Home Blog Page 873

સુરત સહિત દેશમાં આ રાજ્યોમાં હુમલાનું ષડયંત્ર થયું નિષ્ફળ, ISI આતંકવાદીની ધરપકડ

0

અમદાવાદ સહિત દેશમાં હુમલાનું ષડયંત્ર ઘડનારા આતંકીઓએ પશ્ચિમ-ઘાટમાં બોમ્બ ટેસ્ટ કર્યા હતા. તથા વિસ્ફોટોની સંભવિત અસર ચકાસવા ૭થી ૮ બ્લાસ્ટ કર્યા હતા. તેમજ મહિલાઓનું પણ બ્રેઈનવોશ કરી ષડ્યંત્ર પાર પાડવામાં સામેલ કરી હતી. આરોપીઓ આતંકવાદી બોમ્બ બનાવવા પશ્ચિમ ઘાટના જંગલોમાં જતા હતા.

અમદાવાદ, ગાંધીનગર તથા મુંબઈમાં લોકોથી ભરચક સ્થાનો ઉપરાંત સંવેદનશીલ સૈન્ય મથકો પર સૌથી ખતરનાક વિસ્ફોટો સાથેના આતંકવાદી હુમલા કરવાના પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI પ્રેરિત ષડયંત્રને નિષ્ફળ બનાવાયા બાદ ધરપકડ કરવામાં આવેલા અને સંડોવાયેલા મનાતા શાહનવાઝની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક માહિતી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ આઈએસના આતંકવાદી મોહમ્મદને સમર્થન આપ્યું હતું. શાહનવાઝ આલમ, મોહમ્મદ રિઝવાન અશરફ્ ઉર્ફે મૌલાના અને મોહમ્મદ અરશદ વારસીએ બોમ્બ વિસ્ફેટો માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. બોમ્બની અસર જાણવા માટે તેણે પશ્ચિમ ઘાટમાં સાતથી આઠ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. તેઓએ બોમ્બ વિસ્ફેટો દ્વારા દેશમાં તબાહીનો માહોલ સર્જવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી

ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં રેકી કરી હતી. તેઓ નોઈડા, ગુરુગ્રામ, સુરત, અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં ભીડભાડવાળી જગ્યાએ બોમ્બ વિસ્ફેટ કરવાના હતા. તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, આરોપીઓ આતંકવાદી બોમ્બ બનાવવા પશ્ચિમ ઘાટના જંગલોમાં જતા હતા. ત્યાં બોમ્બ વિસ્ફેટ કરીએ અને જોઈએ કે તેની શું અસર થાય છે. વિસ્ફેટ ક્યાં સુધી અસર કરે છે અને કેટલા લોકોના મોત થઈ શકે છે? આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓએ પશ્ચિમ ઘાટના જંગલોમાં સાતથી આઠ વિસ્ફેટ કર્યા હતા. તમામ બ્લાસ્ટ સફ્ળ રહ્યા હતા. આ પછી તેણે દેશના ઘણા શહેરોમાં રેકી કરી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર અમદાવાદ, સુરત અને મુંબઈ ટાર્ગેટ હતા અને આ ત્રણેય શહેરો સહિત અનેક શહેરોમાં રેકી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ઈઝરાઇલ-હમાસના યુદ્ધ વચ્ચે યમનના બે ડ્રોન દ્વારા ફ્રાન્સના યુદ્ધજહાજને નિશાન બનાવ્યું

0

ઈઝરાઇલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધને બે મહિના વીતી ગયા છે. બંને વચ્ચે હજુ પણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે યુદ્ધવિરામની સ્થિતિ આવી હતી અને એ સમય પણ વીતી ગયો અને ફરી ભીષણ યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે.

આ દરમિયાન બંને વચ્ચે લાલ સાગર નવું યુદ્ધનું મેદાન બની ગયું છે. અહીં અમેરિકા બાદ ફ્રાન્સના યુદ્ધજહાજ પર હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલા પાછળ યમનનો હાથ હોવાનો આરોપ લાગ્યો છે. યમનના બે ડ્રોન દ્વારા ફ્રાન્સના યુદ્ધજહાજને નિશાન બનાવવામાં આવ્યો હતો. જોકે આ ડ્રોન નષ્ટ કરી દેવાયાની માહિતી છે. ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી હતી.

