PM મોદી પર વિવાદિત નિવેદન બાદ ચૂંટણી પંચે રાહુલને ફટકારી નોટિસ

Share this story

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ચૂંટણી પંચ તરફથી એક ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એક વિવાદિત ટિપ્પણી કરી હતી જેના કારણે ચૂંટણી પંચે તેને નોટીસ મોકલી છે.૨૫ નવેમ્બર એટલે કે બે દિવસ સુધીમાં રાહુલ ગાંધીને ચૂંટણી પંચે જવાબ રજૂ કરવા માટે કહ્યું છે.

બાયટૂમાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ભારતનો પરાજય થયો તે અંગે વડાપ્રધાન માટે પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે તેથી પીએમનો અર્થ પનોતી મોદી તેમ જણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્યુ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર હતા. ગાંધીએ આરોપ મૂક્યો હતો કે મોદીએ લોકોનું ધ્યાન બીજે ખેંચ્યુ અને અદાણીએ તેના ખિસ્સા ભર્યા. તેમણે જણાવ્યું હતું કે મેચ હારી ગયા તે જુદી વાત છે, પરંતુ જો આ પરાજયનું એક પરિબળ પનોતી મોદીની હાજરી પણ હતી. અહીં તેમણે પીએમનો અર્થ પનોતી મોદી લોકોને સમજાવ્યો હતો.

તેમણે પીએમ મોદી પર મોટા ઉદ્યોગપતિઓને લોનો માફ કરીને તેમને અબજો રુપિયાનો ફાયદો કરાવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજસ્થાનમાં સત્તા પર ફરીથી આવી તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. તેના પછી કેન્દ્રમાં સત્તા પર આવી તો સમગ્ર દેશમાં આ રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે.

આ પણ વાંચો :-