Home Blog Page 889

ઈઝરાઇલ દ્વારા ગાઝા પટ્ટીના સ્કૂલ પર એર સ્ટ્રાઈક, ૩૦નાં મોત, ૯૩ ઘાયલ

0

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ હવે ગંભીર તબક્કામાં પ્રવેશી ગયું છે. યુદ્ધવિરામ અણીએ આવી ગયું છે તેમ છતાં ઈઝરાઇલ દ્વારા ગાઝા પટ્ટી પર તાબડતોબ હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે જેના લીધે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનીઓનો મૃતકાંક ૧૪૫૩૨ને વટાવી ગયાનો દાવો કરાયો છે. આ દરમિયાન પેલેસ્ટાઈનના ડૉક્ટરોએ દાવો કર્યો હતો કે ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રની રાહત તથા કાર્ય એજન્સી દ્વારા સંચાલિત અબુ હુસૈન સ્કૂલ પર ઈઝરાઇલ દ્વારા હવાઈ હુમલા કરાયા હતા.

હવાઈ હુમલામાં લગભગ ૩૦થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ૯૩ જેટલાં ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. ગાઝા પટ્ટીના ડૉક્ટરે નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે ઉત્તર ગાઝાના જબાલિયા શરણાર્થી કેમ્પને ઈઝરાઇલી સૈન્યએ નિશાન બનાવ્યું હતું. આ ગાઝા પટ્ટીના સૌથી મોટા શરણાર્થી કેમ્પ પૈકી એક છે. તેની અંદર જ અબુ હુસૈન સ્કૂલ આવેલી હતી જ્યાં ઈઝરાઇલી સૈન્યએ હુમલો કર્યો હતો.

ઈઝરાઇલી સૈન્ય દ્વારા હમાસના લડાકૂઓને નિશાન બનાવીને સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘણી વાર તો હોસ્પિટલ કે પછી સ્કૂલ કે મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી. તાજેતરના કેસમાં જબાલિયા શરણાર્થી કેમ્પમાં આશ્રય મેળવવા આવેલા હજારો પેલેસ્ટિનીઓ પર હવાઈ હુમલાની માહિતી મળી છે. આ ઉપરાંત ઉત્તર ગાઝામાં ઈન્ડોનેશિયાઈ હોસ્પિટલ ઉપર પણ નવા હુમલા કરાયા હતા જેમાં મેઈન ગેટ અને વીજળીના જનરેટરને નિશાન બનાવાયા હતા.

આ પણ વાંચો :-

ધરમપુરમાં રિક્ષાના બ્રેકફેલ થતા અકસ્માત સર્જાયો, ૨ મુસાફરના મોત, ૮ને ઈજાગ્રસ્ત

0

રાજ્યમાં માર્ગ અકસ્માતની સંખ્યા સતત વધતી જાય છે. વાહન ચલાવવામાં બેદરકારી, વાહનમાં ખામી, ખરાબ રસ્તા સહિતના અનેક કારણો માર્ગ અકસ્માત પાછળ જવાબદાર છે. માર્ગ અકસ્માત ના થાય તે માટે તો ઘણી સલાહ આપવામાં આવે છે, પરંતુ વર્તમાનમાં વધતા કિસ્સાઓ પરથી જણાઈ રહ્યું છે જે આ પગલાઓ કેટલાંક કિસ્સાઓમાં વ્યર્થ સાબિત થઈ રહ્યાં છે. ફરી એક કમકમાટી ભર્યા અકસ્માતની ઘટના વલસાડથી સામે આવી છે. ધરમપુરના રાજપુરી જંગલ ગામે રિક્ષા પલટી મારી છે.

ધરમપુરના રાજપુરી જંગલ ગામે રિક્ષા પલટી મારી નાંખતા ૧૧ મુસાફરો ભરેલી રિક્ષા ૧૦ ફુટ ખાડામાં ખાબકી ગઈ હતી. જેમ રિક્ષાએ પલટી મારતા ૨ મુસાફરના કમકમાટી ભર્યા મોત થયા છે. જેમાં ૮ મુસાફરોને ગંભીરઈજા થઈ છે. ઢાળ ઉતરતી વખતે બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હતો. અત્રે જણાવીએ કે, ઘાયલ મુસાફરોને ધરમપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

રાજ્યમાં રોડ અકસ્માતની વધુ એક ધટના રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જયો હતો. સાંઢીયા પુલ નજીક પુરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જાયો હતો. પાર્ક કરેલી એક્ટિવા પર બેઠેલી મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી. મહિલાને અડફેટે લીધા બાદ કાર ડિવાઈડર સાથે ટકરાઈ અને બાદ પલટી મારી હતી. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.

