Home Blog Page 887

પાકિસ્તાનના કરાચીમાં શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, ૧૧ લોકોના મોત, ૨ ઘાયલ

0

પાકિસ્તાનના કરાચીમાં રશીદ મિન્હાસ રોડ પર સ્થિત આરજે મોલમાં આજે એટલે કે શનિવાર (૨૫ નવેમ્બર)ને લાગેલી આગમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે અને ૨ ઘાયલ થયા છે. કરાચીમાં સ્થાનિક હોસ્પિટલ અને પોલીસના અધિકારીઓએ ડૉન ન્યૂઝને જણાવ્યું કે હોસ્પિટલોમાં નવ મૃતદેહો લાવવામાં આવ્યા છે. આઠ મૃતદેહોને જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર JPMC અને એક મૃતદેહ કરાચી (CHK) સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૮ વર્ષની ઇજાગ્રસ્ત છોકરીને કરાચીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેનું મૃત્યુ થયું હતું.

કરાચીના મુખ્યમંત્રીને પણ સોંપવામાં આવ્યો છે. જિલ્લા ડેપ્યુટી કમિશનર અલ્તાફ શેખે જણાવ્યું હતું કે આગ પછી મોલમાંથી ૨૨ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર JPMCમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, જેમાંથી એકનું રસ્તામાં મૃત્યુ થયું હતું. આના પર ડીસીએ કહ્યું કે બિલ્ડીંગને ચોથા માળ સુધી ખાલી કરાવવામાં આવી છે, જ્યારે પાંચમા અને છઠ્ઠા માળને ખાલી કરવાનું કામ ચાલી રહ્યું છે.

બિલ્ડિંગની અંદર શોપિંગ સેન્ટર અને સોફ્ટવેર હાઉસ હતા. અગ્નિશમન અને બચાવ વિભાગના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓને સવારે ૬:૩૦ વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી, જેના પગલે તેઓએ ૮ ફાયર ટેન્ડરો, બે સ્નોર્કલ્સ અને બે બાઉઝરને સ્થળ પર મોકલ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. સિંધના મહાનિરીક્ષક (IG) રિફત મુખ્તારે જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે સૂચનાઓ જારી કરી હતી. તેમણે એવો પણ આદેશ આપ્યો હતો કે રસ્તો સાફ કરવામાં આવે જેથી ફાયર બ્રિગેડ કોઈ સમસ્યા વિના ત્યાં પહોંચી શકે.

સિંધના કાર્યકારી મુખ્ય પ્રધાન મકબૂલ બકરે આ ઘટનાની નોંધ લીધી અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો. તેમણે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મ્યુનિસિપલ કમિશનરને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, જાન-માલની જવાબદારી સરકારની છે.

આ પણ વાંચો :-

•  ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો

અમદાવાદ DRIએ મુંદ્રા પોર્ટ પરથી દાણચોરીની ૧૬ કરોડની સિગારેટ જપ્ત

0

મુંદ્રા પોર્ટ પરથી થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે જ અમદાવાદ DRIએ પોર્ટ પરથી રૂપિયા ૧૬ કરોડની દાણચોરીની ઇમ્પોર્ટેડ સિગારેટ ઝડપી લીધી છે. આયાતકારોએ કંબોડિયાથી રેડીમેઇડ કપડાં આયાત કર્યા હોવાનું મિસ ડેકલેરેશન કરીને ૮૦ લાખ સિગારેટ ભરેલુ કન્સાઇનમેન્ટ આયાત કર્યું હતું.

અમદાવાદ DRIની ટીમને બામતી મળી હતી કે મુંદ્રા્ પોર્ટ પર કંબોડિયાતી આયાય કરાયેલા એક કન્ટેનરમાં સિગારેટનો જથ્થો છે. તરત જ અધિકારીઓ મુંદ્રા પોર્ટ પર જઇને તપાસ શરૂ કરી હતી. આયાયતકારે કસ્ટમ ક્લીયરન્સ વખતે રજૂ કરેલા ડોક્યુમેન્ટસમાં કન્ટેનરમાં આયાતી રેડીમેડ કપડાં હોવાનું દર્શાવ્યું હતું.

