અરવલ્લીમાં બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત, ૩ લોકોના મોત, ડમ્પર ચાલક ફરાર

Share this story

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં અંબાસર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અંબાસર ગામના જ ત્રણ યુવાનોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. એક જ ગામના ત્રણ જવાનજોધ દીકરાઓના મોતના કારણે ગામના લોકોમાં બેફામ ડમ્પરચાલકો સામે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં બાઈક અને ડમ્પર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે. અકસ્માતમાં બાઇક સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

અરવલ્લીના ધનસુરા નજીક અંબાસર પાસે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અંબાસર ના રહેવાસી યુવકોના મોત નિપજ્યા છે. દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજસિંહ સોલંકી નામના યુવકોના મોત નિપજ્યા છે.

બીજી તરફ દાહોદમાં પણ અકસ્માત સર્જાયો છે. જેમાં બેફામ વાન ચાલકે બે લોકોને અડફેટે લીધા. ડ્રાઈવરે વાન પર કાબૂ ગુમાવ્યો અને પાર્ક કરેલી બાઇક અને પાનની કેબિનને ટક્કર મારી. અકસ્માત બાદ બે યુવાનોની હાલત ગંભીર છે અને તેમને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાનમાં સવાર બે લોકો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા જ્યારે ડ્રાઈવરને લોકોએ મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો.

આ પણ વાંચો :-

અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર બહુ ઐશ્વર્યા રાયને અનફોલો કરી, જાણો શું છે નારાજગી નું કારણ

અમદાવાદની એકલવ્ય સ્કૂલના કરાટે ટ્રેનર વિદ્યાર્થિનીઓને બતાવ્યો અશ્લીલ વીડિયો