Home Blog Page 888

અમદાવાદમાં ૩૮ પ્રીમિયમ હોટેલો પર GST ટીમના દરોડા

0

અમદાવાદ શહેરમાં ૩૮ પ્રીમિયમ હોટેલો પર GST ટીમના દરોડા પડ્યા છે. તેમાં જીએસટી અધિકારીઓની ટીમોનું સર્ચિંગ શરૂ છે. તથા ટેક્સ કોમ્પલાઈનને લઈને ઓપરેશન કરાયું છે. સ્ટેટ GST વિભાગ એક્શનમાં આવતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.

અમદાવાદ શહેરમાં ૩૮ પ્રીમિયમ હોટેલો પર સ્ટેટ GST ડિપાર્ટમેન્ટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અહીં આ કાર્યવાહીમાં ટર્નઓવર અને ભરેલા વેરા અંગે ખરાઇ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદ શહેરની પ્રીમિયમ હોટેલો પર ટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં સ્ટેટ GST વિભાગ એક્શનમાં આવ્યું છે જેના ભાગરૂપે શહેરની ૩૮ પ્રીમિયમ હોટેલમાં પર સ્ટેટ GSTની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. હોટેલો દ્વારા દર્શાવેલા GST ટર્ન ઓવર સામે જમાં કરેલી વેરા અગે ચકાસણી હાથ ધરાઇ હતી. જોકે આ કાર્યવાહી દરમિયાન કંઈ વાંધાજનક મળ્યું કે કેમ? તે મામલે હજુ જીએસટી કચેરી દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી.

પહેલા પણ જીએસટી વિભાગની ટીમો દ્વારા અનેકવાર શહેરમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી ચૂકી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદની ૩૮ પ્રીમિયમ હોટલ પર નરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતેની કેટલીક પ્રીમીયમ હોટેલ્સમાં સ્ટેટ GST દ્વારા ચકાસણી હાથ ધરાતાં કસુરવારોમાં ફફડાટ ફેલાયો હતો. નોંધનીય છે કે સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેકટરોમાં ચાલતી પ્રવર્તમાન ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે ટેક્ષપેયરો દ્વારા જેતે સેકટરમાં કરવામાં આવતા ટેક્ષ કોમ્પલાઇનનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે. આ કાર્યવાહીના ભાગ રૂપે અમદાવાદ ખાતેની ૩૮ પ્રીમીયમ હોટેલ્સમાં દર્શાવેલ ટર્નઓવર અને વેરાકીય જવાબદારીની ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો :-

ઈઝરાઇલની એર સ્ટ્રાઇકમાં હમાસનો નેવી ફોર્સ કમાન્ડર ઠાર

0

ગાઝામાં યુદ્ધવિરામ કરારના અમલ પહેલા ઈઝરાઇલે હમાસને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. IDF યુદ્ધ વિમાનોએ ખાન યુનિસમાં હમાસ નૌકા દળોના કમાન્ડર અમર અબુ જલાલા અને અન્ય એક ઓપરેટિવને મારી નાખ્યા. અમર અબુ જલાલા હમાસના નૌકાદળના વરિષ્ઠ અધિકારી હતો અને તે દરિયાઈ માર્ગે ઈઝરાઇલ પર અનેક આતંકવાદી હુમલાઓને નિર્દેશિત કરવામાં સામેલ હતા. જોકે આ હુમલાઓને ઇઝરાઇલના સંરક્ષણ દળોએ નિષ્ફળ બનાવ્યા હતા.

ઈઝરાઇલ નેવલ ઈન્ટેલિજન્સે હમાસના હથિયારોના સંગ્રહ, દરિયાકાંઠે સ્થિત ટનલ, ટ્રેનિંગ કેમ્પ અને સમુદ્રમાં સ્થિત ચેકિંગ પોઈન્ટ વિશે માહિતી આપી હતી, અમારા સુરક્ષા દળોએ તેમને શોધી કાઢ્યા અને તેમને નષ્ટ કરી દીધા. આ દરમિયાન ઇઝરાઇલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે ગુરુવારે જણાવ્યું હતું કે, હમાસ સાથેના અસ્થાયી યુદ્ધવિરામ કરારની સમાપ્તિ પછી ગાઝામાં અમારું લશ્કરી ઓપરેશન ઓછામાં ઓછા ૨ મહિના માટે ‘તીવ્રતા સાથે‘ ફરી શરૂ થશે.

