Home Blog Page 884

સુરત પોલીસે ગેંગસ્ટર ચિરાગ ભરવાડને કરાવ્યુ રીકન્સ્ટ્રક્શન, હત્યા,વ્યાજખોરી સહિતના ૧૬ ગંભીર ગુનાનો આરોપી

0

સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં કુખ્યાત ચિરાગ ભરવાડએ ક્રાઇમની દુનિયામાં કાંઈ બાકી જ ન રાખ્યું હોય તેમ અનેક ગુનામાં તેમની સંડોવણી ખુલી છે. ધારાસભ્યના ભાઈ પર હુમલાથી માંડી ચમડાતોડ વ્યાજની વસુલાત સહિત ૧૬ થી વધુ ગુનાઓનો તેમના માથા પર આરોપ છે. ત્યારે કૌભાંડી કરૂણેશને મદદ કરનારા માથાભારે ચિરાગ રેવા મેર ઉર્ફે ભરવાડનું સુરત પોલીસે આજે સરઘસ કાઢ્યુ હતું.

ઉતરાણ વિસ્તારમાં માથાભારે ચિરાગ ભરવાડે ધારાસભ્યના ભાઈ પર હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે આજે સુરત પોલીસે ચિરાગ ભરવાડનું આજે સરઘસ કાઢ્યું હતું. વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલા ગેંગસ્ટરનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. જે જગ્યા પર ગેંગસ્ટર ચિરાગે હુમલો કર્યો હતો ત્યાં ઘટનાનું આજે રીકંસ્ટ્રકશન કરાયું હતું.

આરોપી ચિરાગ ભરવાડ પર હત્યા, વ્યાજ વટાવ સહિતના ગંભીર ગુનાઓ દાખલ છે. ૧૬થી વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલા ચિરાગ ભરવાડના ચહેરા પર એક પણ ગુનાનો અફસોસ જોવા મળતો ન હતો.. ઉલટાનો પોતાનો રૌફ જમાવતો હોય તેવુ જોવા મળ્યું હતું. મૂળ બોટાદ જિલ્લાના સ્વામિનારાયણ ગઢડાના માંડવા ગામનો ચિરાહ વતની છે. આરોપી ચિરાગ જીગ્નેશનગર, પટેલનગરની બાજુમાં ડીંડોલી બ્રીજ પાસે, ગોડાદરા અને એલીગેન્ઝા હાઈટસની સામે સહિત અનેક જગ્યાઓ પર તે હવાલા અને સોપારીને લઈને ગેરકાયદેસર કામ કરતો હતો.

આ પણ વાંચો :-

• ખેડામાં સીરપ કાંડ બાદ ગુજરાત પોલિસ જાગી રાજ્ય માથી લાખોની સીરપ જપ્ત

• બેંગલુરુમાં ૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

૨૦૦૦ની ૯૭% નોટો બેન્કમાં થઈ જમા, જાણો આ રીતે જ કરાવી શકશો એક્સચેન્જ

0

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૧૯ મે ૨૦૨૩ના રોજ રૂ. ૨૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. RBIએ કહ્યું છે કે હજુ પણ ૯૭૬૦ કરોડ રૂપિયાની ૨૦૦૦ની નોટો લોકો પાસે છે જ્યારે ૯૭% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર જે દિવસે ૨૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે દિવસે ૨૦૦૦ રૂપિયાની ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. લોકોને ૨૦૦૦ રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા માટે 30મી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. RBIએ ૨૦૦૦ રૂપિયાની નોટ જમા અને બદલવા માટે સમયમર્યાદા વધારીને ૭ ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી. નોટ જમા કરાવવા તેમજ બદલવાની છેલ્લી તારીખના મહિના બાદ પણ હજુ પણ ૨.૭ ટકા નોટો લોકો પાસે છે જે બેંકમાં જમાં કરાવી નથી. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર ૨૦૦૦ રૂપિયાની બેંકમાં અત્યાર સુધીમાં ૯૭.૨૬% નોટો જ જમા થઈ છે.

