાં કામ કરનાર પોલીસ જવાનોની ખૂબ મોટી ખોટ છે. વળી સરકાર નવા પોલીસ કૉન્સ્ટેબલોની ભરતી કરીને આર્થિક ભારણ વધારવાની તરફેણમાં નથી. આવા સમયે ટીઆરબીના જવાનોને રાતોરાત છૂટા કરવાનો નિર્ણય સરકાર અને પ્રજા માટે અઘાતજનક પુરવાર થશે. બીજી તરફ ગુનાખોરીને નિયંત્રણમાં રાખવા પોલીસ જવાનોની મોટી ખોટ વર્તાશે.
સરકારને ખબર જ હશે કે પ્રત્યેક સુપરવાઇઝરી ઑફિસર પોતાની સુખ, સાહ્યબી, સેવા માટે કેટલા જવાનોને રોકી રાખે છે. કહેવાની જરૂર નથી કે ઉપરી અમલદારોના ઘરના અને ખાનગી કામો પણ કોન્સ્ટેબલો દ્વારા જ કરાવવામાં આવે છે. ધરખમ પગાર અને સરકારી સુવિધાઓની ભરમાર છતાં અનેક અધિકારીઓ પોલીસ કોન્સ્ટેબલો પાસે નહીં કરાવવા જેવા કામ કરાવતા હોવાની છાને ખૂંણે ફરિયાદો ઊઠતી રહે છે.

ખેર, ખાખી વર્દીની આડમાં કે ખાખી વર્દીના જોરે કેવાં-કેવાં કામ કરાવી શકાય છે તેનો લગભગ દરેક નાગરિકને ક્યાંક ને ક્યાંક અનુભવ થયો હશે જ, પરંતુ ડંડાના જોરે અનેક લોકોએ મૂંગામોઢે અન્યાય સહન કરી લીધો હશે.
ટીઆરબીની વ્યવસ્થા જેવી હતી તેવી, પરંતુ જરૂરી હતી. જવાનોને ઓછુવત્તું પણ મહેનતાણું મળતુ હતું. ઉપરાંત પોલીસ જવાનોની ગરજ પણ સારતા હતા. મતલબ ટીઆરબી જવાનોની હકાલપટ્ટીનો નિર્ણય કસમયનો ગણાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની આખી સરકાર રોજ સવાર પડે ને ક્યાંક ને ‘સંવેદના’ દાખવતી રહે છે અને ભૂપેન્દ્ર પટેલને તો સંવેદનશીલ મુખ્યમંત્રી માનવામાં આવે છે. આનાથી પણ વધુ કહીએ તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એક સમયે પોતે પોલીસદળનો એક ભાગ હતા. મતલબ કે પોલીસની સમગ્ર કામગીરી પગના અંગૂઠાથી માથાની ચોટલી સુધી ઓળખનાર સી.આર.પાટીલ પણ દરમિયાનગીરી કરીને ટીઆરબીના જવાનો સાથે ન્યાય કરશે અને નોકરીથી વંચિત થતા બચાવી લેશે તો હાલના બેરોજગારી, અને મોંઘવારીના કપરા સમયમાં માનવીય પગલું ભર્યું ગણાશે.

સને ૨૦૦૫માં સુુધીર સિન્હા પોલીસ કમિશનર તરીકે સુરત શહેરમાં હતા ત્યારેે ટ્રાફીક ‌નિયમન માટે પોલીસની સાથે સાથે ટ્રાફીક બ્રિગેડ ટીઆરબીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જે તે સમયે સુરત શહેરમાં ૩૦ ટીઆરબીની નિમણુંક કરાઇ હતી.
ટ્રાફીક બ્રિગેડનો ખર્ચ ઉઠાવવા માટે અલગ-અલગ દાતા પાસેથી ખર્ચ મેળવાયો હતો. ત્યારબાદ તત્કાલીન પોલીસ કમિશનર આર.એમ.એસ બ્રારે ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટની રચના કરી હતી. અને તેના વ્યાજમાંથી ટ્રાફિક બ્રિગેડની વ્યવસ્થા કાર્યરક રહે તેવું કાયમી આયોજન કર્યું હતું.
સરકારે પણ ૫-૫-૨૦૦૯માં આ વ્યવસ્થા અપનાવી રાજ્યભરમાં ટ્રાફિક બ્રિગેડની વ્યવસ્થા કાર્યરત કરી, એક ટ્રાફિક બ્રિગેડને દૈનિક માનદ વેતન પેટે રૂ. ૩૦૦ ચૂકવવામાં આવતા હતા.

