Home Blog Page 886

હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસી, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હતા

0

ગુજરાત ટાઈટન્સને ટાઈટલ જીતાડનાર કેપ્ટન હાર્દિક પંડ્યા હવે આગામી સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડિંગ દ્વારા હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.  કેમરૂન ગ્રીન હવે RCB તરફથી રમતા જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન માટે કેશ-ઈન ઓલ ટ્રેડ કર્યો છે અને હાર્દિકને પણ તેમની સાથે કેશ-ઈન-ઓલ ટ્રેડમાં સામેલ કર્યો છે.

ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આખરે રવિવારે તેની જૂની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. ૭૨ કલાકના ડ્રામા પછી કેશ ટ્રેડ ડીલથી  તે ગુજરાતમાંથી મુંબઈની ટીમમાં ગયો છે. IPL રિટેન વિન્ડોની સમયમર્યાદા રવિવારે સાંજે ૫ વાગ્યે સમાપ્ત થઈ હતી અને ત્યાં સુધીમાં ગુજરાતે હાર્દિકનું નામ તેની રિટેઈન લિસ્ટમાં રાખ્યું હતું.

સાંજે ૫ વાગ્યા પછી હાર્દિકનું ટ્રેડ ઓફ પૂર્ણ થઈ ગયું હતું. ડીલ હવે ઔપચારિક છે અને તે હવે મુંબઈનો ખેલાડી છે. આ તમામ એ કેશ ટ્રેડ ડીલ છે. મુંબઈએ તેના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટ્રેડ કર્યો છે. હાર્દિકને ટીમમાં સામેલ કરવા માટે મુંબઈ પાસે ગુજરાત સાથે તમામ રોકડ કરાર કરવા માટે પૂરતા પૈસા હતા. છેલ્લી હરાજી દરમિયાન મુંબઈ દ્વારા ગ્રીનને ૧૭.૫ કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર શુભમન ગિલ હવે આઈપીએલની આગામી સિીઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે. ગુજરાત ટાઇટન્સે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં ગયા બાદ ગુજરાત ટાઈટન્સે આ મોટો નિર્ણય લીધો હતો.

ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે,’ ગીલે છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક લીડર નેતા તરીકે પણ પરિપક્વ જોયો છે. મેદાન પરના તેના યોગદાનથી ગુજરાત ટાઇટન્સ એક મજબૂત બળ તરીકે ઉભરી આવ્યું છે. તેની પરિપક્વતા અને કુશળતા તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. અમે તેને કેપ્ટન બનાવવા માટે ઉત્સાહિત છીએ.

આ પણ વાંચો :-

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે હવે મેન્યુઅલ ખોદકામ હાથ ધરશે

0

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે, છંતા કામદારો સુધી પહોંચવામાં કોઈને કોઈ મુશ્કેલી ઉભી થઈ રહી છે, જેના કારણે કામદારો સુધી પહોંચવામાં આજે ૧૬ દિવસ થઈ ગયા છે. હવે પરિવારના સભ્યોના ચહેરા પર પણ ચિંતા જોવા મળી રહી છે. ત્યારે હવે સિલ્ક્યારા ટનલમાં ૧૬ દિવસથી ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સોમવાર ૨૭, નવેમ્બરથી મેન્યુઅલ ખોદકામ શરૂ થઈ શકે છે. આ ખોદકામ તે બાજુથી કરવામાં આવશે જ્યાં ૪૮ મીટરની પાઇપ ટનલ બનાવ્યા બાદ ઓગર મશીન તુટી ગયુ થયું હતું.

ટનલમાં આજે ૬ લોકોની એક ટીમને પાવડા, કોદાળી સાથે અંદર મુકવામાં આવશે, જેઓ ટનલમાં કામદારો સુધી પહોંચવામાં બાકી રહેલું લગભગ ૧૦ મીટર જેટલું મેન્યુઅલ ખોદકામ હાથ ધરશે. જો બધું યોજના મુજબ ચાલેશે, તો બચાવ ટીમ મંગળવારે કામદારો સુધી પહોંચી શકે છે. નિષ્ણાતો કહે છે કે લગભગ ૧૦ મીટર મેન્યુઅલ ખોદવામાં ૨૫ થી ૩૦ કલાકનો સમય લાગી શકે છે.

