Home Blog Page 885

ટીમ ઈન્ડિયાની હારની ઉજવણી કરતાં સાત કાશ્મીરી વિદ્યાર્થીઓની ધરપકડ

0

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સાત કાશ્મીરી વિદ્યાર્થીઓની ૧૯ નવેમ્બરે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાન ઝિંદાબાદના નારાઓ વચ્ચે ઉજવણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ તૌકીર ભટ, મોહસિન ફારૂક વાની, આસિફ ગુલઝાર વાર, ઓમર નઝીર ડાર, સૈયદ ખાલિદ બુખારી, સમીર રાશિદ મીર અને ઉબેદ અહેમદ તરીકે કરી છે. UAPA જમાનત કડક શરતો લાગુ કરવામાં આવે છે અને આ કાયદા હેઠળ પકડાયેલા શકમંદો માટે નીચલી અદાલતોમાંથી રાહત મેળવવી ઘણીવાર મુશ્કેલ હોય છે.  વિદ્યાર્થીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમ ૧૩ અને ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૫ અને ૫૦૬ હેઠળ જાહેર દુષ્કર્મ અને ગુનાહિત ડરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ કેસમાં સટીક પુરાવાના આધારે UAPA લાદવામાં આવ્યો હતો . ફરિયાદમાં બિન-કાશ્મીરી વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે જોરથી ઉજવણી દરમિયાન જીવે જીવે પાકિસ્તાન જેવા સૂત્રોચ્ચાર અને ધમકીઓએ જમ્મુ અને કાશ્મીરની બહારથી આવતા અન્ય લોકોમાં ભય પેદા કર્યો હતો. ફરિયાદી કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરી સાયન્સ અને પશુપાલન અભ્યાસક્રમનો અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીઓમાં મોટાભાગના જમ્મુ-કાશ્મીરના છે. ઓસ્ટ્રેલિયાની જીત બાદ શ્રીનગર શહેરના ઘણા વિસ્તારોમાં ઉજવણી પણ કરવામાં આવી હતી, જેમાં કેટલીક જગ્યાની ફટાકડાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ભારતના બે પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનમાં ૬.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા

0

આજે સવાર-સવારમાં પાપુઆ ન્યૂ ગીની ઉપરાંત ભારતના બે પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી હતી. પાપુઆ ન્યૂ ગિનીના ઉત્તરી કિનારે ૬.૫ની તીવ્રતાના જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ પેસિફિક ટાપુના વેવાક શહેરથી થોડે દૂર દરિયાકિનારે લગભગ ૨૦ કિલોમીટર દૂર અનુભવાયો હતો.

પાકિસ્તાન અને ચીન પણ જોરદાર ભૂકંપથી હડકંપ મચી ગયો હતો. ચીનના જિજાંગમાં ૫.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તો બીજી તરફ પાકિસ્તાનમાં લોકોએ ૪.૩ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. હાલમાં હજુ સુધી આ ત્રણ દેશોમાંથી કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પણ વાંચો :-

ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂ ઓપરેશન યથાવાત, જાણો કામ ક્યાં સુધી પહોંચ્યું

0

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે ૧૭મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા ૪૧ મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. હવે વર્ટિકલની સાથે મેન્યુઅલ ડ્રિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એવામાં વધુ એક મુશ્કેલીરૂપી સમાચાર એવા છે કે હવામાન વિભાગે હિમવર્ષા અને વરસાદને લઇ એલર્ટ જારી કર્યું છે. જેના કારણે ઓપરેશન દરમિયાન વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે.

આજ સવારે ટનલની અંદર ચાલી રહેલા મેન્યુઅલ ડ્રિલિંગની તસવીરો પણ સામે આવી છે. પાઇપને દબાણ કરવા માટે ઓગર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ ૨ મીટર મેન્યુઅલ ડ્રિલિંગનું કામ પૂર્ણ થયું છે. માઈક્રો ટનલીંગ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, હોરીઝોન્ટલ ડ્રિલિંગનું કામ ગઈકાલે રાત્રે ખૂબ જ સારી રીતે ચાલ્યું હતું. સાથે વર્ટિકલ ડ્રિલિંગ દ્વારા પણ ૪૨ મીટર અને રેટ માઇનિંગ દ્વારા ૧૨ મીટર ખોદકામ પૂર્ણ થયું છે.

ઉત્તરકાશી સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધ સ્તરે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સમગ્ર ઓપરેશનની સમીક્ષા કરવા માટે સોમવારે પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પીકે મિશ્રા, ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધૂ અને અન્ય કેટલાક સીનિયર અધિકારી ઘટના સ્થળે હાજર રહ્યા હતા. આ વાતની માહિતી ઉત્તરાખંડ સરકારના સચિવ નીરજ ખૈરવાલે આપી હતી.