આ પણ વાંચો :-

૨૨ નવેમ્બર, ૨૦૨૩/ વ્યસનોથી દૂર રહેજો, પરિવારમાં વાદ-વિવાદથી સાચવવું, આ રાશિના જાતકોને બુધવાર કાઢવો કઠિન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં મનમેળ રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. જુની ઉઘરાણી છુટી થાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. સાસરા પક્ષ તરફથી લાભ મળતવાના યોગ બને છે. નોકરી ધંધામાં પ્રગતિ.

વૃષભઃ

નાણાંકીય દ્રષ્ટિએ દિવસ સારો છે. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યક્ષેત્રે આધુરા કાર્ય પૂર્ણ થતા જણાય. નવી નોકરી મળી શકે અને ધંધામાં સફળતા મળે. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને અભ્યાસમાં રસ વધે.ભાગ્ય સાથ આપતું જણાય.

મિથુનઃ

ગણત્રી પૂર્વક કાર્ય કરી શકાય. વાણીથી ધાર્યા કાર્ય કરી શકાય. ભાગ્યને બળે કાર્યમાં સફળતા અનુભવાય. પરિવારમાં આનંદનનું વાતાવરણ રહે. આરોગ્ય સારૂ રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું. પડવા વાગવાથી સાચવવું. સંતાનની ચિંતા રહે.

કર્કઃ

સફળતા માટે મહેનત વધારે કરવી પડે. વાણી ઉપર કાબુ રાખવો. પિતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોના સાથ સહકારથી કામ પાર પડતા જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. ભાગ્યનો સાથ મળતો નથી.

સિંહઃ

મનના ખોટા વિચારો ઉપર કાબુ રાખવો. દિવસ દરમ્યાન આવક જળવાશે. પરિવારમાં વાદ-વિવાદથી સાચવવું. જમણા હાથની કાળજી રાખવી. કાપડના ધંધામાં લાભ. નોકરીમાં સામાન્ય સંતાનોથી અસંતોષ રહે. આરોગ્ય સાચવવું. માન-સન્માન સચવાય.

કન્યાઃ

મનોબળ મજબૂત રહે. દિવસ દરમ્યાન શક્તિનો સંચાર થાય. આવકનું પાસુ મજબુત બને છે. પરિવારના સભ્યો વચ્ચે ઉગ્રતા ટાળવી.જમણા હાથની કાળજી રાખવી. નવા રોકાણો ટાળવા. સુખ-શાંતિ ઓછા થતા જણાય. માતાની તબિયત સાચવવી.

તુલાઃ

કામકાજમાં વિધ્‍નો આવે પરંતુ ભાગ્યને જોરે સફળતા મળે. વારેવારે ખોટું લાગી જાય એવા પ્રસંગોનું નિર્માણ થાય. આવક જળવાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. નવા રોકાણો ટાળવા. જુના રોકાણોમાંથી આવક મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.

વૃશ્ચિકઃ

દિવસ દરમ્યાન ઉગ્રતા અને નરમાશનો મિશ્ર અનુભવ થાય. આવક અંગે સંતોષ. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ફાયદાકારક રહે. માતા તરફથી લાભ. નવા વાહનની ખરીદી શક્ય બને.

ધનઃ

આવક આવતી અનુભવાય. ભાઇ બહેન વચ્ચે પ્રેમમાં વધારો થાય. પરિવારમાં અત્યંત પ્રસન્નતા ભર્યું વાતાવરણ રહે. નવા આયોજનો સફળ રીતે કરી શકાય. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલના ધંધામાં લાભ. મકાન બાંધકામ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓ માટે ફાયદો.

મકરઃ

શારિરીક અને માનસિક તંદુરસ્તી અનુભવી શકાય. આવકમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતુ જણાય. ભાઇ બહેનો સાથે પ્રેમભાવમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ. જુના રોકાણોથી ફાયદો મળે.