બચાવ કામગીરી માટે નિયુક્ત નોડલ ઓફિસર ડૉ. નીરજ ખૈરવાલે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે પાઈપમાં ફસાયેલા ઓગર મશીનના બ્લેડ અને શાફ્ટને કાપવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે હવે પાઇપમાંથી ૮.૧૫ મીટર ઓગર મશીનના બ્લેડ અને શાફ્ટનો ભાગ કાઢવાનો બાકી છે. ઓગર મશીન જે ઝડપે કટીંગ કરી રહ્યું છે તે મુજબ આ કામ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. ખૈરવાલે જણાવ્યું હતું કે પાઇપમાં ફસાયેલા ઓગર મશીનને દૂર કર્યા પછી જાતે ખોદકામ ચાલુ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા-અર્ચના, ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ મંદિરમાં પૂજા પણ કરી હતી, વડાપ્રધાન મોદી દક્ષિણ ભારતના પરંપરાગત પોશાક વેષ્ટી અને અંગ વસ્ત્રમ પહેરીને તિરુપતિ બાલાજી મંદિર ગયા હતા. જેની તસવીરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, ‘૧૪૦ કરોડ ભારતીયોની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે ભગવાન વેંકટેશ્વરને પ્રાર્થના કરી.

૩૦ નવેમ્બરે તેલંગાણાની ૧૧૯વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે. તેલંગાણાથી પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યુ છે. આ ચારેય રાજ્યોની ચૂંટણીનું પરિણામ ૩ ડિસેમ્બરે આવશે. તેલંગાણામાં આજે પીએમ મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહના પણ ઘણા ચૂંટણી પ્રવાસ છે.

પીએમ મોદીએ મંદિર પરિસરમાં લગભગ ૪૫ મિનિટ વિતાવી હતી. તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમના અધ્યક્ષ કરુણાકર રેડ્ડી અને કાર્યકારી અધિકારી ધર્મા રેડ્ડી પણ તેમની સાથે હાજર હતા. પીએમ મોદીના દર્શનને કારણે લગભગ ૨ કલાક સામાન્ય લોકોના દર્શન બંધ થઈ ગયા હતા. તિરુપતિ બાલાજી મંદિરમાં દરરોજ સરેરાશ ૬૦ થી ૭૦ હજાર ભક્તો આવે છે.

આ પણ વાંચો :-

હમાસે વધુ ૧૭ બંધકોની ત્રીજી બેચને મુક્ત કર્યા, ૩ વિદેશી નાગરિક અને ૧૪ ઈઝરાઇલી સામેલ

0

ઈઝરાઇલી રક્ષા દળોએ રવિવારે કહ્યુ કે હમાસે ૧૪ ઈઝરાઇલી બંધકો અને ત્રણ વિદેશી નાગરિક બંધકોની ત્રીજી બેચને મુક્ત કરી દીધી અને રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિને સોંપી દીધા. ઈઝરાઇલી જેલોમાંથી પેલેસ્ટાઈન કેદીઓ અને હમાસના આતંકીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલી બીજી બેચની મુક્તિ બાદ રવિવારે ઈઝરાઇલ અને હમાસની વચ્ચે યુદ્ધવિરામ પાટા પર પાછુ ફરતુ નજર આવ્યુ.

