Home Blog Page 873

બાબા બાલકનાથનું લોકસભાના સાંસદ પદેથી રાજીનામું, જાણો રાજસ્થાનના નવા CM કોણ?

0

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ એવા બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનના અલવર જિલ્લામાંથી ધારાસભ્ય બન્યા બાદ બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બાબા બાલકનાથ આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને તેમને સંસદ સભ્યપદેથી રાજીનામું સોંપ્યું હતું.

બાબા બાલકનાથ અલવર જિલ્લાના તિજારાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. બાબા બાલકનાથને CM બનાવવાની અટકળો ચાલી રહી છે. જોકે, ભાજપે હજુ સુધી કોઈનું નામ ફાઈનલ કર્યું નથી. રાજ્યમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. મહત્વનું છે કે, બાબા બાલકનાથ અલવરથી સાંસદ હતા. આ સાથે રાજસ્થાનમાં બાલકનાથની સંભવિત ભૂમિકાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં જે નેતાઓના નામ લેવામાં આવી રહ્યા છે તેમાં બાબા બાલકનાથનો પણ સમાવેશ થાય છે. એવી અટકળો છે કે, ભાજપ તેમને રાજસ્થાનમાં કોઈ મોટી જવાબદારી આપી શકે છે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ચૂંટણી લડાવી હતી. ભાજપે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત ૧૨ સાંસદોને વિધાનસભા ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા. તેમાં ગણેશ સિંહ અને ફગ્ગન સિંહ ફુલસ્તે સિવાય ૧૦ સાંસદો જીતી ગયા. વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સાંસદ સભ્યો હવે રાજીનામાં આપી રહ્યા છે. બુધવારે ૧૦ સાંસદો અને મંત્રીઓએ સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો :-

નર્મદ યુનિવર્સિટીની કોલેજોના વિદ્યાર્થીઓ માટે આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનની પરીક્ષામાં ૫૦-૫૦ ગુણ ફરજિયાત

0

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ ને લઇ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના નિયમો અનુસાર, જેમાં આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનની પરીક્ષામાં ૫૦-૫૦ ગુણ ફરજીયાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની શિક્ષણનીતિ મુજબ આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન ની પરીક્ષા ના સરવાળાના આધારે વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ કરવામાં આવતા હતા.પરંતુ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ હવેથી જે તે વિધાર્થીએ પરીક્ષામાં વધુમાં વધુ ગુણ લાવવા જરૂરી છે. જો આ ગુણ લાવવામાં વિદ્યાર્થી નિષ્ફળ નીવડશે તો આવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી અનઉત્તીર્ણ જાહેર કરવામાં આવશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીમાં શૈક્ષણિક ક્ષેત્ર ૨૦૨૩-૨૪ માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ પ્રથમ સત્રથી જ તેની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેમાં 50% આંતરિક મૂલ્યાંકન અને 50% બાહ્ય મૂલ્યાંકન ફરજિયાત કરવામાં આવ્યું છે. હવેથી આંતરિક મૂલ્યાંકન ની અંદર વધુમાં વધુ ગુણ લાવવા જરૂરી છે. તેવી જ રીતે બાહ્ય મૂલ્યાંકનની પરીક્ષામાં પણ તેટલા જ ગુણ લાવવા જરૂરી છે. અત્યાર સુધી બાહ્ય મૂલ્યાંકન અને આંતરિક મૂલ્યાંકનના સરવાળાના આધારે જે તે વિદ્યાર્થી જે તે વિષયમાં ઉત્તીર્ણ થતો હોય તો તેને ઉત્તીર્ણ કરવામાં આવતો હતો.પરંતુ હવેથી આંતરિક મૂલ્યાંકનમાં જે તે વિષયમાં પણ વધુમાં વધુ ગુણ લાવવા જરૂરી છે.