RBIના જણાવ્યા અનુસાર, માર્ચ ૨૦૧૭ પહેલા રૂ. ૨૦૦૦ના મૂલ્યની બેંકનોટમાંથી લગભગ ૮૯% જારી કરવામાં આવી હતી. ચલણમાં રહેલી આ બેંક નોટોનું કુલ મૂલ્ય ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ તેની ટોચ પરના ૬.૭૩ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ ૩.૬૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું, જે ચલણમાં રહેલી નોટોના માત્ર ૧૦.૮ ટકા છે. RBIને એ પણ જાણવા મળ્યું કે, આ નોટનો સામાન્ય રીતે વ્યવહારો માટે ઉપયોગ થતો નથી. વધુમાં, અન્ય મૂલ્યોની બેંક નોટોનો સ્ટોક લોકોની ચલણી જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો રહે છે.

આ પણ વાંચો :-

જામનગરમાં વિદ્યાર્થીના અપહરણ કરાયા બાદ હત્યા કરાતાં મચી ખળભળાટ

0

જામનગરમાં સગીરનું અપહરણ કરાયા બાદ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ધોળા દિવસે ૧૧માં ધોરણના વિદ્યાર્થીનું બાઇક પર અપહરણ કર્યા બાદ તેની કરપીણ હત્યા કરી દેવાઈ છે. પહેલા આ વિદ્યાર્થીના અપહરણને લઈ અફરાતફરીના માહોલ વચ્ચે પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે CCTV કેમેરા ચેક કર્યા બાદ આરોપીઓને ઝડપી પાડવા કવાયત કરી હતી. જે બાદમાં એક અવાવરુ જગ્યાએથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પરિજનો ભાંગી પડ્યા હતા. આ તરફ હવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર ૧૫માં બ્લોક નંબર ૩૦૨માં રહેતા અને કેટરર્સ તરીકે નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયાના ૧૭ વર્ષના પુત્રનું અપહરણ કરાયું હતું. વિગતો મુજબ ગઈકાલે બપોરે ૦૧:૦૦ વાગ્યે ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતો ગોપાલભાઈનો પુત્ર સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. જે બાદમાં આ વિદ્યાર્થી એકાએક લાપતા બન્યો હતો.

પરિવારજનો દ્વારા ભારે શોધખોળ પછી પણ તેનો કોઈ પતો નહીં લગતા આખરે સીટી એ. ડિવિઝન નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં અપહરણ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ તરફ પોલીસ દ્વારા મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જ્યાં મોહન નગર આવાસના બિલ્ડીંગના CCTV કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

મણીપુરની PNB બેંકમાં ૧૮.૮૫ કરોડ રૂપિયાની લૂંટ

0

મણિપુરના ઉખરુલ શહેરમાં ગુરૂવારે પંજાબ નેશનલ બેંક (PNB)ની એક શાખામાં લૂંટની મોટી ઘટના બની હતી. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અજાણ્યા સશસ્ત્ર ડાકુઓએ ઉખરુલમાં સ્થિત PNB શાખામાં લૂંટ ચલાવી હતી અને ૧૮.૮૫ કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. પોલીસે પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું કે, ૮ થી ૧૦ સશસ્ત્ર માણસો બપોરે ઉખરુલ શહેરના વ્યૂલેન્ડ-૧ સ્થિત PNB બેંકની શાખા પર ત્રાટક્યા હતા. તે સમયે બેંકના કર્મચારીઓ આખા દિવસની લેવડદેવડ પછી પૈસાની ગણતરી કરી રહ્યા હતા.

હથિયારબંધ લૂંટારૂઓ પૈસાની ગણતરી કરતા સુરક્ષા કર્મચારીઓ પાસે પહોંચ્યા અને PNB શાખાના કર્મચારીઓને ઘેરી લીધા હતા. ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓ અને બેંક કર્મચારીઓને બંદૂકની અણી પર દોરડાથી બાંધી દેવામાં આવ્યા હતા. લૂ્ંટારૂઓએ રોકડ લઈને જતા સમયે સુરક્ષા કર્મચારીઓ અને બેંક કર્મચારીઓને સ્ટોર રૂમની અંદરથી બંધ કરી દીધા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ સુરક્ષા દળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બેંક ઓથોરિટીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો :-

CBSE બોર્ડે ૧૦મી અને ૧૨મીની પરીક્ષા પહેલા કર્યો મોટો ફેરફાર

0

CBSE બોર્ડે ૧૦મી અને ૧૨મીની પરીક્ષા પહેલા મોટો ફેરફાર કર્યો છે. બોર્ડે આ અંગે મહત્વની માહિતી જાહેર કરી છે. તેની સૂચના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર પોસ્ટ કરવામાં આવી છે. આ મુજબ, વર્ષ ૨૦૨૪માં CBSE બોર્ડની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વિભાગ, રેન્ક અથવા ડિસ્ટ્રિક્શન માર્કસ આપવામાં આવશે નહીં.