ગાઝા શાસક હમાસ દ્વારા રવિવારે ૯ બાળકો, ૪ મહિલાઓ અને એક રશિયન-ઈઝરાયલી બંધકને મુક્ત કરી દેવાયા. તેમના સંબંધીઓ, ઈઝરાઇલી મીડિયા અને બંધક ફેમિલી ફોરમ દ્વારા એએફપીને આપવામાં આવેલા એકાઉન્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. મુક્તિ બાદ લગભગ ૨૪૦થી મુક્ત બંધકોની કુલ સંખ્યા ૬૩ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ૭ ઓક્ટોબરે ઈઝરાઇલ પર અચાનક હમાલના હુમલા બાદ સેંકડો લોકોને બંધક બનાવીને ગાઝા લઈ જવાયા હતા.

શુક્રવારે ૧૩ ઈઝરાઇલી બંધકોને અને શનિવારે પણ આટલી જ સંખ્યામાં બંધકોને મુક્ત કરવામાં આવ્યા. જેના બદલામાં ઈઝરાઇલે શુક્રવારે ૩૯ પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરી દીધા. હમાસે કહ્યુ કે રવિવારે મુક્ત કરવામાં આવેલા રશિયન-ઈઝરાઇલ યુદ્ધ વિરામ કરારનો ભાગ નહોતા. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રયાસોના જવાબમાં તેમને મુક્ત કરી દીધા. પેલેસ્ટાઈન હમાસ જૂથે પણ રવિવારે ૩ થાઈલેન્ડ નાગરિકોને મુક્ત કર્યા. આ કરારની બહાર હમાસ દ્વારા ૧૪ થાઈલેન્ડ અને એક ફિલિપિનોને પહેલા જ મુક્ત કરી દીધા હતા.

આ પણ વાંચો :-

સુરતમાં ૨.૬ની તીવ્રતાનો ભૂકંપના આંચકા, ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી ૨૦ કિમી દૂર

0

ગુજરાતના સુરત શહેરમાં ૨.૬ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સવારે ૮ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો આવ્યો હતો. તેમજ ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી ૨૦ કિમી દૂર રહ્યું છે. તથા ગઇકાલે કચ્છના ભચાઉમાં ભૂકંપ આવ્યો હતો.

ગઇકાલે કચ્છની ધરતી ફરી એકવાર ધ્રૂજી હતી. આ વખતે આ આંચકો કચ્છ જિલ્લાના ભચાઉ અને તેની આસપાસના વિસ્તારમાં અનુભવાયો હોવાનું સામે આવ્યું હતુ. રાત્રે ૮.૫૪ના સુમારે આ ધરતીકંપનો આંચકો આવ્યો હોવાનું નોંધાયું છે. ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર ૭ પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.

ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવુ જોઇએ. વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો. ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય. ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે. ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું. દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

આ પણ વાંચો :-

ગુજરાતમાં કમોસમી વરસાદનો ચારે તરફ કહેર, છેલ્લા ૨૪ કલાકમાં ૧૮નાં મોત

0

રાજ્યમાં કમોસમી વરસાદની મોસમ ચાલી રહી છે. રાજ્યમાં ૨૩૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ૨૪ કલાકમાં સુરતમાં ૪.૫ અને ચુડામાં ૪.૨ ઈંચ વરસાદ નોધાયો છે. જ્યારે કામરેજ, કુકરમુંડા અને સાગબારામાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં ૪ ઈંચ તો નડિયાદમાં ૩ ઈંચ વરસાદ તેમજ ઓલપાડમાં ૨.૨ ઇંચ વરસાદ તો માંડવી અને ભાભરમાં ૨.૪ ઇંચ તેમજ અમરેલીમાં ૨.૮ ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ૧૮ લોકોના મૃત્યું થયા છે. વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં ૧૮ લોકોના મૃત્યું થયા છે. મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદમાં વિજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.