વિદ્યાર્થી નિષ્ફળ નીવડશે તો આંતરિક મૂલ્યાંકનમાં પણ વિધાર્થીને નાપાસ જાહેર કરવામાં આવશે. આવા પાસ કરાયેલા વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવાની રહેશે. એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીએ ફરીથી યુનિવર્સિટીની પરીક્ષાનું ફોર્મ પણ ભરવાનું રહેશે.. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ની અમલવારી થતા હવે વિદ્યાર્થીઓએ તમામ વિષયોના આંતરિક મૂલ્યાંકનમાં ફરજિયાતપણે પાસ થવું પડશે. વિદ્યાર્થીઓએ જે તે કોલેજમાં આંતરિક મૂલ્યાંકન ની અંદર જરૂરી પર્ફોમન્સ આપવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિની અમલવારી શરૂ કરવાની સાથે આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનમાં નિયમો કડક બનાવ્યા છે.જે હવેથી વિદ્યાર્થીઓએ અનુસરવાનું રહેશે.

આ પણ વાંચો :-

VIVO વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, ૬૨,૪૭૬ કરોડની મની લોન્ડરિંગનો આરોપ

0

EDએ ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા VIVO અને કેટલીક અન્ય કંપનીઓ સામે પોતાની પકડ વધુ કડક કરી છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિવો અને તેની સાથે સંકળાયેલી કેટલીક અન્ય કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપોની તપાસના સંબંધમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. મની લોન્ડરિંગ વિરોધી કાયદાની ફોજદારી કલમો હેઠળ બુધવારે વિશેષ અદાલત સમક્ષ ફરિયાદ પક્ષની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલામાં ધરપકડ કરાયેલા લોકો સિવાય વિવો-ઈન્ડિયાને પણ EDની ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવી હતી. જે બાદ આજે પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

EDએ સ્પેશિયલ કોર્ટમાં તેના રિમાન્ડમાં કહ્યું હતું કે, ધરપકડ કરાયેલા ચાર લોકોની કથિત ગતિવિધિઓને કારણે વિવો-Indiaને ખોટી રીતે લાભો પૂરા પાડવામાં આવ્યા હતા. આ પગલું ભારતની આર્થિક સંપ્રભુતા માટે નુકસાનકારક હતું. EDએ કહ્યું કે ભારતમાં ટેક્સ ભરવાથી બચવા માટે વિવો દ્વારા ૬૨,૪૭૬ કરોડ રૂપિયાની મોટી રકમ ગેરકાયદેસર રીતે ચીનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસની FIRનો અભ્યાસ કર્યા પછી, EDએ Vivoની પેટાકંપની ગ્રાન્ડ પ્રોસ્પેક્ટ ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે GPICPL અને તેના શેરધારકોએ ડિસેમ્બર ૨૦૧૪ માં કંપનીની રચના સમયે નકલી દસ્તાવેજો અને ખોટા સરનામાંનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો :-

સુરત ગેસ સિલિન્ડરથી લાગેલી આગમાં માતા- પિતા બાદ ૪ વર્ષની પુત્રીનું મોત

0

સુરતના સચિન વિસ્તારમાં બેસતા વર્ષની રાત્રે ગેસ સિલિન્ડર લીકેજ બાદ આગ લાગતાં એક જ પરિવારનાં ત્રણ બાળકો અને માતા-પિતા સહિત પાંચ લોકો દાઝી ગયા હતા. ઘટનાની જાણ બાદ તાત્કાલિક તમામને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પતિ-પત્નીની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી હતી. ૭ દિવસની સારવાર બાદ પતિ અને તેના બે દિવસ બાદ માતાએ દમ તોડી દીધો હતો. જ્યારે હવે ૨૨ દિવસ મોત સામે લડી રહેલી ૪ વર્ષની બાળકીએ દમ તોડી દીધો છે.

