ઓડિશામાં વહેલી સવારે માર્ગ અકસ્માતમાં ૮ લોકોના મૃત્યુ, ૧૨ની હાલત ગંભીર

Share this story

ઓડિશાના કેઓંઝર જિલ્લામાં NH-૨૦ હાઇવે પર શુક્રવારે સવારે મુસાફરોથી ભરેલી વાન પાર્ક કરેલી ટ્રકને ટક્કર મારતાંમાર્ગ અકસ્મા સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં ૮ લોકોના મૃત્યુ થયા છે જ્યારે ૧૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ મૃતકો ગંજમના દિગાપહાંડીના રહેવાસી હતા. અકસ્માત પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

પોદામરી ગામના ૨૦ લોકો એક વાનમાં જિલ્લાના મા તારિણી મંદિર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જેમાંથી સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે અન્યનું ઘાટગાંવ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. શરૂઆતમાં ઘાયલોને ઘાટગાંવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને કટકની SCB મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાનના ટુકડા થઈ ગયા હતા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ હતી, ૨૦ લોકોથી ભરેલી વાન ખૂબ જ ઝડપે જઈ રહી હતી અને તે દરમિયાન તે ટ્રક સાથે અથડાઈ હતી. ધુમ્મસ હોવાના કારણે આશંકા છે કે વાનનો ડ્રાઈવર ટ્રક જોવા માટે સક્ષમ ન હોવાથી અકસ્માત થયો હશે. વાનમાં બે પરિવારો અને તેમના પડોશમાં રહેતા લોકો ગુરુવારે રાત્રે મા તારિણીના દર્શન કરવા માટે તેમના ઘરેથી નીકળ્યા હતા અને શુક્રવારે સવારે ૫ વાગ્યાની આસપાસ આ દુ:ખદ અકસ્માત થયો હતો.

આ પણ વાંચો :-