અંબાલાલ પટેલએ કહ્યું કે, ૩૦ નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. જંબુસર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આજે અને આવતીકાલે વાતાવરણ ચોખ્ખું થશે તેમ અંબાલાલ પટેલ જણાવ્યું છે

રાજ્યમાં વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં ૧૯ ડિગ્રી અને વડોદરા, રાજકોટમાં પણ ૧૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. બનાસકાંઠા અને ડીસામાં ૧૮ ડિગ્રી અને સુરતમાં ૨૨ ડિગ્રી તેમજ નલિયામાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો :-

૨૭ નવેમ્બર, ૨૦૨૩/ આજ સોમવાર ના દિવસે આ રાશિમાં નોકરી-ધંધામાં કેવો રહેશે, ધાર્મિક કાર્યોનું આયોજન બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છ. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ

દિવસ દરમ્યાન આનંદમાં વૃધ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

‌મિથુનઃ

આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂ મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ

નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂ-સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

‌સિંહઃ

નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ

ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રા‌િપ્‍ત‌ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ

ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃ‌શ્ચિકઃ

ભાગીદારી તથા પત્નિસુખમાં વૃધ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ

દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ-હાડકા નબળા થતા જણાય.

કુંભઃ

સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મી‌નઃ

પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

• ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો

• ઈઝરાઇલની એર સ્ટ્રાઇકમાં હમાસનો નેવી ફોર્સ કમાન્ડર ઠાર

૨૬ નવેમ્બર, ૨૦૨૩ / જાવક વધશે, શેરબજારમાં લાભ થશે… વૃશ્વિક સહિત આ રાશિના જાતકોને થશે લાભાલાભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષ:

દિવસ દરમ્યાન આનંદ રહે. પણ સ્વભાવમાં ઉગ્રતા, તામસી પ્રકૃતિ વધતી જણાય. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. માતાની તબિયત સાચવવી. માતૃપક્ષ તરફ મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ

આત્મબળ વધે. યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.

મિથુન:

સ્વભાવમાં જડતાપણું આવે. આવક વધતી જણાય. નાના-ભાઈ બહેનોને સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્ક:

દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે. ગુસ્સા ઉપર કાબુ રાખવો. માનસિક અસ્થિરતા વાળી વ્યક્તિનો રોગ વધતો જણાય. આર્થિક ક્ષેત્રે લાભ મળે. મિત્રો તરફથી સહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા હોદ્દો, માન વધતા જણાય.

સિંહઃ

રાજકીયક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અપ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ. માતા-પિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યા:

વિમા, વકીલાત, બેંક, ચાર્ટ કે અેકાઉન્ટન્ટનો વ્યવસાય ધરાવતી વ્યક્તિ માટે પ્રગતિ. પરિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગોથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધામાં સાનુકુળતા રહે.

તુલા:

ધારેલા શોખ પૂરા કરવામાં મુશ્કેલી આવે. જલ્દી ખોટું લાગી જાય. આર્થિક ક્ષેત્રે ફાયદો. પરિવારમાં સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

વૃશ્ચિક:

દિવસની શરૂઆત આનંદથી થાય. પણ પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો. બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.

ધન:

નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતુ સંતાનની તબિયત અંગેના પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથીની જીદ વધે. ધંધામાં પ્રગતિથ થતી જણાય.

મકર:

આજે આપ સુખ-શાંતિ-સમૃધ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય. માતાની તબિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાય. પત્નિની તબિયતની કાળજી રાખવી. હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.

કુંભઃ

પોતાનો કક્કો ખરો કરવાની વૃત્તિ વધે. આર્થિક મોરચે સફળતા. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પરિવારના સ્ત્રી સભ્યોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીયક્ષેત્રે યોગ્ય આયોજન કરી શકાય.

મીન:

સમાજસેવાની ભાવના પ્રબળ બને. પ્રતિષ્ઠામાં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. દિવસ આનંદમાં વ્યતિત થતો જણાય.

આ પણ વાંચો :-

• ખાલિસ્તાની સામર્થકોએ કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાની ધમકી!

