Home Blog Page 883

ભારતના નવા નૌસેના ઉપ પ્રમુખ બનશે વાઇસ એડમીરલ દિનેશ ત્રિપાઠી

0

ભારત સરકારે એડમિરલ દિનેશ.કે.ત્રિપાઠીને ભારતીય નૌકાદળના વાઈસ ચીફના પદ પર બઢતી આપી છે. તેઓ આવતા વર્ષે જાન્યુઆરીમાં ચાર્જ સંભાળશે. દિનેશ ત્રિપાઠી હાલમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. દિનેશ ત્રિપાઠી નેવલ ફિલ્ડમાં ઘણા અનુભવો ધરાવે છે, તેઓ અગાઉ ચીફ ઑફ પર્સનલ, ફ્લીટ કમાન્ડર અને ભારતીય નૌકાદળના ફ્રન્ટ લાઈન ડિસ્ટ્રોયર્સના કમાન્ડના હોદ્દા સંભાળી ચૂક્યા છે.

જ્યારે નૌકાદળના ડેપ્યુટી ચીફ વાઈસ એડમિરલ એસ.જે. સિંહને પશ્ચિમી નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બંને નિમણૂકો નવા વર્ષની શરૂઆતમાં અમલમાં આવશે. અન્ય નોંધપાત્ર ફેરફારમાં વાઈસ એડમિરલ શ્રીનિવાસ વેન્નમનો સમાવેશ થાય છે, જેઓ હાલમાં ન્યુક્લિયર સેફ્ટી ઈન્સ્પેક્ટર જનરલ તરીકે સેવા આપે છે. તેમને સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ નિમણૂકો મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં નૌકાદળ દિવસની ઉજવણી વચ્ચે થઈ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભાગ લીધો હતો. સિંધુદુર્ગ કિલ્લાના ઐતિહાસિક મહત્વને દર્શાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “સિંધુદુર્ગની વિજયી ભૂમિ પરથી નેવી ડેની ઉજવણી ખરેખર અભૂતપૂર્વ ગર્વની ક્ષણ છે.  ભારતના ભાગ્યને ઘડવામાં નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ ભારતીય ઈતિહાસનો સમયગાળો છે જે માત્ર ૫-૧૦ વર્ષ જ નહીં પરંતુ આવનારી સદીઓ માટે દેશનું ભવિષ્ય લખશે.

આ પણ વાંચો :-

સુરતમાં ફરી એક વાર લાખોની MD ડ્રગ્સ સાથે બે પકડાયા

0

ગુજરાતમાં ઠેક-ઠેકાણેથી ડ્રગ્સનો વેપલો કરતા લોકો ઝડપાઈ રહ્યા છે. પોતાના જીવનને સુખ-સાહેબીમાં વ્યતીત કરવા માટે થઈને અન્યોના જીવતર સાથે ચેડાં કરતા આવા લોકોને ડામવા સુરત પોલીસ પણ કમર કસી રહી છે. તેવામાં ફરી એક વાર સુરતના રાંદેરમાં ડ્રગ્સ વેચતા એક મિયાં-બીવી ઝડપાયા છે. અયુબખાન પઠાણ અને ફરઝાના પઠાણ પોતાના મોજ-શોખ પુરા કરવા માટે ડ્રગ્સનો વેપાર કરતા હતા. પોલીસે બાતમીના આધારે બંનેની ધરપકડ કરીને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

ડ્રગ્સનો જથ્થો મળી આવ્યા બાદ રાંદેર પોલીસે અયુબખાન રશિદખાન પઠાણ અને તેની બીવી ફરઝાનાબીબી અયુબખાન પઠાણને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારમાં અવાવરું જગ્યામાં મેફેડ્રોન ડ્રગ્સનો  વેપલો કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી. મળેલી બાતમીના આધારે રાંદેર પોલીસે તાડવાડી ગોમતીનગર મકાન નંબર બી-૨૨માં રહેતા અયુબખાન પઠાણને ત્યાં દરોડા પડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો હતો.

આ બંને પાસેથી પોલીસે ૧ લાખ કરતા વધુની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. બંને પેડલર્સની ધરપકડ બાદ પોલીસે તેમની પૂછપરછ આદરી હતી. મુંબઈ ખાતે રહેતી જુબેદા ખાતુન મેમણ નામની મહિલા તેમને ટકલા નામના વ્યક્તિ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડતી હતી. આ બંને લોકો ડ્રગ્સ મેળવ્યા બાદ પોતાની ગાડીમાં તેનો વેપલો કરતા હતા.