સચિન વિસ્તારમાં ૨૫ વર્ષીય ફિરોઝ સતાર અન્સારી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં બે દીકરા, એક દીકરી અને પત્ની છે. ફિરોઝ સચિન વિસ્તારમાં જ એક ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. ફિરોઝનો સૌથી નાનો દીકરો ચાર માસનો છે. બેસતા વર્ષની રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે ફિરોઝનો ચાર મહિનાનો દીકરો રડવા લાગ્યો હતો. જેથી માતાએ દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે આગ ફાટી નીકળી હતી. આગના પગલે રૂમમાં સૂતેલા ત્રણ બાળકો, પતિ અને પત્ની દાઝી ગયા હતા.

એક જ પરિવારના દાઝેલા પાંચેય સભ્યોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા પ્રમાણે દૂધ ગરમ કરવા ગેસ ચાલુ કરવા ગયેલી પત્નીની અને પતિની હાલત ગંભીર હતી. જેથી સાત દિવસની સારવાર બાદ પતિ ફિરોઝે દમ તોડી દીધો હતો. જ્યારે તેના બે દિવસ બાદ પત્નીએ પણ દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો :-

દિલ્હી AIIMS હોસ્પિટલમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ મળ્યા

0

કોરોના હજી સંપૂર્ણ રીતે નાબૂદ થયો નથી ત્યાં ચીનમાંથી આવતા નવા બેક્ટેરિયા ભારતમાં તણાવ વધાર્યો છે. હકીકતમાં, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા નામનો એક નવો ચાઇનીઝ બેક્ટેરિયા ભારતમાં પ્રવેશ્યો છે, જે નાના બાળકોને અસર કરી રહ્યો છે. આ રોગ ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ મળ્યા છે.

AIIMSએ ચીનમાં બે પરીક્ષણો જેવા કે PCR અને IGM-ELISA દ્વારા એક બેક્ટેરિયમ જે બાળકોમાં શ્વસન રોગનું કારણ બને છે એવા માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ નોંધ્યા છે. પીસીઆર અને આઈજીએમ એલિસા ટેસ્ટનો પોઝીટીવીટી દર ત્રણ અને ૧૬ ટકા હોવાનું જાણવા મળ્યું છે. આ જ કારણ છે કે. ચીનથી આવેલા કોરોનાનો સામનો કર્યા બાદ ભારતમાં આ રોગનો ભય ફેલાવા લાગ્યો છે.

ભારતમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાને શોધવા માટે સર્વેલન્સ વધારવાની જરૂર છે. AIIMS દિલ્હીએ માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસોની તપાસ કરી છે, જે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે ચીનમાં ફેલાયેલા રોગનું કારણ છે. ચેપના પ્રારંભિક તબક્કામાં PCR પરીક્ષણ દ્વારા એક કેસ શોધી કાઢવામાં આવ્યો હતો જ્યારે બાકીના છ કેસ IgM ELISA પરીક્ષણ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા.

ભારતમાં તેના કેસની તપાસને કારણે ચિંતા વધી છે કારણ કે ચાર વર્ષ પહેલા ડિસેમ્બર ૨૦૧૯માં કોવિડ ચીનથી શરૂ થયો હતો અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. AIIMS દિલ્હીના માઇક્રોબાયોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા અને કન્સોર્ટિયમના સભ્ય ડૉ. રમા ચૌધરીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, “માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાને ૧૫-૨૦% સમુદાય હસ્તગત ન્યુમોનિયાનું કારણ માનવામાં આવે છે.” જ્યારે જયપુર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સ્ટેટિસ્ટિક્સ(NIMS)ના ડીન ડૉ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આ બેક્ટેરિયમને કારણે થતો ન્યુમોનિયા સામાન્ય રીતે હળવો હોય છે, તેથી તેને ‘વૉકિંગ ન્યુમોનિયા’ પણ કહેવામાં આવે છે. પરંતુ ગંભીર કિસ્સાઓ પણ આવી શકે છે.”

આ પણ વાંચો :-

તેલંગાણામાં રેવંત રેડ્ડી મુખ્યમંત્રી બનશે

0

કોંગ્રેસ તેલંગાણામાં પહેલીવાર સત્તામાં આવી છે અને આજે રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સીએમ સહિત કુલ ૧૨ મંત્રીઓએ શપથ લીધા છે. તેલંગાણાના સીએમ તરીકે રેવંત રેડ્ડીએ શપથ લીધા છે. આ સાથે જ તેલંગાણામાં આજથી રેવંત રેડ્ડીની સરકાર બની ગઈ છે.

