૨૦૦૦ની ૯૭% નોટો બેન્કમાં થઈ જમા, જાણો આ રીતે જ કરાવી શકશો એક્સચેન્જ

Share this story

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૧૯ મે ૨૦૨૩ના રોજ રૂ. ૨૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. RBIએ કહ્યું છે કે હજુ પણ ૯૭૬૦ કરોડ રૂપિયાની ૨૦૦૦ની નોટો લોકો પાસે છે જ્યારે ૯૭% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર જે દિવસે ૨૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે દિવસે ૨૦૦૦ રૂપિયાની ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. લોકોને ૨૦૦૦ રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા માટે 30મી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. RBIએ ૨૦૦૦ રૂપિયાની નોટ જમા અને બદલવા માટે સમયમર્યાદા વધારીને ૭ ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી. નોટ જમા કરાવવા તેમજ બદલવાની છેલ્લી તારીખના મહિના બાદ પણ હજુ પણ ૨.૭ ટકા નોટો લોકો પાસે છે જે બેંકમાં જમાં કરાવી નથી. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર ૨૦૦૦ રૂપિયાની બેંકમાં અત્યાર સુધીમાં ૯૭.૨૬% નોટો જ જમા થઈ છે.

RBIના જણાવ્યા અનુસાર, માર્ચ ૨૦૧૭ પહેલા રૂ. ૨૦૦૦ના મૂલ્યની બેંકનોટમાંથી લગભગ ૮૯% જારી કરવામાં આવી હતી. ચલણમાં રહેલી આ બેંક નોટોનું કુલ મૂલ્ય ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ તેની ટોચ પરના ૬.૭૩ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ ૩.૬૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું, જે ચલણમાં રહેલી નોટોના માત્ર ૧૦.૮ ટકા છે. RBIને એ પણ જાણવા મળ્યું કે, આ નોટનો સામાન્ય રીતે વ્યવહારો માટે ઉપયોગ થતો નથી. વધુમાં, અન્ય મૂલ્યોની બેંક નોટોનો સ્ટોક લોકોની ચલણી જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો રહે છે.

આ પણ વાંચો :-