પૂછપરછમાં બે નવા નામ સામે આવતા પોલીસે ટકલા તેમજ જુબેદા ખાતુનને ભાગેડુ જાહેર કરીને બંનેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન પોલીસે ઝડપાયેલા પેડલરોની ગાડી પણ જપ્ત કરી લીધી છે. પોલીસ તપાસમાં અન્ય એક તબસ્સુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાન નામની મહિલાનું પણ નામ ખુલ્યું હતું, પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કરી છે.

આ પણ વાંચો :-

ગોરખપુર મેડિકલ કોલેજના પૂર્વ ડૉક્ટર કફીલ ખાનના વિરુદ્ધ નોંધાઈ FIR

0

ગોરખપુર મેડિકલ કોલેજના પૂર્વ ડૉક્ટર કફીલ ખાન ફરી એકવાર મુશ્કેલીમાં આવી શકે છે. લખનૌના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જેમાં કફીલ ખાન પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે અને તેના સહયોગીઓ સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે અને રમખાણો ફેલાવી શકે છે. એવો પણ આરોપ છે કે, કફીલ ખાને પોતાના પુસ્તકમાં સરકાર વિરોધી અને ભડકાઉ વાતો લખી છે. હાલ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

ડૉ. કફીલ ખાન વિરુદ્ધ કલમ ૧૫૩-B, ૧૪૩, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૫૦૪, ૫૦૫, ૨૯૮, ૨૯૫, ૨૯૫-A હેઠળ FIR નોંધવામાં આવી છે. કફીલ ખાન પર યોગી સરકારને ઉથલાવવા માટે રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. ફરિયાદી મનીષ શુક્લાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે ગોરખપુર દુર્ઘટના પર ‘ગુપ્ત પુસ્તક’ આ જ હેતુથી ગુપ્ત રીતે ફેલાવવામાં આવી રહ્યું છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે ‘ચાર-પાંચ લોકો ડૉ. કફીલ ખાન અને તેમના દ્વારા લખાયેલા પુસ્તકના નામે તોફાન કરવાની વાત કરી રહ્યા હતા. મનીષની ફરિયાદના આધારે ૧ ડિસેમ્બરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કફીલ ખાન અને ચાર-પાંચ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો :-

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં IED બ્લાસ્ટ, ત્રણ બાળકો ઘાયલ

0

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં IED વિસ્ફોટમાં ત્રણ બાળકો સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. પ્રાંતીય રાજધાની પેશાવરમાં એક શાળા પાસે સવારે ૦૯.૧૦ વાગ્યે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ માટે રોડ કિનારે ‘સિમેન્ટ બ્લોક્સ’માં રાખવામાં આવેલા ઓછામાં ઓછા ૪ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સાતથી ૧૦ વર્ષની ઉંમરના ઘાયલ બાળકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પેશાવર લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું છે કે બે બાળકોની હાલત ગંભીર છે. ખરેખર કોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એ પણ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફૂલીફાલી રહી છે અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંત આતંકવાદી પ્રવૃત્તિઓથી ભારે પ્રભાવિત રહ્યો છે. એક અહેવાલ મુજબ, ખૈબર પખ્તુનખ્વા પ્રાંત નવેમ્બરમાં આતંકવાદી હુમલાઓથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જેમાં ૫૪ મૃત્યુ અને ૮૧ ઇજાઓ સાથે ૫૧ હુમલા નોંધાયા હતા.

આ પણ વાંચો :-

રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા

0

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા બદમાશોએ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી પર ગોળીબાર કર્યો છે. બદમાશોએ શ્યામ નગર વિસ્તારમાં સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારી. સુખદેવ સિંહ ગોગામેડીને ગંભીર હાલતમાં માનસરોવરની મેટ્રો માસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મંગળવારે, સ્કૂટી સવાર બદમાશોએ ગોગામેડી પર દિવસભર ગોળીબાર કર્યો હતો. પછી તેઓ ફરાર થઈ ગયા હતા.

મંગળવારે બપોરે લગભગ ૧:૪૫ વાગ્યે સુખદેવ સિંહ શ્યામ નગર જનપથ પર ગોગામેડી ઘરની બહાર ઊભા હતા. આ દરમિયાન એક સ્કૂટર પર બે બદમાશો આવ્યા હતા. બદમાશોએ ગોગામેડી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. માહિતી મળતાં જ શ્યામનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે.

સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા છે. ઘણા સમય પહેલા કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. ગોગામેડી તેના પ્રમુખ છે. તેઓ ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ મુદ્દાઓને લઈને તેમના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા.