યમનમાં ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ લાલ સાગરમાં અવર જવર કરતાં જહાજોને નિશાન બનાવવાના સોગંદ લીધા છે. હૌથી ઈઝરાઇલના કટ્ટર દુશ્મન છે. તેમણે ૭ ઓક્ટોબરે હમાસના આતંકીઓ દ્વારા ઈઝરાઇલ પર કરાયેલા હુમલા બાદથી સમુદ્રમાં એક પછી એક હુમલાઓને અંજામ આપ્યો છે જેનાથી એક સૌથી ઘાતક યુદ્ધની શરૂઆત થઈ છે. અગાઉ અમેરિકી જહાજોને પણ નિશાન બનાવતાં ડ્રોન હુમલા કરાયા હતા.

આ પણ વાંચો :-

૧૧ ડિસેમ્બર, ૨૦૨૩/ આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આ રાશિના જાતકોને સોમવારના દિવસે સંતાન તરફની ચિંતા રહે. જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂં છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

‌મિથુનઃ

આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ

આર્થિક પાસુ મજબુત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

‌સિંહઃ

વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવારોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ

આવક વઘતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફ‍ળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ

માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃ‌શ્ચિકઃ

સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ

મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિદ્યાર્થી મિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ

નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ વિવાદ ટાળવો.

મી‌નઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

અરવલ્લીમાં બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત, ૩ લોકોના મોત, ડમ્પર ચાલક ફરાર

0

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં અંબાસર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અંબાસર ગામના જ ત્રણ યુવાનોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. એક જ ગામના ત્રણ જવાનજોધ દીકરાઓના મોતના કારણે ગામના લોકોમાં બેફામ ડમ્પરચાલકો સામે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં બાઈક અને ડમ્પર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે. અકસ્માતમાં બાઇક સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

અરવલ્લીના ધનસુરા નજીક અંબાસર પાસે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અંબાસર ના રહેવાસી યુવકોના મોત નિપજ્યા છે. દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજસિંહ સોલંકી નામના યુવકોના મોત નિપજ્યા છે.

બીજી તરફ દાહોદમાં પણ અકસ્માત સર્જાયો છે. જેમાં બેફામ વાન ચાલકે બે લોકોને અડફેટે લીધા. ડ્રાઈવરે વાન પર કાબૂ ગુમાવ્યો અને પાર્ક કરેલી બાઇક અને પાનની કેબિનને ટક્કર મારી. અકસ્માત બાદ બે યુવાનોની હાલત ગંભીર છે અને તેમને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાનમાં સવાર બે લોકો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા જ્યારે ડ્રાઈવરને લોકોએ મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો.

આ પણ વાંચો :-

• અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર બહુ ઐશ્વર્યા રાયને અનફોલો કરી, જાણો શું છે નારાજગી નું કારણ

• અમદાવાદની એકલવ્ય સ્કૂલના કરાટે ટ્રેનર વિદ્યાર્થિનીઓને બતાવ્યો અશ્લીલ વીડિયો

૧૦ ડિસેમ્બર, ૨૦૨૩/ યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખજો, આર્થિક ફટકો પણ પડશે, આ રાશિના જાતકોને રવિવાર ભાગ્યના કપાટ થશે બંધ જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ,  છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

‌મિથુનઃ

મનનું સિ‌ધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ. વધે.

કર્કઃ

દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડા પીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

‌સિંહઃ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત  થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ

સોંદર્ય, કલા અને રસીકતત્વના સંયોગથી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃ‌શ્ચિકઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી ધંધામાં શાંતિ.

ધનઃ ‌

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્ર‌ગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટા ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ

મજબૂત આત્મબળને કારણે સા‌હસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.

ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાના ત્રણ પ્રોફેસર સસ્પેન્ડ જાણો કેમ?

