રાજૌરી એન્કાઉન્ટરમાં પાકિસ્તાની આતંકી ઠાર, ૨૬ કલાકથી ઓપરેશન ચાલુ

Share this story

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ૨૬ કલાકથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોએ કારી નામના એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. ડિફેન્સ PRO અનુસાર કારી પાકિસ્તાની નાગરિક છે, તેને પાક અને અફઘાન મોરચા પર ટ્રેન્ડ કરવામાં આવ્યો હતો.

કારી લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર હતો અને છેલ્લા એક વર્ષથી પોતાના ગ્રુપ સાથે રાજૌરી-પૂંછમાં એક્ટિવ હતો, તેને ડાંગરી અને કંડી હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ માનવામાં આવતો હતો. કારીને જમ્મુમાં આતંકવાદને ફરી ફેલાવવા માટે મોકલવામાં આવ્યો હતો. તે IEDમાં સ્પેશ્યાલિસ્ટ હતો અને ગુફાઓ સામે છુપાઇને કામ કરનાર ટ્રેન્ડ સ્નાઇપર પણ રહ્યો હતો. ૨૨ નવેમ્બરે અથડામણમાં સેનાના બે અધિકારી અને બે જવાન શહીદ થયા હતા. જીવ ગુમાવનારાઓમાં કેપ્ટન શુભમ, કેપ્ટન એમવી પ્રાંજિલ અને હવાલદાર માજિદ હતા. કેપ્ટન એમવી પ્રાંજિલના શબને બેંગલુરૂ મોકલવામાં આવશે.

ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની સૂચના પર સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે બુધવારથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન જંગલમાં સંતાયેલા આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. અહીં બે આતંકીઓ હોવાના સમાચાર હતા. ૧૯ નવેમ્બરે કાલાકોટ વિસ્તારમાં ગુલાબગઢ જંગલમાં આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી. તે પછી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાંં આવી રહ્યું છે. બુધવારે થયેલી અથડામણમાં આતંકી પણ ઘાયલ થયા હતા અને તેમને ઘેરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-