CBSE એ સત્તાવાર સૂચનામાં જણાવ્યું છે કે પરીક્ષા પેટા-નિયમોના પ્રકરણ ૭ ની પેટા કલમ ૪૦.૧ (૩) મુજબ, કોઈ ટકા કે ડિવિઝન આપવામાં આવશે નહીં. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્કસની ટકાવારીની ગણતરીને લઈને ઘણી વખત સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિમાં સીબીએસઈએ નિર્ણય લીધો છે કે કોઈ ડિવિઝનની ગણતરી કરવામાં આવશે નહીં. CBSEના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને અસર થશે.

ભારદ્વાજે કહ્યું કે બોર્ડ માર્ક્સની ટકાવારીની ગણતરી, જાહેરાત કે સૂચના આપતું નથી. તેમણે કહ્યું કે જો હાયર એજ્યુકેશન કે રોજગારી માટે માર્ક્સની ટકાવારીની જરૂર હોય તો ઈન્સ્ટિટ્યૂટ કે નોકરી આપનાર ખુદ માર્ક્સની ગણતરી કરી શકશે. બોર્ડે માર્ક્સને લઇને મચેલી હોડલ અને અનહેલ્દી કોમ્પિટિશનથી બચવા માટે આ નિર્ણય કર્યો છે. અગાઉ બોર્ડે મેરિટ લિસ્ટ જારી કરવાની પ્રથા પણ ખતમ કરી હતી.

આ પણ વાંચો :-

બેંગલુરુમાં ૧૫ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

0

બેંગલુરુના જુદા જુદા ભાગોમાં ઓછામાં ઓછી ૧૫ શાળાઓના પરિસરમાં અરાજકતા પ્રવર્તી હતી જ્યારે વહીવટી કર્મચારીઓને મેઈલ મળ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સંસ્થામાં બોમ્બ મુકવામાં આવ્યા છે અને ગમે ત્યારે ટ્રિગર થઈ શકે છે. બેંગલુરુના પોલીસ કમિશનર બી દયાનંદે જણાવ્યું હતું કે, ઘણી તોડફોડ વિરોધી ટીમો શાળાના પરિસરને સ્કેન કરી રહી હતી અને તેમને કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી.

બેંગલુરુની અનેક શાળાઓને શુક્રવારે સવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હતી, જેના કારણે સત્તાવાળાઓને શહેર પોલીસની બોમ્બ ટુકડીઓ દ્વારા તપાસ માટે વિદ્યાર્થીઓને બહાર કાઢવાની ફરજ પડી હતી, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. શુક્રવારે મળેલા ઈમેલ્સ મૂળના આઈપી એડ્રેસને માસ્ક કરીને વિવિધ એડ્રેસ પરથી મોકલવામાં આવ્યા હતા. ૫,૦૦૦ થી વધુ બાળકો ધરાવતી ૧૫ જેટલી શાળાઓએ શુક્રવારે ધમકીઓને પગલે કટોકટીના પગલાં લેવાની ફરજ પડી છે, જેમાં બાળકોને ઘરે પાછા મોકલવા અથવા વર્ગોમાં પાછા ફરવા માટે પોલીસ મંજૂરીની રાહ જોવા સહિતનો સમાવેશ થાય છે.