0

ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનના ત્રણ પ્રોફેસરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં સમાજવિદ્યા ભવનના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર મુકેશ ખટીક સામે તેમના જ વિભાગના મહિલા પ્રોફેસરે ફરિયાદ કરી હતી કે, મહિલા પ્રોફેસરની મૂકેશ ખટીક ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપે છે. આથી તપાસ માટે કમિટી નિમવામાં આવી હતી. તેના રિપોર્ટના આધારે પ્રો. મુકેશ ખટીકને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ૧૭ પ્રોફેસરોના ભરતીના મુદ્દે આક્ષેપો થયા બાદ તપાસ કરવામાં આવી હતી. જેમાં સમાજવિદ્યા ભવનના પ્રોફેસર વનરાજસિંહ ચાવડા અને વિપુલ પટેલને ભરતી મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એકટ લાગુ થયા બાદ પ્રથમ સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં અનેક મહત્વના નિણર્ય કરાયા છે. સમાજવિદ્યા ભવનના મહિલા પ્રોફેસરને માનસિક ત્રાસ આપનારા પ્રોફેસર મુકેશ ખટીકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ ૧૭ પ્રોફેસરની ખોટી ભરતી મામલે સમાજવિદ્યા ભવનના પ્રોફેસર વનરાસિંહ ચાવડા અને પ્રોફેસર વિપુલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત HPP કોર્સમાં નાણાકીય ગોટાળો મામલે પ્રોફેસર કમલજીત લખતરિયા સામે તપાસ કમિટી નીમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સસ્પેન્ડ સિવાયના તમામ પ્રોફેસરની CASનો લાભ આપવા આવશે.

ગુજરાત યુનિ.ના સમાજવિદ્યા ભવનના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર મુકેશ ખટીક સામે તેમના જ વિભાગના મહિલા પ્રોફેસરે ફરિયાદ કરી હતી કે, પ્રોફેસરની મૂકેશ ખટીક ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપે છે. મહિલા પ્રોફરને મળનારા એલાઉન્સ અટકાવી રાખવામાં આવ્યું છે. મહિલા પ્રોફેસરને ભવિષ્ય માટે અભ્યાસ કરવો છે, તે અભ્યાસ કરવાની પરવાનગી આપતા નથી તથા તેમના પ્રમોશન માટે કાગળ પણ સહી કરતા નથી. અવારનવાર રજૂઆત કરી છતાં માનસિક ત્રાસ આપે છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા WDC વિભાગને તપાસ સોંપવામાં આવી હતી. WDC દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેના આધારે મુકેશ ખટીકને સસ્પેન્ડ કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ભાવનગરના અલંગ શિપરિસાયકલીંગ યાર્ડ માટે નવેમ્બર નિરાશાજનક, માત્ર ૧૦ જહાજ લાંગર્યા

0

ભાવનગર જિલ્લાના આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ યાર્ડમાં દોઢ વર્ષ બાદ ઓક્ટોબર મહિનો તેજીની આશા લઈને આવ્યો હતો. જેના કારણે નાણાંકીય વર્ષના બાકીના પાંચ મહિના શિપ બ્રેકીંગ ઉદ્યોગ મંદીના મોજામાંથી ઉગરેલો રહેશે તેવી આશા હતી. પરંતુ તેનાથી વિપરીત નવેમ્બર મહિનો નિરાશાજનક રહ્યો હોય તેમ અડધો અડધ જેટલા શિપની ઘટ સાથે માત્ર ૧૦ જહાજ કટિંગ થવા માટે અલંગના દરિયાકાંઠે લાંગર્યા હતા.

જહાજ ભાંગવા માટે એશિયામાં સૌથી મોટું સ્થાન ધરાવતા અલંગ શિપરિસાયકલીંગ યાર્ડ માટે ૨૦૨૩-૨૪નું નાણાંકીય વર્ષ એકંદરે નબળું સાબિત પૂરવાર થઈ રહ્યું છે. એકમાત્ર ઓક્ટોબર માસમાં એપ્રિલ-૨૦૨૨ પછી સૌથી વધું ૧૯ જહાજ ભંગાવવા માટે આખરી સફર ખેડી અલંગ પહોંચ્યા હતા. જેના કારણે અલંગ જહાજવાડા ઉપર દોઢ વર્ષથી લાગેલું મંદીનું ગ્રહણ હટી જશે. તેવી આશા જાગી હતી. પરંતુ નવેમ્બર મહિનામાં એ આશા ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ ગત માસમાં અલંગમાં ભંગાવા આવેલા જહાજની સંખ્યા માંડ ૧૦ રહી હતી. હજુ પણ ૨૦૨૩ના છેલ્લા મહિના ડિસેમ્બરમાં નોંધપાત્ર કહીં શકાય એટલા શિપ અલંગ પહોંચશે તેવી આશા ધૂંધળી છે. જેના કારણે આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાઈ રોજગારી મેળવતા લોકોની ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે, નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના છેલ્લા આઠ માસમાં અલંગની અંતિમ સફરે કુલ ૮૧ આવ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ માસમાં જ અડધો અધડ જેટલા ૪૧ શિપ સ્ક્રેપ થવા આવ્યાનું નોંધાયું છે.