આ પણ વાંચો :-

૨૪ નવેમ્બર, ૨૦૨૩/ આજ શુક્રવારના દિવસે નાણાં ફસાઇ જવાની શક્યતા, ધાર્મિક કાર્યોનું આયોજન બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ
દિવસની શરૂઆત ઉગ્રતાથી થતી જણાય. પરંતુ બપોર બાદ એમાં સુધારો થતો જણાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. બપોર સુધી ખર્ચનું પ્રમાણ વધારે રહે. નોકરી, ધંધામાં સારા સમાચાર મળે.

વૃષભઃ
આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. માનસિક શાંતિ રહેશે. પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. સંતાન સુખ સારૂ મળે. વિદ્યાર્થીમિત્રોને નવું જાણવાનો યોગ બને છે. દામ્પત્ય જીવનમાં શાંતિ રહે.

મિથુનઃ
દિવસ દરમ્યાન જીદ્દી પણું વધે. માનસિક અશાંતિ વધે. આકસ્મિક ખર્ચ આવી પડે. નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ પેદા થાય. બપોર પછી પરિસ્થિતિ સુધરતી જણાય.

કર્કઃ
દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારમાં સાવધાની રાખવી. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે.

સિંહઃ
આવકનું પ્રમાણ વધશે પરંતુ માનસિક ઉચાટ પણ રહેશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી-ખાંસી-કફનો ઉપદ્રવ રહે. પરિવારમાં સુખ-શાંતિ વધશે. સંતાન સંબંધી ચિંતા રહે. નકારાત્મક વિચાર ઉપર કાબુ રાખવો.

કન્યાઃ
આજનો દિવસ આપને માટે આનંદ-દાયક પુરવાર થશે. આવક વધતી જણાશે. પરિવારમાં મનમેળ રહેશે. જીવનસાથીની સફળતાથી આનંદ તથા સંબંધોમાં મધુરતા જળવાશે. આરોગ્ય સારૂ રહેશે.

તુલાઃ
સાંજ સુધી માનસિક ચિંતા રહેશે. કોઇપણ જાતના નાણાંકીય રોકાણમાં સાવધાની રાખવી. સંતાન સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં મન શાં‌ત રાખીને કાર્ય કરવું. માતાની તબિયત સાચવવી. વાહન ચલાવતાં ધ્યાન રાખવું.

વૃશ્ચિકઃ
ઉત્તમ દિવસ. આત્મબળ વધે. અગત્યના નિર્ણયો મક્કમતાથી લઇ શકાશે. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. ભાઇ-બહેનોની ચિંતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માનમાં વધારો થાય.

ધનઃ
ગઇ કાલનો અજંપો દુર થાય. નાણાંકીય આવક વધતી જણાય. માતાની તબિયતમાં સુધારો જણાય. ધંધામાં પણ નોંધપાત્ર પ્રગતિ થાય. માન-સન્માન વધે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય.

મકરઃ
આદ્યાત્મિક પ્રગતિ થાય. .બીજાને મદદ કરવાની ભાવના પ્રબળ બને. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. સંતાન સાથે પ્રેમ વધે. નવી બાબતોમાં જાણકારી વધે. સ્વાસ્થ્ય સારૂં રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકની નવી દિશા ખુલતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. માન-સન્માન વધે. ધંધામાં પ્રગતિ થતી જણાય સંતાનની તબિયત સંબંધી ચિંતા રહે. ભાગ્ય સાથ આપતું જણાય.

મીનઃ
મનમાં જાત જાતના વિચારો આવે. શુભ તત્ત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. ધનવાન થવાના યોગ બને. ઝવેરાત-સોનું-ચાંદી ખરીદ કરી શકાય. ભાગીદારી, દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

આ પણ વાંચો :-

PM મોદી પર વિવાદિત નિવેદન બાદ ચૂંટણી પંચે રાહુલને ફટકારી નોટિસ

0

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ચૂંટણી પંચ તરફથી એક ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એક વિવાદિત ટિપ્પણી કરી હતી જેના કારણે ચૂંટણી પંચે તેને નોટીસ મોકલી છે.૨૫ નવેમ્બર એટલે કે બે દિવસ સુધીમાં રાહુલ ગાંધીને ચૂંટણી પંચે જવાબ રજૂ કરવા માટે કહ્યું છે.

બાયટૂમાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ભારતનો પરાજય થયો તે અંગે વડાપ્રધાન માટે પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે તેથી પીએમનો અર્થ પનોતી મોદી તેમ જણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્યુ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર હતા. ગાંધીએ આરોપ મૂક્યો હતો કે મોદીએ લોકોનું ધ્યાન બીજે ખેંચ્યુ અને અદાણીએ તેના ખિસ્સા ભર્યા. તેમણે જણાવ્યું હતું કે મેચ હારી ગયા તે જુદી વાત છે, પરંતુ જો આ પરાજયનું એક પરિબળ પનોતી મોદીની હાજરી પણ હતી. અહીં તેમણે પીએમનો અર્થ પનોતી મોદી લોકોને સમજાવ્યો હતો.

તેમણે પીએમ મોદી પર મોટા ઉદ્યોગપતિઓને લોનો માફ કરીને તેમને અબજો રુપિયાનો ફાયદો કરાવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજસ્થાનમાં સત્તા પર ફરીથી આવી તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. તેના પછી કેન્દ્રમાં સત્તા પર આવી તો સમગ્ર દેશમાં આ રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે.

આ પણ વાંચો :-

ફિલ્મ રિલીઝ પહેલા મદ્રાસ હાઈકોર્ટને આપવા પડશે ૮ કરોડ, જાણો શું છે વિવાદ

0

ગૌતમ મેનન દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેઈટેડ તમિલ ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ આવતીકાલે ૨૪ નવેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને U/A સેંસર કરવામાં આવી છે. તમિલનાડુ અને કેટલાક અન્ય સ્થળોએ ફિલ્મનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગૌતમ મેનનના નાણાંકીય મુદ્દાઓનું હજુ સુધી નિવારણ આવી શક્યું નથી આ કારણોસર ફિલ્મ રિલીઝ પહેલા ઘણો સંઘર્ષ કરવો પડ્યો.

નાણાંકીય મુદ્દાઓનું નિવારણ લાવવા માટે મદ્રાસ હાઈકોર્ટમાં ૮ કરોડ રૂપિયા જમા કરવાનું કહેવામાં આવ્યું છે. આ રકમ ચૂકવ્યા પછી ‘ધ્રુવ નચતિરામ’ સરળતાથી બોક્સઓફિસ પર રિલીઝ થઈ જશે. આ ફિલ્મ બાબતે લીડ એક્ટરની ઉદાસીનતાને કારણે ફેન્સમાં પણ નિરાશા જોવા મળી રહી છે. ગૌતમ મેનને એક ઈન્ટરવ્યૂમાં આર્થિક પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ ૬૦ કરોડના બજેટમાં બનાવવામાં આવી છે.

ગૌતમ મેનની ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ની રિલીઝ બાબતે અરાજક સ્થિતિ ઊભી થઈ છે. નિર્દેશક નિશ્ચિત તારીખ પર ફિલ્મ જાહેર કરવા માટે મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મ વિદેશ તથા અન્ય સ્થાન પર પહોંચાડી દેવામાં આવી છે. આ ફિલ્મ બાબતે સૌથી દુ:ખભરી બાબત છે કે, આ ફિલ્મના અભિનેતા ચિયાન વિક્રમે સોશિયલ મીડિયા પેજ પર ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ બાબતે એક પણ પોસ્ટ શેર કરી નથી અને રિપોસ્ટ પણ કરી નથી.

આ પણ વાંચો :-

 

વડોદરાની કોર્ટમાં હાર્ટ એટેકથી વકીલ મંડળના સીનીયરનું મોત

0

વડોદરાની કોર્ટમાં આજે સવારે વકીલ પોતાના કેસની દલીલ કરી રહ્યા હતા એ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા તેઓને તુરંત જ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

વડોદરા વકીલ મંડળના સીનીયર વકીલ જગદીશભાઈ ભિખાજીરાવ જાધવનુ (ઉમર ૫૩ વર્ષ) આજે કોર્ટ રૂમમાં આવ્યા હતા અને પોતાના કેસની દલીલો શરૂ કરી હતી. આ દરમિયાનમાં તેઓ બેચેની અનુભવવા લાગ્યા હતા અને ચાલુ કોર્ટમાં જ તેઓ ઢળી પડ્યા હતા તેઓને તુરંત એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

ડોક્ટરના પ્રાથમિક અનુમાન અનુસાર સિવિયર હાર્ટ એટેક આવવાના કારણે તેઓનું મૃત્યુ થયેલ છે. ઉલ્લેખનીય છે કે જગદીશભાઈ સિનિયર વકીલ હતા અને તેઓ છેલ્લા ૨૫ વર્ષથી વકીલાત કરતા હતા. આ ઘટનાને પગલે વકીલ આલમમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો :-