અધિકારીઓએ કન્ટેનર ચેક કરતાં આગળના બોક્સમાં રેડીમેઇડ કપડાં હતા. જ્યારે પાછળના તમામ બોક્સમાં ગોલ્ડ ફ્લેક સિગારેટ હતી. વિદેશી સિગારેટના બોક્સમાંથી ૮૦.૧ લાખ સિગારેટ મળી આવી હતી. જેની બજાર કિંમત ૧૬ કરોડ રૂપિયા થાય છે.

અધિકારીઓ વધુ તપાસ કરતાં સિગારેટ પર મેઇડ ઇન ઇન્ડીયાના ચિહ્નો હોવાનું જણાયું હતું. જેને પગલે આયાતકાર દ્વારા આવું શા માટે કરવામાં આવ્યુ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા લાંબા સમયથી અમદાવાદમાં સક્રીય થયેલી ચોક્કસ સિન્ડીકેટ દ્વારા વિદેશથી સિગારેટની દાણચોરી કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ બે મહિના પહેલાજ DRIએ મુંદ્રા પોર્ટ પરથી ૩૬ લાખ વિલાયતી સિગારેટ ઝડપી લીધી હતી.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ સોફ્ટ ટાર્ગેટ છે. તેવી જ રીતે સિગારેટની દાણચોરી માટે મુંદ્રા પોર્ટ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. દેશોમાંથી આવતાં કન્ટેનરમાં છુપાવીને વિલાયતી સિગારેટની દાણચોરી કરવામાં આવી રહી છે. મુંદ્રા પોર્ટ પરથી સિગારેટની દાણચોરી વધતાં DRIએ ચોકકસ પોર્ટ પરથી આવતા કન્ટેનર પર વધારે વોચ રાખવાની કવાયત શ કરી દીધી છે.

આ પણ વાંચો :-

• ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો

• ઈઝરાઇલની એર સ્ટ્રાઇકમાં હમાસનો નેવી ફોર્સ કમાન્ડર ઠાર

વડાપ્રધાન મોદીએ તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી, HAL સુવિધાની પણ મુલાકાત લીધી

0

PM મોદીએ ફ્લાઇટ પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. તેણે લખ્યું, ‘તેજસ પર સફળતાપૂર્વક ફ્લાઇટ પૂર્ણ કરી. આ અનુભવ અકલ્પનીય હતો. આ અનુભવે આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારો વિશ્વાસ ઘણો વધાર્યો છે. તેનાથી મારામાં આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે નવેસરથી ગૌરવ અને આશાવાદની ભાવના જાગી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં તેજસ વિમાનમાં ઉડાન ભરી હતી. PM મોદી શનિવારે એટલે કે ૨૫ નવેમ્બરે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની સુવિધા પર પહોંચ્યા હતા. પીએમઓ અનુસાર, તેમણે તેજસના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કર્યું.

PM મોદીએ ફ્લાઇટ પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. તેણે લખ્યું, ‘તેજસ પર સફળતાપૂર્વક ફ્લાઇટ પૂર્ણ કરી. આ અનુભવ અકલ્પનીય હતો. આ અનુભવે આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારો વિશ્વાસ ઘણો વધાર્યો છે. તેનાથી મારામાં આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે નવેસરથી ગૌરવ અને આશાવાદની ભાવના જાગી છે.

