સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવીનું નિધન

Share this story

સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ જસ્ટિસ ફાતિમા બીવીનું ગુરુવારે ૯૬ વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું છે. જસ્ટિસ ફાતિમા બીવીનું કોલ્લમની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને રાજયના સ્વાસ્થ્ય મંત્રી વીણા જયોર્જે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ફાતિમા બીવીનો જન્મ ૧૯૨૭માં કેરળના પઠાણમિથામાં થયો હતો. મહિલા કોલેજ, તિરુવનંતપુરમમાંથી રસાયણશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યા બાદ તેણે સરકારી લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો. લો ગોલ્ડ મેડાલિસ્ટ ફાતિમા બીબીએ ૧૯૫૦માં કોલ્લમમાં પોતાની કાનૂની કારકિર્દી શરૂ કરી હતી. તેઓ ૧૯૮૩માં કેરળ હાઈકોર્ટ અને 1989માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા.

કેરળમાંથી કાયદામાં સ્નાતક થનારી તે પ્રથમ મહિલા બની હતી. એર્નાકુલમની લો કોલેજમાંથી કાયદો પાસ કર્યા પછી, ફાતિમા બીવીએ ૫૦ના દાયકામાં ન્યાયતંત્રમાં તેની કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆતમાં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું પરંતુ બાદમાં તેમને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના પદ પર બઢતી આપવામાં આવી હતી. કેરળમાં મેજિસ્ટ્રેટનું પદ સંભાળનાર તે પ્રથમ મુસ્લિમ મહિલા હતી.

૧૯૮૩માં તેમની કેરળ હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૮૯માં ફાતિમાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ એશિયામાંથી પણ સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત થનારી પ્રથમ મહિલા છે. ફાતિમા ૧૯૯૩માં ન્યાયાધીશના પદ પરથી નિવૃત્ત થયા હતા. તેમણે નિવૃત્તિ પછી વહીવટી પદ પણ સંભાળ્યું હતું. લાંબા સમય સુધી તમિલનાડુના રાજ્યપાલ તરીકે સેવા આપી. તેણે લઘુમતી મહિલાઓ સાથે પણ કામ કર્યું. તેમના મૃત્યુથી કાનૂની સમુદાયમાં શોકની છાયા છવાઈ ગઈ હતી. ૧૯૯૩માં ન્યાયતંત્રમાંથી નિવૃત્ત થયા બાદ તેમને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેઓ ૧૯૯૭ થી ૨૦૦૧ સુધી પડોશી રાજ્ય કેરળના રાજ્યપાલ હતા. ફાતિમાએ રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપ્યું અને રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા રદ કરવાની અરજી ફગાવી દેતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યાના દિવસે કેરળ પરત ફર્યા.

આ પણ વાંચો :-