કુંભઃ

દિવસ દરમ્યાન પ્રસન્નતાનો અનુભવ થાય. જુના ગુરૂ, શિક્ષકો, મિત્રોને મળવાનો યોગ થાય. ગ્રહણ શક્તિ વધે. આવકમાં વધારો થતો જણાય. અનાજ એડમીનીસ્ટ્રેશન, સરકારી, સોનીકામ કરતી વ્યક્તિઓ માટે ફાયદો અનુભવાય. પગના તળિયામાં દુઃખાવો થતો જણાય.

મીનઃ

આવકનું પ્રમાણ ઘટતું જણાય. માનસિક ઉચાટ રહે. પરિવારમાં ઉગ્રતાભર્યું. વાતાવરણ રહે. નવા રોકાણો ટાળવા. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્રગતિથી રાહત અનુભવાય. હાડકાનો દુઃખાવો, આંખની સમસ્યા સતાવે. પ‌િત્ન સાથે મનમેળ રહેશે.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધીએ જાલોર સભામાં PM મોદી પર સાધ્યું નિશાના કહ્યું કે ‘પનૌતીએ મેચ હરાવી!’

0

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે રાજસ્થાનનાં જાલોરમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યાં. રાહુલ ગાંધી જનસભામાં PM મોદીનો ઉલ્લેખ કરીને નિશાન સાધી રહ્યાં હતાં. આ દરમિયાન જનસભામાં કેટલાક લોકો પનોતી-પનોતીની બૂમો પાડવા લાગ્યાં. તે બાદ રાહુલ ગાંધીએ કહ્યું રાહુલે કહ્યું કે, ‘આપણાં છોકરાઓ વર્લ્ડ કર જીતી જાત પણ પનોતીએ હરાવી દીધું.’ તેમણે કહ્યું કે, ‘ટીવીવાળા આ નહીં કહે પણ જનતા જાણે છે.’  જો કે આ બાદ ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો હતો.

યૂપી કોંગ્રેસનાં અધ્યક્ષ અજય રાયે વર્લ્ડ કપમાં ભારતની હારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘ મોદીને જોઈને ખેલાડીઓ પ્રેશરમાં આવી ગયાં. મોદીએ મેચમાં ન જવું જોઈતું હતું. મોદીનાં કારણે આપણે હારી ગયાં છીએ કારણકે ખેલાડીઓ દબાણમાં આવી ગયાં હતાં. એ જ હારનું કારણ હતું.

રાહુલ ગાંધીનાં વિવાદિત નિવેદન બાદ ભાજપ નેતા રવિ શંકર પ્રસાદે કહ્યું કે, ‘રાહુલ ગાંધી PM મોદી માટે જે પ્રકારનાં શબ્દોનો પ્રયોગ કરી રહ્યાં છે તે અશોભનીય છે. રાહુલ ગાંધીએ મોદીજીથી માફી માંગવી પડશે. નહીંતર અમે દેશમાં તેને મોટો મુદો બનાવશું.

આ પણ વાંચો :-

ભાજપએ પૂર્ણેશ મોદીને પુરસ્કાર આપ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના આ યુટીના પ્રભારી બન્યા

0

ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને આ સંબંધિત અપરાધિક માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી, ત્યારબાદ તેમણે સંસદનું સભ્યપદ પણ ગુમાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરા અને નગર હવેલી માટે તેના પ્રભારીની નિમણુક કરી છે. ભગવા પાર્ટીએ પૂર્ણેશ મોદીને પ્રભારી નિમુક્ત કર્યા છે. આ નિમણુક કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ગુનાહિત માનહાનિના કેસ બાદ કરવામાં આવી છે. આ કેસને કારણે રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેઓ થોડા સમય માટે લોકસભા સાંસદ તરીકે ગેરલાયક હર્યા હતા.

ભાજપ દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આ મુજબ, ગુજરાતના અન્ય બીજેપી ધારાસભ્ય દુષ્યંત પટેલને કેન્દ્રશાસિત પ્રદેશના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા પૂર્ણેશને તેમના મંત્રાલયમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હવે આ નિમણૂકને રાહુલ ગાંધી સામેના તેમના કેસના બદલામાં ‘પુરસ્કાર‘ કહેવામાં આવી રહી છે.

ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને આ સંબંધિત અપરાધિક માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી, ત્યારબાદ તેમણે સંસદનું સભ્યપદ પણ ગુમાવ્યું હતું, જોકે, બાદમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી અને ત્યારબાદ તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

પૂર્ણેશ ત્રણ વર્ષ માટે પુટી પ્રભારીનું પદ સંભાળશે અને કહ્યું કે તેમનું પ્રાથમિક ધ્યાન આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા પર રહેશે. તેમણે કહ્યું, “હું સ્થાનિક ટીમો સાથે કામ કરીશ અને ભાજપને ચૂંટણીમાં ફાયદો સુનિશ્ચિત કરવા માટે પાયાના (બૂથ સારે) પક્ષને મજબૂત બનાવીશ. અમે માનીએ છીએ કે મજબૂત સંગઠન દ્વારા સત્તા હાંસલ કરી શકાય છે. મારું ધ્યાન બૂથ સ્તરના રાજકીય પર શહેશે. અને માઇક્રો મેનેજમેન્ટ.”

દાદરા અને નગર હવેલી લોકસભા સીટ હાલમાં સાત વખતના ભૂતપૂર્વ સાંસદ મોહન ડેલકરની વિધવા કલાબેન ડેલકર પાસે છે. મોહન ડેલકરનું ૨૦૨૧માં મુંબઈની એક હોટલમાં શંકાસ્પદ આત્મહત્યાથી મૃત્યુ થયું હતું. એક પ્રભાવશાળી આદિવાસી નેતા ડેલકરે ૨૦૧૯માં અપઠા તરીકે બેઠક જીતી હતી પરંતુ બાદમાં તેઓ JD(U)માં ફેરવાઈ ગયા હતા. તેમની પત્ની નવેમ્બર ૨૦૨૧માં શિવસેનાની ટિકિટ પર રાાંસદ તરીકે ચૂંટાઈ આવી હતી.

આ પણ વાંચો :-

સુરતમાં શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં પાલિકાના વિરોધ પક્ષની બબાલ

0

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગત સામાન્ય સભામાં પાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા અને એક કોર્પોરેટરે કરેલી બબાલ હવે શિક્ષણ સમિતિના વિપક્ષ માટે આફત બની ગઈ છે. આજની સામાન્ય સભામાં વિપક્ષે લાઈવ સભા કરવાની માગણી કરી હતી તેમાં ગત સભામાં થયેલા હોબાળા અંગેની વાત આવતાં વિપક્ષ બેક ફુટ પર આવી ગયા હતા. શિક્ષણ સમિતિના વિપક્ષે કહ્યું ગત સભામાં થયું તે થવા જેવું ન હતું ખોટું થયું છે અને થવું ન જોઈતું હતી તેવી વાત કરવા સાથે શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભા નું લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવે કારણ કે અહેવાલ લખવામાં સતત ગોટાળા કરીને શાસકો પ્રજાને ગેરમાર્ગે દોરે છે તેવી વાત કરી હતી.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભામાં ગત સભાના અહેવાલ મંજુર કરવાની સામાન્ય દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેની સામે વિપક્ષના સભ્ય રાકેશ હીરપરાએ શિક્ષણ સમિતિની તમામ સભા લાઈવ કરવા માટેની માગણી કરી હતી. વિપક્ષ ના સભ્યએ આક્ષેપ કરતાં કહ્યું હતું, સામાન્ય સભામાં અહેવાલ લખવામાં સતત ગોટાળા કરીને શાસકો પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે. જો યોગ્ય રીતે અહેવાલ લખવામાં નહી આવે તો સામાન્ય સભાની જરુર નથી તેવો આક્ષેપ કર્યો હતો.