સરકારે HALને ૮૩ LCA MK ૧A એરક્રાફ્ટની ડિલિવરી માટે ૩૬,૪૬૮ કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ડિલિવરી શરૂ થવાની ધારણા છે. LCA તેજસના અદ્યતન અને વધુ ઘાતક સંસ્કરણ, LCA Mk ૨ માટે રૂ. ૯૦૦૦ કરોડથી વધુની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, એરક્રાફ્ટ એન્જિન સહિત સ્વદેશીકરણને વધુ પ્રોત્સાહન આપવા માટે, જૂન ૨૦૨૩માં વડા પ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન ભારતમાં GE એન્જિનના ઉત્પાદન માટે ટેક્નોલોજી ટ્રાન્સફર પર GE સાથે વાતચીત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

• ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો

• ઈઝરાઇલની એર સ્ટ્રાઇકમાં હમાસનો નેવી ફોર્સ કમાન્ડર ઠાર

ભાજપએ રાહુલ ગાંધીના નવા પોસ્ટરમાં ‘ફ્યુઝ ટ્યુબલાઇટ’, ‘મેડ ઇન ચાઇના’ કહ્યુ, જાણો કેમ?

0

રાજયની ચુંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘પનોતી‘ શબ્દનો ઉપયોગ કરીને અને કોંગ્રેસ પક્ષે ‘પનોતી તુમ કબ જાઓગે’ તેવા પોષ્ટર બનાવી પ્રચાર કરતા ભાજપે હવે રાહુલ ગાંધીને ‘ટ્યુબલાઈટ’ તરીકે ગણાવ્યા હતા.

ઓફ-ઓન થતી ટ્યુબલાઈટ જેવા તેઓ હોવાનું જણાવતા પોષ્ટર અને તેના પર ફયુઝ ટ્યુબલાઈટ તરીકે લખાયું છે અને લખ્યું કે કોંગ્રેસ પ્રેઝન્ટ મેઈડ ઈનચાઈના અને પછી પોષ્ટમાં રાહુલ ગાંધી ઈન એન્ડ એડ ટ્યુબલાઈટ લખાયું છે. ફિલ્મ ટયુબલાઈટના પોષ્ટરને એડીટ કરીને આ પોષ્ટર બનાવાયું છે અને સલમાનના સ્થાને રાહુલની તસ્વીર મુકાઈ છે.

૨૦૨૦ના ચુંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને ટ્યુબલાઈટ જેવા ગણાવ્યા હતા. લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પરથી ચર્ચાનો જવાબ વાળતા મોદીએ કહ્યુ હતું કે હું ૩૦-૪૦ મીનીટ સુધી બોલતો રહ્યો છું પણ ત્યાં કરન્ટ પહોંચતા લાંબી વાર લાગે છે. ઘણી ટ્યુબલાઈટ આવી હોય છે. મોદીએ એવું પણ જણાવ્યું કે કોંગ્રેસ નેતાએ અગાઉ એવું કહ્યું હતું કે છ માસમાં યુવાનો મોદીને દંડા મારશે. તેથી હવે વધુ સુર્ય નમસ્કાર કરવા નિર્ણય લીધો છે. જેથી કોઈ દંડા મારે તો મારી પીઠ તે સહન કરવા મજબૂત બને.

આ પણ વાંચો :-

• ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો

• ઈઝરાઇલની એર સ્ટ્રાઇકમાં હમાસનો નેવી ફોર્સ કમાન્ડર ઠાર

ચીનમાં ફેલાયેલા રહસ્યમય વાયરસ અંગે WHOનો મોટો ખુલાસો

0

ચીનમાં ફેલાયેલા ન્યુમોનિયા, દુનિયાની ચિંતાનું કારણ બન્યું છે. અત્યાર સુધીમાં આ રોગના લગભગ ૭૭ હજાર બાળકોના કેસ નોંધાયા છે. હાલ ચીનના ઉત્તર પ્રાંતમાં આવેલા લિયાઓનિંગથી આ રોગ ફેલાયો હોવાની જાણકારી મળી છે. લોકોના મનમાં એક ડર છે કે શું આ ચાઇનીઝ ન્યુમોનિયા કોવિડની જેમ જ જીવલેણ બની શકે કે કેમ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીન પાસેથી ડેટા મંગાવ્યો છે, તેના પરથી આ રોગની ગંભીરતાને લઈને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી છે. ચીન પાસેથી WHOએ ગુરુવારે આ રોગ બાબતે માહિતી માંગી હતી. WHOએ કહ્યું છે કે આ રોગ વિશે અત્યાર સુધી કંઈપણ અસામાન્ય જાણવા મળ્યું નથી કે કોઈ નવો વાયરસ પણ મળ્યો નથી.

