પાટણમાં યુવાનની લંડનમાં હત્યા કે આત્મહત્યા?

Share this story

ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના ખેડૂત પરિવારનો પુત્ર મિત પટેલ બે મહિના પહેલાં જ સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન અભ્યાસ માટે ગયો હતો. છેલ્લા પાંચ દિવસથી તે પોતાના પરિવારજનોના સંપર્કમાં નહોતો. મિત પટેલનો પરિવાર ચિંતામાં હતો પણ ૨૧ નવેમ્બર ૨૦૨૩ના દિવસે મિતનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર પરિવારજનોને મળ્યા હતા અને તેઓની ચિંતા શોકમાં ફેરવાઈ ગઈ હતી. હાલ તો માતાપિતા પુત્રનો મૃતદેહ લંડનથી ગુજરાત લાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.

પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહ ડાભીએ વિદેશ મંત્રી જયશંકરને પત્ર લખી મિતનો મૃતદેહ વતન પરત લાવવા માટે મદદ કરવા માટે અનુરોધ કર્યો છે. મિતના પિતા પ્રવીણભાઈ જોઈતારામ પટેલ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામમાં રહે છે અને ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે તા.૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સ્ટુડન્ટ વિઝા ઉપર મિતને અભ્યાસ માટે લંડન મોકલ્યો હતો.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના વતની પ્રવીણભાઈ જોઈતારામ પટેલ ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમનો પુત્ર મીત અભ્યાસ અર્થે લંડન જવા માંગતો હોવાથી તેઓ દ્વારા  ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સ્ટુડન્ટ વિઝા ઉપર  પુત્ર મીતને લંડન મોકલ્યો હતો. લંડન પહોંચ્યા બાદ મિત દરરોજ તેના પરિવારજનો સાથે ફોન ઉપર સંપર્કમાં રહેતો હતો. પરંતુ છેલ્લા પાંચ દિવસથી મિતનો પરિવારજનો સાથે સંપર્ક ના થતાં પરિવારજનો પણ ચિતિત બન્યા હતા. ત્યારે  મંગળવારે અચાનક મીતની લાશ મળી આવ્યાના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું.
મીતની હત્યા કરાઈ હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતક મીતના પરિવારજનોએ જણાવ્યું હતું કે લંડનમા અભ્યાસ અર્થે ગયેલા મિતને કોઈએ કિડનેપીગ કરીને તેની હત્યા કરી હોવાના આક્ષેપ કરી મૃતક મીતના પિતા દ્વારા જણાવ્યું હતું કે અમો દ્વારા મીતને ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન મોકલ્યો હતો. ત્યારબાદ ૧૭ નેવેમ્બર ૨૦૨૩ થી તેનો ફોન બંધ આવતો હતો. ત્યારે છેલ્લી વાત શુક્રવારે તેની સાથે થઈ હોવાનુ તેઓએ જણાવ્યું  હતું. મૃતક મીતની લાશને ભારત પરત લાવવા માટે પરિવારજનો દ્વારા પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીને જાણ કરી સરકાર સમક્ષ માગ કરી હોવાનું પરિવારજનો દ્વારા જણાવ્યું હતું.