અમે આજે શાળામાં એક અણધારી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. અજ્ઞાત સ્ત્રોતો તરફથી શાળાને સુરક્ષાની ધમકી મળી છે. અમે અમારા બાળકોની સુરક્ષાને અત્યંત પ્રાથમિકતા પર રાખીએ છીએ, અમે વિદ્યાર્થીઓને તરત જ બહાર કાઢવાનું નક્કી કર્યું છે, શુક્રવારની સવારે NEEV સ્કૂલ તરફથી વાલીઓને એક સંદેશમાં જણાવવામાં આવ્યું. બોમ્બ સ્ક્વોડની સલાહ મુજબ બાળકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. અમે જોખમનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ પરંતુ સલામતી માટે બાળકો ઘરે જાય છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં પૂર્વ IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈને કર્યો આપધાત

0

અમદાવાદ શહેરમાં IPS અધિકારીના પત્નીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા IPS રાજન સુસરાના પત્નીએ આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ આપઘાતને લઈને સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં સાંગરીલા બંગ્લોઝમાં IPS અધિકારી રાજન સુસરા પરિવાર સાથે રહે છે. તેમની પત્નીએ આજે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. તેમણે કયા કારણે આપઘાત કર્યો તે અંગે હાલ કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી. આ અંગે ઝોન-૭ DCP તરૂણ દુગ્ગલે મીડિયાને જણાવ્યું હતું કે, અમને માહિતી મળ્યા બાદ અમારી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હાલ આપઘાત પાછળનું કારણ અમને જાણવા મળ્યું નથી.

ગઈકાલે જ સુરતથી અમદાવાદ પરત આવ્યાં હતાં. વલસાડમાં મરિન સિક્યોરિટી SP રાજન સુસરાએ પાટીદાર અનામત આંદોલન વખતે અભૂતપૂર્વ ભૂમિકા ભજવી હતી. એ વખતે આનંદીબહેન પટેલ સરકારમાં તેઓ મોરબી કે સુરેન્દ્રનગર જિલ્લામા SP હતા. તેમણે હાર્દિક પટેલને જેલ ભેગા કર્યા હતા.

આ પણ વાંચો :-

ખેડા સીરપકાંડ બાદ ગુજરાત પોલીસ એલર્ટ, રાજ્યવ્યાપી દરોડામાં લાખોની સીરપ જપ્ત

0

ગુજરાતમાં ખેડા જિલ્લાના નડિયાદ અને મહુધા તાલુકાના બે ગામોમાં છેલ્લા બે દિવસમાં ૬ લોકોના શંકાસ્પદ રીતે મોત થયા છે. મૃતકો પાસેથી આયુર્વેદિક સિરપની બોટલો મળી આવી છે, આ બોટલ પર અમદાવાદના જુહાપુરાનું સરનામું લખેલું છે. જેના આધારે પોલીસે હાલમાં ૩ ઈસમોની ધરપકડ કરી છે. ખેડામાં સીરપ કાંડ બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી હતી. રાજ્યના અનેક શહેરોમાં પોલીસ દ્ધારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણામાંથી નશીલી સીરપનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ખેડામાં બનેલી ઘટના બાદ મહેસાણા જિલ્લા પોલીસ એકશન એક્શનમાં આવી હતી.

એસ.ઓ.જી પોલીસની ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી  સીરપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ગુજરાત ડેરી નામના પાર્લરમાં થી નશીલી સીરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ૨૩૧૩ બોટર સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો જેની કિંમત ૩,૪૬,૯૫૦ રૂપિયા થાય છે. મહેસાણા પોલીસે વિવિધ પાર્લર પર દરોડા પાડી નશીલી સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો.

મોરબીના પીપળી રોડ પર ઓમ કોમ્પલેક્ષમાં દરોડા પાડ્યા હતા. શિવ કિરાણા સ્ટોરમાંથી આયુર્વેદિક સીરપ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે ૮૦ બોટલ આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. આ બોટલની કિંમત અંદાજે ૧૨ હજાર રૂપિયા થાય છે. પોલીસે દુકાનદાર મહેશ દામજી ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીના બાબરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આયુર્વેદીક સીરપનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. બાબરાના દર્શન પાન નામની દુકાનમાંથી સીરપનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. બાબરા પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા દુકાન અને ઘરેથી ૭૫ પેટી સીરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એક પેટીમાં ૪૦ બોટલ સાથે કુલ મળી ૩૦૦૦ હજાર સીરપની બોટલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. એક બોટલ ની કિંમત ૧૫૦ રૂપિયા છે જેથી કુલ મળી રૂપિયા ૪ લાખ ૫૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. દુકાનદાર કશ્યપ મૂળશંકરભાઈ તેરૈયાની બાબરા પોલીસે અટકાયત કરી હતી.