૨૮ નવેમ્બર, ૨૦૨૩ / ખર્ચનું પ્રમાણ અધિક, પ્રતિષ્ઠાને પહોંચશે હાનિ, આ રાશિના જાતકો દુખના દ’હાડા શરૂ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલું કાર્ય કરી શકાય. આવકમાં વૃધ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારીક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ

નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે કલા કારીગરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

‌મિથુનઃ

આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી, સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ

દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઇ-બહેન-પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારૂ રહેશે.

‌સિંહઃ

અભિમાનમાં વધારો થાય. સિધ્ધાંતવાદી વલણ રહે. ભાઇ-બહેન-પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યાઃ

દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થા. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ

સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બને. લાંચ-રૂશ્‍વત લેવાથી દૂર રહેવું, અન્યથા પકડાઇ જવાશે. લીવર નબળુ રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃ‌શ્ચિકઃ

વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન-ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ

મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. ‌દિવસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છૂટતો જણાય.

મકરઃ

દિવસન શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમ સંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ

નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નિના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઇ જાય.

મીનઃ

પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટીની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-

• માવઠામાં મૃતકોના વારસદારોને સહાયની જાહેરાત

• ગઝવા-એ-હિંદ મોડ્યુલ કેસમાં ગુજરાતના ગીર સોમનાથમાં NIAના દરોડા

ભારતના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન

0

ગુજરાત ટાઇટન્સ ટીમે IPL ૨૦૨૪ માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. શુભમન ગિલ વર્ષ ૨૦૨૪ IPLમાં ગુજરાતની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. શુભમન ગિલ પહેલા ગુજરાત ટાઇટન્સની કપ્તાની હાર્દિક પંડ્યાના હાથમાં હતી. હાર્દિક પંડયાએ પોતાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સને એકવાર ચેમ્પિયન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

ટાઈટન્સ ટીમે સુમન ગિલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.શુબમન ગિલ તેની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સને ટાઈટલ અપાવવાનો પ્રયાસ કરશે.હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક દિવસોથી મુશ્કેલીમાં છે. ચર્ચાઓનું વાતાવરણ ગરમાયું હતું પરંતુ સોમવારે ૨૭ નવેમ્બરે ગુજરાત ટાઈટલ્સની ટીમે પુષ્ટિ કરી હતી કે હાર્દિક પંડ્યા તેમની ટીમનો ભાગ નથી.

ગુજરાત ટાઇટન્સ ટીમ ચોક્કસપણે તેના મેચ વિજેતા ખેલાડીની ખોટ કરશે. હાર્દિક પંડ્યા બોલ અને બેટ બંનેથી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. કેપ્ટન તરીકે તેનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ ટીમ એક વખત ટાઇટલ જીતવામાં સફળ રહી હતી અને બીજી વખત ફાઇનલમાં પહોંચી હતી. ગુજરાત ટાઇટન્સ ટીમ હવે હાર્દિક પંડ્યાના સ્થાને નવા ઓલરાઉન્ડરની શોધ કરશે.

આ પણ વાંચો :-

• માવઠામાં મૃતકોના વારસદારોને સહાયની જાહેરાત

• ટાટા કંપનીને અમેરિકન જ્યુરી દ્વારા ૧૭૫૦ કરોડનો દંડ! આ કેશમાં TSC કોર્ટમાં જશે

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહની રાજકારણમાં એન્ટ્રી, જાણો કઈ પાર્ટીમાં જોડાવ્યા

0

ભોજપુરી ફિલ્મોની દુનિયામાં પોતાની સુંદરતા-અવાજ અને એકટિંગના બળે મજબૂત સ્થાન જમાવનાર અભિનેત્રી અક્ષરા સિંહ હવે રાજકારણમાં પગ મુકવા જઇ રહી છે. અભિનેત્રી પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજ પાર્ટીમાં જોડાઇને રાજકીય કારકિર્દીનો શુભારંભ કર્યો છે. અક્ષરા સિંહે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત રવિ કિશન સાથેની ફિલ્મ સત્યમેવ જયતેથી કરી હતી. તે વર્ષ ૨૦૧૦થી ભોજપુરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. તેની ગણના ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાં થાય છે.

રાજકારણના માસ્ટરમાઇન્ડ ગણાતા પ્રશાંત કિશોરના પક્ષ જનસુરાજ પાર્ટીનું સભ્યપદ મેળવતા પહેલા અક્ષરાએ પ્રશાંત કિશોર સાથે મુલાકાત પણ કરી હતી. એવું પણ શક્ય છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ તે પોતાનું ભાગ્ય અજમાવશે. બિહારની રાજધાની પટનાના પાટલિપુત્ર સ્થિત જનસુરાજ પાર્ટીના કાર્યાલયમાં પ્રશાંત કિશોરની હાજરીમાં તેઓ વિધિવત રીતે પક્ષમાં જોડાયા છે.

