હમાસે વધુ ૧૭ બંધકોની ત્રીજી બેચને મુક્ત કર્યા, ૩ વિદેશી નાગરિક અને ૧૪ ઈઝરાઇલી સામેલ

Share this story

ઈઝરાઇલી રક્ષા દળોએ રવિવારે કહ્યુ કે હમાસે ૧૪ ઈઝરાઇલી બંધકો અને ત્રણ વિદેશી નાગરિક બંધકોની ત્રીજી બેચને મુક્ત કરી દીધી અને રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિને સોંપી દીધા. ઈઝરાઇલી જેલોમાંથી પેલેસ્ટાઈન કેદીઓ અને હમાસના આતંકીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલી બીજી બેચની મુક્તિ બાદ રવિવારે ઈઝરાઇલ અને હમાસની વચ્ચે યુદ્ધવિરામ પાટા પર પાછુ ફરતુ નજર આવ્યુ.

ગાઝા શાસક હમાસ દ્વારા રવિવારે ૯ બાળકો, ૪ મહિલાઓ અને એક રશિયન-ઈઝરાયલી બંધકને મુક્ત કરી દેવાયા. તેમના સંબંધીઓ, ઈઝરાઇલી મીડિયા અને બંધક ફેમિલી ફોરમ દ્વારા એએફપીને આપવામાં આવેલા એકાઉન્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. મુક્તિ બાદ લગભગ ૨૪૦થી મુક્ત બંધકોની કુલ સંખ્યા ૬૩ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ૭ ઓક્ટોબરે ઈઝરાઇલ પર અચાનક હમાલના હુમલા બાદ સેંકડો લોકોને બંધક બનાવીને ગાઝા લઈ જવાયા હતા.

શુક્રવારે ૧૩ ઈઝરાઇલી બંધકોને અને શનિવારે પણ આટલી જ સંખ્યામાં બંધકોને મુક્ત કરવામાં આવ્યા. જેના બદલામાં ઈઝરાઇલે શુક્રવારે ૩૯ પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરી દીધા. હમાસે કહ્યુ કે રવિવારે મુક્ત કરવામાં આવેલા રશિયન-ઈઝરાઇલ યુદ્ધ વિરામ કરારનો ભાગ નહોતા. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રયાસોના જવાબમાં તેમને મુક્ત કરી દીધા. પેલેસ્ટાઈન હમાસ જૂથે પણ રવિવારે ૩ થાઈલેન્ડ નાગરિકોને મુક્ત કર્યા. આ કરારની બહાર હમાસ દ્વારા ૧૪ થાઈલેન્ડ અને એક ફિલિપિનોને પહેલા જ મુક્ત કરી દીધા હતા.

આ પણ વાંચો :-