અમેરિકામાં ૩પેલેસ્ટિનીયન વિદ્યાર્થીઓને ગોળી મારી, પરિજનોએ હેટક્રાઈમની ઘટના ગણાવી

Share this story

અમેરિકાની કોલેજમાં ભણતાં ત્રણ પેલેસ્ટિની વિદ્યાર્થીઓને ગોળી મારી દેવાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. હવે તેમના પરિજનોએ અમેરિકી અધિકારીઓ સમક્ષ આ ઘટનાની હેટ ક્રાઈમ તરીકે તપાસ કરવા માગ કરી છે.

રોડ આઈલેન્ડમાં બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થી હિશામ અવતાની, પેન્સિલવેનિયાની હેવરફોર્ડ કોલેજના વિદ્યાર્થી કિન્નન અબ્દેલ હામિદ અને કનેક્ટિકટમાં ટ્રિનિટી કોલેજમાં ભણતાં તહસીન અહેમદને ગોળી મારી દેવામાં આવી હતી. આ બધાને શનિવારે રાતે વર્મોન્ટ યુનિવર્સિટીની નજીક ગોળી મારવામાં આવી હતી અને પોલીસે કહ્યું કે તેમની સારવાર હજુ ચાલે છે.

બર્લિંગ્ટન પોલીસે હજુ સુધી શૂટરની ઓળખ પણ કરી શકી નથી અને તેને પકડી પણ શકી નથી તથા આ હુમલો કેમ કરાયો તેના વિશે પણ હજુ કોઇ જાણકારી જાહેર કરવામાં આવી નથી. એક પેલેસ્ટાઇન સમર્થક સંગઠન મિડલ ઈસ્ટ અંડરસ્ટેન્ડિંગે કહ્યું કે વિદ્યાર્થીઓના પરિજનોએ રવિવારે સંસ્થાન દ્વારા પસાર એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે તપાસકાર એજન્સીઓને આ મામલે ગાઢ તપાસ કરવાનું આહ્વાન કરીએ છીએ જેમાં અમે તેને હેટ ક્રાઈમની ઘટના માનીએ છીએ. જ્યાં સુધી શૂટરને નહીં પકડવામાં આવે અમે સહજ નહીં થઈએ.