આ પણ વાંચો :-

સુરતમાં ઓછા કેરેટના દાગીના પધરાવતી ગેંગ ઝડપાયું

0

સુરત શહેરમાં જ્વેલર્સને છેતરતી ગેંગને પોલીસે પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગે છેલ્લા પાંચ મહિનામાં સમગ્ર રાજ્યમાં ૨૦ જ્વેલર્સને બોગસ દાગીના આપી ૧૨ લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે આ ગેંગના ૬ સાગરિતોને પકડી પાડીને ૧૦ લાખથી વધુની કિંમતના દાગીના કબજે કર્યાં છે. પોલીસે ૬ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ઉત્રાણ પોલીસે ઝડપેલા આરોપીઓ સોનાની ઓછી ગુણવત્તાવાળી ચેઈન પોતે જ બનાવતા હતાં. તેઓ ૯૧૬ હોલમાર્ક વાળી ચેઈનમાં સોનું ઓછું અને અન્ય ધાતુનું પ્રમાણ વધારે રાખીને સોનાની ચેઈન બનાવતાં હતાં. આ ચેઈન તેઓ રાજ્યમાં સોના ચાંદીની દુકાન ધરાવતાં વેપારીઓને ઉંચા ભાવે આપતાં અને તેના બદલામાં ૨૨ કેરેટની ઓરિજિનલ ચેઈન લેતા હતાં.

ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇન, કડી, ગીની, ટુકડી, તારનું ફીડલ અને પેડલ એમ કુલ ૧૦.૧૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ તો તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા રાજ્યભરના ૨૦ જેટલા જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી હતી. ભોગ બનનારાઓમાં સુરત, વલસાડ , અમદાવાદ, રાજકોટ, જુનાગઢ , મોરબી,જામનગર, ગોંડલ અને અમરેલીમાં જવેલર્સનો સમાવેશ થાય છે. અસલી સોનાના નામે આ ટોળકી ખોટું સોનુ પધરાવી પૈસા પડાવી લેતી હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો :-

વધું એક ખાલિસ્તાની આતંકીનું મોત

0

પાકિસ્તાનમાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું મૃત્યુ થયું છે. ૨ ડિસેમ્બરે પાકિસ્તાનમાં હાર્ટ એટેકના કારણે લખબીર સિંહ રોડેનું નિધન થયું હતું. સમાચાર લીક થવાથી બચવા માટે લખબીર સિંહ રોડેના પાકિસ્તાનમાં શીખ રિવાજો મુજબ ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લખબીર સિંહ રોડે જરનૈલ સિંહ ભિંડરાનવાલેના ભત્રીજા છે.

લખબીર સિંહ રોડે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના ઈશારે પંજાબમાં ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. લખબીર પાકિસ્તાનમાંથી ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન ચલાવતો હતો.

આ વર્ષે ઑક્ટોબર મહિનામાં પંજાબમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોગાના કોઠે ગુરુપારા ગામમાં દરોડા પાડ્યા હતા. આ સમય દરમિયાન, લખબીર સિંહ રોડેની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, લખબીર સિંહ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ની કલમ ૩૩ (૫) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, લખબીર સિંહ રોડે પાકિસ્તાનમાં છુપાયેલો હતો અને તેને ISIનું સમર્થન હતું.

પંજાબની ગુપ્તચર એજન્સીઓએ માહિતી આપી હતી કે તેણે પંજાબમાં આતંક મચાવવા માટે ઘણા સ્લીપર સેલ તૈયાર કર્યા છે. દિલ્હીમાં લખબીર સિંહ રોડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જેના પર કોર્ટે તેની કુલ જમીનનો ૧/૪ ભાગ સીલ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર કાર્યવાહી કરતા NIAની ટીમે તેની જમીન સીલ કરી અને તેના પર સરકારી બોર્ડ લગાવી દીધું. હાલ લખબીરનો પરિવાર કેનેડામાં રહે છે.