નડિયાદ તાલુકાના બિલોદરા અને મહુધા તાલુકાના બગડું ગામે શંકાસ્પદ આર્યુવેદિક સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા છે જે મામલે વડોદરા એસઓજી પોલીસ દ્ધારા ૨૦ થી વધુ મેડિકલ દુકાનોમાં સીરપનું ચેકિંગ હાથ ધરાયું હતું જોકે કોઈપણ શંકાસ્પદ સીરપ મળી આવી નથી. ખેડા જિલ્લામાં બે દિવસમાં છ વ્યકિતના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ હતી. બે દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગઇ હતી

આ પણ વાંચો :-

 

ઓડિશામાં વહેલી સવારે માર્ગ અકસ્માતમાં ૮ લોકોના મૃત્યુ, ૧૨ની હાલત ગંભીર

0

ઓડિશાના કેઓંઝર જિલ્લામાં NH-૨૦ હાઇવે પર શુક્રવારે સવારે મુસાફરોથી ભરેલી વાન પાર્ક કરેલી ટ્રકને ટક્કર મારતાંમાર્ગ અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં ૮ લોકોના મૃત્યુ થયા છે જ્યારે ૧૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ મૃતકો ગંજમના દિગાપહાંડીના રહેવાસી હતા. અકસ્માત પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

પોદામરી ગામના ૨૦ લોકો એક વાનમાં જિલ્લાના મા તારિણી મંદિર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જેમાંથી સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે અન્યનું ઘાટગાંવ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. શરૂઆતમાં ઘાયલોને ઘાટગાંવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને કટકની SCB મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાનના ટુકડા થઈ ગયા હતા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ હતી, ૨૦ લોકોથી ભરેલી વાન ખૂબ જ ઝડપે જઈ રહી હતી અને તે દરમિયાન તે ટ્રક સાથે અથડાઈ હતી. ધુમ્મસ હોવાના કારણે આશંકા છે કે વાનનો ડ્રાઈવર ટ્રક જોવા માટે સક્ષમ ન હોવાથી અકસ્માત થયો હશે. વાનમાં બે પરિવારો અને તેમના પડોશમાં રહેતા લોકો ગુરુવારે રાત્રે મા તારિણીના દર્શન કરવા માટે તેમના ઘરેથી નીકળ્યા હતા અને શુક્રવારે સવારે ૫ વાગ્યાની આસપાસ આ દુ:ખદ અકસ્માત થયો હતો.

આ પણ વાંચો :-

૫ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થતાં જ ફરી મોટો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં વધારો

0

દેશના ૫ રાજ્યોમાં ગઈકાલે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને હવે પરિણામની જ રાહ જોવાઈ રહી છે ત્યારે આજથી LPG સિલિન્ડરના ભાવમાં વધારો થઈ ગયો છે. આ વધારો ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર થયો છે અને તેની કિંમતમાં ૨૧ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.

આજથી તમારે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે ૧૭૯૬.૫૦ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ગયા મહિને એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર ૧૭૭૫.૫૦ રૂપિયા હતી. જ્યારે બીજી બાજુ રાહતના સમાચાર એ છે કે સબસિડીવાળા ૧૪.૨ કિગ્રા ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય એલપીજી સિલિન્ડર ગ્રાહકોને ન તો કોઈ રાહત મળી છે કે ન તો તેમના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે ૧ નવેમ્બરે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. LPGના ભાવ ૧૯ કિગ્રાવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર વધ્યા હતા.

૧ ઓક્ટોબરે એલપીજીના ભાવ ૧૭૩૧.૫૦ રૂપિયા હતા જ્યારે ૧ નવેમ્બરે તેના રેટ ૧૦૧.૫૦ રૂપિયા મોંઘો થયો હતો અને આ ૧૮૩૩ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો હતો. ત્યાર બાદ ૧૬ નવેમ્બરે કોમર્શિયલ ગેસના ભાવ ઓછા થયા હતા અને આ ૫૭.૦૫ રૂપિયા સસ્તો થઈને ૧૭૭૫.૫૦ રૂપિયા પર આવી ગયો હતો.

આ પણ વાંચો :-