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બમ્પર જીત મેળવી લીધા બાદ હવે સરકાર બનાવવાની તૈયારી છે. ત્યારે તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ZPMની જીત થઈ છે. ભાજપ હાઈકમાને હજુ સુધી ત્રણ રાજ્યો માટે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી, પરંતુ કોંગ્રેસ હાઈકમાને તેલંગાણાનું નેતૃત્વ રેવંત રેડ્ડીને સોંપી દીધું છે. રેવંત રેડ્ડી આજે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

આ શપથ ગ્રહણ સમારોહમાં લાખો લોકોએ હાજરી આપે હતી. રેવંત રેડ્ડીએ આ કાર્યક્રમ માટે સામાન્ય લોકોને પણ આમંત્રણ આપ્યું હતું. રેવંત રેડ્ડી સહિત કુલ ૧૨ મંત્રીઓએ શપથ લીધા છે. મલ્લુ ભટ્ટી વિક્રમાર્કને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે જ્યારે ગદ્દમ પ્રસાદ કુમારને સ્પીકર બનાવવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં ૪ લોકોના મૃત્યુ, ૨ લોકો ઈજાગ્રસ્ત

0

રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એકસાથે ૪ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક દર્દનાક અકસ્માતની ઘટના બની હતી. જેમાં હાઈવે પરથી પસાર થતી કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થયા તો અન્ય ૨ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે.

આ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. તો મોટી સંખ્યામાં રાહદારીઓના ટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતની જાણ થતાં જ ધ્રાંગધ્રા પોલીસની ટીમ પણ દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ૭ યુવકોમાંથી ૪ના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં ૪ લોકોના મૃત્યુના સમાચારથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. વિગતો મુજબ ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક કાર પલટી મારી ગયા બાદ ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઇ હતી. વિગતો મુજબ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ ૪ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ તરફ અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

ITના દરોડામાં એટલી રોકડ મળી કે નોટો ગણતાં-ગણતાં મશીન ખોટકાઈ ગયું!

0

ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. કામગીરી કરતા એજન્સીએ કંપની સાથે સંકળાયેલા પરિસરમાંથી મોટી રકમની રોકડ રિકવર કરી છે. ઓડિશાના બોલાંગીર, સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં સર્ચ ઑપરેશન ચાલુ છે. ગઈકાલ સુધી ૫૦ કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ નોટોની સંખ્યા એટલી વધારે છે કે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.

બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ પર કરચોરીની આશંકા છે, જેના પછી આવકવેરા વિભાગના અધિકારીઓએ તેનાથી સંબંધિત ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગની છ ટીમો આ જગ્યાઓની તપાસમાં વ્યસ્ત છે. આઈટી ટીમની સાથે સીઆઈએસએફના જવાનો પણ સામેલ છે.

બુધવારે જ આવકવેરા વિભાગની ટીમે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડા પાડ્યા હતા. ઈન્કમટેક્સે રાંચી, લોહરદગા અને ઓડિશામાં કોંગ્રેસના સાંસદના પાંચથી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. ધીરજ સાહુ ઝારખંડના અગ્રણી બિઝનેસ અને રાજકીય પરિવારમાંથી આવે છે. તેઓ કોંગ્રેસમાંથી બે વખત રાજ્યસભામાં ચૂંટાયા છે. તેમનું પૈતૃક નિવાસ લોહરદગામાં છે, જ્યારે તેમના પરિવાર પાસે રાંચીના રેડિયમ રોડમાં બંગલો છે. ઈન્કમટેક્સની ટીમોએ ગઈકાલે આ બંને જગ્યાએ સર્ચ કર્યું છે.