સમિતિની સભા શરુ થવાની સાથે જ વિપક્ષે તમામ સભા લાઈવ કરવાની માગણી કરી પારદર્શિતા રાખવા માટેની માગણી કરી હતી. તેની સામે શાસકોએ કહ્યું હતું કે, ગત સામાન્ય સભામાં પાલિકાના વિપક્ષના ઉપનેતા મહેશ અણઘડ અને વિપક્ષના કોર્પોરેટરે આવીને હોબાળો મચાવ્યો હતો. આ હોબાળા બાદ વિપક્ષની હાલત કફોડી થઈ ગઈ હતી. તેનો ઉલ્લેખ કરીને શાસકોએ વિપક્ષને ચાબખા માર્યા હતા. તેની સામે વિપક્ષના સભ્ય રાકેશ હીરપરાએ કહ્યું હતું કે, ગત સામાન્ય સભામાં જે થયું તે ખરાબ છે અને સંસદીય નથી ખોટું થયું છે તે થવું જોઈતું ન હતું પરંતુ થયું તે કમનસીબ છે.

શિક્ષણ સમિતિની સમાન્ય સભામાં પારદર્શિતા નથી રહેતી અને રમતોત્સવનું આયોજન અને ઉદ્યોગ પ્રવાસ પણ સમયસર થતો નથી તે યોગ્ય રીતે થાય તેવી માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફરી એક વાર સામાન્ય સભાનું લાઈવ રેકોર્ડિંગ થાય તેવી માગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

મહેસાણામાં અર્બન કો-ઓપરેટિવ બેંક પર RBIએ રૂ.15 લાખનો દંડ ફટકાર્યો

0

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા-RBIએ મહેસાણા અર્બન કો-ઓપરિવ બેંક ને નિયમનું યોગ્યરીતે પાલન ન થતું હોવાથી રૂ.૧૫ લાખનો દંડ ફટકાર્યો છે. RBIએ ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ ઑડિટ કર્યું હતું. નિરિક્ષણમાં બહાર આવ્યું કે બેંકે અયોગ્ય ટ્રસ્ટોના બચત બેંક ખાતા ખોલ્યા છે. તેની સંપૂર્ણ આવકને આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ હેઠળ આવકવેરા ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવી ન હતી.

સમગ્ર મામલે બેંકને કારણદર્શક નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. RBI તપાસમાં નિર્દેશોનું પાલન ન કરવાનો ચાર્જ સાબિત થયો હતો, તેથી RBIએ મહેસાણા અર્બન કો-ઓપરિવ બેંકને ૧૫ લાખનો દંડ ફટકાર્યો છે.બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૪૬(૪)(i), કલમ ૪૭-A(૧)(c) મુજબ દંડ લાગુ કર્યો છે.

RBIએ ગત અઠવાડિયે ૧૭ નવેમ્બરે ખાનગી ક્ષેત્રની મોટી બેંક એક્સિસ બેંક સામે મોટી કાર્યવાહી કરી હતી. એક્સિસ બેંકને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડ બેંક દ્વારા તેના ગ્રાહકો પ્રત્યે દાખવવામાં આવેલી બેદરકારીને કારણે લગાવવામાં આવ્યો હતો. RBIનું કહેવું છે કે બેંકે RBIના નિર્દેશોનું પાલન કર્યું નથી.

RBIએ એક્સિસ બેંકને ૯૦.૯૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એક્સિસ બેંક પર દંડ લગાવ્યા બાદ RBIએ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે KYC ગાઇડલાઇન, રિસ્ક મેનેજમેન્ટ અને ૨૦૧૬ના લોન નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. જેના કારણે AXIS Bank પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

૧૦માં દિવસે ટનલ પર એન્ડોસ્કોપિક કેમેરા પહોંચતા ટનલમાં ૪૧ મજૂરોના હાલ જોવા મળ્યા

0

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઇવે પર સિલ્ક્યારા પાસે ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે ફસાયેલા ૪૧ કામદારોને બચાવવાના પ્રયાસો નવામા દિવસે પણ સફળ થયા ન હતા. રાત્રે ૩ વાગ્યે ટનલની અંદર છ ઇંચની પાઇપલાઇન બ્લોક થઇ હતી, જેને ફાયર બ્રિગેડના વાહન દ્વારા પાણીના દબાણથી સાફ કરવામાં આવી હતી. આ પછી જ કેમેરા અંદર જઈ શકતો હતો. સુરંગમાં ફસાયેલા કામદારોની પ્રથમ તસવીરો સામે આવી છે. સામે આવેલી તસવીરોમાં ટનલમાં ફસાયેલા કામદારો સેફ્ટી હેલ્મેટ પહેરેલા જોવા મળે છે. આટલા દિવસોથી યોગ્ય ભોજન અને સૂર્યપ્રકાશ ન મળવાને કારણે કેટલાકના શરીર નબળા પડી ગયા છે.