હાલ ચીનમાં શિયાળો પણ વધી રહ્યો છે અને ચીન કોરોના માટે પણ હવે કોઈ કડકાઈ અનુસરતું નથી. જેના કારણે ફરી એક નવો રોજ જનજીવનને પ્રભાવિત કરી શકે છે. હાલ ચીનની ઉત્તરમાં આવેલા બેઇજિંગ અને લિયાઓનિંગમાં ન્યુમોનિયા એટલા વધુ પ્રમાણમાં ફેલાયેલો છે કે દર્દીઓ માટે બેડની અછત પણ જોવા મળે છે.

WHO અને ચીન બંને પર કોવિડ દરમિયાન માહિતી છુપાવવાનો આક્ષેપ લાગેલા છે. કોવિડના સમયે પણ ચીનના વુહાનથી કોવિડની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની તપાસ પારદર્શક રીતે હાથ ધરવામાં આવી ન હતી. આ બાબતે નિષ્ણાતો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે. ન્યુમોનિયા બાબતે પણ દુનિયાને ચીન પર શંકાઓ છે કે તે કોવિડની જેમ આ અંગે પણ બાબતો છુપાવી રહ્યું છે. જો કે હાલ તો કોઈ ગભરાવવા જેવી પરિસ્થિતિ છે નહિ. રોયટર્સ ચીનના શાંઘાઈમાં કેટલાક લોકોએ કહ્યું છે કે આ રોગ ગંભીર છે પરંતુ તેઓ તેના વેવ્સ ગંભીર ચિંતાનો વિષય નથી.

ચીનમાં બાળકો આ રોગથી પીડાઈ રહ્યા છે તેમને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના ચીનના અધિકારીઓએ ૧૨ નવેમ્બરે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને ચીનમાં શ્વાસ સંબંધિત આ રોગ વિશે માહિતી આપી હતી. આ રહસ્યમય રોગથી બીમાર બાળકોમાં કોઈ ચોક્કસ લક્ષણ તો નથી પરંતુ બાળકોના શરીરનું તાપમાન વધી જાય છે અને ફેફસાંમાં ગાંઠ બની જાય છે. હોસ્પિટલમાં ફરી બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ રહી છે. દર્દીઓએ સારવાર માટે ૨-૨ કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે.

આ પણ વાંચો :-

• ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો

• મોરબીમાં દલિત યુવકે પગાર માગતા માલિકે ઢોર માર માર્યો

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ૧૯૯ બેઠકો માટે આજે મતદાન

0

રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ૨૦૦માંથી ૧૯૯ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે ૭ વાગ્યે શરૂ થઈ ગયો છે. જે સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે અને બંને પક્ષના નેતાઓ પોતપોતાના દાવા કરી રહ્યા છે. ચૂંટણીના પરિણામો ૩ ડિસેમ્બરે જાહેર થશે. શ્રી ગંગાનગરની કરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે આ વિસ્તારની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. રાજસ્થાનમાં કુલ ૧૮૬૨ ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા ૫,૨૫,૩૮,૧૦૫ છે. જેમાં 18-30 વર્ષની વયજૂથના ૧,૭૦,૯૯,૩૩૪ મતદારોનો સમાવેશ થાય છે, જેમાંથી ૨૨,૬૧,૦૦૮ નવા મતદારો ૧૮-૧૯ વર્ષની વયજૂથના છે.

કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું કે, જનતા બુદ્ધિશાળી છે. જનતા સાચો નિર્ણય લેશે. ૨૦૧૮માં જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે તે મુશ્કેલ સમય હતો. પરંતુ આ વખતે અમે સરકારમાં છીએ અને વધુ તાકાત સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. અમે ફરી સરકાર બનાવીશું, અમને વિશ્વાસ છે. ભાજપ ૫ વર્ષ સુધી વિપક્ષ તરીકેનો ખરાબ પ્રદર્શન રહ્યો છે. મોદી હિમાચલ અને કર્ણાટકમાં પણ એક ચહેરો હતો પરંતુ જનતા બુદ્ધિશાળી છે. પીએમ મોદીએ ચૂંટણીમાં પાયલોટ પરિવાર વિશે જે કહ્યું તે સત્યથી પર હતું. કોંગ્રેસમાં અમે બધા સાથે મળીને ચૂંટણી લડીએ છીએ. જનતા જાણે છે. પોસ્ટર પર કોનો ફોટો મોટો છે પણ કોઈ ફરક પડતો નથી. ચૂંટણી પછી હાઈકમાન્ડ નક્કી કરશે કે કોણ લિડર બનશે.

અલવર જિલ્લામાં ૬ બૂથના EVMમાં ખામી સર્જાયા બાદ મતદારો ચિંતિત દેખાયા હતા. મામલાની માહિતી મળતાં વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે.જિલ્લાના રામગઢ વિધાનસભા ક્ષેત્રમાં ત્રણ બૂથ, રેની વિસ્તારમાં બે અને ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રમાં એક બૂથ પર EVM ખરાબ થયું હતું. વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને EVM બદલીની કામગીરી ચાલી રહી છે. ઈવીએમમાં સમસ્યાના કારણે જિલ્લાના ૬ બુથ પર વિલંબથી મતદાન શરૂ થશે.

આ પણ વાંચો :-

• મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અલર્ટ

• ઇઝરાઇલના હુમલામાં વધુ એક મહિલા પત્રકારનું મોત

૨૫ નવેમ્બર, ૨૦૨૩/ આજ શનિવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધાર્મિક કાર્યોનું આયોજન બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

આપને માનસિક શાંતિ મળશે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણયો લઇ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારાફળ મળતા જણાશે. સુખશાંતિમાં વધારો થતો અનુભવાશે.

વૃષભ

ધનથી સંકળાયેલ બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્નો કરવા અને નાણાંનું યોગ્ય આયોજન કરવું. વિદેશી કંપનીઓમાં કાર્ય કરતી વ્યક્તિ માટે શુભ. દામ્પત્ય જીવનમાં આનંદ અનુભવાશે.

મિથુન

નાણાંની વખતસર હેરફેર થતી જણાશે. દરેક કાર્યમાં મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે. સંતાનો તરફથી હર્ષ સાંસારિક સંબંધોમાં તણાવ વધતો જણાય. આરોગ્ય સારૂ જળવાશે. ભાગ્ય વૃધ્ધિ તથા આકસ્મિક ધનલાભ મળતો જણાય.

કર્ક

માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારૂ રહેશે. નોકરી-ધંધામાંથી સારા સમાચાર, પ્રગતિ થતી જણાય. માતા‌-પિતાની તબિયત સારી રહેશે તથા તેમની મદદ મળતી જણાશે. સ્નાયુના રોગો થવાની શક્યતા છે. દામ્પત્ય જીવનમાં આનંદનો અનુભવ થશે.

સિંહ

આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ કરેલા રોકાણોમાંથી આવક આવતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. દામ્પત્ય સુખમાં ગુસ્સો ચિંતાનું કારણ બની શકે.

કન્યા

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહેશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિથી થોડો માનસિક સંતોષ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલા

જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરવાનો દિવસ છે. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારી સંબંધોમાં પણ ફાયદો થતો જણાય. આરોગ્ય જળવાશે. ભાગ્યમાં વૃધ્ધિ અનુભવી શકાશે.

વૃશ્ચિક

આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ જણાય. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય.

ધન

થોડી માનસિક અશાંતિ જણાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદમાં વધારાની અનુભૂતિ કરી શકાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

મકર

માતૃપક્ષને સારા સમાચાર મળે. જમીન-મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભ

પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલા પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી.