આ પણ વાંચો :-

ભાજપની સંસદીય દળની બેઠકમાં PM મોદીનું તાળીઓના ગડગડાટથી કર્યું સ્વાગત

0

 રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે મુખ્યમંત્રી પદની રેસ દિવસેને દિવસે તેજ થઈ ગઈ છે. આ દરમિયાન સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે, કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવ CM પદની રેસમાં સૌથી આગળ છે. અશ્વિની વૈષ્ણવ ૨ મોટા મંત્રાલયોના કેન્દ્રીય મંત્રી છે. એવું માનવામાં આવે છે કે, રાજસ્થાનમાં ભાજપ OBCને CM બનાવી શકે છે અને આ ચહેરો અશ્વિની વૈષ્ણવ હોઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક પણ દિલ્હીમાં યોજાઈ હતી. જેમાં પાર્ટી દ્વારા PM મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. CMના નામને લઈને પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક માહિતી આપવામાં આવી નથી, પરંતુ પહેલાથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પાર્ટી કોઈ નવા ચહેરાને CMની ખુરશી પર નિયુક્ત કરી શકે છે. હવે આ રેસમાં કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવનું નામ સામે આવી રહ્યું છે. કેન્દ્રમાં કેબિનેટ મંત્રી તરીકે અશ્વિન વૈષ્ણવે તેમના કામથી ટોચના નેતૃત્વને પ્રભાવિત કર્યા છે.

આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની ભવ્ય જીત બદલ પાર્ટીના સાંસદોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના સાંસદોએ ભાજપના સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠક માટે પહોંચ્યા તો સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન સાંસદોએ ‘મોદીજી સ્વાગત છે’ના નારા પણ લગાવ્યા હતા.

આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠક માટે પહોંચ્યા તો સાંસદોએ તાળીઓના ગડગડાટ બેઠક દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તાળીઓના ગડગડાટ વચ્ચે વડા પ્રધાનને હાર પહેરાવીને આવકાર્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ અને ઘણા કેન્દ્રીય પ્રધાનો અને પાર્ટીના સાંસદો હાજર હતા.

આ પણ વાંચો :-

દેશદ્રોહી જાહેર થયેલા યુક્રેનના પૂર્વ સાંસદની રશિયામાં ગોળી મારી કરાઈ હત્યા

0

રશિયા અને યુક્રેન વચ્ચે ગયા વર્ષે ફેબ્રુઆરીથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનથી ભાગીને રશિયા પહોંચેલા યુક્રેનના પૂર્વ સાંસદની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. યુક્રેન દ્વારા દેશદ્રોહી જાહેર કરાયેલા યુક્રેનના પૂર્વ સાંસદ ઇલિયા ક્યવાની મોસ્કોના દક્ષિણ પશ્ચિમમાં આવેલા ઓડિન્ટસોવો પ્રદેશના એક પાર્કમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

આ ઘટના બાદ યુક્રેનિયન આર્મીના ગુપ્તચર એકમે ચેતવણી આપી હતી કે યુક્રેનના અન્ય દેશદ્રોહીઓ’નો પણ આવો જ  હાલ થશે. યુક્રેનિયન સંસદના પૂર્વ સાંસદ ૪૬ વર્ષીય ઇલિયા ક્યવાનો મૃતદેહ ગઈકાલે મોસ્કો નજીકના એક ગામમાંથી તેના માથામાં ગોળી વાગેલા ઘા સાથે મળી આવ્યો હતો.

યુક્રેન અને પુતિનને ટેકો આપનારા અન્ય દેશદ્રોહીઓ સાથે પણ આવું જ થશે. રશિયન અધિકારીઓનું કહેવું છે કે તેઓએ આ હત્યાના કેસની તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદને શોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ ફેબ્રુઆરીમાં મોસ્કોના હુમલા પહેલા જ ઇલિયા ક્યવા યુક્રેનની સંસદના સભ્ય હતા અને યુદ્ધ શરુ થયાના એક મહિના પહેલા તે રશિયા ભાગી ગયા હતા.

આ પણ વાંચો :-