આ પણ વાંચો :-

CIDમાં ઇન્સપેટર ‘ફ્રેડરિક’નો રોલ નિભાવનાર એક્ટરનું નિધન

0

લોકપ્રિય ટેલિવિઝન શો CIDમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર અભિનેતાદિનેશ ફડનીસનું ૫૭ વર્ષની વયે અવસાન થયું છે. શોમાં દયાની ભૂમિકા ભજવનાર તેમના સહ અભિનેતા દયાનંદ શેટ્ટીએ તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે દિનેશે સોમવારે મધ્યરાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા અને ઘણી સમસ્યાઓના કારણે ગઈકાલે જ તેમને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

અગાઉ શનિવારે એમ જાણવા મળ્યું હતું કે, દિનેશને હાર્ટ એટેકઆવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. પરંતુ બાદમાં દયાનંદ શેટ્ટીએ પુષ્ટિ કરી હતી કે તેમને હાર્ટ એટેક આવ્યો ન હતો, પરંતુ તેમનું લિવર ડેમેજ થયું હતું. દિનેશના અંતિમ સંસ્કાર દૌલતનગર સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

દિનેશ ફડનીસની વાત કરીએ તો તેમને લોકપ્રિય ટીવી શો CIDથી મોટી ઓળખ મળી. આ શોમાં તે ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સના રોલમાં જોવા મળ્યા હતા. તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.આ શો પહેલીવાર વર્ષ ૧૯૯૮માં પ્રસારિત થયો હતો. તે માત્ર CIDમાં જ નહીં પરંતુ લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ જોવા મળ્યા હતા. તેણે રિતિક રોશનની ‘સુપર ૩૦’ અને ‘સરફરોશ’ જેવી ફિલ્મોમાં સપોર્ટિગ એક્ટર તરીકે કામ કર્યું હતું.

આ પણ વાંચો :-

વોશિંગ્ટન ડીસીના આર્લિંગ્ટનમાં ગોળીબાર બાદ ઘરમાં થયો વિસ્ફોટ

0

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થયો. વોશિંગ્ટન ડીસીના આર્લિંગ્ટનમાં વધુ એક ગોળીબારની ઘટના બની છે. જેમાં ગોળીબાર થયાં બાદ ઘરમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં એક ઘર બળીને રાખ થઈ ગયું હતું. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે પોલીસ સર્ચ વોરંટ ચલાવી રહી હતી. આર્લિંગ્ટન, વર્જિનિયામાં પોલીસે જણાવ્યું હતું કે ઘરની અંદર એક વ્યક્તિએ અધિકારીઓ પર ગોળીબાર કર્યો જેણે સર્ચ વોરંટ ચલાવવા માટે ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.

બર્લિંગસ્ટ્રીટના બ્લોકમાં બની હતી. અધિકારીઓ નિવાસસ્થાન પર સર્ચ વોરંટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિએ ઘરની અંદર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના કારણે વિસ્ફોટ થયો હતો. દુર્ઘટના બાદ તરત જ પોલીસે નજીકના કેટલાક મકાનો ખાલી કરાવ્યા હતા અને લોકોને સલામત સ્થળે આશરો લેવા કહ્યું હતું.

શંકાસ્પદ વ્યક્તિએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પોલીસ અધિકારી પર પણ ગોળીબાર કર્યો હતો. સોમવારે થયેલા વિસ્ફોટ બાદ કોઈને ઈજા થઈ હોવાની માહિતી હજુ સુધી મળી નથી. ઘટના પર હાજર પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ છે. વિસ્ફોટ દરમિયાન તેમનું ઘર ધ્રૂજવા લાગ્યું. જ્યારે પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો :-

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કેન્યાના રાષ્ટ્રપતિનું ઔપચારિક રીતના ભવ્ય સ્વાગત કર્યું

0

સોમવારે ભારતની મુલાકાત માટે પહોંચેલા કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સામોઈ રૂટોનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા. કેન્યાના રાષ્ટ્રપતિ ત્રણ દિવસની ભારતી મુલાકાત પર આવ્યા છે. કેન્યાના કોઈ રાષ્ટ્રપતિની છેલ્લા છ વર્ષોમાં આ પ્રથમ ભારત યાત્રા છે. આ યાત્રાનો હેતુ દ્વિપક્ષીય સંબંધો શ્રેષ્ઠ કરવાનો છે.

ભારત અને કેન્યા ખૂબ સારા મિત્રો છે. કેન્યાની આઝાદી પહેલાથી અમારી વચ્ચે વિવિધ સ્તરો પર રાજદ્વારી સંબંધો હતા. હું રાષ્ટ્રપતિ અને મારા સારા મિત્ર વડાપ્રધાનના આમંત્રણ પર ભારત આવ્યો છું. મારી અપેક્ષા છે કે આપણે કેન્યા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની જરૂર છે. અમે જોઈ રહ્યા છીએ કે, આપણે ગ્રામીણ વિકાસ અને વિશેષ કૃષિ ક્ષેત્રમાં ભાગીદારી કરી શકીએ છીએ. અનેક અન્ય બાબતો પર પણ અમે ચર્ચા કરીશું.

આ પણ વાંચો :-