અમેરિકાના કેન્ટકી શહેરમાં ભયંકર ટ્રેન અકસ્માતમાં જીવલેણ કેમિકલ થયું લીકેજ

0

અમેરિકાના કેન્ટકી શહેરમાં ગઈકાલે એક ભયાનક દુર્ધટના સર્જાઈ હતી. શહેરમાં ટ્રેન પલટવાના કારણે તેમાંથી જીવલેણ કેમિકલ લીક થયું હતું. જેના કારણે શહેરના ગવર્નર એન્ડી બેશિયરને શહેરમાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી પડી હતી.

ટ્રેનના ૧૬ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનના બે કોચમાં લીક્વીડ સલ્ફર સ્ટોર કરેલું હતું, જેના કારણે ત્યાં ભયંકર આગ લાગી હતી. લીક્વીડ સલ્ફરમાં આગ લાગવાને કારણે સલ્ફર ડાયોક્સાઈડ નીકળે છે. જે એકદમ ઝેરી વાયુ છે જેના કારણે માણસનો જીવ પણ જોખમમાં મુકાય છે. જેના કારણે અધિકારીઓએ સ્થાનિક લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની અપીલ કરી હતી.

સંચાલન કરતી કંપનીએ કહ્યું કે, આ સ્થિતિને સામાન્ય બનાવવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ તેમજ નાગરિકોની સુરક્ષા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. જરૂરિયાતની વસ્તુઓ પહોંચે તે માટેની તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્ટકીના ગવર્નરે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું કે, અમે રાજ્યના તમામ સંસાધનોનો ઉપયોગ કરીને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છીએ.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવીનું નિધન

0

સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ જસ્ટિસ ફાતિમા બીવીનું ગુરુવારે ૯૬ વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું છે. જસ્ટિસ ફાતિમા બીવીનું કોલ્લમની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને રાજયના સ્વાસ્થ્ય મંત્રી વીણા જયોર્જે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ફાતિમા બીવીનો જન્મ ૧૯૨૭માં કેરળના પઠાણમિથામાં થયો હતો. મહિલા કોલેજ, તિરુવનંતપુરમમાંથી રસાયણશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યા બાદ તેણે સરકારી લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો. લો ગોલ્ડ મેડાલિસ્ટ ફાતિમા બીબીએ ૧૯૫૦માં કોલ્લમમાં પોતાની કાનૂની કારકિર્દી શરૂ કરી હતી. તેઓ ૧૯૮૩માં કેરળ હાઈકોર્ટ અને 1989માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા.

કેરળમાંથી કાયદામાં સ્નાતક થનારી તે પ્રથમ મહિલા બની હતી. એર્નાકુલમની લો કોલેજમાંથી કાયદો પાસ કર્યા પછી, ફાતિમા બીવીએ ૫૦ના દાયકામાં ન્યાયતંત્રમાં તેની કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆતમાં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું પરંતુ બાદમાં તેમને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના પદ પર બઢતી આપવામાં આવી હતી. કેરળમાં મેજિસ્ટ્રેટનું પદ સંભાળનાર તે પ્રથમ મુસ્લિમ મહિલા હતી.

૧૯૮૩માં તેમની કેરળ હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૮૯માં ફાતિમાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ એશિયામાંથી પણ સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત થનારી પ્રથમ મહિલા છે. ફાતિમા ૧૯૯૩માં ન્યાયાધીશના પદ પરથી નિવૃત્ત થયા હતા. તેમણે નિવૃત્તિ પછી વહીવટી પદ પણ સંભાળ્યું હતું. લાંબા સમય સુધી તમિલનાડુના રાજ્યપાલ તરીકે સેવા આપી. તેણે લઘુમતી મહિલાઓ સાથે પણ કામ કર્યું. તેમના મૃત્યુથી કાનૂની સમુદાયમાં શોકની છાયા છવાઈ ગઈ હતી. ૧૯૯૩માં ન્યાયતંત્રમાંથી નિવૃત્ત થયા બાદ તેમને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેઓ ૧૯૯૭ થી ૨૦૦૧ સુધી પડોશી રાજ્ય કેરળના રાજ્યપાલ હતા. ફાતિમાએ રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપ્યું અને રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા રદ કરવાની અરજી ફગાવી દેતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યાના દિવસે કેરળ પરત ફર્યા.