સુરંગમાં ફસાયેલા ૪૧ મજૂરોને છ ઇંચની પાઇપ દ્વારા ફળો મોકલવામાં આવ્યા છે. અંદર ફસાયેલા મજૂરોના સંબંધીઓનું કહેવું છે કે તેઓ ખુશ છે કે અંદર ફસાયેલા તમામ લોકો સુરક્ષિત છે અને આજે દસમા દિવસે તેમને ફળો મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, પરિવારના સભ્યોએ કાર્યકર સાથે પણ વાત કરી.

સિલ્ક્યારા ટનલમાં ઓગર મશીન વડે ફરીથી ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે અત્યાર સુધીમાં લગભગ ૩૪ મીટર ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. અગાઉ ૨૨ મીટર સુધી ૯૦૦ એમએમ ડાયામીટરની પાઈપ નાખવામાં આવતી હતી. તેની અંદર ૮૨૦ મીમી વ્યાસની ૧૨ મીટર સુધીની પાઈપો નાખવામાં આવી છે. જો બધુ બરાબર રહ્યું તો આજે સાંજ સુધીમાં પાઈપો ઓળંગી જવાની અપેક્ષા છે.

  • SJVN મશીન આજે બપોર સુધીમાં ટનલની ટોચ પર પહોંચવાની અપેક્ષા છે. વર્ટિકલ ડ્રિલિંગ સાંજે અથવા રાત્રે શરૂ થઈ શકે છે.
  • ટૂંક સમયમાં ટનલની અંદર અમેરિકન ઓગર મશીન શરૂ કરવાની તૈયારી.
  • સુરંગમાં ફસાયેલા કામદારોને સંતરા જેવા ફળો મોકલવામાં આવ્યા હતા.
  • પરિવાર સુરંગ પર પહોંચ્યો. પ્રિયજનો સાથે વાત કર્યા પછી સંતુષ્ટ દેખાતા હતા.
  • આજે સુરંગની આસપાસ ભારે પ્રતિબંધ છે, સરકારી વાહનોને પણ પસાર થવા દેવામાં નથી આવી રહ્યા. યુપીસીએલ એન્જિનિયરોએ ટનલનું વીજળીકરણ કરવા જવું પડ્યું હતું પરંતુ નિકટતાના બહાને તેમને અટકાવવામાં આવ્યા હતા.
  • RVNL એ ટનલની ઉપર આઠ ઇંચની લાઇફલાઇન પાઇપનો ડ્રિલ બેઝ બનાવ્યો.

આ પણ વાંચો :-

મુંબઇના ૨૬ હીરા વેપારી ઓફિસ બંધ કરી સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ થશે

0

ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું ડિસેમ્બરમાં વિધિવત રીતે ઉદ્ઘાટન થાય તે પહેલાં સુરત અને મુંબઈના હીરા વેપારીઓએ બુર્સ ઉપર ફોકસ કર્યું છે. દશેરાના દિને કુંભ ઘડાના કાર્યક્રમ બાદ આવતીકાલે મંગળવારે મુંબઈના ૨૬ હીરા વેપારીઓ સુરત કાયમ શિફ્ટ થઈને કામકાજ શરૂ કરવા જઈ રહ્યાં છે.

સુરત ડાયમંડ બુસમાં આવતી કાલથી ૧૩૫ હીરા વેપારીઓ એકસાથે પોતાનું કામકાજ શરૂ કરવા જઈ રહ્યાં છે. આમાં ૨૬ મુંબઈના વેપારીઓ છે, જેઓ મુંબઈમાંનો વેપાર સમેટીને સુરત ડાયમંડ બુર્સથી પોતાનું કામકાજ શરૂ કરશે. જોકે, બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલાં આજરોજ ૨૦મીએ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પહેલાં દશેરાના દિવસે ૯૮૩ ઓફિસોમાં કુંભ ઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં ૨૦ દિવસથી રોજ ૨૦થી ૨૫ ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે,