આ પણ વાંચો :-

માતા વૈષ્ણોદેવીની યાત્રામાં હેલિકોપ્ટર સેવા શરૂ, જાણો બુકિંગના તમામ નિયમો

0

વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રા દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. જો કે શ્રદ્ધાળુઓ કુલ ૧૩ કિમીની આ યાત્રા પગપાળા જ પૂર્ણ કરે છે, પરંતુ જે લોકો આ મુશ્કેલ યાત્રા પગપાળા પૂર્ણ કરી શકતા નથી તેઓ પણ માતા વૈષ્ણો દેવીના દર્શન સરળતાથી કરી શકે છે. હિમાલયના આકર્ષક દ્રશ્યો વચ્ચે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી ઇચ્છતા લોકો માટે, હેલિકોપ્ટર સેવા એ સારો ઓપ્શન છે. જે લોકો ખાસ કરીને વૃદ્વો પગપાળા મા ના દર્શન નથી કરી શકતા તેવા લોકો માટે હવે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે.

  • ઓનલાઈન બુકિંગ

  • શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://online.maavaishnodevi.org/ પર જવુ
  • હેલિકોપ્ટર સર્વિસ’ ઓપ્શનને સિલેક્ટ કરો અને જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ હોય તો લોગિન અથવા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરીને આગળ વધો.
  • તમારી ઇચ્છિત મુસાફરીની તારીખ, માર્ગ મુસાફરોની સંખ્યા અને પસંદગીનો સમય પસંદ કરો.
  • પેસેન્જરની માહિતી આપો અને પેમેન્ટની સુચનાઓનું પાલન કરો. ત્યારપછી તમને તમારી ઈ-ટિકિટ સાથે એક કન્ફર્મેશન ઈમેલ પ્રાપ્ત થશે.
  • ઑફલાઇન બુકિંગ

– કટરા ખાતેના હાલના હેલી-ટિકિટ કાઉન્ટર પર ઑફલાઇન ખરીદી માટે મર્યાદિત ટિકિટ ઉપલબ્ધ છે.
– આ કાઉન્ટર વહેલા તે પહેલાના ધોરણે ચાલે છે.
– તમામ મુસાફરોએ માન્ય આઈડી પ્રૂફ સાથે રાખવા જરૂરી છે.

મુસાફરીની તારીખના ૬૦ દિવસ પહેલા દરરોજ સવારે ૧૦:૦૦ વાગ્યે ખુલે છે. કાઉન્ટર દરરોજ સવારે ૭:૦૦ વાગ્યે ખુલે છે દરરોજ સવારે ૭:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી હવામાન પરવાનગી આપે છે. કટરાથી સાંજીછત સુધીનું વન-વે ભાડું અથવા તેનાથી વિપરીત વ્યક્તિ દીઠ રૂ. ૨૧૦૦ છે. કટરાથી સાંજીછટ સુધીની દ્વિ-માર્ગી ટિકિટ ૪૨૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. ૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મફત પરિવહન કરવામાં આવે છે અને પુખ્ત વયના લોકોના ખોળામાં મુસાફરી કરવી આવશ્યક છે.

આ પણ વાંચો :-

મુસ્લિમ ભાઇએ હિન્દુ બહેનના લગ્નમાં મામેરા પેટે ૫ લાખ અને ઘરેણાં આપ્યા

0

મહેસાણા તાલુકાના મેવડ ગામમાં ગુરુવારે ચૌધરી પરિવારની દીકરીના લગ્નના માંડવે કોમી એક્તા ના તોરણ બંધાયાં હતાં. કડી તાલુકાના ભટાસણ ગામના સૈયદ પરિવારે રૂ.સવા પાંચ લાખની રોકડ, સોનાનો દાગીનો અને ૫ જોડી કપડાં સાથે હિન્દુ બહેનનું મામેરું ભર્યું હતું. જ્યારે સગા ભાઈઓએ  રૂ.૧૯ લાખનું મામેરું ભર્યું હતું. બહેનના ઘરે સગા ભાઇ અને માનેલા ભાઈઓએ મામેરાની વિધિ કરી ત્યારે હાજર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મેવડ ગામના પારસંગભાઇ દેવજીભાઇ ચૌધરીએ જણાવ્યું કે, ભટાસણ ગામના સૈયદ પરિવાર સાથે છેલ્લા ૨૫ વર્ષથી અમારે પારિવારિક સંબંધો છે.