ઈઝરાઇલ હમાસ દ્વારા બંધક બનાવાયેલા તેના નાગરિકોને મુક્ત કરવા માટે એક ડીલ પર સહમત થઈ ગયું છે, જેના હેઠળ તે ગાઝામાં તેની સૈન્ય કાર્યવાહી ૫ દિવસ માટે સ્થગિત કરશે. આ સમયગાળા દરમિયાન હમાસ દરરોજ ચોક્કસ સંખ્યામાં બંધકોને મુક્ત કરશે. બદલામાં ઇઝરાઇલ તેની જેલોમાં કેદ કેટલાક હમાસ લડવૈયાઓને મુક્ત કરશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના આ કરારમાં કતાર અને અમેરિકાએ મધ્યસ્થી કરી છે.

આ પણ વાંચો :-

મોરબીમાં દલિત યુવકે પગાર માગતા માલિકે ઢોર માર માર્યો

0

વિભૂતિ પટેલ મોરબીની રાવપર ચોકડી પાસે આવેલી સિરામિક ફેકટરીનાં માલકણ છે ૨૧ વર્ષીય નીલેશ દલસાણિયા નામના દલિત યુવકને માર મારી અપમાનિત કર્યાના આરોપસર મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સિરામિક ફેકટરીનાં માલકણ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને અન્ય પાંચ લોકો સામે ઍટ્રોસિટી ઍક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. કથિતપણે નીલેશને ઢોર માર મારવાને કારણે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. સમગ્ર ઘટનાની વિગતો પ્રમાણે આવતાં ‘બાકી પગાર ન ચૂકવવા’ મુદ્દે આ મામલો ઉગ્ર બન્યો હતો.

વિભૂતિ પટેલ મોરબીની રાવપર ચોકડી પાસે આવેલી સિરામિક ફેકટરીનાં માલકણ છે. ફેકટરી મોટા ભાગે ટાઇલ્સની નિકાસ સાથે જોડાયેલી છે. ગત ઑક્ટોબર માસમાં નીલેશ ફેકટરીમાં સેલ્સ મૅનેજર તરીકે જોડાયાના અમુક દિવસ બાદ તેમણે નોકરી છોડી દીધી હતી. જે બાદ ‘બાકી પગાર માગવા મુદ્દે મનદુ:ખ રાખી આરોપીઓએ ફરિયાદીને ઢોર માર માર્યો’ હોવાનો આરોપ છે.

કથિત મારઝૂડ બાદ ફરિયાદી સારવાર માટે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે પોલીસ આ મામલે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી. ડી. રબારી અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. ઘટના બાદ હૉસ્પિટલ લેવાયેલા પીડિતના ફોટોમાં તેમની પીઠ અને ખભાના ભાગે ‘લાલ નિશાન’ દેખાઈ રહ્યાં છે.

હૉસ્પિટલના બેડ પરથી સમગ્ર ઘટના અંગે જણાવતાં પીડિત નીલેશ કહે છે કે તેમણે ૨૦ દિવસ સુધી રાણીબા ઍક્સપૉર્ટ ઑફિસમાં નોકરી કર્યા બાદ ‘અમુક અન્ય કામસર’ નોકરી છોડી દીધી હતી. આ બાદ મેં ૨૦ દિવસનો પગાર માગવા માટે તેમનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે પહેલાં તો મને પગાર આપવાની ના પાડી દીધી. થોડી આનાકાની બાદ વિભૂતિ પટેલના ભાઈનો ફોન આવ્યો અને મને સાંજે મળવા બોલાવ્યો હતો.