આ પણ વાંચો :-

વાપીમાં રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા આધેડને GRP જવાને જીવ બચાવ્યો

0

વાપી રેલવે સ્ટેશન પર ગઈકાલે સાંજે ફિલ્મી સ્ટંટ જેવી ઘટના બની હતી. સ્ટેશન પર એક આધેડ ચાલતાં ચાલતાં ટ્રેક ક્રોસ કરતાં હતાં અને અચાનક નીચે પટકાયા હતાં. ત્યાં ટ્રેન આવી જતાં લોકોએ તેમને બચાવવા માટે બૂમાબૂમ કરી નાંખી હતી. એટલામાં પેટ્રોલિંગમાં રહેલી રેલવે પોલીસના એક કર્મચારીએ પોતાનો જીવ જોખમમાં મુકીને આધેડને સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધા હતાં. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી.

વાપી રેલવે સ્ટેશન ઉપર GRPની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ગઈકાલે સાંજે પ્લેટફોર્મ નંબર 2નો રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા એક આધેડ ટ્રેક ઉપર પટકાયા હતા. આ દરમિયાન સુરત -બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી ટ્રેન પણ પહોંચી હતી અને સહેજ દૂર હતી. એક બાજુ આધેડ પ્લેટફોર્મ પર નીચે પડેલા હતા અને બીજી બાજુ સામેથી સુરત-બાંદ્રા ટર્મિનસ ઈન્ટરસિટી ટ્રેન આવી રહી હતી. અન્ય યાત્રીઓએ આ આધેડને બચાવવા માટે બુમાબુમ કરી મુકી હતી.

આ દરમિયાન GRP જવાન હીરાભાઈ મેરૂભાઈનું ધ્યાન જતાં જ તેઓ દોડીને આધેડની મદદ માટે પહોંચ્યા હતાં. તેમણે પોતાના જીવને જોખમમાં મૂકીને આધેડને રેલવે ટ્રેક ઉપરથી ખેંચીને સુરક્ષીત સ્થળે ખસેડ્યા હતાં. GRP જવાનની બહાદુરી વાપી રેલવે સ્ટેશને લાગેલા CCTVમાં કેદ થઈ હતી. આધેડનો જીવ બચાવતા વાપી રેલવે સ્ટેશને ઉભેલા રેલવે યાત્રીઓએ GRP જવાન હીરાભાઈ મેરુભાઈને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યાં હતા.

આ પણ વાંચો :-

રાજૌરી એન્કાઉન્ટરમાં પાકિસ્તાની આતંકી ઠાર, ૨૬ કલાકથી ઓપરેશન ચાલુ

0

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ૨૬ કલાકથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોએ કારી નામના એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. ડિફેન્સ PRO અનુસાર કારી પાકિસ્તાની નાગરિક છે, તેને પાક અને અફઘાન મોરચા પર ટ્રેન્ડ કરવામાં આવ્યો હતો.

કારી લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર હતો અને છેલ્લા એક વર્ષથી પોતાના ગ્રુપ સાથે રાજૌરી-પૂંછમાં એક્ટિવ હતો, તેને ડાંગરી અને કંડી હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ માનવામાં આવતો હતો. કારીને જમ્મુમાં આતંકવાદને ફરી ફેલાવવા માટે મોકલવામાં આવ્યો હતો. તે IEDમાં સ્પેશ્યાલિસ્ટ હતો અને ગુફાઓ સામે છુપાઇને કામ કરનાર ટ્રેન્ડ સ્નાઇપર પણ રહ્યો હતો. ૨૨ નવેમ્બરે અથડામણમાં સેનાના બે અધિકારી અને બે જવાન શહીદ થયા હતા. જીવ ગુમાવનારાઓમાં કેપ્ટન શુભમ, કેપ્ટન એમવી પ્રાંજિલ અને હવાલદાર માજિદ હતા. કેપ્ટન એમવી પ્રાંજિલના શબને બેંગલુરૂ મોકલવામાં આવશે.

ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની સૂચના પર સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે બુધવારથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન જંગલમાં સંતાયેલા આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. અહીં બે આતંકીઓ હોવાના સમાચાર હતા. ૧૯ નવેમ્બરે કાલાકોટ વિસ્તારમાં ગુલાબગઢ જંગલમાં આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી. તે પછી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાંં આવી રહ્યું છે. બુધવારે થયેલી અથડામણમાં આતંકી પણ ઘાયલ થયા હતા અને તેમને ઘેરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-