માવઠામાં મૃતકોના વારસદારોને સહાયની જાહેરાત

Share this story

રાજ્યમાં કોમસમી વરસાદના કારણે અનેક જગ્યાએ ખાના ખરાબી થઈ છે. કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચૂકવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારોને ૪ લાખ સહાયની જોગવાઇ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે જાપાનની મુલાકાતે છે પરંતુ કમોસમી વરસાદ અંગે તાંગ મેળવી અધિકારીઓને સહાય અંગે સૂચના આપી છે. એક દિવસમાં કમોસમી વરસાદથી ૨૪નાં મોત થયા છે.

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ૨૪ લોકોના મૃત્યું થયા છે. વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં ૨૪ લોકોના મૃત્યું થયા છે. મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદમાં વિજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.

આ પણ વાંચો :-