નીલેશના જણાવ્યાનુસાર તેઓ પોતાના ભાઈ અને એક મિત્ર સાથે ફેકટરી પર ગયા હતા. ત્યાં પહોંચીને ફેકટરી બહાર ઊભા રહીને ફોન કરતાં અચાનક ૩૦-૩૫ જણે તેમને ઘેરી લીધા હતા. ટોળાએ અચાનક જ અમારી પર હુમલો કરી દીધો હતો. મારી સાથેના બેય માણસ ભાગી ગયા અને હું પડી ગયો. સ્થળ પર માર માર્યા બાદ પણ મને ઊંચકીને અગાસીએ લઈ જવાયો હતો.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરના LG મનોજ સિન્હાએ પાંચ જવાનોને શ્રધ્ધાંજલી આપી

0

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સામે લડતા સુરક્ષા દળોના પાંચ જવાન વીરગતિ પામ્યા હતા. આ અથડામણમાં સેનાના ૨ અધિકારીઓ અને ૩ જવાનો વીરગતિ પામ્યા હતા. આર્મી જનરલ હોસ્પિટલ રાજૌરી ખાતે સેના દ્વારા પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીરગતિ પામેલા આર્મી જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તમામ સૈનિકોને રાજ્ય સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપી છે.

અશ્રુભીની આંખો સાથે તમામ સૈનિકોને અંતિમ વિદાય આપતા જોવા મળ્યા હતા. હવે શહીદ જવાનોના મૃતદેહ તેમના પરિવારને પહોંચાડવાનું કામ કરવામાં આવશે. જે પરિવારોએ તેમના પુત્રો, પિતા અથવા પતિ ગુમાવ્યા છે તેઓ શોકમાં છે.  અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ શુક્રવારે રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન વિસ્ફોટમાં જીવ ગુમાવનારા પાંચ સૈન્ય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વીડિયોમાં એલજી સૈન્યના પાંચ જવાનોના નશ્વર અવશેષો પર પુષ્પાંજલિ અર્પણ કરતા અને એક પછી એક સલામી આપતા જોવા મળ્યા હતા.

રાજૌરી અથડામણ બાદ ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, અમે અમારા આર્મીના જવાનો ગુમાવ્યા છે પરંતુ અમે આતંકવાદીઓને ખતમ કરી દીધા છે. અમારા બહાદુર સૈનિકોએ તેમના પોતાના જીવનનો વિચાર કર્યા વિના પ્રશિક્ષિત વિદેશી આતંકવાદીઓને ખતમ કરવાનું કામ કર્યું છે. આ એક મોટી સફળતા છે. જેનાથી આતંકવાદીઓની ઈકો-સિસ્ટમ અને પાકિસ્તાનને આંચકો મળ્યો છે. આ વિસ્તારમાં ૨૦-૨૫ આતંકવાદીઓ કાર્યરત હોઈ શકે છે. આપણે એક વર્ષમાં પરિસ્થિતિને કાબૂમાં લઈ શકીશું.

આ પણ વાંચો :-

ઇઝરાઇલના હુમલામાં વધુ એક મહિલા પત્રકારનું મોત

0

ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સ ગાઝા પર સતત હુમલાઓ કરી નિર્દોષ પેલેસ્ટિનિયન નાગરીકોનો નરસંહાર રહી છે. ઇઝરાઇલ યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમોને કોરાણે મુકીને ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ અને પત્રકારોની પણ હત્યા કરી રહ્યું છે. ગાઝા પટ્ટીના એક મેડિયા હાઉસના અહેવાલ મુજબ ગાઝા શહેરમાં આવેલા પેલેસ્ટિનિયન પત્રકાર અમાલ ઝોહદના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું, ઇઝરાઇલી સેનાના હુમલામાં પત્રકાર સહીત તેમના આખા પરિવારનું મોત થયું છે.

