ટાટા કંપનીને અમેરિકન જ્યુરી દ્વારા ૧૭૫૦ કરોડનો દંડ! આ કેશમાં TCS કોર્ટમાં જશે

Share this story

ભારત દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસ એવા ટાટા ગ્રૂપની IT ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને અમેરિકામાં મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, એક અમેરિકન જ્યુરીએ કંપનીને $૨૧૦ મિલિયનથી વધુ અથવા લગભગ ૧૭૫૦ કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ બાબત સાબિત થઈ નથી. જેથી ટીસીએસ મેનેજમેન્ટે જ્યુરીના આ નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરી છે. આ કેસનો હવે કોર્ટમાં નિર્ણય લેવામાં આવશે.

TCS પર આરોપ છે કે, “તેણે અમેરિકન IT કંપની ડિજિટલ ક્રોસ કનેકટ-DXCના સોર્સ કોડનો દુરુપયોગ કરીને તેનું TCS Banks નામનું સોફ્ટવેર પ્લેટફોર્મ વિકસાવ્યું છે. આ અંગે અમેરિકન જ્યુરીએ આ નિર્ણય લીધો છે. દેશની સૌથી મોટી IT કંપની TCS પર આરોપ લાગ્યો છે કે તેણે TCS Bancs નામના તેના સોફ્ટવેર પ્લેટફોર્મને વિકસાવવા માટે અમેરિકન IT કંપની DXC (અગાઉ CSC)ના સોર્સ કોડનો દુરુપયોગ કર્યો છે. આ કિસ્સામાં, એક અમેરિકન જ્યુરીએ ટિપ્પણી કરી છે કે, ટાટા ગ્રૂપની કંપની TCSએ અમેરિકન ફર્મના માલિકીના પ્લેટફોર્મને તોડીને વેપારના રહસ્યો સુધી પહોંચી ગયું હતું. પરંતુ આવી કોઈ બાબત હજુ સુધી સાબિત થઈ નથી કે કોઈ માહિતી કે પુરાવા જાણવા મળ્યા નથી.

અમેરિકન જ્યુરી દ્વારા ૨૧૦ મિલિયન ડોલરની ચૂકવણી અંગેના આ કેસને લઈ તાજેતરના એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે, TCS જ્યુરીના આ નિર્ણય સાથે સહમત નથી. આ મામલે હવે કોર્ટમાં નિર્ણય લેવામાં આવશે, જેમાં તમામ પક્ષકારો પાસેથી વધુ માહિતી માંગવામાં આવી છે. TCS કંપની આ મામલે તેની કાનૂની લડત ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, TCS ટાટા ગ્રૂપની સૌથી મોટી કંપનીઓમાંની એક છે અને તેનો બિઝનેસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. બજાર મૂલ્ય મુજબ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી તે દેશની બીજી સૌથી મોટી કંપની છે. જેનું માર્કેટ કેપિટલાઇઝેશન  રૂ. ૧૨.૬૫ લાખ કરોડનું રહેલું છે. ગયા શુક્રવારે TCS કંપનીના શેર ૧.૫૫ ટકાના ઘટાડા સાથે રૂ.૩૪૫૪ના સ્તરે બંધ થયા હતા.

આ પણ વાંચો :-