મીન

દિવસ દરમ્યાન નાણાંની છુટ વર્તાય. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. હૃદયમાં અકારણ અજંપો રહે. સંતાનો સાથે સ્નેહ જ‍ળવાય. વાયુના રોગોથી સાવચેતી રાખવી.

આ પણ વાંચો :-

• મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અલર્ટ

• ઇઝરાઇલના હુમલામાં વધુ એક મહિલા પત્રકારનું મોત

ચંદ્રયાન-૩ સફળ થતાં બની ગયા અરબપતિ જાણો કોણ છે રમેશ કુન્હીકનન

0

ચંદ્રયાન-૩એ ૨૩ ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને રેકોર્ડ સર્જી દીધા હતા અને તેની સાથે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવાની આ સિદ્ધી મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો હતો. જોકે આ મિશનમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવનાર તથા અગ્રેસર રહીને મોરચો સંભાળનારા ૬૦ વર્ષીય રમેશ કુન્હીકનન હતા. તેઓ એક ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને કાયનેસ ટેક્નોલોજી ઈન્ડયાના સંસ્થાપક છે. તેમની આ કંપની મૈસુરુમાં આવેલી છે. જોકે ભારતની અંતરિક્ષમાં આ સિદ્ધીને કારણે રમેશ કુન્હીકનન હવે બિલિયોનેર બની ગયા છે.

ફોર્બ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રમેશ કુન્હીકનને ચંદ્રયાન-૩ મિશનની સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. તેમણે ચંદ્રયાન-૩ માટે ઈલેક્ટ્રોનિક સિસ્ટમની સપ્લાય કરી હતી જેના દ્વારા રોવર અને લેન્ડરને વીજળી મળી રહી હતી.

ચંદ્રયાન-૩ મિશન સફળ થયું હતું ત્યારે કેટીઆઈના શેરની કિંમતોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. આ કંપનીએ નવેમ્બર ૨૦૨૨માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ કરાવ્યું હતું અને અત્યાર સુધીમાં તેના શેરની કિંમત લગભગ ત્રણ ગણી થઇ ચૂકી છે. જ્યારે લ્યુનર મિશનમાં પણ આ કંપનીની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની માહિતી સામે આવી હતી ત્યારે તેના શેર્સની કિંમતમાં ૪૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. હાલમાં તેમની નેટવર્થ ૧.૧ બિલિયન ડૉલર એટલે કે આશરે ૧૧૦ કરોડ ડૉલર આંબી ચૂકી છે. કેટીઆઈમાં રમેશ કુન્હીકનન પાસે કુલ ૬૪ ટકા હિસ્સેદારી છે.

આ પણ વાંચો :-

નેપાળમાં રાજાશાહી પાછી લાવવાની માંગ સાથે કાઠમંડુમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

0

ભારતના પાડોશી દેશ નેપાળમાં હવે રાજાશાહી પાછી લાવવા માટેની માંગણી જોર પકડી રહી છે. ગુરુવારે રાજધાની કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં હજારો લોકો દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરતા હિંસા ભડકી ઉઠી હતી.પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.

લોકોમાં વધી રહેલા રોષને જોતા સરકારે હવે આર્મીને પણ એલર્ટ કરી છે.રાજાશાહીના સમર્થનમાં થઈ રહેલા દેખાવોની આગેવાની દુર્ગા પરસાઈ કરી રહ્યા છે.જેઓ પોતે એક વ્યવસાયી છે અને અગાઉ માઓવાદી પણ રહી ચુકયા છે. ઉદ્યોગપતિ દુર્ગા પ્રાસાઈની આગેવાની હેઠળનો આ વિરોધ ૨૦૦૬ પછીની ઐતિહાસિક ઘટનાઓમાંની પહેલી ઘટના છે. આ ચળવળે રાજાશાહીને પુનઃસ્થાપિત કરવા અને નેપાળને હિંદુ સામ્રાજ્યમાં પાછું લાવવાના ઉદ્દેશ્ય સાથે સંભવિત શાસન પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી છે. ૨૪૦ વર્ષ જૂની રાજાશાહી ૧૫ વર્ષ પહેલાં પીપલ્સ મૂવમેન્ટને પગલે નાબૂદ કરવામાં આવી હતી, જેના કારણે ૧૯ દિવસનો કર્ફ્યુ હતો.