ઝોહદની મોત સાથે હાલના ઇઝરાઇલી આક્રમણની શરૂઆતથી ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા પત્રકારોની સંખ્યા ૬૩ થઈ ગઈ છે. આરોપ છે કે પેલેસ્ટિનિયન લોકો પર થતા અત્યાચારની વાત દુનિયા સુધીના પહોંચે એટલા માટે નીતિના ભાગ રૂપે ઇઝરાયલ પત્રકારોને ઇરાદાપૂર્વક નિશાન બનાવે છે. આંતરરાષ્ટ્રીય પત્રકારોને ગાઝામાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ મિડલ ઈસ્ટ ડેસ્કના ઇન્ચાર્જ જોનાથન ડાઘરે જણાવ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝાના પત્રકારોની સુરક્ષા માટે,  રફાહ બોર્ડર ક્રોસિંગને ખોલવા અને આંતરરાષ્ટ્રીય પત્રકારોને અંદર પ્રવેશવા માટે દરમિયાનગીરી કરવા અપીલ કરીએ છીએ.

અલ-નુસીરાત કેમ્પમાં આવેલા ફોટો જર્નાલિસ્ટ મોહમ્મદ અય્યાશના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં પત્રકાર સહીત પરિવારનું મોત થયું હતું. ઇઝરાઇલ માત્ર ગાઝાના પત્રકારોને જ નહીં પરંતુ લેબનનમાં રહેલા પત્રકારોને પણ નિશાન બનાવી રહ્યા છે. દક્ષિણ લેબનીઝ સરહદની આજુબાજુ રીપોર્ટીંગ કરી રહેલા મીડિયા હાઉસ અલ માયાદીનના સંવાદદાતા ફરાહ ઉમર, કેમેરામેન રબીહ મેમારી અને ફ્રીલાન્સર હુસૈન અકીલ મંગળવારે ઇઝરાઇલના હુમલામાં માર્યા ગયા હતા.

આ પણ વાંચો :-

ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન બાળકી પર દીપડાએ કર્યો જીવલેણ હુમલો

0

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમના રૂટ પર હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં બોરદેવી નજીક દીપડાએ બાળકી પર હુમલો કરતા તેનું મોત થયું છે. ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન આદમખોર દીપડાનો હચમચાવી દે તેવા હુમલાની ઘટના સામે આવી છે. ૧૧ વર્ષીય પાયલ નામની યુવતી પર દીપડાએ હુમલો કરતા તેનુ કરૂણ મોત થયું છે. પરિક્રમાના રૂટમાં બોરદેવી નજીક ઘટના બની છે.

જૂનાગઢના લીલી પરિક્રમાના રૂટ પર દીપડાના હુમલાની ઘટના બની છે.  બોરદેવી નજીક દીપડાએ  પરિક્રમા દરમિયાન ૧૧ વર્ષની પાયલ સાખન નામની બાળકી પર હુમલો કર્યો. દીપડાના હુમલામાં પાયલ સાખન નામની બાળકીનું મોત નિપજ્યું છે. પરિક્રમાના રૂટ પર બનેલ દીપડાના હુમલાથી પોલીસ અને વનવિભાગ પણ સતર્ક થયું છે.. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર સહિત યાત્રામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.

જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા ચાલી રહી છે. ૩૬ કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા છે.. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે. ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી વિભાગ તરફથી ૧૦૦ જેટલી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે. ૫ દિવસ સુધી આ એક્સ્ટ્રા બસ દોડાવાશે.  સાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડે પણ પરિક્રમામાં આવતા ભક્તોને રુટ પર ગંદકી ન કરવા માટે અપીલ કરી હતી.

યાત્રા દરમિયાન ભાવિકોને મેડિકલ સેવા મળી રહે માટે ૧૦૮ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક રૂટના અંતરે ૧૦૮ સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લીલી પરિક્રમા શરુ થવા પૂર્વે શેરનાથ બાપુ દ્વારા  ભાવિકોને ગંદકી ન કરવા અને જંગલનું જતન કરવા માટે  અપીલ કરવામાં આવી હતી. ભાવિકોને ખાસ કરીને પ્લાસ્ટિક જંગલમાં ન ફેંકવા તેમજ તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. મોટા ભાગના ભાવિકો અહીં એક બે નહી પરંતુ વર્ષોથી આ લીલી પરિક્રમાનો લ્હાવો લેવા આવતા હોય છે. પ્રકૃતિની મજા માણવાના હેતુ સાથે અહીં લોકો પુણ્યનું ભાંથુ બાંધવા માટે પણ આવે છે.પરિક્રમાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ પણ વાંચો :-

મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અલર્ટ

0

મુંબઈમાં આવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાયાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ધમકી ઈમેલ દ્વારા આવી છે. ઈમેલ મોકલનારે આ વિસ્ફોટને ટાળવા માટે ૪૮ કલાકની અંદર ૧૦ લાખ ડોલરની ખંડણી માગી હતી, તે પણ બિટકોઈનમાં. તેણે ઈમેલમાં વધુમાં કહ્યું કે, જો બિટકોઈનમાં રકમ નહીં આપવામાં આવે તો સ્થિતિ અતિ ખરાબ થઈ શકે છે.

મુંબઈની સહાર પોલીસે કલમ ૩૮૫ અને ૫૦૫(૧)(b) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે ઈમેલના આધારે જ FIR નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે quaidacasrol@gmail.com નામના આઈડી પરથી આ ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. આરોપીએ ગુરુવારે સવારે ૧૧ વાગ્યે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)ના ફીડબેક ઈનબોક્સમાં આ ઈમેલ મોકલ્યો છે.

ધમકીભર્યા ઈમેલમાં આરોપીએ લખ્યું છે કે તમારા એરપોર્ટ માટે આ છેલ્લી ચેતવણી છે. જો ૧૦ લાખ ડૉલર આપવામાં નહીં આવે તો અમે ૪૮ કલાકની અંદર એરપોર્ટના ટર્મિનલ ૨ પર બોમ્બ ધડાકા કરીશું. તેના માટે બિટકોઈનમાં અમને આ ખંડણીની રકમ ચૂકવવામાં આવે. ૨૪ કલાક પછી વધુ એક એલર્ટ મોકલીશું. જે આઈપી એડ્રેસનો ઉપયોગ કરીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો તેને ટ્રેસ કરી લેવાયો છે. પોલીસ હવે ઈમેલ મોકલનાર વ્યક્તિને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

પાટણમાં યુવાનની લંડનમાં હત્યા કે આત્મહત્યા?

0

ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના ખેડૂત પરિવારનો પુત્ર મિત પટેલ બે મહિના પહેલાં જ સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન અભ્યાસ માટે ગયો હતો. છેલ્લા પાંચ દિવસથી તે પોતાના પરિવારજનોના સંપર્કમાં નહોતો. મિત પટેલનો પરિવાર ચિંતામાં હતો પણ ૨૧ નવેમ્બર ૨૦૨૩ના દિવસે મિતનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર પરિવારજનોને મળ્યા હતા અને તેઓની ચિંતા શોકમાં ફેરવાઈ ગઈ હતી. હાલ તો માતાપિતા પુત્રનો મૃતદેહ લંડનથી ગુજરાત લાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.

પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહ ડાભીએ વિદેશ મંત્રી જયશંકરને પત્ર લખી મિતનો મૃતદેહ વતન પરત લાવવા માટે મદદ કરવા માટે અનુરોધ કર્યો છે. મિતના પિતા પ્રવીણભાઈ જોઈતારામ પટેલ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામમાં રહે છે અને ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે તા.૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સ્ટુડન્ટ વિઝા ઉપર મિતને અભ્યાસ માટે લંડન મોકલ્યો હતો.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના વતની પ્રવીણભાઈ જોઈતારામ પટેલ ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમનો પુત્ર મીત અભ્યાસ અર્થે લંડન જવા માંગતો હોવાથી તેઓ દ્વારા  ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સ્ટુડન્ટ વિઝા ઉપર  પુત્ર મીતને લંડન મોકલ્યો હતો. લંડન પહોંચ્યા બાદ મિત દરરોજ તેના પરિવારજનો સાથે ફોન ઉપર સંપર્કમાં રહેતો હતો. પરંતુ છેલ્લા પાંચ દિવસથી મિતનો પરિવારજનો સાથે સંપર્ક ના થતાં પરિવારજનો પણ ચિતિત બન્યા હતા. ત્યારે  મંગળવારે અચાનક મીતની લાશ મળી આવ્યાના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું.
મીતની હત્યા કરાઈ હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતક મીતના પરિવારજનોએ જણાવ્યું હતું કે લંડનમા અભ્યાસ અર્થે ગયેલા મિતને કોઈએ કિડનેપીગ કરીને તેની હત્યા કરી હોવાના આક્ષેપ કરી મૃતક મીતના પિતા દ્વારા જણાવ્યું હતું કે અમો દ્વારા મીતને ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન મોકલ્યો હતો. ત્યારબાદ ૧૭ નેવેમ્બર ૨૦૨૩ થી તેનો ફોન બંધ આવતો હતો. ત્યારે છેલ્લી વાત શુક્રવારે તેની સાથે થઈ હોવાનુ તેઓએ જણાવ્યું  હતું. મૃતક મીતની લાશને ભારત પરત લાવવા માટે પરિવારજનો દ્વારા પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીને જાણ કરી સરકાર સમક્ષ માગ કરી હોવાનું પરિવારજનો દ્વારા જણાવ્યું હતું.

અંબાલાલ પટેલની શિયાળામાં ઠંડીની બદલે વરસાદની આગાહી

0

રાજ્યના હવામાનને લઈને હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે તેમણે આગાહી કરતા કહ્યું છે કે, આગામી દિવસોમાં ૨૪નવેમ્બરને ૨૦૨૩થી દક્ષિણમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બાકીના નક્ષત્રોની અસરો ગુજરાત પર થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુબંઈ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનથ અને વેરાવળ, જામનગરમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણના ભાગોમા પણ વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદનું માવઠું ભારેથી અતિભારે પણ વરસી શકે છે. તેમણે કહ્યું કે, શિયાળામાં ચોમાસા જેવો વાતાવરણ છવાઈ જશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યાતા છે. તેમણે ઉમેર્યું કે, આ માવઠાની અસર ૨૬ અને ૨૭ના દિવસે ભારે રહેશે તેમજ તારીખ ૨૮ નવેમ્બરથી અસર ઓછી થઈ જશે.

૨૫ નવેમ્બરથી પૂર્વીય પવનો સાથે નવી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હવામાન બદલાશે. ૨૪મી નવેમ્બરથી એટલે કે આજથી ૨૭મી નવેમ્બર સુધી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ, ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :-

તેલંગાણામાં વોટિંગ પહેલા મળી આવી કરોડો રોકડ પકડાઈ

0

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે ૩૦ નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં ૫ કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જ્યારે કારચાલકને આ રોકડ વિશે પૂછવામાં આવ્યું તો તે કોઈ હિસાબ ન આપી શક્યો. પોલીસે આ મામલે ૩ લોકોની અટકાયત કરી હતી.

૫ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદથી લગભગ ૧૭૬૦ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે. આ ૨૦૧૮માં આ ૫ રાજ્યોમાંથી મળેલી રોકડ કરતાં ૭ ગણી વધારે છે. ચૂંટણી પંચ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને આવી કાર્યવાહી કરે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ચૂંટણીની જાહેરાત બાદ એમપી, મિઝોરમ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાંથી ૧૭૬૦ કરોડ રૂપિયાથી વધુ રકમ જપ્ત કરવામાં આવી છે. જ્યારે ૨૦૧૮માં આ રાજ્યોમાંથી ૨૩૯.૧૫ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. અગાઉ ચૂંટણી પંચે ગુજરાત, હિમાચલ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને કર્ણાટકમાં ૧૪૦૦ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. આ છેલ્લી ચૂંટણીમાં જપ્ત કરાયેલી રોકડ કરતાં ૧૧ ગણી વધારે છે.

આ પણ વાંચો :-