દક્ષિણ ભારતની જેમ યુપી બિહારના રાજકારણમાં પણ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા અભિનેતાઓ અભિનય છોડીને રાજકારણમાં પ્રવેશતા હોય છે. આ અભિનેતાઓ એક પક્ષના સભ્યથી લઇને સાંસદ તથા મંત્રી પદ પણ ભોગવતા હોવાના અનેક દાખલાઓ ભૂતકાળમાં બન્યા છે. ફિલ્મ કલાકારોની લોકપ્રિયતાનો ફાયદો સીધી રીતે પક્ષને મળતો હોવાથી પરસ્પર રાજનૈતિક સંબંધો સચવાતા હોય છે.

આ પણ વાંચો :-

ગઝવા-એ-હિંદ મોડ્યુલ કેસમાં ગુજરાતના ગીર સોમનાથમાં NIAના દરોડા

0

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ મોડ્યુલ કેસમાં ગુજરાત સહિત અન્ય 4 રાજ્યોમાં દરોડા પાડયા છે. NIAએ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં, મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં, ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં અને કેરળના કોઝિકોડ જિલ્લામાં શંકાસ્પદ સ્થળોએ સર્ચ ઓપરેશન આદર્યું છે. NIAએ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં તથા અન્ય ૪ રાજ્યોમાં ઈસ્લામિક આતંકી મોડ્યુલ ગઝવા-એ-હિંદ સાથેના કનેક્શન મામલે કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન કેટલીક શંકાસ્પદ બાબતો પણ સામે આવી છે. આ સિવાય પણ તપાસ એજન્સીએ ઘણા શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કર્યા છે.

NIAએ પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ સાથે આતંકી કનેક્શન મામલે ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરીને ઘણી જગ્યાએ દરોડા પાડયા હતા. સમગ્ર મિશનને ગુપ્ત રીતે કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. જે અંતર્ગત ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ૩ રાજ્યો મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કેરળમાં પણ NIAએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. NIAને ઘણા શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે. જેને ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

NIAની ટીમો દ્વારા ચાલી રહેલા દરોડામાં કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ સામે આવ્યા છે. જેનાથી પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. NIAની રિપોર્ટ મુજબ શંકાસ્પદો સંચાલકોના સંપર્કમાં હતા અને પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ જેવા ઈસ્લામિક આતંકી મોડ્યુલની ભારત વિરુદ્ધની પ્રવૃતિઓનો પ્રચાર પણ કરતાં હતા. હાલ તો દરોડા દરમિયાન શંકાસ્પદ દસ્તાવેજો અને મોબાઈલ ફોન, સીમ કાર્ડ જેવા ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. NIAની ટીમ તથા અન્ય સરકારી એજન્સીઓ આ ગઝવા-એ-હિંદ મોડ્યુલ વિશે વધુ તપાસ હાથ ધરશે.

આ પણ વાંચો :-

ટાટા કંપનીને અમેરિકન જ્યુરી દ્વારા ૧૭૫૦ કરોડનો દંડ! આ કેશમાં TCS કોર્ટમાં જશે

0

ભારત દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસ એવા ટાટા ગ્રૂપની IT ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને અમેરિકામાં મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, એક અમેરિકન જ્યુરીએ કંપનીને $૨૧૦ મિલિયનથી વધુ અથવા લગભગ ૧૭૫૦ કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ બાબત સાબિત થઈ નથી. જેથી ટીસીએસ મેનેજમેન્ટે જ્યુરીના આ નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરી છે. આ કેસનો હવે કોર્ટમાં નિર્ણય લેવામાં આવશે.

TCS પર આરોપ છે કે, “તેણે અમેરિકન IT કંપની ડિજિટલ ક્રોસ કનેકટ-DXCના સોર્સ કોડનો દુરુપયોગ કરીને તેનું TCS Banks નામનું સોફ્ટવેર પ્લેટફોર્મ વિકસાવ્યું છે. આ અંગે અમેરિકન જ્યુરીએ આ નિર્ણય લીધો છે. દેશની સૌથી મોટી IT કંપની TCS પર આરોપ લાગ્યો છે કે તેણે TCS Bancs નામના તેના સોફ્ટવેર પ્લેટફોર્મને વિકસાવવા માટે અમેરિકન IT કંપની DXC (અગાઉ CSC)ના સોર્સ કોડનો દુરુપયોગ કર્યો છે. આ કિસ્સામાં, એક અમેરિકન જ્યુરીએ ટિપ્પણી કરી છે કે, ટાટા ગ્રૂપની કંપની TCSએ અમેરિકન ફર્મના માલિકીના પ્લેટફોર્મને તોડીને વેપારના રહસ્યો સુધી પહોંચી ગયું હતું. પરંતુ આવી કોઈ બાબત હજુ સુધી સાબિત થઈ નથી કે કોઈ માહિતી કે પુરાવા જાણવા મળ્યા નથી.