દુર્ગા પરસાઈએ કહ્યુ હતુ કે, વર્તમાન શાસન વ્યવસ્થા સામે જનતા વિદ્રોહ કરી રહી છે.નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે લોકો સામે સરેન્ડર કરીને લોકોની ઈચ્છા પ્રમાણે રાજાશાહીને ફરી લાગુ કરવી જોઈએ.નેપાળને નેતાઓ ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે.બેન્કો, સરકારના નિગમો અને નાણાકીય સંસ્થાઓ લોકોનુ શોષણ કરી રહી છે.અમે ઈચ્છીએ છે કે, લોકોની ૨૦ લાખ રુપિયાથી ઓછી લોનને પણ માફ કરવામાં આવે.

આ પણ વાંચો :-

ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો

0

પંજાબના જલંધરમાં શેરડીના ભાવમાં વધારો કરવા અને પરાળી સળગાવવા મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. નેશનલ હાઈવે બાદ તેઓએ રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે. ગઈકાલે ચંદીગઢમાં મુખ્યમંત્રી ભગવંત માન સાથે ખેડૂતોની બેઠક યોજાવાની હતી જે થઈ શકી નહીં. આનાથી રોષે ભરાયેલા ખેડૂતોએ જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી સરકાર શેરડીના ભાવમાં વધારો કરવાની તેમની માંગણી નહી સ્વીકારે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

જલંધરના ધનોવલી પાસે ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયા છે. ખેડૂતોના આંદોલનને કારણે આ રૂટ પરની ઘણી ટ્રેનોને અસર થઈ છે. રેલવેએ જણાવ્યું છે કે, આ ટ્રેક પરથી દરરોજ લગભગ ૧૨૦ ટ્રેનો પસાર થાય છે. ખેડૂતો હડતાળ પર બેઠા તે પહેલા જ આ ટ્રેક પરથી ૪૦ ટ્રેનો પસાર થઈ હતી. આ પછી અહીંથી ૮૦ ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી.

રેલવે ટ્રેક બ્લોક થયા બાદ શતાબ્દી એક્સપ્રેસને ફગવાડા અને આમ્રપાલી એક્સપ્રેસને જાલંધરમાં રોકવામાં આવી હતી. આ પછી દિલ્હી, પાણીપત, અંબાલા, લુધિયાન તરફ જતી અન્ય ટ્રેનોને નાકોદરથી ફગવાડા રૂટ તરફ વાળવામાં આવી હતી. રેલવેના જણાવ્યા અનુસાર, આ આંદોલનને કારણે નવી દિલ્હીથી પંજાબ જતી ૫૬ ટ્રેનોને અસર થઈ છે. આમાંથી ૬ ટ્રેનો રદ કરવી પડી હતી જ્યારે ૩૧નો રૂટ બદલાયો હતો અને ૧૮ને અગાઉના સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી.

જલંધરમાં ધન્નો વાલી પાસે નેશનલ હાઈવે પર ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધને કારણે દિલ્હી જમ્મુ હાઈવે સંપૂર્ણપણે બંધ છે.  લુધિયાણા તરફ PAP ચોકથી થોડા દૂર ધનોવલી ગેટ પાસે ખેડૂતોએ જાલંધરમાં રેલવે અને નેશનલ હાઈવે બંધ કરી દીધો હતો. ખેડૂતો હાલમાં પોતાની માંગણીઓ સાથે હાઈવે પર તંબુઓ લગાવીને બેઠા છે. ખેડૂતોએ વિરોધ દરમિયાન કહ્યું છે કે, તેઓ ૨૬ નવેમ્બરે ચંદીગઢ જશે. આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ નેશનલ હાઈવે બ્લોક કરીને લોકોને પરેશાન ન કરે.

આ પણ વાંચો :-