મહેસાણા તાલુકાના મેવડ ગામમાં ગુરુવારે ચૌધરી પરિવારની દીકરીના લગ્ન હતા. આ દીકરીના માંડવે કોમી એકતાના તોરણ બંધાયાં હતાં. વર્ષો પહેલાં ફારૂકભાઈ, ફઝલભાઇ, સલીમભાઈ, હારૂનભાઈ અને સાઈદભાઈએ મારી પત્ની પુરીબેનને બહેન માની છે. રક્ષાબંધન સહિત તહેવારો અને એકબીજાને પ્રસંગોપાત મળવાનું થતું રહે છે.  એક એવું ઉદાહરણ જોવા મળ્યું હતું જે દેશમાં બીજા લોકોને પણ પ્રેરણા આપશે. કડી તાલુકાના ભટાસણ ગામના સૈયદ પરિવારને ચૌધરી પરિવાર સાથે વ્યાવસાયિક સંબંધ અને ઘરોબો હતો. જેનાં કારણે સંબંધો એટલા આગળ વધ્યા કે મૈત્રી અને પારિવારિક સંબંધો હોય એમ તેઓ રહેતા હતા. એટલે સુધી કે ચૌધરી પરિવારની દીકરીનાં લગ્નમાં સૈયદ પરિવારે મામેરું ભર્યું હતું.

મામેરામાં સૈયદ પરિવાર તરફથી દીકરીને રૂ.સવા પાંચ લાખની રોકડ, સોનાનો દાગીનો અને ૫ જોડી કપડાં વગેરે આપવામાં આવ્યા હતા. મુસ્લિમ ધર્મ પાળતા મામા દ્વારા હિન્દુ બહેનનાં ઘરે મામેરું ભર્યું હતું. આ લગ્નમાં સગા ભાઈઓએ રૂ. ૧૯ લાખનું મામેરું ભર્યું હતું. જો કે હિન્દી ફિલ્મની કહેવત છે કે તોહફે કી કિમત નહીં દેને વાલે કી નિયત દેખી જાતી હૈ.

આ પણ વાંચો :-

અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર બહુ ઐશ્વર્યા રાયને અનફોલો કરી, જાણો શું છે નારાજગી નું કારણ

0

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમના પરિવાર તેમજ શો ને ળઇમને અને ફિલ્મોને લઇને પણ પોસ્ટ કરતાં રહે છે. બિગ બીના ઈન્સ્ટાગ્રામ પર ૩૬.૩ મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય અમિતાભ ૭૪ લોકોને ફોલોબેક કરે છે. ખાસ વાત એ છે કે આ ૭૪ લોકોમાં અભિષેક બચ્ચન અને ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ હાજર છે.

ઇન્સ્ટાગ્રામ પર બીગ બીના આટલા ફોલોવર્સ છે પરંતૂ બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આ યાદીમાં નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અમિતાભ બચ્ચને ક્યારેય ઐશને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યું જ નથી. જ્યારે કેટલાક ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બચ્ચન પરિવારમાં કંઇક રંધાઇ રહ્યું છે.

તાજેતરમાં જ અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાની પહેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું પ્રીમિયર યોજાયું હતું, જ્યાં આખો બચ્ચન પરિવાર જોવા મળ્યો હતો. આ પ્રસંગે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, આરાધ્યા બચ્ચન, અજિતાભ બચ્ચન, નિખિલ નંદા અને શ્વેતા બચ્ચન સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ઐશ્વર્યાએ એ સમાચાર પર પણ પૂર્ણવિરામ મૂક્યું હતું જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેત્રીએ અભિષેક બચ્ચનથી છૂટાછેડા લઈ લીધા છે.

આ પણ વાંચો :-