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ જણાવ્યું હતું. હીરા સહિત અન્ય વેપાર-ધંધા સાથે સંકળાયેલાઓ પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. હવે લોકોની આતુરતાનો અંત થશે. આવતીકાલ મંગળવારના રોજ સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે ૧૩૫ વેપારીઓ પોતાના વેપારની શરૂઆત કરશે. ત્યાર બાદ તા.૧૭મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડ્રીમ પ્રોજેક્ટ સમા આ ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યાર હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપાર થવાની શરૂઆત થશે, એમ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી આપનાર યુવાન પકડાયું

0

મુંબઈ પોલીસને ફરી એકવાર ધમકીભર્યો ફોન આવ્યો છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ કરવામાં આવ્યો હતો.

આ વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ કર્યો હતો, જેના પછી પોલીસે આરોપીને ટ્રેસ કરીને તેની ધરપકડ કરી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે,દાઉદ ગેંગે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હત્યાનું કાવતરું ઘડવાનું કહ્યું હતુ. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

કોલ કરનાર આરોપીએ જેજે હોસ્પિટલને પણ નિશાન બનાવવાની ધમકી આપી હતી. જેજે હોસ્પિટલ મુંબઈની સૌથી પ્રખ્યાત હોસ્પિટલોમાંની એક છે. આરોપી વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ ૫૦૫ (૨) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

મુંબઈ પર હુમલો કરનાર લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરતું ઈઝરાઇલ

0

ઈઝરાઇલ પર ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી હમાસ અને ઈઝરાઇલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલે ભારત માટે એક મોટું પગલું ભર્યું છે. ઈઝરાઇલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલાના ૧૫ વર્ષ પૂરા થવા પર ઈઝરાઇલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે, એમ ભારતમાં ઈઝરાઇલી દૂતાવાસે મંગળવારે જણાવ્યું હતું. આ પગલાથી ઈઝરાઇલે મોટો રાજદ્વારી જુગાર રમ્યો છે.

૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ, પાકિસ્તાનના લશ્કરના આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. આ હુમલો મુંબઈ પર થયો હતો, પરંતુ તેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આવી સ્થિતિમાં દર વર્ષે ૨૬ નવેમ્બરે આખો દેશ ઉદાસ થઈ જાય છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ વિનંતી કરવામાં આવી ન હતી, છતાં ઈઝરાઇલે તમામ જરૂરી પ્રક્રિયાઓ ઔપચારિક રીતે પૂર્ણ કરી છે. લશ્કર-એ-તૈયબાને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

ઈઝરાઇલ મોટાભાગે તે આતંકવાદી સંગઠનોની યાદી આપે છે જે તેની સરહદોની અંદર કે તેની આસપાસ અથવા તેની વિરુદ્ધ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. ઈઝરાઇલ યુએનએસસી અથવા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત આતંકવાદીઓની સૂચિ પણ ધરાવે છે. ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં સેંકડો ભારતીયો અને ઘણા વિદેશીઓ માર્યા ગયા હતા. ઈઝરાયેલ એમ્બેસીએ જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાઇલ આતંકવાદ પીડિતોની સાથે છે. વધુ સારા શાંતિપૂર્ણ ભાવિની આશામાં તમારી સાથે ઊભા છીએ.

લશ્કર-એ-તૈયબાને આતંકવાદી જાહેર કરવું એ ઈઝરાઇલ નું મોટું રાજદ્વારી પગલું છે. હકીકતમાં ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર આતંકી હુમલો કર્યો હતો. ઈઝરાઇલ સાથે સારા સંબંધો હોવા છતાં ભારતે હજુ સુધી હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું નથી. ૨૬ ઓક્ટોબરે ઈઝરાઇલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે હમાસને વિશ્વ અને ભારતમાં આતંકવાદી સંગઠન જાહેર કરવાનો આ યોગ્ય સમય છે. યુરોપિયન યુનિયન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએસ આ પહેલા કરી ચૂક્યા છે. લશ્કરને આતંકવાદી જાહેર કરીને ઈઝરાઇલ ઇચ્છે છે કે ભારત હમાસ સામે પણ આવું જ પગલું ભરે.

આ પણ વાંચો :-