અમેરિકન જ્યુરી દ્વારા ૨૧૦ મિલિયન ડોલરની ચૂકવણી અંગેના આ કેસને લઈ તાજેતરના એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે, TCS જ્યુરીના આ નિર્ણય સાથે સહમત નથી. આ મામલે હવે કોર્ટમાં નિર્ણય લેવામાં આવશે, જેમાં તમામ પક્ષકારો પાસેથી વધુ માહિતી માંગવામાં આવી છે. TCS કંપની આ મામલે તેની કાનૂની લડત ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, TCS ટાટા ગ્રૂપની સૌથી મોટી કંપનીઓમાંની એક છે અને તેનો બિઝનેસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. બજાર મૂલ્ય મુજબ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી તે દેશની બીજી સૌથી મોટી કંપની છે. જેનું માર્કેટ કેપિટલાઇઝેશન  રૂ. ૧૨.૬૫ લાખ કરોડનું રહેલું છે. ગયા શુક્રવારે TCS કંપનીના શેર ૧.૫૫ ટકાના ઘટાડા સાથે રૂ.૩૪૫૪ના સ્તરે બંધ થયા હતા.

આ પણ વાંચો :-

માવઠામાં મૃતકોના વારસદારોને સહાયની જાહેરાત

0

રાજ્યમાં કોમસમી વરસાદના કારણે અનેક જગ્યાએ ખાના ખરાબી થઈ છે. કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચૂકવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારોને ૪ લાખ સહાયની જોગવાઇ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે જાપાનની મુલાકાતે છે પરંતુ કમોસમી વરસાદ અંગે તાંગ મેળવી અધિકારીઓને સહાય અંગે સૂચના આપી છે. એક દિવસમાં કમોસમી વરસાદથી ૨૪નાં મોત થયા છે.

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ૨૪ લોકોના મૃત્યું થયા છે. વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં ૨૪ લોકોના મૃત્યું થયા છે. મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદમાં વિજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.

આ પણ વાંચો :-

અમેરિકામાં ૩પેલેસ્ટિનીયન વિદ્યાર્થીઓને ગોળી મારી, પરિજનોએ હેટક્રાઈમની ઘટના ગણાવી

0

અમેરિકાની કોલેજમાં ભણતાં ત્રણ પેલેસ્ટિની વિદ્યાર્થીઓને ગોળી મારી દેવાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. હવે તેમના પરિજનોએ અમેરિકી અધિકારીઓ સમક્ષ આ ઘટનાની હેટ ક્રાઈમ તરીકે તપાસ કરવા માગ કરી છે.

રોડ આઈલેન્ડમાં બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થી હિશામ અવતાની, પેન્સિલવેનિયાની હેવરફોર્ડ કોલેજના વિદ્યાર્થી કિન્નન અબ્દેલ હામિદ અને કનેક્ટિકટમાં ટ્રિનિટી કોલેજમાં ભણતાં તહસીન અહેમદને ગોળી મારી દેવામાં આવી હતી. આ બધાને શનિવારે રાતે વર્મોન્ટ યુનિવર્સિટીની નજીક ગોળી મારવામાં આવી હતી અને પોલીસે કહ્યું કે તેમની સારવાર હજુ ચાલે છે.

બર્લિંગ્ટન પોલીસે હજુ સુધી શૂટરની ઓળખ પણ કરી શકી નથી અને તેને પકડી પણ શકી નથી તથા આ હુમલો કેમ કરાયો તેના વિશે પણ હજુ કોઇ જાણકારી જાહેર કરવામાં આવી નથી. એક પેલેસ્ટાઇન સમર્થક સંગઠન મિડલ ઈસ્ટ અંડરસ્ટેન્ડિંગે કહ્યું કે વિદ્યાર્થીઓના પરિજનોએ રવિવારે સંસ્થાન દ્વારા પસાર એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે તપાસકાર એજન્સીઓને આ મામલે ગાઢ તપાસ કરવાનું આહ્વાન કરીએ છીએ જેમાં અમે તેને હેટ ક્રાઈમની ઘટના માનીએ છીએ. જ્યાં સુધી શૂટરને નહીં પકડવામાં આવે અમે સહજ નહીં થઈએ.