• વીર દાસને ઈન્ટરનેશનલ એમી એવોર્ડથી સન્માનિત, એકતા કપૂરે રચ્યો ઈતિહાસ

અયોધ્યામાં રામમંદિર પાસે વિશાળ યાત્રી ભવન બનશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ

0

પીએમ મોદીના માર્ગદર્શનથી અયોધ્યામાં આકાર પામી રહેલા ભગવાન શ્રીરામના ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરાશે તેવી આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતા અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી હતી અને રામલલાના દર્શન કરી ભવ્ય મંદિર નિર્માણકાર્યનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઉપરાંત તેમણે હનુમાનગઢી મંદિરમાં હનુમાનજીના પણ દર્શન-અર્ચન કર્યા હતા.

આગામી ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જેને પગલે સમગ્ર અયોધ્યામાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે રામમંદિરની મુલાકાતે આવનાર દર્શનાર્થીઓ માટે સુવિધા ઉભી કરવાના હેતુથી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

• ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો

• ઈઝરાઇલની એર સ્ટ્રાઇકમાં હમાસનો નેવી ફોર્સ કમાન્ડર ઠાર

દિલ્હીના પત્રકાર સૌમ્યા વિશ્વનાથન મર્ડર કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

0

પત્રકાર સૌમ્યા વિશ્વનાથન મર્ડર કેસમાં સજાનું એલાન થઈ ગયુ છે. ચાર આરોપીઓને આજીવન કેદની સજા મળી છે. રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત સિંહ મલિક અને અજય કુમારને આ મર્ડર કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે ચારેય આરોપીઓને દંડ પણ ફટકાર્યો છે. તમામ દોષીતોને મકોકા હેઠળ સજા સંભળાવવામાં આવી છે. દિલ્હીની સાકેત કોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણી પૂરી કરીને નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. ચારેય આરોપીઓને બે મામલે અલગ-અલગ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

દિલ્હીની મહિલા ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ દિલ્હીના નેલ્સન મંડેલા માર્ગ પર થઈ હતી. ત્યારે સૌમ્યા નાઈટ શિફ્ટ કરીને ઓફિસેથી ઘરે પરત ફરી રહી હતી. પોલીસને સૌમ્યાનો મૃતદેહ તેની કારમાંથી મળ્યો હતો. આ હત્યા કેસની સૌથી ખાસ વાત એ છે કે, તેનો ખુલાસો કરવામાં પોલીસને લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો. પોલીસે કોઈ બીજા હત્યાકાંડમાં આરોપીઓની ધરપકડ કરી હતી જેમણે સૌમ્યાની હત્યાની વાત પણ કબૂલી લીધી હતી.

સુનાવણી દરમિયાન ન્યાયાધીશે સૌમ્યાની માતાને પૂછ્યું કે શું તેમને કંઈ કહેવું છે? તેના પર પીડિતાની માતાએ કહ્યું કે ૧૫ વર્ષ બાદ ન્યાય મળવો જોઈએ. મારા પતિ ICUમાં દાખલ છે અને તેઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ સાકેત કોર્ટે ચારેય દોષીઓ રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત સિંહ મલિક અને અજય કુમારને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ સૌમ્યાની હત્યા માટે દોષિત ઠેરવ્યા હતા. જ્યારે પાંચમો આરોપી અજય સેઠીને હત્યાનો નહીં પરંતુ લૂંટનો માલ પોતાના કબજામાં રાખવા માટે દોષીત ઠેરવ્યો હતો. જેના કારણે અજય સેઠીને IPCની સેક્શન ૪૧૧ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અજય સેઠીને ત્રણ વર્ષની સજા સંભળાવી છે.

બંને કેસમાં ચારેય દોષીતોને અલગ-અલગ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. બંને આજીવન કેદની સજા એક બાદ એક ચાલશે. હત્યામાં ૨૫-૨૫ હજાર રૂપિયા અને મકોકામાં ૧-૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલે કે ચારેયને બેવડી આજીવન કેદ સવા સવા લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો :-

• ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો

• ઈઝરાઇલની એર સ્ટ્રાઇકમાં હમાસનો નેવી ફોર્સ કમાન્ડર ઠાર